25.5 C
Amreli
19/09/2020
bhaskar-news

2.35 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં કેસની સંખ્યા 80 હજારને પાર, દિલ્હી વિધાનસભાના સ્પીકરની ઓફિસમાં 3 કર્મચારી સંક્રમિતદેશમાં કોરોનાવાઈરસથી સંક્રમિતોની સંખ્યા 2 લાખ 35હજાર 544થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં શુક્રવારે 2436 નવા દર્દી નોંધાયા છે. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 80 હજાર 229 થયો છે.આ પૈકી 35 હજારથી વધારે દર્દીને સારું થઈ ગયું છે. આજે 139 લોકોના જીવ ગયા હતા, આ આંકડો એક દિવસમાં દ્રષ્ટિએ સૌથી વધારે છે. રાજ્યમાં 2849 દર્દીના મૃત્યુ થઈ ચુક્યા છે. બીજી બાજુ વંદે ભારત મિશન-3 માટે એર ઈન્ડિયાએ ટિકિટોનું બૂકિંગ શરૂ કરી દીધુ છે. સાંજના 5 વાગ્યાથી 7 વાગ્યા વચ્ચે 1700 ટિકિટનું બૂકિંગ થયું હતું. હવે પછીના ફેઝમાં અમેરિકા, કેનેડા, બ્રિટન તથા યુરોપિયન દેશોમાંથી નાગરિકોને લાવવામાં આવશે.

વિધાનસભા સ્પીકર રામનિવાસ ગોયલની ઓફિસમાં 3 લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં તેમની ઓફિસમાં 8 દર્દી પોઝિટિવ આવ્યા છે. આ અગાઉ ઉપરાજ્યપાલ અનિલ જૈનની ઓફિસમાં 13 અને DMRCના 20 કર્મચારી સંક્રમિત હોવાની પુષ્ટી થઈ હતી

દરમિયાન આજે તમિલનાડુમાં 1438, કર્ણાટકમાં 515, ગુજરાતમાં 510, ઉત્તર પ્રદેશમાં 496, પશ્ચિમ બંગાળમાં 427, આંધ્ર પ્રદેશમાં 138, ઓડિશામાં 130, કેરળમાં 111, હરિયાણામાં 103, બિહારમાં 99 અને રાજસ્થાનમાં 68 દર્દી મળ્યા હતા. Covid19india.org અને રાજ્ય સરકારો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગુરુવારે સૌથી વધારે 9838 નવા કેસ આવ્યા હતા.

કોરોનાથી મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે

દેશમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામારની સંખ્યા ઝડપથી વધી રહી છે. અત્યાર સુધીમાં 6369 લોકોના મોત થયા છે. દેશમાં કુલ મૃત્યુ પૈકી અડધો અડધ 63.45 ટકા મોત એકલા 16 શહેરમાં થયા છે.આ 16 શહેર એવા છે કે જ્યાં મૃત્યુ સંખ્યા 50થી વધારે છે. આ યાદીમાં મહારાષ્ટ્રના 8 શહેર મુંબઈ, થાણે, પુણે, ઓરંગાબાદ, નાસિક, રાયગઢ, સોલાપુર અને જલગાંવ છે. મધ્ય પ્રદેશના ઈન્દોર, ભોપાલ અને ઉજ્જૈન છે. ગુજરાતમાં બે શહેર અમદાવાદ અને સુરતનો સમાવેશ થાય છે.

ગુરુવારે 274 મોત થયા

ગુરુવારે 17 રાજ્યમાં વિક્રમી 274 દર્દીના મોત થયા હતા. એક દિવસમાં અત્યાર સુધીમાં આ સૌથી વધારે મોત છે. આ અગાઉ 29 મેના રોજ 269 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રમાં ગુરુવારે 123ના મોત થયા હતા.રાજધાની દિલ્હીમાં 44 લોકોના મોત થયા છે. ગુજરાતમાં 33 મોત થયા છે. તેલંગાણા દેશનું નવું રાજ્ય છે કે જ્યાં 100થી વધારે મોત થયા છે. ગુરુવારે અહીં 6 દર્દીના મોત થયા હતા.

નાગરિક ઉડ્ડયન બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ શુક્રવારે જણાવ્યું હતું કે 25 મેથી ડોમેસ્ટીક ફ્લાઈટ્સ શરૂ થયા બાદ 11માં દિવસે એટલે કે 4 જૂનના રોજ 671 ફ્લાઈટમાં 60 હજાર 306 યાત્રીએ મુસાફરી કરી છે.

દેશમાં મધ્યપ્રદેશ સંક્રમિતોના મામલે છઠ્ઠા ક્રમેથી સાતમા ક્રમે આવી ગયું છે. પહેલા મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપરદેશ આગળ હતા. પરંતુ છેલ્લા ઘણા દિવસોમાં ઉત્તરપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. તેને મધ્યપ્રદેશને પણ પાછળ મુકી દીધું છે. તો બીજી બાજું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, સમગ્ર દેશની સરખામણીમાં મધ્યપ્રદેશમાં લગભગ 2% નવા સંક્રમિત મળી આવ્યા છે, જ્યારે પહેલા આ 8 ટકા સુધી હતા. રાજ્યનો રિકવરી રેટ 64.3% થઈ ગયો છે, જ્યારે 47.9% છે.

અપડેટ્સ

  • એવિશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ શુક્રવારે જણાવ્યું કે, 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ થયા પછી 11માં દિવસે 4 જૂને 671 ફ્લાઈટ્સમાં 60 હજાર 306 યાત્રીઓએ મુસાફરી કરી હતી. આ યાત્રીઓ અને ફ્લાઈટ્લની બીજી સૌથી મોટી સંખ્યા છે. આ પહેલા 1જૂને સૌથી વધારે 692 ફ્લાઈટ્સમાં 64 હજાર 651 યાત્રીઓએ મુસાફરી કરી હતી. લોકડાઉનમાં 25 માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ બંધ હતી.
  • દેશના કુલ કેસમાં 35 ટકા દર્દીઓતો માત્ર મહારાષ્ટ્રમાં જ છે. 1 જૂનથી 4 જૂન વચ્ચે એક્ટિવ કોવિડ-19 દર્દીમાં વૃદ્ધિ દર 11.29% છે.
  • દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનના 20 કર્મચારી કોરોના પોઝિટિવ મળ્યા. તમામને સંક્રમણના પ્રારંભિક લક્ષણો છે.
  • ઓરિસ્સામાં એક મહિલાએ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં એક દીકરાને જન્મ આપ્યો છે. આ ટ્રેન તેલંગાણાથી ઓરિસ્સા જઈ રહી હતી. રેલવેએ જણાવ્યું-માતા અને દીકરો બન્ને સ્વસ્થ છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શુક્રવારે જણાવ્યું કે ચાર જૂને 1 લાખ 39 હજાર 485 લોકોના ટેસ્ટ કરાયા હતા, જે અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. આ પહેલા બીજી જૂને 1 લાખ 37 હજાર 158 ટેસ્ટ કરાયા હતા. સાથે 1 જૂને 1 લાખ 28 હજાર 868 લોકોની તપાસ કરાઈ હતી. આ પ્રકારે અત્યાર સુધી 43 લાખ 86 હજાર 376 લોકોના ટેસ્ટ કરાયા છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે સવારે આંકડા આપ્યા હતા, જેના પ્રમાણે, 24 કલાકમાં 9,851 કેસ સામે આવ્યા અને 273 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં અત્યાર સુધી 2 લાખ 26 હજાર 770 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 1 લાખ 10 હજાર 960 એક્ટિવ કેસ છે અને 1 લાખ 9 હજાર 462 સાજા થઈ ચુક્યા છે. સાથે 6348 લોકોના મોત થયા છે.
  • ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના એક કર્મચારી કોરોના પોઝિટિવ મળ્યા પછી દિલ્હી ખાતે આવેલા હેડક્વાર્ટરના એક ફ્લોરને સેનેટાઈઝ કરીને બંધ કરી દેવાયો છે.
  • છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 4 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળ્યા. સંક્રમણના કારણે એકનું મોત થયું છે. અત્યાર સુધી કુલ 2,651 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી 31લોકોના મોત થયા છે.
તારીખ કેસ
04 જૂન 2933
03 જૂન 2560
01 જૂન 2358
31 મે 2487

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃદેશમાં મધ્યપ્રદેશ સંક્રમિતોના મામલામાં છઠ્ઠાથી સાતમા નંબરે આવી ગયું છે. પહેલા મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ આગળ હતા.અહીંયા ગુરુવારે 147 પોઝિટિવ દર્દી મળ્યા અને 6 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 58, ઈન્દોરમાં 36, બુરહાનપુરમાં 11, સાગર અને નીમચમાં 10-10 જ્યારે ગ્વાલિયરમાં 7 સંક્રમિત વધ્યા છે. ભોપાલમાં દર્દીઓની સંખ્યા 1630 થઈ ગઈ છે. તો બીજી બાજુ રાજ્યમાં અત્યાર સુધી 8762 કોરોનાના દર્દી મળ્યા છે. 377 લોકોના મોત થયા છે.

આ તસીવર ભોપાલના એક સલૂનની છે. અહીંયાની મોટાભાગની દુકાનોમાં સ્ટાફ પ્રોટેક્ટિવ કીટ પહેરીને કામ કરી રહ્યો છે

મહારાષ્ટ્રઃરાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2933 નવા કેસ મળ્યા, જ્યારે 123 દર્દીઓના મોત થયા છે. દેશના કુલ દર્દીઓમાંથી 35 ટકા માત્ર મહારાષ્ટ્રમાં છે.અહીંયા ગુરુવારે 2933 નવા કેસ સામે આવ્યા હતા. એક દિવસમાં સૌથી વધારે 123 લોકોના મોત થયા હતા અને 1352 સાજા થયા હતા. રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 77 હજાર 793 સુધી પહોંચી ગઈ છે. માત્ર મુંબઈમાં જ 44 હજારથી વધારે સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 2710 લોકોના કોરોનાથી મોત થયા છે.

મુંબઈમાં સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલા મટે અહીંયા CISFને તહેનાત કરવામાં આવ્યા છે. મરીન ડ્રાઈવ પર સવાર સવારમાં અધિકારી જવાનો પગપાળા માર્ચ કરતા જોવા મળ્યા હતા

બિહારઃ બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 4452 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 126 નવા દર્દી મળ્યા છે અને ત્રણ લોકોના મોત થયા છે.રાજ્યમાં ગુરુવારે 126 પોઝિટિવ દર્દી સામે આવ્યા અને 3 લોકોના મોત થયા છે. ખગડિયમાં 12, પૂર્ણિયામાં 13, ગોપાલગંજમાં 10, પટનામાં 5 જ્યારે બાંકા, ગયા, સહારસા અને મધેપુરામાં 4-4 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં હવે દર્દીઓની સંખ્યા 4452 થઈ ગઈ છે. 28 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 371 નવા દર્દી મળ્યા છે, જ્યારે 15 લોકોના મોત થયા છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 9242એ પહોંચી ગઈ છેરાજ્યમાં ગુરુવારે 367 સંક્રમિત મળ્યા હતા. નવાદર્દીઓની સંખ્યા સતત ત્રીજા દિવસે 300થી વધી ગઈ છે. આ નવા કેસમાં 62 પ્રવાસી શ્રમિક છે. અત્યાર સુધી 2466 પ્રવાસી સંક્રમિત મળી આવ્યા છે. સંક્રમિતોનો આંકડો 9237 થઈ ગયો છે, જ્યારે 245 દર્દીઓનો મોત થયા છે.

આ તસવીર લખનઉ હાઈકોર્ટના પરિસરમાં આવેલા મંદિરની છે. મંદિરને રોજ સેનેટાઈઝ કરવામાં આવે છે. અહીંયા હાલ પૂજારી સિવાય કોઈને આવવાની મંજૂરી નથી

રાજસ્થાનઃ રાજ્યમાં શુ્ક્રવારે 68 નવા કેસ સામે આવ્યા હતા.જેમાં ઝાલાવાડમાં 23, ભરતપુરમાં20, જયપુરમાં 16, બારામાં 04, કોટામાં 2 અને સવાઈ માધોપુરમાં 1 દર્દી મળ્યો છે.અહીંયા ગુરુવારે 210 નવા દર્દી સામે આવ્યા અને 4 લોકોના મોત થયા હતા. ભરતપુરમાં 49, જોધપુરમાં 29, ચુરુમાં 25 , જયપુર અને સીકરમાં 12-12 જ્યારે કોટામાં 7 પોઝિટિવ મળ્યા હતા. આ સાથે સંક્રમિતોની સંખ્યા9862 થઈ ગઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Coronavirus in India Live news And Updates Of 5th june


Coronavirus in India Live news And Updates Of 5th june


આ તસવીર દિલ્હીના એઈમ્સની છે. અહીંયા નર્સ સ્ટાફે વર્કિંગ કંડીશનને યોગ્ય કરવા માટે દેખાવો કર્યા હતા. તેમની માંગ છે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ સાથે માત્ર ચાર કલાકની ડ્યૂટી ફિક્સ કરવામાં આવે


આ તસવીર આસામના ગુવાહાટીની છે. અહીંયા ફેન્સી બજારમાં કોરોના વાઈરસ વિરુદ્ધ જાગૃત્તતા લાવવા માટે વોલ પેઈન્ટીંગ કરાઈ છે.


મુંબઈના આરટીઓ કંદરપડામાં આ એરકન્ડીશન્ડ કોવિડ સેન્ટર તૈયાર કરાઈ રહ્યું છે. જ્યાં ICU અને ડાયાલિસિસ સુવિધાઓ સાથે 250 બેડની વ્યવસ્થા હશે

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું-ડેમોક્રેટ કેન્ડિડેટ બાઈડન એટલા સક્ષમ નથી કે દેશની કમાન સંભાળી શકે, તે માનસિક થાકેલા છે

Amreli Live

111 દિવસ બાદ આજે પાવાગઢ ડુંગર પર મહાકાળી માતાનું મંદિર ખુલ્યુ, 10 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને પ્રવેશ નહીં મળે

Amreli Live

સમય છે કાલે સવારે આવજો કહીં ડોક્ટરે કાઢી મુકેલી પ્રસુતાએ રોડ ઉપર પુત્રને જન્મ આપ્યો

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

અમદાવાદના કલસ્ટર ક્વોરન્ટીન ગુલબાઇ ટેકરામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ખુલ્લેઆમ ભંગ, રાશનકીટ લેવા લોકોની પડાપડી

Amreli Live

વધુ 12 કેસ નોંધતા પોઝિટિવ કેસનો આંક 166, કોરોનાનો ભરડો તાંદલજા, સમા અને દિવાળીપુરા સુધી વિસ્તર્યો

Amreli Live

વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, રાજકોટ જેલના 23 કેદી સહિત 39 કેસ પોઝિટિવ, જાડેજા અને પૂજારાએ ‘ધોનીને મોટાભાઈ’ તરીકે સંબોધ્યા

Amreli Live

અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

Amreli Live

ગેહલોત સરકારના SOGને ખટ્ટર સરકારની પોલીસે માનેસરના રિસોર્ટમાં જતા અડધો કલાક અટાવ્યા, બાદમાં એન્ટ્રી મળી

Amreli Live

56,351 કેસ, 1,889 મૃત્યુઆંકઃ દિલ્હીમાં એક દિવસમાં સૌથી વધારે 448 સંક્રમિત વધ્યા, જેમાં ITBPના 37 જવાન પણ સામેલ

Amreli Live

અત્યાર સુધીમાં 1.93 લાખ મોતઃ અમેરિકામાં 12 દિવસમાં મોતનો આંકડો ડબલ થયો, પાકિસ્તાનમાં ISI સંક્રમિતોની શોધખોળ કરશે

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

દેશમાં 10.40 લાખ કેસ,ICMRએ રાજ્યોને કહ્યું-તમામ જિલ્લામાં રેપિડ એન્ટીજન ટેસ્ટીંગ વધારવામાં આવે

Amreli Live

ભાવનગરમાં 2 કલાકમાં 3.5 ઇંચ, ઘરોમાં પાણી ઘૂસ્યા, ગોંડલમાં એક કલાકમાં 2.5 ઇંચ વરસાદ, બાબરા પંથકમાં 1 કલાકમાં 3.5 ઇંચ

Amreli Live

અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર મોત: સિંગાપોરમાં રવિવારે મળેલા 233 સંક્રમિતોમાં 59 ભારતીય

Amreli Live

વડોદરામાં 4 અને રાજકોટમાં બે પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 247એ પહોંચી

Amreli Live

ખાખી પહેરી છે તો ખતરો તો હોય જ, અમે ફ્રન્ટ પર છીએ પણ લોકોની સુરક્ષા માટે અમે છીએ : રાજ્ય પોલીસવડા

Amreli Live

7 દિવસથી 15થી ઓછા મોત, સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ-828 ડિસ્ચાર્જ, કુલ કેસ 45 હજારને પાર

Amreli Live

47 જિલ્લામાં 28 દિવસથી નવા કેસ નહીં, દેશના 14 હજારથી વધુ કેસમાંથી 30 ટકા કેસ નિઝામુદ્દીન મરકઝના કારણે: સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર ડ્રગની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live