30 C
Amreli
28/09/2020
bhaskar-news

2.27 લાખ કેસઃદિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનના 20 કર્મચારી કોરોના પોઝિટિવ, દેશમાં ત્રણ દિવસથી સતત ટેસ્ટિંગ વધ્યું



દેશમાં કોરોનાવાઈરસથી સંક્રમિતોની સંખ્યા 2 લાખ 27 હજાર 029 થઈ ગઈ છે. અને 6,363 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યા છે. સાથે જ 1,08,450 લોકો સારવાર બાદ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોનો આંકડો 77 હજારને પાર થઈ ગયો છે. અહીંયા 2,710 લોકોના મોત થયા છે. તમિલનાડુ 27,256 દર્દીઓ સાથે બીજા ક્રમે છે. અહીંયા 223 લોકોના મોત થયા છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ કોરોના દર્દીઓના મામલામાં છઠ્ઠા ક્રમેથી સાતમા ક્રમે આવી ગયું છે.
ગુરુવારે એક દિવસમાં સૌથી વધારે 9838 નવા કેસ સામે આવ્યા હતા. આ પહેલા બુધવારે પણ 9638 દર્દી મળ્યા હતા. મહારાષ્ટ્રમાં દર્દીઓની સંખ્યા 77 હજાર, તમિલનાડુમાં 27 હજાર અને દિલ્હીમાં 25 હજારને પાર પહોંચી ગઈ છે.

દેશમાં મધ્યપ્રદેશ સંક્રમિતોના મામલે છઠ્ઠા ક્રમેથી સાતમા ક્રમે આવી ગયું છે. પહેલા મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપરદેશ આગળ હતા. પરંતુ છેલ્લા ઘણા દિવસોમાં ઉત્તરપ્રદેશમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. તેને મધ્યપ્રદેશને પણ પાછળ મુકી દીધું છે. તો બીજી બાજું મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, સમગ્ર દેશની સરખામણીમાં મધ્યપ્રદેશમાં લગભગ 2% નવા સંક્રમિત મળી આવ્યા છે, જ્યારે પહેલા આ 8 ટકા સુધી હતા. રાજ્યનો રિકવરી રેટ 64.3% થઈ ગયો છે, જ્યારે 47.9% છે.

અપડેટ્સ

  • દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશનના 20 કર્મચારી કોરોના પોઝિટિવ મળ્યા. તમામને સંક્રમણના પ્રારંભિક લક્ષણો છે.
  • ઓરિસ્સામાં એક મહિલાએ શ્રમિક સ્પેશ્યલ ટ્રેનમાં એક દીકરાને જન્મ આપ્યો છે. આ ટ્રેન તેલંગાણાથી ઓરિસ્સા જઈ રહી હતી. રેલવેએ જણાવ્યું-માતા અને દીકરો બન્ને સ્વસ્થ છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે શુક્રવારે જણાવ્યું કે ચાર જૂને 1 લાખ 39 હજાર 485 લોકોના ટેસ્ટ કરાયા હતા, જે અત્યાર સુધીનો સૌથી વધારે આંકડો છે. આ પહેલા બીજી જૂને 1 લાખ 37 હજાર 158 ટેસ્ટ કરાયા હતા. સાથે 1 જૂને 1 લાખ 28 હજાર 868 લોકોની તપાસ કરાઈ હતી. આ પ્રકારે અત્યાર સુધી 43 લાખ 86 હજાર 376 લોકોના ટેસ્ટ કરાયા છે.
  • સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે સવારે આંકડા આપ્યા હતા, જેના પ્રમાણે, 24 કલાકમાં 9,851 કેસ સામે આવ્યા અને 273 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં અત્યાર સુધી 2 લાખ 26 હજાર 770 કેસ સામે આવી ચુક્યા છે. જેમાંથી 1 લાખ 10 હજાર 960 એક્ટિવ કેસ છે અને 1 લાખ 9 હજાર 462 સાજા થઈ ચુક્યા છે. સાથે 6348 લોકોના મોત થયા છે.
  • ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના એક કર્મચારી કોરોના પોઝિટિવ મળ્યા પછી દિલ્હી ખાતે આવેલા હેડક્વાર્ટરના એક ફ્લોરને સેનેટાઈઝ કરીને બંધ કરી દેવાયો છે.
  • છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 4 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળ્યા. સંક્રમણના કારણે એકનું મોત થયું છે. અત્યાર સુધી કુલ 2,651 પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાંથી 31લોકોના મોત થયા છે.
તારીખ કેસ
04 જૂન 2933
03 જૂન 2560
01 જૂન 2358
31 મે 2487

રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશઃ અહીંયા ગુરુવારે 147 પોઝિટિવ દર્દી મળ્યા અને 6 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 58, ઈન્દોરમાં 36, બુરહાનપુરમાં 11, સાગર અને નીમચમાં 10-10 જ્યારે ગ્વાલિયરમાં 7 સંક્રમિત વધ્યા છે. ભોપાલમાં દર્દીઓની સંખ્યા 1630 થઈ ગઈ છે. તો બીજી બાજુ રાજ્યમાં અત્યાર સુધી 8762 કોરોનાના દર્દી મળ્યા છે. 377 લોકોના મોત થયા છે.

આ તસીવર ભોપાલના એક સલૂનની છે. અહીંયાની મોટાભાગની દુકાનોમાં સ્ટાફ પ્રોટેક્ટિવ કીટ પહેરીને કામ કરી રહ્યો છે

મહારાષ્ટ્રઃઅહીંયા ગુરુવારે 2933 નવા કેસ સામે આવ્યા હતા. એક દિવસમાં સૌથી વધારે 123 લોકોના મોત થયા હતા અને 1352 સાજા થયા હતા. રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 77 હજાર 793 સુધી પહોંચી ગઈ છે. માત્ર મુંબઈમાં જ 44 હજારથી વધારે સંક્રમિત મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી 2710 લોકોના કોરોનાથી મોત થયા છે.

મુંબઈમાં સંક્રમણના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એટલા મટે અહીંયા CISFને તહેનાત કરવામાં આવ્યા છે. મરીન ડ્રાઈવ પર સવાર સવારમાં અધિકારી જવાનો પગપાળા માર્ચ કરતા જોવા મળ્યા હતા

બિહારઃ રાજ્યમાં ગુરુવારે 126 પોઝિટિવ દર્દી સામે આવ્યા અને 3 લોકોના મોત થયા છે. ખગડિયમાં 12, પૂર્ણિયામાં 13, ગોપાલગંજમાં 10, પટનામાં 5 જ્યારે બાંકા, ગયા, સહારસા અને મધેપુરામાં 4-4 સંક્રમિત મળ્યા હતા. રાજ્યમાં હવે દર્દીઓની સંખ્યા 4452 થઈ ગઈ છે. 28 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં ગુરુવારે 367 સંક્રમિત મળ્યા હતા. નવાદર્દીઓની સંખ્યા સતત ત્રીજા દિવસે 300થી વધી ગઈ છે. આ નવા કેસમાં 62 પ્રવાસી શ્રમિક છે. અત્યાર સુધી 2466 પ્રવાસી સંક્રમિત મળી આવ્યા છે. સંક્રમિતોનો આંકડો 9237 થઈ ગયો છે, જ્યારે 245 દર્દીઓનો મોત થયા છે.

આ તસવીર લખનઉ હાઈકોર્ટના પરિસરમાં આવેલા મંદિરની છે. મંદિરને રોજ સેનેટાઈઝ કરવામાં આવે છે. અહીંયા હાલ પૂજારી સિવાય કોઈને આવવાની મંજૂરી નથી

રાજસ્થાનઃ અહીંયા ગુરુવારે 210 નવા દર્દી સામે આવ્યા અને 4 લોકોના મોત થયા હતા. ભરતપુરમાં 49, જોધપુરમાં 29, ચુરુમાં 25 , જયપુર અને સીકરમાં 12-12 જ્યારે કોટામાં 7 પોઝિટિવ મળ્યા હતા. આ સાથે સંક્રમિતોની સંખ્યા9862 થઈ ગઈ છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર આસામના ગુવાહાટીની છે. અહીંયા ફેન્સી બજારમાં કોરોના વાઈરસ વિરુદ્ધ જાગૃત્તતા લાવવા માટે વોલ પેઈન્ટીંગ કરાઈ છે.


આ તસવીર દિલ્હીના એઈમ્સની છે. અહીંયા નર્સ સ્ટાફે વર્કિંગ કંડીશનને યોગ્ય કરવા માટે દેખાવો કર્યા હતા. તેમની માંગ છે કે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ સાથે માત્ર ચાર કલાકની ડ્યૂટી ફિક્સ કરવામાં આવે

Related posts

દિલ્હીની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા આજે ગૃહમંત્રીએ સર્વપક્ષીય બેઠક બોલાવી

Amreli Live

ભાજપે મમતા સરકાર પર રાહત સામગ્રી વહેંચવામાં ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો, ગરબડ કરનારાઓ પાસેથી અત્યાર સુધી 20 લાખ રૂપિયા રિકવર કરાયા

Amreli Live

રાજ્યમાં આજથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો, ધારાસભ્યોનાં પગાર 30% કપાયા, સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું મુલતવી

Amreli Live

ભાવનગરમાં વધુ એક મહિલા પોઝિટિવ, રાજકોટમાં વધુ એક દર્દીના રિપોર્ટ સતત બીજા દિવસે નેગેટિવ આવતા ડિસ્ચાર્જ

Amreli Live

રાજકોટમાં 45 કેસ-5ના મોત, અમરેલીમાં 7 અને ગોંડલમાં 3 કેસ પોઝિટિવ નોંધાયા

Amreli Live

વધુ 4 કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 238, એકનું મોત, ગ્રીન ઝોનમાં દુકાનો ખુલતા પોલીસનું કડક ચેકિંગ

Amreli Live

ટાટા ગ્રુપ બ્રિટનમાં જગુઆર લેન્ડ રોવર અને સ્ટીલ પ્લાન્ટનો હિસ્સો વેચી શકે છે, રાહત પેકેજ માટે સરકાર સાથે વાતચીત નિષ્ફળ

Amreli Live

PM મોદી થોડી વારમાં દેશવાસીઓ સાથે વીડિયો મેસેજથી વાત કરશે, કોરોના સંકટ પર ચર્ચા કરી શકે છે

Amreli Live

રાજકોટમાં 7 દિવસ બાદ આજે જંગલેશ્વરના 41 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા પૂર્વ મેયર સેલ્ફ ક્વોરન્ટીન થયા

Amreli Live

SVP હોસ્પિ.માં કોરોના પોઝિટિવ મહિલાએ બાળકને જન્મ આપ્યો, હાલ મહિલા અને બાળક બંને સ્વસ્થ

Amreli Live

1.61 લાખના મોત: કેનેડા-અમેરિકાની સરહદ 30 દિવસ માટે ફરી બંધ; ટ્રમ્પે ફરી કહ્યુ મૃત્યુઆંકમાં અમે નહીં ચીન આગળ

Amreli Live

અત્યાર સુધી 9373 કેસ- 340મોત; ભોપાલમાં ચોથા IAS અધિકારી સંક્રમિત, આજે 1700 સેમ્પલનો તપાસ રિપોર્ટ આવશે

Amreli Live

34 લાખ કેસ, 2.40 લાખ મોત: ટ્રમ્પે કહ્યું કોરોના સંક્રમણથી અમેરિકામાં એક લાખથી ઓછા લોકોના મોત થશે

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

Amreli Live

કેદારનાથના રાવલ મહારાષ્ટ્રમાં ફસાયા, બાબા કેદારનાથનો સોનાનો મુકુટ તેમની પાસે, કપાટ ખુલવાના સમયે હાજર હોવુ જરૂરી

Amreli Live

આજે સવારે 10 વાગ્યે વડાપ્રધાન રાષ્ટ્રને સંબોધન કરશે, લોકડાઉન વધારવાની જાહેરાત કરી શકે છે; મોટો સવાલ- શું ટ્રેન-ફ્લાઈટ્સ શરૂ થશે?

Amreli Live

કોરોના સંક્રમણ વધતાં ઘણા દેશોએ ફરી લૉકડાઉન કરવું પડી શકે: WHO

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

22 ડિગ્રીથી વધુ ગરમી, 80% ભેજથી બે મિનિટમાં વાઇરસની સંખ્યા અડધી થઇ જાય છે

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live