દેવગુરુ બૃહસ્પતિના અસ્ત થવાથી આ 7 રાશિઓ પર થશે ખરાબ અસર, જાણો તમારી રાશિ તો તેમાં નથી ને.
17 જાન્યુઆરીના રોજ દેવગુરુ બૃહસ્પતી મકર રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. આ દિવસે બૃહસ્પતી સાંજે 5 વાગીને 52 મિનીટ ઉપર ગુરુ અસર થશે અને 14 સુધી તે અવસ્થામાં રહેશે. ગુરુના અસ્ત થવાથી લગ્ન જેવા શુભ કાર્ય નહી થઇ શકે. ગુરુના અસ્ત થવાની અસર તમામ રાશીઓ ઉપર પણ જોવા મળી શકશે. જાણો તમામ રાશીઓ ઉપરની અસર.
મેષ રાશી
આ સમયગાળો તમારા માટે વધુ અનુકુળ નહિ રહે. અનૈતિક કાર્યોથી દુર રહો, નહિ તો સમાજમાં તમારું માન સન્માન ઘટી શકે છે. કાર્યક્ષેત્રમાં પડકારો ઉભા થઇ શકે છે. એટલા માટે થોડા સતર્ક રહીને કાર્ય કરો. આર્થિક તંગીનો સામનો કરવો પડશે.
વૃષ રાશી
આ સમયગાળામાં ભાગ્યના ભરોસે ન બેસો, પરંતુ તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખો. આ સમજણપૂર્વક નિર્ણય લેશો તો તકલીફો માંથી બચી શકો છો. આવકમાં ઘટાડો થઇ શકે છે. લગ્નજીવનમાં તકલીફો આવી શકે છે.
મિથુન રાશી
તમારે આ સમયે આર્થિક લેવડ દેવડમાં સાવચેતી રાખવાની જરૂર રહેશે. તમારા ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો. કોઈ મોટો આર્થિક નિર્ણય લેવાથી દુર રહો. જો મકાન વાહન ખરીદવાનો વિચાર છે તો હાલ માટે તે ટાળવું સારું રહેશે.
કર્ક રાશી
આ સમયગાળામાં તમારા ખર્ચા વધી શકે છે. અંગત જીવનમાં સંબંધોનું ધ્યાન રાખો નહિ તો સંબંધોમાં મુશ્કેલી પડી શકે છે. અને જે લોકોના કૌટુંબિક સંબંધ પહેલાથી જ ખરાબ ચાલી રહ્યા છે તેમાં સતર્ક રહીને કામ કરવાની જરૂર છે.
સિંહ રાશી
તમારા કાર્યક્ષેત્રમાં નવી તકો મળી શકે છે. ધ્યાન રાખો રિસ્ક લઈને કામ કરવાની હાલમાં કોઈ જરૂર નથી. જે વસ્તુ જેમ ચાલી રહી છે, તે રીતે જ આગળ વધારો. તે દરમિયાન નાના મોટા પ્રવાસના યોગ ઉભા થશે પરંતુ સાવચેતી જરૂરી છે.
કન્યા રાશી
તમારે સફળતા મેળવવા માટે થોડી રાહ જોવી પડશે. ધીરજથી કામ લેવું પડશે. જો તમારે ક્યાંકથી પૈસા આવવાના છે તો કોઈ કારણસર અટકી શકે છે કે વિલંબ થઇ શકે છે. તમારા આરોગ્યનું ધ્યાન રાખો. ખાસ કરીને વાહન સાવચેતી પૂર્વક ચલાવો.
તુલા રાશી
આર્થિક યોજના બનાવતી વખતે ફરી વખત વિચાર જરૂર કરો. કાર્યની ગતિ થોડી ધીમી રહેશે. તમારા આરોગ્યને લઈને સાવચેતી રાખો. યોજનાબદ્ધ રીતે કામ કરવામાં તમે મુશ્કેલી અનુભવશો.
વૃશ્ચિક રાશી
આ સમયગાળામાં તમારે તમારી ખામીઓ ઉપર વિચાર કરવાની તક મળશે. પરણિત જીવનમાં તકલીફો આવી શકે છે. જીવનસાથીનું આરોગ્ય બગડી શકે છે. ભાગીદારીથી કામમાં પારદર્શિતા રાખવાની જરૂર છે.
ધનું રાશી
સામાજિક જીવનમાં સાવચેતી પૂર્વક રહેવાની જરૂર છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર પડશે. કાર્યક્ષેત્રમાં શત્રુ પક્ષને હળવાશથી લેવાની ભૂલ ન કરો નુકશાન વેઠવું પડશે.
મકર રાશી
આ સમયગાળામાં સાવચેતીથી કાર્ય કરવાની જરૂર રહેશે. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓની ઈચ્છા મુજબ પરિણામ માટે વધુ મહેનત પણ કરવી પડશે. પ્રેમ પ્રસંગોમાં ઉતાર ચડાવની સંભાવના છે. તમારા સ્વભાવમાં પરિવર્તન આવી શકે છે.
કુંભ રાશી
આ સમયગાળામાં બીનજરૂરી ખર્ચા પણ વધશે. કોઈ વાતને લઈને મનમાં શંકા પણ રહી શકે છે. સારું રહેશે કે કોઈ પોતાનાની સલાહ લઇ લો. જેથી તકલીફથી બચી શકો. મકાન, વાહન અને પ્રોપર્ટીમાં રોકાણ સાવચેતી પૂર્વક કરવાની સલાહ છે.
મીન રાશી
તમારી ઉપર આળસ છવાઈ શકે છે. પરાક્રમમાં ઘટાડો થશે. સ્પર્ધાત્મક પરીક્ષાનો સામનો કરતી વખતે આત્મવિશ્વાસમાં ઘટાડાનો અનુભવ થશે. પરંતુ તે વખતે ધીરજ જાળવી રાખો. પ્રિયજન કોઈ વાતને લઈને તેની નારાજગી વ્યક્ત કરી શકે છે.
આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com