19.6 C
Amreli
03/12/2020
bhaskar-news

17.01 લાખ કેસઃકેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું-વાઈરસને કંટ્રોલ કરવા માટે તમામ રાજ્યોએ દિલ્હી મોડલ અપનાવવું જોઈએ,ત્યાં 84% રિકવરી રેટદેશમાં કોરોનાના 17 લાખ 1 હજારથી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે. તો આ તરફ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું કે, કોરોના વાઈરસ પર કાબૂ મેળવવા માટે દિલ્હી મોડલ અપનાવવું જોઈએ. તેમણે કહ્યું કે, હું તેલંગાણા સરકારને તપાસ, સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોની તપાસ કરવા અને સારવાર કરવા પર ફોકસ કરવાની માટે કહી રહ્યો છું. તેલંગાણામાં તપાસની સંખ્યા વધારવાની જરૂર છે. જેટલી વધુ તપાસ કરાશે એટલી ઝડપથી આ બિમારી પર કાબૂ મેળવી શકાશે. તમે જાણો છો દિલ્હીમાં સાજા થવાની ટકાવારી 84% છે. ત્યાં કોરોના માટે સારી કામગીરી થઈ છે.

શુક્રવારે દેશમાં સૌથી વધુ 10 હજાર 376 કેસ આ રાજ્યમાં આવ્યા હતા. ત્યારપછી મહારાષ્ટ્રમાં 10 હજાર 320 દર્દી સામે આવ્યા હતા. આ સાથે આંધ્રપ્રદેશ દેશનું ત્રીજું સૌથી વધુ સંક્રમિત રાજ્ય બની ગયું છે. આ પહેલા દિલ્હી ત્રીજા નંબરે હતું. અહીંયા 1 લાખ 40 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં જ 30 હજારથી વધુ દર્દી વધ્યા હતા.
દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો શનિવારે સવારે 16 લાખ 97 હજાર 54 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 57 હજાર 486 દર્દી વધ્યા છે. આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે.આ પહેલા ગુરુવારે સૌથી વધુ 54 હજાર 750 દર્દી મળ્યા હતા. આ આંકડા covid19india.org પ્રમાણે છે.

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે સવારે પોતાના આંકડા જાહેર કર્યા છે. જેના પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 57 હજાર 117 દર્દી વધ્યા છે.સાથે જ 764 લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 16 લાખ 95 હજાર થઈ ગઈ છે. જેમાંથી 5 લાખ 65 હજાર 103 એક્ટિવ કેસ છે. સાથે જ 10 લાખ 94 હજાર 374 લોકો સાજા થયા છે. અત્યાર સુધી દેશમાં 36 હજાર 511 લોકોના મોત થયા છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, 31 જુલાઈ સુધી દેશમાં 1 કરોડ 93 લાખ 58 હજાર 695 કોરોના ટેસ્ટ કરાયા છે. સાથે જ શુક્રવારે સૌથી વધુ 5 લાખ 25 હજાર 689 સેમ્પલની તપાસ કરાઈ છે.

દિલ્હીમાં આજે ફરીથી સીરો સર્વે શરૂ થશે
દિલ્હીમાં સીરો-સર્વેનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. આ સર્વે 1 થી 5 ઓગસ્ટ વચ્ચે ચાલશે. આ દરમિયાન ઉત્તર-પૂર્વ દિલ્હી સહિત ચાર જિલ્લામાં 15 હજાર સેમપ્લ લેવાશે. રાજ્ય સરકારે આ પહેલા સીરો સર્વે 27 જૂનથી 10 જુલાઈ સુધી કર્યો હતો. આ દરમિયાન 20 હજાર સેમ્પલ લેવાયા હતા.
સીરો સર્વે હેઠળ ખબર પડી શકે છે કે કેટલા લોકોમાં એન્ટીબોડી ડેવલપ થઈ રહ્યા છે. તેની ટકાવારી શું છે? કહેવાનો અર્થ છે કે જો કોઈ વ્યક્તિને કોરોના થાય છે. તેના અંદર કોઈ લક્ષણ જોવા મળતા નથી, તો આવા વ્યક્તિના શરીરમાં 5-7 દિવસની અંદર જાતે જ એન્ટીબોડી બનવાના શરૂ થઈ જાય છે, જે વાઈરસને શરીરમાં રહેવા દેતા નથી. જેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ રાજ્યના કોઈ પણ જિલ્લામાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય હવે કલેક્ટર નહીં કરી શકે. તેમણે જિલ્લામાં લોકડાઉન લાગુ કરાયા પહેલા સરકાર પાસેથી મંજૂરી લેવી પડશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે હવે કોઈ પણ જિલ્લામાં નવું લોકડાઉન લાગુ નહીં કરાય. જે જિલ્લામાં પહેલાથી લોકડાઉન છે અથવા રવિવારનું લોકડાઉન છે.તે લાગુ રહેશે.

ભોપાલમાં શનિવારે મેડિકલ સ્ટોર બંધ રહેશે. માત્ર હોસ્પિટલ અને નર્સિંગ હોમમાં આવેલી દવાની દુકાનો ખુલશે. આ સાથે જ રાજ્યમાં 1 થી 14 ઓગસ્ટ સુધી કિલ કોરોના અભિયાન પાર્ટ-2 શરૂ કરાશે. જેના માટે ‘સંકલ્પની ચેઈન જોડો, કોરોનાની ચેઈન તોડો’નારો આપવામાં આવ્યો છે.
રાજસ્થાનઃ રાજ્યમાં સતત 7માં દિવસે એક હજારથી વધુ નવા દર્દી સામે આવ્યા છે. શુક્રવારે 1147 કોરોના દર્દી મળ્યા. જયપુર અને બીકાનેરમાં 4-4, અજમેરમાં 3 અને બાડમેર-નાગૌરમાં એક-એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત થયું છે. અલવરમાં કલેક્ટર કચેરીમાં કોરોના કંટ્રોલ રૂમમાં જ ચાર કર્મચારી પોઝિટિવ મળી આવ્યા છે. રાજગઢમાં CJM કોર્ટના 8 કર્મી રોગી મળ્યા હતા. સ્થાનિક તંત્રનો દાવો છે કે અલવરમાં 185 નવા દર્દી મળ્યા, જ્યારે રાજ્ય સ્તરની યાદીમાં 90 જ છે.

મહારાષ્ટ્રઃ શુક્રવારે રાજ્યમાં 10,320 નવા કેસ સામે આવ્યા છે. સાથે જ સંક્રમણના કારણે 265 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 4,22,118 થઈ ગયા છે. જેમાંથી 5,56,158 દર્દી સાજા થઈને ડિસચાર્જ થઈ ચુક્યા છે, જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 14,994 લોકોના મોત થયા છે.

બિહારઃ રાજ્યમાં શુક્રવારે રેકોર્ડ 2986 દર્દી મળ્યા છે. આનાથી સંક્રમિતોનો આંકડો 50 હજાર પાર થઈ ગયો છે. આ તરફ રાજ્યમાં કોરોના સંક્રમણની ટકાવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. જે 9.3% થઈ ગયો છે, જે રાષ્ટ્રીય સંક્રમણની ટકાવારી 8.70%થી વધુ છે. રાજ્યમાં અત્યાર સુધી 5 લાખ 48 હજાર 172 સેમ્પલની તપાસ થઈ ચુકી છે.

જુલાઈની વાત કરવામાં આવે તો આ મહિને 3 લાખ 27 હજાર 282 સેમ્પલની તપાસ થઈ છે અને 40,999 કેસ સામે આવ્યા છે. એટલે કે દરરોજ 8 સેમ્પલમાંથી એક સંક્રમિત મળી રહ્યું છે. સારી વાત તો એ છે કે એક સપ્તાહ પહેલા રાજ્યમાં જ્યાં રોજ 10 હજાર સેમ્પલની તપાસ થઈ રહી હતી, તે હવે વધીને 22 હજારે પહોંચી ગઈ છે.

ઉત્તરપ્રદેશઃ રાજ્યમાં અત્યાર સુધી 23 લાખ 25 હજારથી વધુ ટેસ્ટ કરાયા છે. અત્યાર સુધી 40 હજાર 823 વિસ્તારમાં 1 કરોડ 47 લાખ 08 હજાર 791 ઘરોનો સર્વે કરાયો છે. જેમાં 7 કરોડ 44 લાખ 89 હજાર 777 લોકો રહે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


આ તસવીર દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલની છે. અહીંયા શુક્રવારે એક હજાર સેમ્પલ લેવાયા હતા.

Related posts

વડોદરામાં 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવારની સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી, હિન્દુ બહેન 2 મુસ્લિમ ભાઇને રાખડી બાંધે છે

Amreli Live

કોરોના વોરિયર્સ માતા-પિતાની દીકરીએ CBSE ધો. 10માં 91 ટકા મેળવ્યા, મેથ્સમાં 100માંથી 100, IAS બનવાનું સપનું

Amreli Live

છેલ્લા એક મહિનામાં ચીનમાં એકપણ મોત નહીં; ન્યૂઝીલેન્ડમાં ત્રણ દિવસ બાદ નવો કેસ નોંધાયો

Amreli Live

AMCના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખને કોરોના, ગ્યાસુદ્દીન-શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં 7ના મોત, નવા 176 કેસ , 143 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 1272

Amreli Live

શહેરમાં નવા 152 કેસ સાથે કુલ 1652 પોઝિટિવ કેસ, કુલ 69 લોકોના મોત, સવારે 6 વાગ્યાથી કર્ફ્યૂ પૂર્ણ

Amreli Live

મોદીએ કહ્યું- કોરોનાએ પ્રોફેશનલ જીવન બદલી નાખ્યું; ઘર ઓફિસ અને ઇન્ટરનેટ મીટિંગ રૂમ છે, હું પણ બદલાવને અપનાવી રહ્યો છું

Amreli Live

ડાયમંડ ઉદ્યોગ ફરી સાવચેતી સાથે શરૂ કરાશે, ટેક્સટાઈલ માર્કેટ બંધ નહીં કરાય

Amreli Live

CM કેજરીવાલની તબિયત ખરાબ- તાવ-ગળામાં ઈન્ફેક્શન, પોતાને આઈસોલેટ કર્યા; હવે કોરોના ટેસ્ટ કરાશે

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 2 લાખ મોતઃ પાકિસ્તાનમાં ડોક્ટરો ભૂખ હડતાળ પર બેઠાં, બ્રિટનમાં મોતનો આંકડો 20 હજારને પાર

Amreli Live

દેશમાં 10.40 લાખ કેસ,ICMRએ રાજ્યોને કહ્યું-તમામ જિલ્લામાં રેપિડ એન્ટીજન ટેસ્ટીંગ વધારવામાં આવે

Amreli Live

આજે નવા 45 કેસ નોંધાયા જેમાંથી 31 એકલા અમદાવાદમાં, રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દી 623 થયા, 24 કલાકમાં 1996 ટેસ્ટ કરાયા

Amreli Live

જંગલેશ્વરની એક જ શેરીમાં આજે 5 સહિત 24 કલાકમાં 7 અને ભાવનગરમાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાયા

Amreli Live

કંઈક કરો નહીં તો હું અહીં જ મરી જઈશઃ કહેનાર રત્નકલાકારનું સ્મીમેરમાં કોરોનાથી મોત

Amreli Live

અત્યાર સુધી 6276 કેસ- કુલ 206 મોત; મહારાષ્ટ્રમાં 162 નવા દર્દી મળ્યા, દિલ્હીમાં 2 મહિલા ડોક્ટરને મારનાર આરોપીની ધરપકડ

Amreli Live

775 કેસ સામેથી શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમિત થતા બચાવ્યાઃ AMC કમિ.નેહરા

Amreli Live

આ છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટુ વિરોધ પ્રદર્શન, 2013-19 વચ્ચે પોલીસ હિંસામાં 7666 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમાંથી 24% અશ્વેત

Amreli Live

અત્યારસુધી 21784 કેસ: ઔરંગાબાદમાં સંક્રમિત માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો, 5 દિવસ બાદ વીડિયો કોલ દ્વારા પહેલી વખત નિહાળ્યો

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live