24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

204 દેશોમાં સંક્રમણ અને 54 હજાર મોત, સિંગાપોરે 1 મહિનાનું લોકડાઉન જાહેર કર્યું, અમેરિકામાં મૃતકોની સંખ્યા 6 હજારને પારકોરોના વાઈરસની મહામારીએ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે. વિશ્વભરમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 10 લાખથી વધારે થઈ ગઈ છે. 53 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. બે લાખ 13 હજાર લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈટાલી અને સ્પેન બાદ હવે અમેરિકામાં તેની વ્યાપક અસર જોવા મળી છે. અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખ 45 હજાર 66 થઈ ગઈ છે. જ્યારે 6075 લોકોએ જીવ ગુમાવ્યો છે.સિંગાપુરના પ્રધાનમંત્રી લી સિએન લુંગએ શુક્રવારે દેશભરમાં એક મહિનાના લોકડાઉનની જાહેરાત કરી છે. ફેસબુક પોસ્ટ દ્વારા તમણે આ જાણકારી આપી.તેઓએ કહ્યું કે કોરોના ફેલાયા બાદ અમે આ સંકટ સામે શાંતિથી અને યોગ્ય રીતે લડી રહ્યા છીએ. લોકડાઉન સાત એપ્રિલથ લાગુ થશે. રેસ્ટોરાં, સુપર માર્કેટ, હોસ્પિટલ, પરિવહન અને બેંકિંગ સેવા ચાલુ રહેશે. સિંગાપોરમાં પોઝિટિવ કેસની સંખ્યા એક હજારથી વધારે થઈ ગઈ છે. હાલ પાંચ લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમેરિકામાં 24 કલાકમાં 29 હજાર કેસ નોંધાયા છે. ડોનાલ્ડ ટ્રમ્પનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.શુક્રવારે અમેરિકન પોત રુઝવેલ્ટમાંથી 180 નૌસૈનિકોને હટાવવામાં આવ્યા. નેવી કમાન્ડર જોન મેનોનીએ જણાવ્યું હતું કે અન્ય 300થી 500 નૌસૈનિકોને આગામી 12થી 24 કલાક માટે હટાવવામાં આવશે. આ પોત ઉપર ગુરુવારે 114 નૌસૈનિકો સંક્રમિત મળ્યા હતા. અમેરિકામાં કુલ 6075લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યો છે. 15 ફેબ્રુઆરીથી લઈ અત્યાર સુધીના 49 દિવસોની એવરેજ કાઢીએ તો દરરોજ 124 લોકોએ કોરોના મહામારીમાં જીવ ગુમાવ્યો છે.

આ બધાની વચ્ચે ચીન સરકારે કોરોના વાઈરસના કારણે મરનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 4 એપ્રિલે શોક દિવસ મનાવવાનની જાહેરાત કરી છે. આ દરમિયાન દેશ અને બીજા દેશમાં રહેલા ચીની દૂતાવાસમાં રાષ્ટ્રીય ધ્વઝને અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. સમગ્ર દેશમાં સવારે 10 વાગ્યે ત્રણ મિનિટનું મૌન પાળીનો શોક વ્યક્ત કરાશે.

અમેરિકાના ન્યૂયોર્ક સિટીમાં 50 હજાર કેસ
અહીં સૌથી વધારે સંક્રમણ 93 હજાર કેસ ન્યૂયોર્કમાં નોંધાયા છે. તેમાથી ન્યૂયોર્ક સિટીમાં 50 હજાર કેસ નોંધાયા ચે. અહીં 1562 લોકોએ જીવ ગુમાવ્યો છે. ગુરુવારે અહીં ચાર હજાર નવા કેસ નોંધાયા છે અને 188 લોકોએ જીવ ગુમાવ્યો છે.

આ તસવીર અમેરિકાના હોંડુરાસની છે. તેી રાજધાની તેગુસિગાલ્પામાં એક ડોક્ટરનું કોરોનાથી મોત થયું છે, તેનો મૃતદેહ લઈ જઈ રહેલા કર્મચારીઓ.

ટ્રમ્પનો કોરોનાનો બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ન્યૂયોર્ક સિટીના જાવિટ્સ સેન્ટરમાં કોરોના વાઈરસના દર્દીઓ માટે હોસ્પિટલ બનાવવામાં આવશે. ન્યૂયોર્કના ગવર્નરે આ માટે રાષ્ટ્રપતિને આગ્રહ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું કે આજે સવારે મેં કોરોનાની તપાસ કહાવી હતી અને તેમા માત્ર એક મિનિટનો સમય લાગ્યો હતો. મને લાગતું હતું કે 15 મિનિટ સુધી પ્રક્રિયા ચાલશે, પરંતુ મારે તેના માટે રાહ જોવી પડ ન હતી.

  1. ન્યૂયોર્ક સિટીના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું કે અહીં એક હજાર નર્સ, 300 રિસ્પેરેટરી થેરેપિસ્ટ અને 150 ડોક્ટરની જરૂર પડશે. ન્યૂયોર્ક રાજ્યને 400 વેન્ટિલેટર મળ્યા છે. જ્યારે આગામી સપ્તાહમાં ત્રણ હજારની અને પછી 15 હજારની જરૂર પડશે.
  2. કેલિફોર્નિયામાં એક દિવસમાં એક હજાર નવા કેસ નોંધાયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા નવ હજાર 191 થઈ છે. જ્યારે 203 લોકોએ જીવ ગુમાવ્યો છે. અહીં 92 હજાર 400 લોકોની તપાસ થઈ ગઈ છે.
  3. અમેરિકાના વ્યોમિંગમાં કોરોનાથી એકપણ મોત થયું નથી. જ્યારે હવાઈમાં ગુરુવારે બીજું મોત નોંધાયું છે.
  4. લોસ એન્જલસમાં ચાર હજાર 24 લોકો સંક્રમિત છે. અહીં 78 લોકોના મોત થયા. ગુરુવારે અહીં 534 કેસ નોંધાયા છે.

બ્રાઝીલમાં સતત ત્રીજા દિવસે એક હજારથી વધારે કેસ નોંધાયા
બ્રાઝીલમાં સતત ત્રીજા દિવસે એક હજારથી વધારે કેસ નોંધાયા છે. અહીં કોરોનાના કુલ કેસ 8 હજારથી વધારે નોંધાયા છે. જ્યારે 300 લોકોના મોત થયા છે.

તસવીર બ્રાઝીલના કબ્રસ્તાનની છે, જે સેન્ટ પાઉલોમાં આવેલું છે. કોરોનાથી અહીં 300 લોકોના મોત થયા છે.

ઈરાન સંસદના સ્પીકર કોરોનાથી સંક્રમિત
ઈરાન સંસદના સ્પીકર અલી લારીજાની પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને ક્વોરન્ટિન કરાયા છે. ઈરાનમાં ગુરુવારે બે હજાર 875 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ સંક્રમિતોની સંખ્યા 50 હજાર 486 થઈ છે. છેલ્લા 24 કલાકમાં અહીં 124 લોકોના મોત થયા છે. દેશમાં મરનાર લોકોની સંખ્યા 3160 થઈ છે.

ઈરાન સંસદના સ્પીકર અલી લારીજાની પણ કોરોનાની ઝપટમાં આવી ગયા છે

ઈટાલી અને સ્પેનની વાત કરીએ તો ઈટાલીમાં એક લાખ 14 હજાર 242 કેસ નોંધાયા છે અને 13 હજાર 915 લોકોએ જીવ ગુમાવ્યો છે. સ્પેનમાં એક લાખ 12 હજાર 65 કેસ નોંધાયા છે અને 10 હજાર 348 લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઈટાલીમાં સ્થિતિ ઘણી ખરાબ છે, અહીં 18 હજાર લોકો સાજા થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

15 દેશમાં 10 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. 10 દેશોમાં હજારથી વધારે મોત થયા છે. ચીનમાં હાલ કોરોના દર્દીઓ માત્ર 1727 છે, જેઓની સારવાર ચાલી રહી છે.
વિશ્વના દેશોમાં કોરોનાની સ્થિતિ

દેશ કેસ

મોત

અમેરિકા 245080 6075
ઈટાલી 115242 13915
સ્પેન 112065 10348
જર્મની 84794 1107
ચીન 81620

3322

ફ્રાન્સ

59105

5387
ઈરાન

50468

3160
બ્રિટન 33718 2921
સ્વિત્ઝરલેન્ડ

18827

536

તુર્કી 18135 356
બેલ્જિયમ 15348 1011
નેધરલેન્ડ 14697 1339
કેનેડા 11283 173
ઓસ્ટ્રિયા

11129

158
દક્ષિણ કોરિયા 10062 174
પોર્ટુગલ 9034 209
બ્રાઝીલ 8066 327
ઈઝરાયલ 6857 36
સ્વિડન 5568 308
ઓસ્ટ્રેલિયા

5314

27

નોર્વે 5218 50
આયર્લેન્ડ

3849

98
રશિયા 3548 30
ભારત 2543 72

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સિંગાપોરના શોપિંગ મોલની તસવીર.


અમેરિકન પોત રુઝવેલ્ટમાંથી 180 નૌસૈનિકોને  હટાવવામાં આવ્યા.

Related posts

શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, સંક્રમિત થયેલા દેશના પ્રથમ મુખ્યમંત્રી

Amreli Live

દેશમાં સંક્રમણથી મૃત્યુ પામનારનો આંકડો 900 પારઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં રેકોર્ડ 27 અને ગુજરાતમાં 11 દર્દીના મોત

Amreli Live

ATMમાં રોકડ પહોંચાડનાર 4500 કેશ કસ્ટોડિયનમાં માત્ર ત્રણ મહિલાઓ, કારગિલ અને જમ્મુ જેવા વિસ્તારોમાં કરે છે ડ્યુટી

Amreli Live

10 દેશોએ કોરોનાને કઈ રીતે રોક્યો ? ચીને લોકડાઉન નહિ પરંતુ ટેસ્ટિંગ પર ફોકસ કર્યું, 4 મહીનાથી અહીં કેસનો ગ્રોથ 1%થી પણ ઓછો

Amreli Live

વિધાનસભા સત્ર પહેલા ગેહલોતનું ભાવુક નિવેદન- જે થયું તેને ભૂલી જાઓ, પોતાના તો પોતાના હોય છે, અમે જાતે વિશ્વાસ પ્રસ્તાવ લાવીશું

Amreli Live

આખું વર્ષ ચઢાણની તૈયારી કરનારા 3000 નેપાળી શેરપા બેરોજગાર, હવે ગામમાં ખેતી કરે છે; નેપાળને 9 કરોડ રૂપિયાનું નુકસાન

Amreli Live

કુલ 5.01 લાખ કેસઃ ઝારખંડમાં 31 જુલાઈ અને આસામમાં 11 જુલાઈ સુધી લોકડાઉન લંબાવાયુ

Amreli Live

ઓરેન્જ ઝોનમાં ખાનગી વાહનો અને કેબ ચાલશે, ગ્રીન ઝોનમાં બસો ચલાવવાની મંજૂરી પણ અડધી સીટો ખાલી રહેશે

Amreli Live

રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 492 કેસ અને 33ના મોત, કુલ 18,609 કેસ- મૃત્યુઆંક 1155

Amreli Live

74 ટકા CFOએ કહ્યું- ભવિષ્યમાં વર્ક ફ્રોમ હોમને સ્થાયી રીતે લાગુ કરીશું, નવી ભરતીઓ પણ હવે આ આધાર પર કરાશે

Amreli Live

મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

Amreli Live

મૃત્યુઆંક એક લાખને પાર: બ્રાઝીલમાં એક સપ્તાહમાં ત્રણ ગણા મોત થયા, ફ્રાન્સમાં 24 કલાકમાં 987 લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

દેશમાં 10.40 લાખ કેસ,ICMRએ રાજ્યોને કહ્યું-તમામ જિલ્લામાં રેપિડ એન્ટીજન ટેસ્ટીંગ વધારવામાં આવે

Amreli Live

મુંબઈમાં કોરોના મૃતકોની સાથે દર્દીઓને રખાતા વિવાદ, સંબંધી મૃતદેહને લેવા નથી આવતા

Amreli Live

ભારતમાં 21 દિવસમાં સંક્રમિતોનો આંકડો 10થી 20 લાખે પહોંચ્યો; અમેરિકામાં 41 અને બ્રાઝિલમાં 27 દિવસમાં આવું થયું હતું

Amreli Live

આર્મી, CRPF અને પોલીસની ટીમે કુલગામ વિસ્તારમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

35,026 કેસ, મૃત્યુઆંક-1,159: દિલ્હીના CRPFના 258 જવાનોનો કોરોના ટેસ્ટ કરાયો, 65 પોઝિટિવ

Amreli Live

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

Amreli Live

એલજીના 19 ડોક્ટર પોઝિટિવ આવતા 27મી સુધી OPD બંધ, નર્સો-વોર્ડબોયનો કોરોના ટેસ્ટ ન થતાં વિરોધ

Amreli Live

સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયેલા લોકોમાંથી 4ના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ 46 કેસ થયા

Amreli Live