25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

2.37 લાખ કેસ;અત્યાર સુધી 4,268 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ, 58 લાખ પ્રવાસી મજૂર ઘરે પહોંચ્યાઃ ભારતીય રેલવે



દેશમાં છેલ્લા 24 કલાકમાં 9462 કોરોના સંક્રમિત વધ્યા છે. આ સાથે જ દર્દીઓની કુલ સંખ્યા 2 લાખ 37હજાર 060 થઈ ગઈ છે અને 6,649 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે. આ સાથે જ સંખ્યાના આધારે ભારત કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત થયેલા ઈટાલીથી પણ આગળ નીકળી ગયો છે. https://www.worldometers.info/coronavirus/ના જણાવ્યા પ્રમાણે, ભારત હવે છઠ્ઠા જ્યારે ઈટલી સાતમા ક્રમે છે. આ આંકડા પ્રમાણે ભારતમાં શનિવાર સવાર સુધી 2 લાખ 36 હજાર 184 કેસ હતા. જ્યારે આ સમયે ઈટલીમાં આંકડો 2 લાખ 34 હજાર 531 હતો. જો કે, મોતની સરખામણીમાં તો ઘણું અંતર છે. ભારતમાં 6 હજાર 649 જ્યારે ઈટાલીમાં 33 હજાર 774 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત પાંચ દેશ અમેરિકા, બ્રાઝિલ, રશિયા, સ્પેન અને બ્રિટન છે.

જોકે સારા સમાચાર તો એ છે કે દેશમાં રિકવરી રેટ સારો છે જેના કારણે એક્ટિવ કેસ(જે દર્દીઓની સારવાર ચાલી રહી છે)ના વધવાની સરેરાશ ટકાવારીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત સપ્તાહે દર દિવસે સરેરાશ 4.6%ના દરે કેસ વધી રહ્યા હતા. એ પહેલાના સપ્તાહમાં આ ગતિ 4.9% હતી, એટલે આમા 0.3%નો ઘટાડો જોવા મળ્યો હતો.

અપડેટ્સ

  • ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂન આજે બંધ છે, જ્યાં કોરોનાના કેસ 10 હજારથી વધી ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના સંક્રમણથી 218 લોકોના મોત થયા છે.

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજધાની એક પણ હોસ્પિટલ કોરોનાના શંકાસ્પદોની તપાસ કરવા માટે ના નહીં પાડે. અને જો આવું કરશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેશે. તપાસ બાદ જો દર્દી કોરોના પોઝિટિવ મળી આવશે, તો પછી નિયમ પ્રમાણે તેની સારવાર કરવામાં આવશે.

  • પંજાબ સરકારની ગાઈડલાઈન્સ પ્રમાણે, 8 જૂનથી ધાર્મિક સ્થળ સવારે પાંચ વાગ્યાથી 8 વાગ્યા સુધી જ ખુલશે. પૂજાના વખતે લોકોની સંખ્યા 20થી વધારે ન હોવી જોઈએ. હોટલ, રેસ્ટોરન્ટ અને શોપિંગ મોલને ખોલવા અંગે પણ સરકારે ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. રેસ્ટોરન્ટ માત્ર ટેક અવે અને હોમ ડિલિવરીની સુવિધા માટે જ ખુલ્લા રહેશે.

  • ભારતીય રેલવેએ જણાવ્યું કે, અત્યાર સુધી 4,268 શ્રમિક સ્પેશ્યલ ટ્રેન દોડાવાઈ છે. જેમાં 58 લાખ પ્રવાસી મજૂરો પોતાના ઘરે પહોંચ્યા છે

  • દિલ્હીમાં કોરોના દર્દીઓે માટે 8500 બેડની વ્યવસ્થા હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું છે. સાથે જ કેજરીવાલ સરકારે લક્ષણ વગરના દર્દીઓને 24 કલાકમાં ડિસચાર્જ કરવાનો આદેશ આપ્યો છે
  • કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ શનિવારે કોરોનાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 9887 કેસ સામે આવ્યા હતા.સાથે જ 294 લોકોના મોત થયા છે. આ દરમિયાન દેશમાં સંક્રમિતોની સંખ્યા 2 લાખ 36 હજાર 657 થઈ ગઈ છે. જેમાં 1 લાખ 15 હજાર 942 એક્ટિવ કેસ છે. એક લાખ 14 હજાર 073 સાજા થઈ ચુક્યા છે. સાથે જ 6642 લોકોના મોત થયા છે.
  • દિલ્હીમાં ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટનો એક કર્મચારી પોઝિટિવ મળ્યો છે. દિલ્હીના લોક નાયક ભવન ખાતે કાર્યાલયનો આ કેસ છે. શુક્રવારે બિલ્ડીંગ સેનેટાઈઝ કરાઈ છે. ઓફિસ આજે પણ સીલ રહેશે.
  • રાજસ્થાન દેશનું પાંચમું રાજ્ય બની ગયું છે, જ્યાં કોરોનાના કેસ 10 હજારથી પણ વધારે છે. રાજ્યમાં અત્યાર સુધી 218 લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.

છેલ્લા 15 દિવસના એક્ટિવ કેસ

તારીખ એક્ટિવ કેસ વધારો ટકાવારી
30 મે 78729 3856 4.5
31 મે 93368 3639 4.6
01 જૂન 101070 3640 4.6
02 જૂન 101070 4062 4.2
03 જૂન 106711 5641 5.6
04 જૂન 111893 5182 4.9
05 જૂન 116290 4397 3.9

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ અહીંયા શુક્રવારે 234 નવા દર્દી સામે આવ્યા અને 7 લોકોના મોત થયા હતા. ઈન્દોરમાં 54, ભોપાલમાં 52, નીમચમાં 38, ખરગોનમાં 12, ઉજ્જૈન અને સાગરમાં 9-9 દર્દી મળ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8996 થઈ ગઈ છે, જ્યારે 384 લોકોના મોત થયા છે

ચિરાયુ હોસ્પિટલથી શુક્રવારે 41 કોરોના દર્દીઓને રજા આપવામાં આવી. શહેરી કોવિડ હોસ્પિટલમાંથી અત્યાર સુધી 1108 દર્દી સાજા થઈ ચુક્યા છે

ઉત્તરપ્રદેશઃ અહીંયા શુક્રવારે એક દિવસમાં સૌથી વધારે 496 નવા દર્દી મળ્યા હતા અને 12 લોકોના મોત થયા હતા. હવે સંક્રમિતોની સંખ્યા 9733એ પહોંચી ગઈ છે, જ્યારે 5648 સાજા પણ થયા હતા. આ બિમારીથી રાજ્યમાં 257 દર્દીઓના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ અહીંયા શુક્રવારે 2436 નવા કેસ મળ્યા હતા, જ્યારે એક દિવસમાં રેકોર્ડ 139 દર્દીઓના મોત થયા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 80 હજાર 229 થઈ ગઈ હતી. જેમાંથી 35 હજારથી વધારે સાજા પણ થયા હતા.દેશના કુલ દર્દીઓમાંથી 35 ટકા તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે. અત્યાર સુધી 2849 લોકોના મોત થયા છે જેમાંથી 31 પોલીસકર્મી પણ હતા.

મુંબઈના આરટીઓ કંદપડામાં અહીંયા એરકન્ડીશન કોવિડ સેન્ટર તૈયાર કરાઈ રહ્યા છે. અહીંયા આઈસીયૂ અને ડાયાલિસિસ સુવિધાઓ સાથે 250 બેડની સુવિધા હશે

રાજસ્થાનઃ અહીંયા શુક્રવારે 222 સંક્રમિત મળ્યા અને 5 દર્દીઓના મોત થયા. જોધપુરમાં 51, ભરતપુરમાં 42, ઝાલાવાડમાં 24, પાલીમાં 19, સીકરમાં 17 અને જયપુરમાં 16 કેસ મળ્યા હતા. આ રીતે રાજ્યમાં અત્યાર સુધી 10 હજાર 84 કેસ સામે આવી ચુક્યા છે.

રાજસ્થાનના જયપુરમાં શુક્રવારે ધોધમાર વરસાદ થયો હતો. ફુટપાથ પર દુકાન લગાવનારાઓને નુકસાન થયું હતું. માટલા વેચનારે જણાવ્યું કે, લોકડાઉન વચ્ચે વાતાવરણનો પણ માર પડ્યો છે

બિહારઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4598 થઈ ગઈ છે. શુક્રવારે 146 નવા દર્દી મળ્યા અને એકનું મોત થયું છે. અત્યાર સુધી 88313 સેમ્પલની તપાસ થઈ ચુકી છે. લગભગ 21 લાખ પ્રવાસી મજૂર બિહાર આવી ચુક્યા છે અને જેમાંથી 11 લાખ ક્વૉરન્ટીન પિરીયડ પુરો કરીને પોતાના ઘરે પાછા ફર્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona virus In India Live News And Updates on 6th june


Corona virus In India Live News And Updates on 6th june

Related posts

64 હજાર 729ના મોત, અમેરિકામાં 24 કલાકમાં 1224ના મોત; ન્યૂયોર્કમાં 630 લોકોના જીવ ગયા

Amreli Live

મોદીએ અર્થવ્યવસ્થા પર કહ્યું – વિકાસ ચોક્કસપણે પાછો આવશે, મેડ ઇન ઈન્ડિયા અને મેડ ફોર ફોરેન હવે દેશની જરૂરિયાત છે

Amreli Live

16 લાખ પોઝિટિવ કેસ, 95 હજાર 731ના મોત, ટ્રમ્પે કહ્યું-અમેરિકામાં 20 લાખથી વધારે ટેસ્ટ થયા

Amreli Live

કોરોના ટેસ્ટના મામલે ગુજરાત ભારતમાં પાંચમા ક્રમે, ગુજરાત કરતા ઓછા કેસ ધરાવતા રાજસ્થાન- તમિલનાડુ કરે છે વધુ ટેસ્ટ

Amreli Live

પોઝિટિવ કેસનો આંક 2286 પર પહોંચ્યો, મૃત્યુઆંક 85 અને રિકવર થનાર કુલ દર્દીઓની સંખ્યા 1431

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન 5 મે સુધી લંબાઈ શકે છે, ક્વોરન્ટીનના 14 દિવસના 3 તબક્કા બાદ કોરોના સંપૂર્ણ કાબૂમાં આવી શકે છે

Amreli Live

વધુ 15 કોરોના પોઝિટિવ કેસ સાથે આજે 46 કેસો નોંધાયા અને 3 દર્દીઓએ દમ તોડ્યો, કુલ આંક 243 પર પહોંચ્યો

Amreli Live

31,693 કેસ, મૃત્યુઆંક-1026: પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવ્યું

Amreli Live

દેશમાં પહેલી વખત 24 કલાકમાં 4 લાખથી વધુ ટેસ્ટ થયા, તમિલનાડુમાં કેસની સંખ્યા 2 લાખ પાર, દેશમાં કુલ 13.62 લાખ કેસ

Amreli Live

‘હોટ સ્પોટ’ વિસ્તારમાં સરેરાશ દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ, વધુ 239 કેસ, 7 મોત

Amreli Live

ભૂમિપૂજન બાદ રામલલ્લાના દર્શન માટે 10 ગણી ભીડ વધી, આજે બપોરે 12 વાગ્યા સુધી 1400થી વધુ લોકોએ દર્શન કર્યા

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 35 હજારથી વધુ કેસ વધ્યા, 22 હજાર લોકો સ્વસ્થ થયા, 680 લોકોના મોત, દેશમાં 10.05 લાખ કેસ

Amreli Live

લોકડાઉન વચ્ચે ગરબા ગાવા મામલે બોપલ PI અનિલા બ્રહ્મભટ્ટ સસ્પેન્ડ, પીઆઈ આર.આર.રાઠવાને ચાર્જ સોંપ્યો

Amreli Live

કોરોનાથી વધુ એક મોત સાથે મૃત્યુઆંક 15 થયો, પોલીસ પર પથ્થરમારના 5 આરોપી સહિત વધુ 15 પોઝિટિવ સાથે કુલ કેસ 263 થયા

Amreli Live

ચેઝ ધ વાઈરસ અને 3-T એક્શન પ્લાનથી ધારાવીમાં કોરોના પર કાબૂ મેળવવામાં સફળતા મળી

Amreli Live

કોંગ્રેસને રામ રામ કરી રાજીનામું આપનાર 8 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં પ્રવેશ કરશે, કમલમ્ ખાતે તૈયારીઓ

Amreli Live

17.01 લાખ કેસઃકેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું-વાઈરસને કંટ્રોલ કરવા માટે તમામ રાજ્યોએ દિલ્હી મોડલ અપનાવવું જોઈએ,ત્યાં 84% રિકવરી રેટ

Amreli Live

અત્યાર સુધી 3112 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 563 દર્દી વધ્યા, મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 500ની આસપાસ

Amreli Live

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સહિત આજે પણ રાજ્યના 40 તાલુકામાં વરસાદ નોંધાયો, સૌથી વધુ 1 ઈંચ માળીયામાં

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક બાજુ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

લૉકડાઉનના 1 મહિનામાં તપાસ 24 ગણી, ચેપીનો આંકડો 16 ગણો વધ્યો

Amreli Live