આ છોકરી શૃંગાર કરીને દર શુક્રવારે બને છે દુલ્હન, કારણ એવું કે તમે પણ માથું ખંજવાળવા લાગશો. પાકિસ્તાનની રહેવાસી એક મહિલાને દુલ્હન બનવાનો એટલો શોખ છે, કે તે દર શુક્રવારના દિવસે દુલ્હન બની જાય છે. લાહોરના પંજાબ પ્રાંતની રહેવાસી હીરા જીશાન 42 વર્ષની છે. હીરા જીશાનના જણાવ્યા મુજબ તે છેલ્લા 16 વર્ષથી દર શુક્રવારે સોળ શૃંગાર કરી દુલ્હનની જેમ તૈયાર થાય છે. જયારે હીરા જીશાનને તેનું કારણ પૂછવામાં આવ્યું, તો તેમણે ઘણી જ દુઃખ ભરેલી સ્ટોરી સંભળાવી.
હીરા જીશાને જણાવ્યું કે, 16 વર્ષ પહેલા મારી માં ઘણી બીમાર થઇ ગઈ હતી, આથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. મારી માં ની ઈચ્છા હતી કે મારા નિકાહ થઇ જાય. તેવામાં જે વ્યક્તિએ મારી માં ને લોહીનું દાન કર્યું હતું, તેની સાથે મારા નિકાહ નક્કી કરી દેવામાં આવ્યા. પોતાની માં ની ખુશી માટે હીરાએ નિકાહ કરવાની હા કહી દીધી. ત્યાર બાદ હોસ્પિટલમાં જ હીરાના નિકાહ કરી દેવામાં આવ્યા, અને હીરાની વિદાય એક રીક્ષામાં કરવામાં આવી.
માં બીમાર હોવાને કારણે હીરા પોતાના લગ્નમાં શૃંગાર ન કરી શકી. અને તેના થોડા સમય પછી જ હીરાની માં નું મૃત્યુ થઇ ગયું. માં ના મૃત્યુથી હીરાને ઘણો આઘાત લાગ્યો અને હીરા અવસાદનો ભોગ બની ગઈ. તે દરમિયાન તે માં પણ બની. પરંતુ તેમના બે બાળકોના જન્મ થતા જ તે બાળકોના મૃત્યુ થઈ ગયા. તે બધું થવાને કારણે તેનો અવસાદ વધતો ગયો, અને તે અવસાદમાંથી બહાર આવવા માટે હીરાએ દર શુક્રવારના દિવસે દુલ્હનની જેમ તૈયાર થવાનું શરુ કરી દીધું. એમ કરવાથી તેનો અવસાદ દુર થઇ ગયો અને હવે તે તેના જીવનથી ઘણી જ ખુશ છે.
હીરાના જણાવ્યા મુજબ, દુલ્હન બનીને તેને ઘણી ખુશી મળે છે અને તેની એકલાતા દુર થઇ જાય છે. એટલા માટે તે છેલ્લા 16 વર્ષથી દર શુક્રવારે દુલ્હનની જેમ તૈયાર થાય છે. હીરાને કુલ ચાર બાળકો છે અને હીરાના પતિ લંડનમાં રહે છે. હીરા પોતાના બાળકો સાથે પાકિસ્તાનમાં રહે છે.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.
Source: gujaratilekh.com