26.8 C
Amreli
05/08/2020
કલેક્ટર ઓફિસ

196.2 મીમી સાથે 12 વર્ષ બાદ જૂન મહિનામાં સીઝનનો સૌથી સારો વરસાદ નોંધાયો

અમિત ભટ્ટાચાર્ય, ન્યૂ દિલ્હીઃ આ વખતે સમયસર ચોમાસું બેસી જતા અને ખૂબ જ ઝડપથી તે આગળ વધતાં છેલ્લા 12 વર્ષમાં ભારતમાં આ વર્ષે જૂન મહિનો સૌથી સારો રહ્યો હતો. એક તરફ જ્યાં ચારેય પ્રદેશોમાં વધારે વરસાદ નોંધાયો તો બીજી તરફ મધ્ય, પૂર્વ અને ઉત્તર-પૂર્વમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ખરીફ સીઝનની વાવણીના પ્રારંભિક આંકડા અત્યારસુધીમાં સારો વરસાદ પડ્યો હોવાનું દર્શાવે છે. 315.6 લાખ હેક્ટરમાં પહેલાથી જ ખેતી થઈ રહી છે, જે કૃષિ મંત્રાલયના 26 જૂનના આંકડા પ્રમાણે અઠવાડિયા માટે સામાન્ય કરતાં 68 ટકા વધારે છે. ચોખાની ખેતી 7.7 લાખ હેક્ટર વિસ્તારમાં થઈ હતી જે સામાન્ય કરતાં વધારે હતી. જ્યારે કઠોળ, તેલીબિયા અને કપાસમાં પણ નોંધપાત્ર રીતે વધુ વાવણી નોંધાઈ હતી.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, જૂન મહિના દરમિયાન ભારતમાં 196.2 મીમી વરસાદ નોંધાયો હતો, જે વર્ષ 2008 પછીનો સૌથી વધુ વરસાદ હતો, તે વખતે જૂનમાં 202 મીમી વરસાદ પડ્યો હતો. જૂનનો સામાન્ય વરસાદ હાલમાં 166.9 મીમી જેટલો છે. ચોમાસાના ચાર મહિનામાં જૂન પ્રથમ મહિનો છે અને આ મહિના દરમિયાન પડેલો વરસાદ દેશમાં ખરીફ પાકની વાવણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

આ વર્ષે જૂન મહિનામાં પડેલો વરસાદ પાછલા વર્ષના જૂનની સરખામણીમાં અલગ હતો, જે 33 ટકા ઓછા વરસાદ સાથે ખતમ થયો હતો અને છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં સૌથી સૂક્કો મહિનો હતો. તેમ છતાં, 1994 બાદથી 2019નું ચોમાસું સૌથી સારું રહ્યું હતું, જેમાં લાંબાગાળાના સરેરાશ કરતાં 10 ટકાથી વધુ વરસાદ પડ્યો હતો.

‘ભારતમાં આ જૂન મહિનામાં સારો અને એકસરખો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના 36 પેટા વિભાગોમાંથી માત્ર 6માં ઓછો વરસાદ નોંધાયો હતો’, તેમ IMDના હેડ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું.

ચોમાસાએ 12 દિવસ પહેલા એટલે કે 26મી જૂન સુધીમાં સમગ્ર દેશને આવરી લીધો હતો. સામાન્ય રીતે આમ 8 જુલાઈએ થતું હોય છે. મોહપાત્રાએ કહ્યું કે, 3 વેધર સિસ્ટમના કારણે આ વખતે વહેલું ચોમાસું બેસી ગયું છે.

‘સૌથી પહેલા મે મહિનાના અંતમાં અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી, જે પાછળથી નિસર્ગ વાવાઝોડામાં ફેરવાઈ હતી. જેના કારણે ચોમાસુ કેરળ બાદ મહારાષ્ટ્ર-ગુજરાતના દરિયાકાંઠે ધીમે-ધીમે આગળ વધ્યું હતું. ત્યારબાદ 12મી જૂને બંગાળની ખાડી પર લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ હતી અને મહિનાના ત્રીજા અઠવાડિયામાં દેશના બાકીના ભાગમાં પણ ચોમાસુ આગળ વધ્યું હતું’, તેમ મોહપાત્રાએ કહ્યું.

જો કે, મધ્ય ભારત જ્યાં સામાન્ય કરતાં 31 ટકા વધારે વરસાદ છે અને પૂર્વ તેમજ ઉત્તરપૂર્વીય ભાગમાં અત્યારસુધીમાં મેક્સિમમ વરસાદ નોંધાયો છે. પરંતુ દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં હજુ ચોમાસાની નોંધપાત્ર ગતિવિધિ જોવા મળી નથી.

‘ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસાની શરૂઆત નબળી હતી. ઉત્તર ભાગમાં 4 જુલાઈ પછી જ વરસાદ પડશે તેવી શક્યતા અમને લાગી રહી છે’, તેમ IMDના ચીફે કહ્યું.

અત્યારસુધીમાં સારા વરસાદના કારણે દેશભરમાં પાણીનો સંગ્રહ પણ સારો થયો છે. 26 જૂનના રોજ સરકારે જાહેર કરેલા આંકડા મુજબ 123 મહત્વપૂર્ણ જળાશયોમાં સરેરાશ પાણીનું સ્તર ગયા વર્ષના સ્તરના લગભગ 194 ટકા અને 10 વર્ષના સરેરાશના 171 ટકા જેટલું હતું.


Source: iamgujarat.com

Related posts

ચીનની દાદાગીરી રોકવા માટે અમેરિકા એશિયામાં લાવશે પોતાનું સૈન્ય

Amreli Live

કોરોનાઃ બિહારમાં 16થી 31 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું

Amreli Live

કંપની લોન્ચ કરી રહી છે રેનૉ ડસ્ટર SUVનું સૌથી પાવરફુલ મોડલ, જાણો સ્પેસિફિકેશન્સ

Amreli Live

કોપરેલ તેલમાં આ એક વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ લાંબા અને મજબૂત થશે

Amreli Live

લોકડાઉનમાં 1.69 લાખ કરોડ એકત્ર કરી મુકેશ અંબાણીએ રિલાયન્સને દેવામુક્ત કરી

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં એક રાત બાકી, ભાજપ-કોંગ્રેસ બંનેમાં ઉચાટની સ્થિતિ કે કાલે શું થશે

Amreli Live

કોરોના અંગે દુનિયાને સૌથી પહેલા જણાવનાર વ્હિસલબ્લોઅર ડોક્ટરની પત્નીએ આપ્યો બાળકને જન્મ

Amreli Live

યુઝવેન્દ્ર ચહલે રજૂ કર્યું સુશાંત સિંહ રાજપૂતનું દર્દ, શેર કરી હચમચાવી દેનારી તસવીર

Amreli Live

એક્ટ્રેસ જિયા ખાનની મમ્મીનો રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ, કહ્યું ‘તે જાણતી હતી કે…’

Amreli Live

સાસરીમાં ટોઈલેટ ન હોવાને કારણે પિયર પાછી જતી રહી નવવધુઓ

Amreli Live

સુશાંતની આત્મહત્યા અને ટ્વિટર પ્રોફાઈલ તસવીર વચ્ચે છે કંઈક આવો સંબંધ!

Amreli Live

દેશનો નવો દુશ્મન ‘ncov2019@giv.in’, સરકારે આપી ચેતવણી

Amreli Live

B ગ્રેડ એક્ટ્રેસ વિવાદઃ કંગના રનૌતની ટીમે તાપસી પન્નુ પર કર્યો શાબ્દિક પ્રહાર

Amreli Live

15 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

શાહિદ આફ્રિદીએ જણાવ્યું, કોરોનાથી બચવા માટે શું-શું કર્યું

Amreli Live

બિગ બોસની આ કન્ટેસ્ટન્ટને મળી ગયો મનનો માણીગર, ટૂંક સમયમાં કરશે લગ્ન

Amreli Live

અમરેલીઃ હત્યાના ગુનામાં પકડાયેલા CAએ 52 સ્નેચિંગ કર્યા હોવાનું કબૂલ્યું

Amreli Live

સૌરાષ્ટ્રમાં આજે પણ અતિભારે વરસાદ, ખાંભલિયામાં 6 કલાકમાં 6 ઈંચથી વધુ ખાબક્યો

Amreli Live

શું હવે પેટ્રોલ અને CNGની હોમ ડિલિવરી થશે?

Amreli Live

કોરોના વાયરસની દવા રેમડેસિવીરની કાળાબજારી પર રોક લગાવવાનો આદેશ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતનું આટલું ધ્યાન રાખતી હતી એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે

Amreli Live