25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

2.67 લાખ કેસ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- દિલ્હીમાં જુલાઈ સુધી 5.5 લાખ કેસ શક્ય, કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ શરૂ



દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખ 67 હજાર 238થઈ ગઈ છે. આ આંકડા covid19india.org ના જણાવ્યા પ્રમાણે છે. આ દરમિયાન દિલ્હી સરકારના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, એલજી અનિલ બૈજલ અને કેન્દ્ર સરકારના ઓફિસર્સ વચ્ચે દિલ્હીમાં કોરોનાની સ્થિતિ વિશે એક બેઠક થઈ હતી. સિસોદિયાએ જણાવ્યું કે, દિલ્હીમાં 31 જુલાઈ સુધી સાડા પાંચ લાખ કેસ થઈ શકે છે. કેન્દ્ર સરકાર માને છે કે, દિલ્હીમાં અત્યારે કોમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થઈ રહ્યું, જ્યારે દિલ્હી સરકારને લાગે છે કે એ શરૂ થઈ ગયું છે. દિલ્હીને જુલાઈ એન્ડ સુધીમાં 80 હજાર બેડની જરૂર પડશે.

આ સાથે જ મંગળવાર સવારે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનને જણાવ્યું કે, રાજધાનીમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ ગયુ છે. અડધાથી વધારે કેસ આ પ્રકારના સામે આવ્યા છે. કોમ્યુનિટી ટ્રાન્સમિશન ત્યારે થાય છે જ્યારે સંક્રમણના સોર્સ અંગે ખબર ન પડે. આપણે આવું ત્યારે જ કહી શકીએ, જ્યારે કેન્દ્ર આ અંગેની જાહેરાત કરે.હવે મહારાષ્ટ્રમાં પણ કોરોના દર્દીઓનો આંકડો 88 હજારની પાર પહોંચી ગયો છે. અને 3,169 લોકોના મોત થયા છે. તો બીજી તરફ 33,229 દર્દીઓ સાથે તમિલનાડુ બીજા ક્રમે છે અહીંયા 289 લોકોના મોત થયા છે.

તો બીજી બાજું મુંબઈમાં સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર પહોંચી ગયો છે, શહેરમાં 1702 લોકોના મોત થયા છે. જ્યારે રાજ્યમાં 88 હજાર 528 સંક્રમિત મળ્યા છે, જેમાંથી 40 હજારથી વધુ સાજા થઈ ચુક્યા છે. મુંબઈમાં દરરોજ જેટલા લોકો પોઝિટિવ મળી રહ્યા છે, તેમની સરખામણીમાં સાજા થનારા લોકોની ટકાવારી વધી રહી છે.

બિમાર અને સાજા થયેલા દર્દીઓની સંખ્યા એકસરખી થઈ
આ સાથે જ સારા સમાચાર તો એ છે કે જેટલા એક્ટિવ કેસ છે, એટલા દર્દી સાજા થઈ રહ્યા છે. covid19india.org જણાવ્યા પ્રમાણે, મંગળવાર સવાર સુધી 1 લાખ 29 હજાર 345 દર્દી બિમાર છે. તો સામે 1 લાખ 29 હજાર 95 સાજા થયા છે.

અપડેટ્સ

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો સવારે તેમના ઘરે કોરોના ટેસ્ટ કરાયો છે. મળતી માહિતી પ્રમાણે, તેમનો રિપોર્ટ આવતા 48 કલાકનો સમય લાગશે. તેમની તબિયત રવિવારે બપોરથી ખરાબ થઈ હતી. તેમને હળવો તાવ અને ખાંસી છે.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે આંકડા જાહેરા કર્યા હતા. તેમણે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 9987 કેસ સામે આવ્યા અને 331 લોકોના મોત થયા હતા. આ સાથે જ દેશમાં 2 લાખ 66 હજાર 598 કેસ થઈ ગયા છે. જેમાં 1 લાખ 29 હજાર 917 એક્ટિવ કેસ છે અને 1 લાખ 29 હજાર 215 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધી દેશમાં 7466 લોકોના મોત થયા છે.
  • મહારાષ્ટ્ર પોલીસે મંગળવારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં ડિપાર્ટમેન્ટમાં એક પણ નવો કેસ આવ્યો નથી. રાજ્યમાં અત્યાર સુધી 2,562 પોલીસ અને અધિકારીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. સાથે જ 34 જવાનોના મોત થયા છે.
  • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે પશ્વિમ બંગાળમાં વર્ચુઅલ (ઓનલાઈન) રેલી કરી. તેમણે જણાવ્યું કે, 2014થી રાજ્યમાં પરિવર્તન માટે 100થી વધારે ભાજપ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યા છે, તેમનો ત્યાગ સોનાર બંગાળ બનાવવામાં કામ લાગશે
  • પ્રવાસી મજૂરોને ઘરે જવાના મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે સરકારને કહ્યું કે, પ્રવાસી મજૂરોને 15 દિવસમાં તેમના ઘરે મોકલી દેવામાં આવે.
  • મિઝોરમમાં સતર્કતાના ભાગ રૂપ હવે બે સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાયું છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ અહીંયા સોમવારે 237 નવા કેસ સામે આવ્યા હતા અને 2 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 50, ઈન્દોરમાં 36, બુરહાનપુરમાં 28, નીમચમાં 24 અને ઉજ્જૈનમાં 12 દર્દી મળ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધી 9638 સંક્રમિત મળી ચુક્યા છે, જેમાંથી 2688 એક્ટિવ કેસ છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં સોમવારે 411 દર્દી મળ્યા અને 8 લોકોના મોત થયા હતા. હાલ કુલ સંક્રમિતોની સંખ્યા 10 હજાર 947 છે, જેમાંથી 4320 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 283 લોકોના મોત થયા છે. રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોનને છોડીને તમામ ધાર્મિક સ્થળ 75 દિવસ બાદ ખોલી દેવાયા છે.

મહારાષ્ટ્રઃ અહીંયા સોમવારે 2554 નવા સંક્રમિત મળ્યા અને 109 લોકોના મોત થયા હતા. મુંબઈમાં 50 હજારથી વધારે પોઝિટિવ કેસ મળી ચુક્યા છે. રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 88 હજાર 529 થઈ ગઈ છે. જેમાંથી 44 હજાર 385 એક્ટિવ કેસ છે.અત્યાર સુધી કોરોનાથી 3169 દર્દીઓના મોત થયા ચે. મહારાષ્ટ્રમાં 5 લાખ 58 હજાર 463 લોકોના મોત થયા છે.

રાજસ્થાનઃ રાજ્યમાં સોમવારે 277 સંક્રમિત મળ્યા અને 6 લોકોના મોત થયા છે. અલવરમાં 67 ભરતપુરમાં 60, ઝોધપુરમાં 36, જયપુરમાં 34, કોટામાં 12 અને સિરોહીમાં 10 દર્દી વધ્યા. તેની સાથે કુલ સંક્રમિતોનો આંકડો 10 હજાર 876એ પહોંચી ગયો છે. જેમાંથી 2520 એક્ટિવ કેસ છે. રાજસ્થાનમાં આ બિમારીથી અત્યાર સુધી 246 લોકોના મોત થયા છે.

બિહારઃ અહીંયા સોમવારે 177 પોઝિટિવ દર્દી સામે આવ્યા અને એકનું મોત થયું છે. સીવાનમાં 28, મધુબનીમાં 19, મુઝફ્ફરપુરમાં 13, મુંગેર અને રોહતાસમાં 11-11, પટન અને પૂર્ણિયમાં 9-9દર્દી વધ્યા હતા. રાજ્યમાં કુલ 5247 સંક્રમિત મળી ચુક્યા છે, જેમાંથી 2647 એક્ટિવ કેસ છે.

આ તસવીર પટનાના ફ્રેઝર રોડ ગુરુદ્વારાની છે. 8 જૂને અહીંયા પણ ધાર્મિક સ્થળ ખુલી ગયા છે. મંગળવારે સવારે લોકો પ્રાર્થના માટે પહોંચ્યા હતા.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


માથા પર પિતાનો હાથ ન રહેવો દીકરા માટે આઘાતજનક છે. અને મોત જ્યારે કોરોનાના રૂપમાં આવે તો મામલો વધુ ગંભીર બની જાય છે. દિલ્હીની આ તસવીરમાં દીકરો,પિતાને છેલ્લી વખત જોવા માંગે છે પણ સગા વ્હાલા તેને અટકાવી રહ્યા છે.


આ તસવીર દિલ્હીના કનોટ પ્લેસ ખાતે આવેલા એક રેસ્ટોરાની છે. રાજધાનીમાં સોમવારે રેસ્ટોરાને શરતો સાથે ખોલવામાં આવ્યા હતા.

Related posts

બપોરે 1.50 વાગ્યે ખેંચવામાં આવ્યો જગન્નાથનો રથ, આ પહેલા બલભદ્રનો તાલધ્વજ અને સુભદ્રાજીના રથ દેવદલનને ખેંચવામાં આવ્યો

Amreli Live

અમેરિકામાં 97% મહિલા બાળકોના અભ્યાસ પર વધુ ધ્યાન આપે છે, 66%એ કહ્યું, પતિનો સહકાર નથી મળતો

Amreli Live

એર ઇન્ડિયાએ 4 મેથી અમુક ડોમેસ્ટિક, 1 જૂનથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે ટિકિટ બુકિંગ શરૂ કર્યું

Amreli Live

રૂ.11 લાખ આપ્યા છતાં પિતા-પુત્રના આગમાં મોત, પરિવારની એક જ માંગ, અમને અમારા સ્વજન પાછા જોઈએ

Amreli Live

અત્યાર સુધી 11,637 કેસ-398 મોતઃબાંદ્રા સ્ટેશન પર ભીડ ભેગી થવા મામલે એક હજાર લોકો લોકો પર કેસ, મધ્યપ્રદેશમાં 52માંથી 25 જિલ્લામાં સંક્રમણ

Amreli Live

PMએ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરી, કહ્યું-લદ્દાખમાં જે વીરોએ દેશ માટે બલિદાન આપ્યું તેમને મારા નમન

Amreli Live

રાજકોટમાં સતત ત્રીજા દિવસે કોરોનાના તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા, 72 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

Amreli Live

એક દિવસમાં રેકોર્ડબ્રેક 65 હજારથી વધુ દર્દીઓ વધ્યાં, 57 હજાર સાજા પણ થયા, 950 દર્દીના મોત, અત્યાર સુધી દેશમાં કુલ 23.95 લાખ કેસ

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

શારદાબેન હોસ્પિ.એ દર્દીને કોરોના રિપોર્ટ પોઝિટિવ કહી તપન હોસ્પિ.માં મોકલ્યા, પછી કહે ભૂલ થઈ રિપોર્ટ નેગેટિવ છે

Amreli Live

વધુ બે પોઝિટિવ કેસ નોંધાતા આંકડો 18 પર પહોંચ્યો, બે કોરોના શંકાસ્પદના મોત, એકનો રિપોર્ટ પેન્ડિંગ

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી બહાર નિકળી શકાશે, ગ્રીન ઝોનમાં બસો અને કેબ પણ ચાલશે

Amreli Live

શાહે કહ્યું- રાજ્યમાં પરિવર્તન લાવવા માટે પાંચ વર્ષમાં 100થી વધુ કાર્યકર્તાઓએ પ્રાણની આહુતિ આપી છે, તેમનું બલિદાન એળે નહિ જાય

Amreli Live

ગોવા પર્યટકો માટે ખૂલ્યું તો છે પણ ટ્રેન-બસ બંધ, 5 ફ્લાઇટ આવે છે, 4 હજાર હોટલમાંથી 160 ખૂલી

Amreli Live

કુલ સંક્રમિતનો આંક 25 લાખને પાર, કુલ મોત 1.74 લાખ;પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો કોરોના ટેસ્ટ થશે, સ્પેનમાં ઐતિહાસિક બુલ ફાઈટ મોકૂફ

Amreli Live

અત્યારસુધી 33 લાખ સંક્રમિત, લુફ્થંસા એરવેઝના 10 હજાર કર્મચારીઓને હટાવી શકે છે, રાયનએરે કહ્યું- 3 હજાર વર્કર્સની છટણી કરીશું

Amreli Live

એક દિવસમાં સૌથી વધારે 499 કેસ સામે આવ્યા: તમિલનાડુમાં 102 નવા કેસ; કેન્દ્રએ રાજ્યોને 11,092 કરોડની મદદની જાહેરાત કરી

Amreli Live

સંક્રમણના 10 હજારથી વધારે કેસઃ મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમજનક 316 પોઝિટિવ કેસ મળ્યા, સૌથી વધુ મોત પણ આ રાજ્યમાં થયા છે

Amreli Live

દેશમાં સંક્રમિતોની સંખ્યા 4 લાખને પાર, છેલ્લા 9 દિવસમાં એક લાખથી વધુ દર્દી વધ્યા

Amreli Live

સ્વાસ્થ્ય કર્મચારીઓ પર હુમલો કરનારને 7 વર્ષ સુધીની સજા અને પાંચ લાખ સુધીનો દંડ થશે, કેન્દ્ર સરકારે જાહેરાત કરી

Amreli Live