24.1 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

17 ઓક્ટોબરે સૂર્ય આવી રહ્યો છે તુલા રાશિમાં, જાણો બધા રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ

સૂર્યના રાશિ પરિવર્તનના કારણે દરેક રાશિઓ પર પડશે અસર, આ રાશિઓ રહશે વિશેષ કૃપા. ફલિત જ્યોતિષમાં આત્મા, યશ અને રાજસત્તાના કારક ગ્રહ ભગવાન સૂર્ય 11 મહિના પછી 17 ઓક્ટોબરની સવારે 7 વાગીને 3 મીનીટે પોતાની નીચે સંજ્ઞક રાશી તુલામાં પ્રવેશ કરી રહ્યા છે. આ રાશી ઉપર તે 19 નવેમ્બરની સવારે 6 વાગીને 55 મિનીટ સુધી ભ્રમણ કરશે, ત્યાર પછી વૃશ્ચિક રાશીમાં પ્રવેશ કરી જશે.

કોઈ પણ ગ્રહ જો તે લોકોનું જન્મકુંડળી અથવા ભ્રમણમાં પિતાની નીચેની સંજ્ઞક રાશિમાં રહે છે, તો શુભ અશુભ બંને પ્રકારના ફળ આપે છે એટલા માટે નીચેની સંજ્ઞક રાશિમાં બેઠેલા આ ભ્રમણ કરનારા ગ્રહના ફલાદેશ ઘણું ઊંડાણ પૂર્વક કરવો જોઈએ. સિંહ રાશિના સ્વામી સૂર્ય મેષ રાશિમાં ઉપરની રાશીગત અને તુલા રાશિમાં નીચેની રાશીગત સંજ્ઞક માનવામાં આવે છે. તેની નીચેની રાશિમાં પ્રવેશની તમામ 12 રાશીઓ ઉપર કેવી અસર પડશે તેની જ્યોતિષ મુજબ વિશ્લેષણ કરે છે.

મેષ રાશી – રાશિના સાતમાં ગૃહમાં સૂર્ય નીચેની રાશીગત થઈને ભ્રમણ કરવું દાંપત્ય જીવનમાં કંઈક કડવાશ લાવી શકે છે. પતિ પત્નીમાંથી કોઈનું આરોગ્ય પણ ખરાબ થઇ શકે છે એટલા માટે સાવચેતી રાખવાની જરૂર છે. દાંપત્ય જીવનમાં પણ કડવાશ ન આવવા દો, ઝગડા વિવાદથી દુર રહો તો સારું રહેશે. લગ્ન સાથે જોડાયેલી વાતોમાં થોડો વિલંબ થઇ શકે છે. રોજીંદા વેપારીઓ માટે સમય અપેક્ષા કરતા અનુકુળ રહેશે. તેની ઉચ્ચ દર્શિત તમારી રાશી ઉપર પડી રહી છે એટલા માટે માન-સન્માનની વૃદ્ધિ થશે. સામાજિક પ્રતિષ્ઠા પણ વધશે. શારીરિક પીડા પણ વધી શકે છે, શરીરમાં કેલ્શિયમની ખામી ન આવવા દો.

વૃષભ રાશી – રાશીના છઠ્ઠા શત્રુભાવમાં સૂર્યનું ભ્રમણ તમારા માટે ઘણી રીતે કોઈ વરદાનથી ઓછું નથી. દુશ્મનો પાછા પડશે. કોર્ટ કચેરીની બાબતમાં પણ નિર્ણય તમારા પક્ષમાં આવવાના સંકેત. રોજગારની દિશામાં કરવામાં આવેલા તમામ પ્રયત્નો સાર્થક રહેશે. આરોગ્ય પ્રત્યે ચિંતનશીલ રહો, પેટ સંબંધી બીમારીઓનો સામનો કરવો પડશે, આ સમયગાળામાં કોઈ પણ પ્રકારનું દેવું કે લેવડ-દેવડથી દુર રહેવું. તેની બારમાં ગૃહ ઉપર દ્રષ્ટિની અસર સ્વરૂપ વધુ ખર્ચ થશે. કોઈ મિત્ર અથવા સંબંધી દ્વારા શુભ સમાચારની પ્રાપ્તિના યોગ. વિદેશી કંપનીઓમાં સર્વિસ માટે અરજી કરવી સફળતા અપાવશે.

મિથુન રાશી – રાશિના પાંચમાં ગૃહમાં નીચેની રાશીગત સૂર્યનું ભ્રમણ કરવું તમારા માટે સંતાન સંબંધી ચિંતા વધી શકે છે. સંશોધનના કામમાં રૂચી વધશે. વિદ્યાર્થીઓ અથવા સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા વાળા વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્તિ માટે સખત પ્રયત્નો કરવા પડશે. પ્રેમ સંબંધી બાબતોમાં પણ ઉદાસીનતા રહેશે એટલા માટે તમારા વેપાર-ધંધા પ્રત્યે વધુ ધ્યાન આપો. તેમની ઉચ્ચ દ્રષ્ટિ તમારા લાભ ગૃહ ઉપર પડી રહી છે, જેના લીધે આવકના સાધન વધશે. ઘણા દીવસો પહેલા આપવામાં આવેલું ધન પણ પાછુ મળવાના સંકેત. કુટુંબના વડીલ સભ્યોનો સહકાર મળશે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધ બગડવા ન દો.

કર્ક રાશી – રાશિના ચોથા ગૃહમાં નીચેની રાશીગત સૂર્યનું ભ્રમણ કરવું તમારા માટે કૌટુંબિક કલેશ અને માનસિક તણાવનું કારણ બનશે, એટલા માટે કુટુંબમાં ભાગલાવાદની સ્થિતિ ઉભી ન થવા દો. પ્રવાસ સાવચેતી પૂર્વક કરો, સામાન ચોરી થવાથી બચાવો. માતા પિતાના આરોગ્ય પ્રત્યે પણ કાળજી રાખો. મિત્રો અથવા સંબંધીઓને ઉછીતા આપેલા પૈસા પાછા નહિ મળે. તેની દશમગૃહ ઉપર ઉચ્ચદ્રષ્ટિના ભાવ સ્વરૂપ શાસન સત્તાનું પૂર્ણ સુખ મળશે. સામાજિક માન સન્માન અને મોભો વધશે. નોકરીમાં પણ બઢતી અને નવા પ્રોજેક્ટની પ્રાપ્તિના યોગ.

સિંહ રાશી – રાશિના પરાક્રમ ગૃહમાં નીચેની રાશીગત સૂર્યનું ભ્રમણ કરવું તમારા માટે વધુ સાહસી અને ઉર્જાવાન બનાવશે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય અને કરવામાં આવેલા કામની પ્રસંશા પણ થશે. ભાઈઓ સાથે મતભેદ વધશે અને આરોગ્ય ઉપર પણ વિપરીત અસર પડશે. મકાન વાહન ખરીદવાના સંકલ્પ પણ પુરા થઇ શકે છે. સૂર્યની ઉચ્ચ દ્રષ્ટિ તમારા ભાગ્ય ભાવ ઉપર પડી રહી છે જેના કારણે ધર્મ કર્મની બાબતમાં આગળ વધીને ભાગ લેશો અને દાન પુણ્ય પણ કરશો. વિદેશી કંપનીઓમાં સર્વિસ માટે અરજી કરવી અથવા વિદેશી નાગરિકતા માટે પ્રયત્ન કરવા સફળ રહેશે.

કન્યા રાશી – રાશિના ધનગૃહમાં નીચેની રાશીગત સૂર્યનું ભ્રમણ કરવું આધ્યાત્મિક પ્રગતી આપશે. મંત્ર સાધના પ્રત્યે રૂચી વધશે. કૌટુંબિક ઝગડાને કારણે માનસિક અશાંતિનો સામનો પણ કરવો પડશે. મકાન ખરીદવાના યોગ સારા છે લાભ ઉઠાવો. તમારા પક્ષમાં કોઈ મોટા ઇનામની જાહેરાત પણ થઇ શકે છે. આરોગ્ય સુધારવા જમણી આંખ, પેટ સંબંધી વિકાર, અગ્નિ, ઝેર, અને દવાઓના રીએક્શનથી બચો. તેની ઉચ્ચદ્રષ્ટિ તમારા આઠમાં ગૃહ ઉપર પડી રહી છે જે ખાસ કરીને માન સન્માન અપાવશે. કાર્યક્ષેત્રમાં ષડયંત્રનો ભોગ થવાથી સાવચેત રહો. કોર્ટ ક્ચેતીની બાબત પણ તમે અંદરોઅંદર ઉકેલશો.

તુલા રાશી – તમારી રાશીમાં સૂર્યનો પ્રવેશ ઘણો મિશ્ર પરિણામ વાળો સિદ્ધ થશે. ષડ્યંત્રકારી અને નીચા દેખાતા લોકો તો સક્રિય થઇ જશે. હ્રદય રોગથી સાવચેત રહેવું પડશે. તેની ઉચ્ચદ્રષ્ટિ સાતમાં ગૃહ ઉપર પડી રહી છે, પ્રભાવ સ્વરૂપ દાંપત્ય જીવનમાં થોડી કડવાશ આવી શકે છે, તમારી જિદ્દ અને આવેશ ઉપર નિયંત્રણ રાખીને કામ કરશો તો સમસ્યાઓ આપોઆપ જ હલ થઇ જશે. લગ્ન સંબંધિત વાતોમાં પણ થોડો વિલંબ થઇ શકે છે પરંતુ તે વધુ સમય સુધી નહિ રહે. કેન્દ્ર અથવા રાજ્ય સરકાર સાથે જોડાયેલા વિભાગોમાં કામ ઉકેલાઈ જશે. ઉપરી અધિકારીઓ સાથે સંબંધ બગડવા ન દો.

વૃશ્ચિક રાશી – રાશિના બારમાં ગૃહમાં સૂર્યનું ભ્રમણ ઘણી રીતે સારા પરિણામ અપાવી શકે છે. વિદેશી કંપનીઓમાં સર્વિસ માટે અરજી અથવા વિદેશી નગરિકતા માટે પ્રયત્ન કરવો હોય તો ભ્રમણ અનુકુળ રહેશે. પીડાદાયક પ્રવાસ પણ કરવો પડશે. બની શકે ત્યાં સુધી ઝગડા વિવાદથી દુર રહો. કોર્ટ કચેરીની બાબત પણ બહારથી ઉકેલવો સારું રહેશે. માતા પિતાના આરોગ્ય પ્રત્યે પણ ચિંતાતુર રહો. તેની શત્રુ ગૃહ ઉપર દ્રષ્ટિથી ગ્રહ ભ્રમણ અનુકુળ રહેશે. ઋણ વગેરે લેવા માંગે તો સફળ રહેશે.

ધનુ રાશી – રાશિના લાભ ગૃહમાં સૂર્યનું ભ્રમણ તમારા માટે કામ ધંધાની દ્રષ્ટિએ કોઈ વરદાનથી ઓછું નથી. કોઈ પણ પ્રકારના મોટામાં મોટા કામ શરુ કરવા માગો અથવા નિર્ણય લેવા માગો કે નવા પ્રોજેક્ટ ઉપર હસ્તાક્ષર કરવા માગો તો પરિણામ સુખદ રહેશે. તમારી ઉર્જા શક્તિનો પૂર્ણ ઉપયોગ કરો અને જિદ્દ અને આવેશ ઉપર નિયંત્રણ રાખો. કુટુંબના વડીલ સભ્યો અને ભાઈઓ સાથે મતભેદ ન ઉભા થવા દો. સૂર્યના સંતાન ગૃહ ઉપર ઉચ્ચ દ્રષ્ટિને કારણે સંતાન સંબંધી ચિંતા માંથી મુક્તિ મળશે. નવ દંપત્તિ માટે સંતાન પ્રાપ્તિ અને પાદુર્ભાવના પણ યોગ ઉભા થશે. રોમાન્સમાં સમય પ્રતિકુળ રહેશે.

makar rashi

મકર રાશી – કર્મભાવમાં નીચેની રાશીગત સૂર્યનું ભ્રમણ શાસન સત્તા અને ઉપરી અધિકારીઓ સાથે સંબંધોમાં કડવાશ લાવી શકે છે આ ભ્રમણ તમારું સ્થાન પરિવર્તન પણ કરી સકે છે. તમારા આયોજન ગુપ્ત રાખીને કામ કરશો તો સફળતાની સંભાવના વધુ રહેશે. તમારા હોદ્દામાં વૃદ્ધી થશે. માતા પિતા માંથી કોઈનું આરોગ્ય ખરાબ થઇ શકે છે. સરકારી સર્વિસ માટે અરજી કરવાની દ્રષ્ટિએ સમય અનુકુળ છે. તેની ઉચ્ચદ્રષ્ટિ તમારા સુખ ગૃહ ઉપર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપે કોઈને કોઈ કારણોસર કૌટુંબિક ઝગડા અને માનસિક અશાંતિનો સામનો કરવો પડશે.

કુંભ રાશી – રાશીમાં ભાગ્ય ગૃહમાં સૂર્યનું ભ્રમણ મિશ્ર ફળ આપવા વાળો સિદ્ધ થશે, ધર્મ કર્મની બાબતમાં થોડી અરુચિ વધશે. ક્યાંકને ક્યાંક કામમાં અડચણથી તમે ઉદાસ થતા જોવા મળશો. પરંતુ તે વધુ સમય માટે નહિ રહે. તમને તમારા જ લોકો નીચા દેખાડવા માટે ષડ્યંત્ર કરતા રહેશે સાવચેત રહો. પ્રવાસના લાભ મળશે, વિદેશી નાગરિકતા માટે અરજી કરવી છે તો સમય અનુકુળ છે. તેમની ઉચ્ચ દ્રષ્ટિ તમારા પરાક્રમ ગૃહ ઉપર પડી રહી છે. જેના કારણે તમારા કઠોર પરિશ્રમની વિષમ પરિસ્થિતિઓ ઉપર વિજય પ્રાપ્ત કરી લેશો, ભાઈઓ સાથે મતભેદ ન ઉભા થવા દો.

મીન રાશી – રાશીમાં આઠમાં ગૃહમાં સૂર્યનું ભ્રમણ તમારા માટે આરોગ્યની દ્રષ્ટિએ તો સારું નથી કહી શકાતું. ઝગડા વિવાદથી પણ દુર રહો. સારું રહેશે કે કામ પુરા કરો અને સીધા ઘરે આવો. આરોગ્યની દ્રષ્ટિએ અગ્નિ, ઝેર અને દવાઓના રીએક્શનથી સાવચેત રહો. લેવડ-દેવડની બાબતમાં પણ સર્તકતા રાખો નહિ તો આપેલું ધન પાછુ મળવાના શંકા રહેશે. તેની ઉચ્ચદ્રષ્ટિ ધનગૃહ ઉપર પડી રહી છે. જેના કારણે જમીન સંપત્તિ સાથે જોડાયેલા કામ ઉકેલાઈ જશે. મોંઘી વસ્તુની પસંદગી પણ કરશો. કુટુંબમાં ભાગલાવાદની સ્થિતિ ઉભી થાય તો ગ્રહયોગ સમજીને વધવા ન દો.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

અનુષ્કા શર્માની આ ડ્રેસની કિંમતમાં તમે કેટલા ડ્રેસ લઇ શકો છો.

Amreli Live

કહાની માતા રાણીની : અહંકારથી ચૂર થઇ ગયા હતા દેવતા, માં દુર્ગાએ આવી રીતે તોડ્યો બધા નો ઘમંડ

Amreli Live

પારદર્શક ડ્રેસ પહેરીને કર્યો કોરોના દર્દીનો ઈલાજ, હવે બની ન્યુઝ એંકર.

Amreli Live

પિતૃઓની મોક્ષની પ્રાપ્તિ માટે જરૂરી છે ઇન્દિરા એકાદશી વ્રત, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Amreli Live

સોમવારથી રવિવાર સુધી દરેક દિવસની અસર હોય છે શુભ કે અશુભ, જાણો કયા દિવસે શું કરવું, શું ન કરવું

Amreli Live

જાણો ગણેશજીના અવતારો અને તેમણે કયા કયા અવતારમાં કયા કયા અસુરોને પરાજિત કર્યા હતા.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે રવિવાર, દૈનિક રાશિફળ દ્વારા જાણો કેવો રહેશે તમારો દિવસ.

Amreli Live

વિશાળ છે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને તેમનું રાજ્ય, નેપાળ પણ હતો ક્યારેક આપણો વિસ્તાર.

Amreli Live

આ રાશિના લોકોના ભાગ્યનો થશે ઉદય, આર્થિક લાભ થવાની શક્યતા છે, વાંચો રવિવારનું રાશિફળ.

Amreli Live

સ્વતંત્રતા દિવસ : રાષ્ટ્રપતિના રિસેપ્શનમાં બદલાવ, કોરોના પ્રોટોકોલ્સને કારણે રીસેપ્શનમાં કાપ.

Amreli Live

હરિયાણાના ગામમાં વિતાવ્યું શ્રી ગુરુ ગોવિંદ સિંહનું બાળપણ, જાણો શું છે લખનૌર સાહેબની ખાસિયતો

Amreli Live

પતિ અને પત્ની વચ્ચે નહીં થાય ચકમક, જાણો શું કહે છે ચાણક્ય નીતિ, દરેક વ્યક્તિએ વાંચવા જેવો આર્ટિકલ.

Amreli Live

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, સેનીટાઈઝનો વધુ ઉપયોગ બની શકે છે ભયંકર.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

ના જોઈતા તલ અને મસાથી છુટકારો મેળવવા માટે અપનાવો આ ઘરેલુ નુસખા.

Amreli Live

એક સમયે શરમાળ છોકરી હતી આ IPS અધિકારી, આજે આતંકવિરોધી અભિયાનનું કરી રહી છે નેતૃત્વ.

Amreli Live

‘બાલિકા વધુ’ ફેમ એક્ટ્રેસ અંજુમ ફારુકીના ઘરમાં ગુંજી કિલકારી, જાણો શું રાખ્યું દીકરીનું નામ

Amreli Live

વૃષભ અને ધનુ સહીત 4 રાશિવાળા માટે આવકના સારા અવસર છે, વાંચો શુક્રવારનું રાશિફળ.

Amreli Live

શિવ જ્યોતિર્લીંગ રહસ્ય જાણીને તમે પોતે ચોક્કી જશો અને ગર્વ અનુભવશો કે તમે હિંદુ છો.

Amreli Live

ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

Amreli Live

નાગ પંચમી પર 20 વર્ષ પછી બન્યો શિવ યોગ, આ 5 રાશિઓ થશે માલામાલ.

Amreli Live