26 C
Amreli
22/09/2020
bhaskar-news

2 હજાર વર્ષમાં કોરોના 17મી એવી બીમારી કે જેણે 1 લાખથી વધુ લોકોના ભોગ લીધાભાસ્કર રિસર્ચ:સમગ્ર વિશ્વને સંકટમાં નાંખી દેનારા કોરોના વાઈરસથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા એક લાખથીઉપર થઈ ગઈ છે. માનવીએ જ્યારથી તારીખ પ્રમાણે હિસાબ રાખવાની શરૂઆત કરી એટલે કે 0 AD ( જીરો
એડી)થી અત્યાર સુધીમાંના 2 હજાર વર્ષમાં 20 મોટી મહામારી ફેલાઈ ચુકી છે. તેમા કોરોના 17મી એવી મહામારીછે કે જેમાં મોતનો આંકડો 1 લાખ ઉપર થયો છે.ઈતિહાસ પર નજર કરીએ તો માલુમ પડશે કે ઈ.સ.165માં મહામારી ફેલાઈ હતી. તે સમયે એન્ટોનાઈટ પ્લેગનામની મહામારી એશિયા, મિસ્ર, યુનાન (ગ્રીસ) અને ઈટાલીમાં ફેલાઈ હતી. આ રોગચાળાને લીધે આશરે 50 લાખ
લોકોના મોત થયા હતા.

એન્ટોનાઈન પ્લેગ અંગે આ ફોટો ફ્રાંસના ચિત્રકાર જે.ડેલુનોય (1828-2891)એ તૈયાર કર્યો હતો. આ બીમારીથી રોમમાં રોજ 2 હજાર લોકોના મોત થતા હતા. ફોટો ક્રેડિટઃfineartamerica.com

જસ્ટિનિયન પ્લેગ
વર્ષઃ541-542
મોતઃ 5 કરોડ

ત્યારબાદ જે મહામારી ફેલાઈ હતી તેનું નામ જસ્ટિનિયન પ્લેગ હતું. આ મહામારી વર્ષ 541-542માં એશિયા, ઉત્તર
આફ્રિકા, અરેબિયા અને યુરોપમાં ફેલાઈ હતી. જોકે તેની સૌથી વધારે અસર પૂર્વી રોમન સામ્રાજ્ય બાઈજેન્ટાઈન
પર થઈ હતી. 1500 વર્ષ પૂર્વે ફેલાયેલી આ મહામારીએ આશરે 5 કરોડ લોકોના જીવ લીધા હતા. તે તે સમયે
વિશ્વની કુલ વસ્તીનો અડધો અડધ હિસ્સો હતો. એટલે કે વિશ્વની 50 ટકા વસ્તીનો આ મહામારીએ ભોગ લીધો
હતો. એક જ વર્ષમાં વિશ્વની અડધા ભાગની વસ્તી ખતમ થઈ ગઈ હતી. આ બીમારી એટલી ખતરનાક હતી કે
તેને લીધે બાઈજેન્ટાઈન સામ્રાજ્ય ખતમ થઈ ગયુ હતું.

જસ્ટિનિયન પ્લેગ પર આ તસ્વીર ઈટાલીના ચિત્રકાર ફ્રા એન્જેલિકો (1395-1455)એ બનાવી હતી. તેમા સેન્ટ કોસ્મોસ અને સેન્ટ ડેમિયન જસ્ટિનિયન પ્લેગથી પીડિત દર્દીની સારવાર કરતા દેખાય છે. ફોટો ક્રેડિટઃ www.medievalists.net

ધ બ્લેક ડેથ
વર્ષઃ 1347-1351
મોતઃ 20 કરોડ

જસ્ટિનનિયન પ્લેગ બાદ વર્ષ 1347થી 1351 વચ્ચે ફરી એક વખત પ્લેગે વિશ્વ પર ભરડો લીધો હતો. તેને 'ધ
બ્લેક ડેથ' નામ આપવામાં આવ્યુ હતું. તેની સૌથી વધારે અસર યુરોપ અને એશિયા પર થઈ હતી. આ પ્લેગ
ચીનથી ફેલાયો હતો. તે સમયે મોટાભાગના કારોબાર સમુદ્રી માર્ગ મારફતે થતો હતો અને સમુદ્રી જહાજો પર ઉંદરો
પણ રહેતા હતા. આ ઉંદરોથી માંખીઓ સંક્રમિત થઈ અને તેને લીધે આ બીમારી ફેલાઈ હતી.
એવુ કહેવામાં આવે છે કે આ બીમારીથી યુરોપમાં એટલી મોટી સંખ્યામાં મોત થયા કે તેને વર્ષ 1347ના
પોપ્યુલેશન લેવલ પર પહોંચવા માટે 200 વર્ષનો સમય લાગી ગયો હતો.

14મી સદીમાં ફેલાયેલી બ્લેક ડેથ બીમારી પર આ તસ્વીર ડચ આર્ટીસ્ટ પીટર બ્રુજેલ ધ એલ્ડરે 1562માં બનાવી હતી. ફોટો ક્રેડિટ : wikipedia

સ્મોલપોક્સ (શીતળા)
વર્ષ 1492થી અત્યાર સુધી
મોતઃ 5.5 કરોડ+

વર્ષ 1492માં યુરોપિયન્સ અમેરિકા પહોંચ્યા હતા. તેમના આગમનની સાથે જ અમેરિકામાં શીતળા (સ્મોલપોક્સ)
નામનું સંક્રમણ ફેલાયુ હતું. આ બીમારી એટલી ભયાનક હતી કે તેનાથી સંક્રમિત 30 ટકા લોકોએ જીવ ગુમાવ્યા
હતા. તે સમયે આ સંક્રમણથી આશરે 2 કરોડ લોકોના મોત થયા હતા. તે સમયે અમેરિકાની કુલ વસ્તીનો 90 ટકા
હિસ્સો હતો. તેનાથી યુરોપિયનોને ઘણો ફાયદો થયો હતો. તેમને અમેરિકામાં જે જગ્યા ખાલી થઈ તેમનુ સ્થાન
લીધુ. તેમણે અહીં પોતાની કોલોનીઓ બનાવવાની શરૂઆત કરી. સ્મોલપોક્સ હજુ પણ ફેલાઈ રહ્યો છે અને એક
અંદાજ પ્રમાણે તેનાથી અત્યાર સુધીમાં 5.5 કરોડ લોકોના જીવ લઈ લીધા છે.

1492માં ક્રિસ્ટોફર કોલંબસે અમેરિકાની શોધ કરી હતી. આ સાથે જ યુરોપના લોકો અમેરિકા આવ્યા અને તેમણે પોતાની સાથે સ્મોલપોક્સ (શીતળા) બીમારી લઈને આવ્યા. આ બીમારીથી એટલા અમેરિકી નાગરિકોના મોત થયા કે તેને લીધે ગ્લોબલ કૂલિંગની સમસ્યા સર્જાઈ હતી.ફોટો ક્રેડિટઃ newyorktimes

કોલેરા
વર્ષઃ 1817થી અત્યાર સુધી
મોતઃ10 લાખ+

19મી સદીમાં એક એવી બીમારી આવી હતી, જે ભારતમાંથી ઉગભવી હતી. આ બીમારીનું નામ કોલેરા હતું. આ
બીમારી ગંગા નદીના ડેલ્ટા મારફતે એશિયા, યુરોપ, ઉત્તરી અમેરિકા તથા આફ્રિકામાં ફેલાઈ હતી. દૂષિત પાણી
પીવાથી આ બીમારી સર્જાઈ હતી. આ બીમારીને લીધે તે સમયે 10 લાખ લોકોના મોત થયા હતા.WHOના મતે
હજુ પણ પ્રત્યેક વર્ષ 13-14 લાખ લોકોના મોત થયા હતા. જ્યારે, આ વર્ષ 1.5 લાખ સુધી મોત થાય છે.

કોલેરાથી બચવા માટે અમેરિકાની સરકારે વર્ષ 1832માં એક નોટિસ જારી કરી હતી. આ નોટિસ દરેક શહેરની દિવાલો પર લગાવવામાં આવી હતી.ફોટો ક્રેડિટઃwikipedia

સ્પેનિશ ફ્લૂ
વર્ષઃ 1918-19
મોતઃ 5 કરોડ

વર્ષ 1918-19માં ફેલાયેલી સ્પેનિશ ફ્લૂ મહામારી છેલ્લા 500 વર્ષના ઈતિહાસમાં સૌથી ખતરનાક મહામારી હતી.
આ બીમારી ક્યાંથી ફેલાઈ હતી. તે અંગે હજુ જાણી શકાયુ નથી. એવો અંદાજ છે કે આ મહામારીથી વિશ્વની ત્રીજા
ભાગની વસ્તી એટલે કે 50 કરોડ લોકો સંક્રમિત થયા હતા. વિશ્વભરમાં તેનાથી 5 કરોડના મોત થયા હતા. એકલા
ભારતમાં જ તેનાથી 1.7 કરોડ લોકોના મોત થયા હતા. આ મહામારીમાં સારુ થવાની સંભાવના ફક્ત 10 કે 20
ટકા જ છે.
આ બીમારી એટલી વિચિત્ર છે કે તેને લીધે સૌથી વધારે મોત તંદુરસ્ત લોકોના થયા હતા. સ્પેનિશ ફ્લુથી સૌથી
વધારે મોત 20થી 40 વર્ષની ઉંમરના લોકોના થયા હતા.

સ્પેનિશ ફ્લૂ વર્લ્ડ વોર-1 બાદ ફેલાયો હતો. એવું માનવામાં આવે છે કે વર્લ્ડ વોર સમયે સૈનિકો જે બંકરોમાં રહેતા હતા ત્યાં ગંદગી હતી. જેથી તેઓ આ બીમારી સૈનિકોમાં ફેલાઈ ગઈ. ત્યારબાદ આ સૈનિક જ્યારે તેમના દેશમાં પરત ફર્યા ત્યારે તે જગ્યાએ આ બીમારી ફેલાઈ ગઈ. ફોટો ક્રેડિટઃcdc.gov

સ્પેનિશ ફ્લૂ બાદ કોરોના ચોથો સૌથી ખતરનાક ફ્લૂ

1) એશિયન ફ્લૂ એટલે કે એચ2એન2 વાઈરસ

વર્ષઃ 1957-58
મોતઃ11 લાખ

આ બીમારી ફેબ્રુઆરી 1957માં હોંગકોંગથી શરૂ થઈ હતી. કારણ કે બીમારી પૂર્વ એશિયાથી નિકળી હતી, માટે તેને
એશિયન ફ્લૂ પણ કહેવામાં આવે છે. કેટલાક મહિનામાં તે અનેક દેશોમાં ફેલાઈ ગઈ હતી.

આ તસ્વીર 16 ઓગસ્ટ,1957ની છે. તેમા એક ડોક્ટર નર્સને એશિયન ફ્લૂની પ્રથમ વેક્સીન (રસી) આપી રહ્યા છે.

2) હોંગકોંગ ફ્લુ એટલે કે H3N2 વાઈરસ
વર્ષઃ 1968-70
મોતઃ 10 લાખ

પ્રથમ વખત બીમારી સપ્ટેમ્બર 1969માં અમેરિકામાં જોવા મળી હતી. આ વાઈરસથી મતરનાર મોટાભાગના 65
વર્ષ કે તેનાથી વધારે ઉંમરના લોકો હતા. આ બીમારીએ એવા લોકોને વધારે અસર કરી કે જેમને અગાઉથી કોઈ
બીમારી હતી.

આ તસ્વીર જુલાઈ 1968માં લેવામાં આવી હતી. આ તસ્વીરમાં હોંગકોંગની એક ક્લીનિકની બહાર દર્દી પોતાના વારીની પ્રતિક્ષા કરતી દેખાય છે. ફોટો ક્રેડિટઃscmp.com

3) સ્વાઈન ફ્લૂ અથવા H1N1 વાઈરસ

વર્ષઃ 2009
મોતઃ 5.5 લાખ+

આ વાઈરસને સૌથી પહેલા અમેરિકામાં જ રિપોર્ટ કરવામાં આવ્યો હતો અને કેટલાક સમયમાં વિશ્વભરમાં ફેલાઈ
ગયો.
તેનાથી મરનાર 80 ટકા લોકો એવા હતા કે જેમની ઉંમર 65 વર્ષથી વધારે હતી.

તસ્વીર 20 ડિસેમ્બર 2009ની છે. આ તસ્વીરમાં વ્હાઈટ હાઉસની નર્સ તે સમયના યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને H1N1ની રસી આપી રહ્યા છે. ફોટો ક્રેડિટઃwhitehouse

4) કોરોના વાઈરસ અથવા કોવિડ-19

વર્ષઃ2019
મોતઃ1 લાખ+

કોરોના વાઈરસ એટલે કે કોવિડ-19 ચીનના વુહાનથી શરૂઆત થઈ છે. પ્રથમ વખત 8 ડિસેમ્બર,2019ના રોજ
તેનાથી સંક્રમિત વ્યક્તિ મળી હતી. 13 માર્ચ,2020ના રોજ WHOએ તેને મહામારી જાહેર કરી હતી. કોરોના
અત્યાર સુધીમાં 200 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. તેનાથી અત્યાર સુધીમાં 1 લાખ કરતા વધારે લોકોના મોત થઈ
ચુક્યા છે.

આ તસ્વીર વુહાનના સીફૂડ માર્કેટની છે. અત્યાર સુધી એવુ માનવામાં આવે છે કે કોરોના વાઈરસ આ માર્કેટથી નિકળ્યો હતો. કોરોનાથી પીડિત પ્રથમ દર્દી અહીં દુકાન ચલાવતી હતી. ફોટો ક્રેડિટઃscmp.com

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Corona’s 17th disease in more than 2 million years in a thousand years

Related posts

રાજ્યની 11,554 હોસ્પિટલમાંથી 96.98 ટકા પાસે ફાયર NOC નથી, અમદાવાદમાં 95.45 ટકા હોસ્પિટલ NOC વિના ચાલે છે

Amreli Live

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

UC વેબ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપઃ જેક મા- અલીબાબાને કોર્ટની નોટિસ, રાજસ્થાનના રાજકારણમાં સૌની નજર રાજ્યપાલ-SC પર

Amreli Live

ગુજરાતમાં ‘વુહાન વાઈરસ’થી વધુ મોત, અત્યાર સુધી 152 મોત, દેશમાં બીજા નંબરે

Amreli Live

15.35 લાખ કેસઃ બિહારમાં લોકડાઉન 16 દિવસ વધારાયું, 1લી ઓગસ્ટથી લાગુ થશે

Amreli Live

શહેરમાં નવા 17 માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર, 32 વિસ્તાર મુક્ત, હાલમાં 236 માઈક્રો કન્ટેનમેન્ટ અમલમાં

Amreli Live

કિમ જોંગ ઉને કહ્યું- સતર્ક રહેજો નહિંતર ઘણું મોટુ સંકટ આવશે, નોર્થ કોરિયામાં એક પણ દર્દી નહીં, વિશ્વમાં અત્યારસુધી 1.10 કરોડ કેસ

Amreli Live

કુલ 3.85 લાખ કેસ:દિલ્હીમાં હોમ ક્વોરન્ટીનને બદલે દર્દીઓ 5 દિવસ ક્વોરન્ટીન સેન્ટરમાં રહેશે, મહારાષ્ટ્રમાં એક દિવસમાં વિક્રમી 3,827 કેસ આવ્યા

Amreli Live

34,901 કેસ, મૃત્યુઆંક-1,154: 4 હજારથી વધુ સંક્રમિતો સાથે ગુજરાત બીજા ક્રમે,દિલ્હી સાથે જોડાયેલી તમામ સરહદ સીલ

Amreli Live

રાજ્યના ગ્રીન ઝોનમાં એસટી બસોને 30 મુસાફરોના વહન સાથે છૂટ, ઓરેન્જ-ગ્રીનઝોનમાં હેર સલૂન અને ટી સ્ટોલ ખુલી શકશે

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં સાબરકાંઠાના CRPF જવાન સહિત 3 જવાન શહીદ , 2 ઘાયલ થયા

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ પર પુષ્પવર્ષા, વિધાનસભા પર વાયુસેનાના લડાકુ વિમાન ફ્લાય પાસ્ટ કરશે

Amreli Live

જમાલપુર, ખાડિયા, દરિયાપુર શાહપુર સહિત 6 વિસ્તાર રેડ ઝોનમાં, બાકીના 42 ઓરેન્જ ઝોનમાં : AMC કમિશનર નહેરા

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

ગુજરાતમાં પ્રથમ રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીઓ પાસેથી કોઇ ચાર્જ ન લેવાનો નિર્ણય લીધો

Amreli Live

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

કોટ વિસ્તારમાં કર્ફ્યૂ, માત્ર મહિલાઓ બપોરે 1થી 4 દરમિયાન બહાર નીકળી શકશે, અતિઆવશ્યક સેવા માટે પાસ જરૂરી

Amreli Live

પહેલી વખત વીડિયો કોન્ફરન્સ દ્વારા વડાપ્રધાન મોદીએ મંત્રીમંડળ સાથે કેબિનેટ બેઠક કરી

Amreli Live

108માં ફરજ બજાવતી માતા ચેપ લાગવાના ડરે જોડિયાં સંતાનોને સ્પર્શ પણ કરી શકતી નથી

Amreli Live