16.1 C
Amreli
24/01/2021
અજબ ગજબ

2021 નવા વર્ષમાં આ રાશિઓને મળશે મહેનતનું ફળ, તો બાકીની રાશિઓવાળા રહે સાવચેત.

જાણો નવા વર્ષમાં કઈ રાશિઓ પર રહેશે માં લક્ષ્મીની વિશેષ કૃપા, ખુશીમાં વધારાની સાથે થશે ધન લાભ. વર્ષ 2020 માં હજી થોડા જ દિવસો બાકી રહ્યા છે. જલ્દી જ નવું વર્ષ 2021 શરૂ થવાનું છે. દરેક વ્યક્તિ નવા વર્ષની આતુરતાપૂર્વક રાહ જુએ છે. તમને જણાવી દઈએ કે 31 ડિસેમ્બર, 2020 ના રોજ રાત્રે 12:00 વાગ્યા પછી 00:00:01 વાગ્યે વર્ષ 2021 શરૂ થશે. 01 જાન્યુઆરી 2021 ના રોજ ગુરુ પુષ્ય મહાયોગમાં નવું વર્ષ શરૂ થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે.

નવા વર્ષની શરૂઆત મહાયોગથી થઈ રહી છે. નવા વર્ષના પહેલા દિવસે બુધાદિત્ય યોગની પણ બની રહ્યો છે, જે પ્રગતિની દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષ ગણતરી મુજબ નવું વર્ષ ઘણા શુભ યોગમાં આવશે, જે તમામ 12 રાશિના લોકોને શુભ અને અશુભ પ્રભાવ આપશે. તો કયા લોકોને તેના સકારાત્મક પરિણામો મળશે અને કોણે નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે? આજે અમે તમને તેના વિષ જણાવવા જઈ રહ્યા છીએ.

ચાલો જાણીએ કે વર્ષ 2021 માં કઈ રાશિને મળશે શુભ પરિણામ :

મેષ રાશિના લોકો માટે વર્ષ 2021 ધન અને સન્માન સાથે સંબંધિત ખાસ અવસર લાવશે. તમને તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ મળવાનું છે. તમારા ભાગ્યના તારા ઉંચા રહેશે. કાર્યમાં સતત સફળતા મળશે. પરિવારમાં ખુશીઓ બની રહેશે. તમે તમારી મધુર વાણીથી લોકોના હૃદય જીતી શકો છો. કોઈ પણ જૂના વાદ-વિવાદ ખતમ થઈ શકે છે.

વૃષભ રાશિના લોકો માટે નવું વર્ષ ધન વૃદ્ધિ અને આવકના નવા સ્રોત લાવશે. તમને તમારી યોજનાઓનો સારો લાભ મળશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે. ઘર-પરિવારમાં માંગલિક કાર્યક્રમ યોજાય તેવી સંભાવના છે. ઘરના વડીલોનો પૂરો સહયોગ મળશે. ધંધામાં મોટો ફાયદો થવાના સંકેત દેખાઈ રહ્યા છે.

મિથુન રાશિવાળા લોકો માટે નવું વર્ષ ઘણી વિશેષતાઓ લઈને આવશે. સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે. નવા-નવા સંબંધોથી તમને ફાયદો થઈ શકે છે. કૌટુંબિક સહયોગ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે તમારા શત્રુઓને પરાજિત કરશો. નોકરીના ક્ષેત્રમાં પ્રમોશનની સાથે પગારમાં વધારો થવાની ખુશખબર મળી શકે છે.

કન્યા રાશિના લોકોના અધૂરા કામો નવા વર્ષમાં પુરા થઈ શકે છે. ધન પ્રાપ્તિના નવા માર્ગ પ્રાપ્ત થશે. વિદેશથી સારા સમાચાર મળવાની સંભાવના છે. મિત્રોની મદદથી તમને આર્થિક લાભ મળી શકે છે. વાહન સુખ પ્રાપ્ત થઈ શકે છે. તમે કોઈ મહત્વની બાબતમાં નિર્ણય લઈ શકો છો, જેનાથી તમને સારો લાભ મળશે.

વૃશ્ચિક રાશિના લોકો માટે નવું વર્ષ ભાગ્યશાળી સાબિત થશે. તમને દરેક કાર્યોમાં લાભ મળવાની સંભાવના છે. તમારી મહેનત રંગ લાવશે. ધંધામાં વધારે ધન લાભ થઈ શકે છે. પરિવારમાં તમને માન-સન્માન મળશે. સામાજિક ક્ષેત્રમાં આગળ આવીને ભાગ લેશો. પ્રભાવશાળી લોકો સાથે તમારી ઓળખાણ વધી શકે છે. વ્યાપારમાં વિસ્તાર થવાની શક્યતા દેખાઈ રહી છે.

ધનુ રાશિવાળા લોકો માટે વર્ષ 2021 વધુ શુભ ફળ આપનારું રહેશે. ઘર-પરિવારમાં ખુશીનું વાતાવરણ બનશે. પરિવારના સભ્યો સાથે તમે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાનું વિચારી શકો છો. તમે તમારા શત્રુઓને પરાજિત કરશો. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માન વધશે. ધન લાભ મળવાની સંભાવના છે. નોકરીના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. તમે તમારી તમારી મહેનતથી અટકેલા કામ પુરા કરી શકો છો.

મકર રાશિના લોકો માટે નવું વર્ષ પારિવારિક ખુશીઓ લઈને આવશે. પરિવારમાં મંગળ કામ પુરા થઈ શકે છે. તમે ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો. નોકરી ક્ષેત્રે વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધ બની રહેશે. તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો. ધન પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે. આરોગ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. ખાનપાનમાં રુચિ વધશે.

કુંભ રાશિના લોકો માટે વર્ષ 2021 માં પ્રમોશન અથવા ધન પ્રાપ્તિ વિશેષ યોગ બની રહ્યા છે. કામકાજમાં કરવામાં આવેલી મહેનતથી યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. ચલ-અચલ સંપત્તિમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે. ઘરેલુ સુખ-સાધનમાં વધારો થશે. નવું વાહન ખરીદી શકો છો. મહેનતથી નસીબના તારા બુલંદ થશે. કોર્ટ કચેરીની બાબતમાં નિર્ણય તમારી તરફેણમાં આવી શકે છે.

ચાલો જાણીએ બાકીની રાશિની સ્થિતિ કેવી રહેશે :

કર્ક રાશિવાળા લોકો નવા વર્ષમાં ખૂબ જ વ્યસ્ત રહેશે. વ્યાપારમાં ઉતાર ચડાવની સ્થિતિ બની રહેશે. નોકરી કરતા લોકોએ થોડી સાવચેતી રાખવી પડશે, કારણ કે કોઈ વાતને લઈને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઝગડો થઈ શકે છે. જમીન સંબંધિત કામમાં સાવધાની રાખવી. રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સફળતા મળી શકે છે.

સિંહ રાશિવાળા લોકો માટે વર્ષ 2021 અશુભ સાબિત થશે. કામકાજમાં અવરોધ ઉત્પન્ન થવાની સંભાવના દેખાઈ રહી છે. આવકના સ્ત્રોતો બની રહેશે, પરંતુ તે મુજબ ખર્ચ પણ વધારે રહેશે. તમારું સ્વાસ્થ્ય ખરાબ રહેશે. સ્વાસ્થ્ય વિશે બિલકુલ બેદરકારી રાખશો નહીં. તમારે તમારા દુશ્મનોથી સાવચેત રહેવાની જરૂર છે. મિત્ર સાથે સામાન્ય વાતને લઈને વિવાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.

તુલા રાશિવાળા લોકો માટે નવું વર્ષ શુભ રહેશે નહીં. કામના સંબંધમાં વધુ ભાગદોડ કરવી પડશે. કામકાજમાં અડચણો ઉભી થઈ શકે છે. અંગત જીવનમાં મુશ્કેલીઓની ઉભી થવાની સંભાવના દેખાઈ રહી છે. ધાર્મિક કાર્ય માટે વધુ પૈસા ખર્ચ થશે. બાળકો તરફથી વધુ ચિંતા રહેશે.

મીન રાશિના લોકો માટે નવું વર્ષ ઠીકઠાક રહેશે. કામકાજના સંબંધમાં તમારે વધુ મહેનત કરવી પડી શકે છે. તમે ભૌતિક સુવિધાનો સંગ્રહ કરવામાં સફળ થશો. કોઈ પણ પ્રકારના વાદ-વિવાદને પ્રોત્સાહન ન આપો. પારિવારિક મતભેદથી બચીને રહો. તમારે તમારી વાણી ઉપર નિયંત્રણ રાખવું પડશે. ખાનપાનમાં સુધારો કરો નહિ તો સ્વાસ્થ્ય ખરાન થઇ શકે છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વર્ષ 2021 માં ક્યારે થશે પહેલું ચંદ્ર ગ્રહણ? જાણો આ દરમિયાન શું કરવું જોઈએ અને શું નહીં

Amreli Live

લગ્નના 8 વર્ષ પછી પપ્પા બનશે ‘ઇશ્કબાઝ’ ના એક્ટર નકુલ મેહતા, વાયરલ થયા પત્નીના શ્રીમંતના ફોટા.

Amreli Live

કયું ભૂખ્યું પ્રાણી કાંકરા-પથ્થર પણ ખાઈ લે છે? IAS ઇન્ટરવ્યૂના આ ફની સવાલનો જવાબ છે ફુલ્લી વૈજ્ઞાનિક.

Amreli Live

આ પક્ષીએ ફક્ત 42 દિવસમાં 10,000 કિ.મી. અંતર કાપ્યું, તેની ઉડવાની ઝડપ જાણીને ચકિત થઈ જશો.

Amreli Live

એક અંધ છોકરીની અધુરી લવ સ્ટોરી, જે વાંચ્યા પછી તમે પણ ભાવુક થઈ જશો.

Amreli Live

જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.

Amreli Live

મહુવા તાલુકાના આ નિવૃત્ત શિક્ષક ફૂલોની સુગંધીદાર ખેતી કરીને મેળવી રહ્યા છે લાખોની આવક, જાણો વધુ વિગત.

Amreli Live

iPhone 12 ની ભારત મા વેચાણ કિમંત તમે વિચારી પણ નઈ હોય, જાણો બધાજ મોડલ ની ઇન્ડિયન પ્રાઈઝ

Amreli Live

મેષ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, જાણો અન્ય રાશિઓનો કેવો રહેશે દિવસ.

Amreli Live

ગરીબી ભોગવી, ઘણી મહેનત કરી, આવી રીતે ગલી ક્રિકેટ રમી U-17 સુધી પહોંચ્યો એક રીક્ષાવાળાનો દીકરો

Amreli Live

ઘણી ધાર્મિક છે મુકેશ અંબાણીની પત્ની નીતા, ભગવાનના નામથી થાય છે દિવસની શરૂઆત.

Amreli Live

11 મુખી હનુમાનજીની પૂજાથી દૂર થાય છે દરેક અડચણ, જાણો કઈ મૂર્તિથી કઈ મનોકામના થાય છે પૂર્ણ

Amreli Live

વૃંદાવનમાં પણ ભરાય છે કુંભ મેળો? જાણો તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો

Amreli Live

અધિકારીએ પૂછ્યું તમને પ્રધાનમંત્રી બનાવી દઈએ તો શું કરશો? મુશ્કેલ સવાલ પર કેન્ડિડેટે જણાવ્યું પોતાનું સપનું

Amreli Live

લક્ષણો વગરના કોરોના દર્દીઓ માટે ખોરાક જ છે શ્રેષ્ઠ ‘દવા’, જાણો કોવિડ પોઝિટિવ દર્દીઓએ શું ખાવું જોઈએ?

Amreli Live

ટોપલીમાં બટાકા-ડુંગળીની સાથે રાખવું યોગ્ય છે કે અયોગ્ય? શું તમે પણ કરતા આવી રહ્યા છો આટલી મોટી ભૂલ

Amreli Live

લક્ષ્‍મીજીની કૃપાદૃષ્ટિથી વૃષભ રાશિના લોકોની આવક અને વેપારધંધામાં વૃદ્ઘિ થશે, આકસ્મિક ધનલાભની સંભાવના છે.

Amreli Live

આ રાશિના લોકોને આજે નોકરી ધંધામાં લાભના સમાચાર મળે, ૫રિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે.

Amreli Live

વાસ્તુની આ 5 નાની-નાની ભૂલો બગાડી શકે છે આપણા બનેલા કામ, ધ્યાનમાં રાખો આ વાતો.

Amreli Live

કન્યા રાશિના લોકો માટે આજે નાણાકીય લાભ અને ભાગ્‍યવૃદ્ઘિના યોગ દેખાઈ રહ્યા છે, જાણો બાકીની રાશિઓનો દિવસ કેવો રહેશે.

Amreli Live

શ્રાવણમાં ભગવાન શિવને જળ ચડાવવા સાથે જોડાયેલી છે આ બે કથાઓ, થઈ જશે દરેક મનોકામના પુરી.

Amreli Live