27.8 C
Amreli
18/09/2020
bhaskar-news

2.87 લાખ કેસઃ પહેલી વખત એક દિવસમાં 11 હજાર 156 દર્દી વધ્યા, ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યુંદેશમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 2 લાખ 87 હજાર 155 થઈ ગઈ છે. આ પહેલા 24 કલાકમાં 11 હજાર 156થી વધારે દર્દીઓ મળ્યા હતા. સાથે જ7 જૂને સૌથી વધારે 10 હજાર 884 કોરોના પોઝિટિવ મળ્યા હતા. તો બીજી બાજુ ઉત્તરપ્રદેશમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે તે સંક્રમિતોના મામલામાં દેશનું પાંચમું રાજ્ય બની ગયું છે. અહીંયા ગુરુવાર સવાર સુધી 11 હજાર 610 કેસ થઈ ગયા હતા. આ આંકડાઓ covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી માહિતીના આધારે છે.

આ સાથે જ સારા સમાચાર એ છે કે સાજા થઈ રહેલા દર્દીઓની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે 6326 દર્દી સાજા થયા હતા. અત્યાર સુધી દેશમાં 1 લાખ 40 હજાર 979 સંક્રમિત સાજા થયા છે. તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં અત્યાર સુધી 10 હજારથી વધારે કેસ થઈ ગયા છે. તે છઠ્ઠુ એવું રાજ્યબની ગયું છે, જ્યાં હવે સૌથી વધારે કેસ થયા છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃરાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારથી વધારે થઈ ગઈ છે. બુધવારે 200 દર્દી મળ્યા હતા. જેમાં ભોપાલમાં 78 કેસ સામે આવ્યા હતા. અહીંયા સંક્રમિતોની સંખ્યા 2005 થઈ ગઈ હતી. તો બીજી બાજુ ઈન્દોરમાં 3830થી વધારે દર્દીઓ મળ્યા છે. સારા સમાચાર એ છે કે અહીંયા રિકવરી રેટ 64% સુધી પહોંચી ગયો છે. આ અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને ખુશી વ્યક્ત કરી તેમણે સ્વાસ્થ્ય મંત્રી નરોત્તમ મિશ્રા સાથે વાત કરી હતી.

આ તસવીર ભોપાલની છે. અહીંયા બુધવારે હાયર સેકન્ડરીની પરીક્ષા લેવાઈ હતી. તમામ વિદ્યાર્થીઓનું પરીક્ષા ખંડમાં એન્ટ્રી પહેલા થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. દરેકને ફરજીયાત માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી હતી.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,610 થઈ ગઈ છે. અહીંયા બુધવારે 275 કોરોના પોઝિટિવ મળ્યા હતા. બુધવારે જૌનપુરમાં 24 નવા કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ જિલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 352 થઈ ગઈ હતી. કાનપુરમાં સતત વધી રહેલા કેસના કારણે ધાર્મિક સ્થળોને 30 જૂન સુધી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

મહારાષ્ટ્રઃ રાજ્યમાં બુધવારે 3254 નવા કોરોના દર્દી મળ્યા હતા. અહીંયા સંક્રમિતોની સંખ્યા 94,041 થઈ ગઈ છે. બુધવારે રાજ્યમાં 149 કોરોના દર્દીઓના મોત થયા હતા. આ સાથે જ મૃતકોનો આંકડો 3438 થઈ ગયો છે.

આ તસવીર મુંબઈની દાદર ચોપાટીની છે. આ બીચને બુધવારે ખાલી કરી દેવાયો હતો.

રાજસ્થાનઃ રાજસ્થાનમાં બુવારે 355 કોરોના પોઝિટિવ મળ્યા હતા. જેમાંથી 40 જયપુરમાં, 34 ભરતપુરમાં, પાલી અને સીકરમાં 11-11, ઝૂંઝૂનૂમાં 09, નાગૌરમાં 05, કોટામાં 3 અને અલવરમાં 2 સંક્રમિત મળ્યા હતા. રાજસ્થાન સરકારે વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પોતાના રાજ્યની સરહદોને સીલ કરી દીધી છે. માત્ર એવા લોકોને જ એન્ટ્રી આપવામાં આવશે, જેમની પાસે પાસ હશે.

બિહારઃ રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, બુધવારે 243 કોરોના પોઝિટિવ મળ્યા હતા. આ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 5698 થઈ ગઈ હતી. મંગળવારે બે કોરોના દર્દીઓના મોત થયા હતા. જેમાંથી એક ઔરંગાબાદના એક પોલીસ કોન્સ્ટેબલ પણ સામેલ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona Virus In India Live News And Updates 11th June

Related posts

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયેલા લોકોમાંથી 4ના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ 46 કેસ થયા

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

અત્યાર સુધી 4500થી વધુ કેસ, 8 ટકા દર્દી સાજા થયા, સોમવારે દેશમાં 704 પોઝિટિવ કેસ સામે આવ્યા

Amreli Live

દુનિયાની કોરોના સામેની લડતમાં રોબોટ રિયલ હીરો બન્યા, દર્દીની સારવાર, ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે 

Amreli Live

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને સરકારી બંગલો ખાલી કરવા નોટિસ મળી, 1લી ઓગસ્ટ સુધીની મુદત અપાઈ

Amreli Live

અત્યાર સુધી 6637 કેસ, કુલ મૃત્યુ 223;રૂા.15 હજાર કરોડના ઈમર્જન્સી ફંડને કેન્દ્રની મંજૂરી, દવા- તબીબી સુવિધાઓ પાછળ ખર્ચાશે

Amreli Live

CBSE ધોરણ 12ની બાકી રહેલી પરીક્ષાઓ અંગે આજે નિર્ણય લેવામાં આવશેઃ કોરોનાને કારણે વાલીઓની પરીક્ષા રદ કરવા માગ

Amreli Live

શહેરમાં એક દિવસમાં સૌથી વધુ 274 કેસ નોંધાયા, 23ના મોત, કુલ 3817 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 208

Amreli Live

વડોદરામાં એકસાથે 45 કોરોનાપીડિતો સાજા થતાં રજા આપવામાં આવી, ગુજરાતનો પ્રથમ કિસ્સો

Amreli Live

વધતા કેસને લઈ આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ રાજકોટમાં બેઠક યોજી કહ્યું ‘રાજકોટમાં 30 ટકા લોકો હોમ આઇસોલેટમાં’

Amreli Live

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયો

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

ગુજરાત બહાર રહેતા લોકોને પરત લાવવામાં આવશે, અરજી કરવા માટે સાંજ સુધીમાં પોર્ટલ તૈયાર કરાશેઃ અશ્વિની કુમાર

Amreli Live

10 હજાર લોકોની થર્મલ ગનથી તપાસ કરાઈ, 10થી વધારે શંકાસ્પદ લક્ષણ ધરાવનારના સેમ્પલ લેવાયા

Amreli Live

કોરોના સમયમાં માત્ર ભારતમાં વેપાર કરતી જિયોને અઢી હજાર કરોડનો ફાયદો; 18 દેશમાં ઓપરેટ કરતી એરટેલને 16 હજાર કરોડનું નુકસાન

Amreli Live

વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સાથે આજે 46 કેસો નોંધાયા અને 3 દર્દીઓએ દમ તોડ્યો, કુલ આંક 243 પર પહોંચ્યો

Amreli Live

અત્યાર સુધીમાં 8,723 કેસ, મૃત્યુઆંક 301; દિલ્હીના હેલ્થ બુલેટિનમાંથી મરકજનું કોલમ હટાવાયું, તેના સ્થાને સ્પેશ્યલ ઓપરેશન્સ લખવામાં આવ્યુ

Amreli Live

દાઉદ ઇબ્રાહિમ અને તેની પત્નીને પણ કોરોના, કરાચીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં

Amreli Live

કોરોના માટે જરૂરી પ્લાઝમા માટે SVP હોસ્પિટલની અપીલ, અત્યાર સુધીમાં માત્ર 2 રેસિડેન્ટ ડોકટર સહિત 34 લોકોએ જ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live