27 C
Amreli
23/09/2020
bhaskar-news

14.31 લાખ સંક્રમિત, 82 હજારના મોત; 72 દિવસ પછી લોકડાઉન હટતા ચીનના વુહાનમાં ઉત્સવનો માહોલવિશ્વભરમાં કોરોનાના 14 લાખ 31 હજાર 706 કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 82 હજાર 80 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ બે હજાર 150 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈટાલી બાદ હવે અમેરિકામાં કોરોના ખરાબ સ્થિતિ સર્જી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમાંથી ન્યૂયોર્કમાં એક દિવસમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો છે, ન્યૂયોર્કમાં મૃત્યુદર 5489 થયો છે. અમેરિકામાં ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે અને 12 હજાર 854 લોકોએ જીવ ગુમાવ્યો છે.

72 દિવસ પછી લોકડાઉન હટતા વુહાનમાં ઉત્સવનો માહોલ

ડિસેમ્બરના અંતમાં ચીનના વુહાનથી કોરોના મહામારીની શરૂઆત થઈ હતી. કોરોનાના સંક્રમણને રોકવા માટે અહીં લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. કોરોના કાબૂમાં આવી જતા અહીં 72 દિવસ પછી લોકડાઉનને હટાવી દેવામાં આવ્યું છે. અધિકારીઓએ વુહાનમાંથીલોકોને બહાર જવાની પરવાનગી આપી છે. હવે આ શહેરના 1.1 કરોડ લોકો ઘરની બહાર નિકળી શકશે. આ અવરસે યાંગતેજ નદી ઉપર લાઈટ શો થયો. શહેરમાં ઉત્વસનો માહોલ છે. મોટી ઈમારતો અને પુલો ઉપર સ્વાસ્થ્ય કર્મચારીઓ દર્દીઓને લઈ જતા હોય તેવી ચિત્રો જોવા મળ્યા હતા. હુવાન માટે હીરોઈક સિટીના લખાણ પણ ઘણી જગ્યાએ જોવા મળ્યા હતા. 70થી વધારે દિવસોથી ઘરમાં બંધ લોકો બહાર નિકળતા પોતાની ખુશી વ્યક્ત નહતા કરી શકતા. ઘણી જગ્યાએ તો આખી બિલ્ડીંગને લોક કરી દેવાઈ હતી.ચીનના 81,802 કુલ કેસ નોંધાયા છે. જેમાં 50 હજાર માત્ર વુહાનમાં નોંધાયા છે. કુલ મૃત્યુઆંક 3331 છે, જેમા વુહાનમાં 2500થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. વુહાન વિસ્તારમાં 5.6 કરોડ લોકો રહે છે.

જર્મનીમાં પણ એક લાખ પોઝિટિવ કેસ
સ્પેનમાં 1.42 લાખ પોઝિટિવ કેસ અને 14 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.
ઈટાલીમાં એક લાખ 35 હજાર 586 પોઝિટિવ કેસ અને 17127 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ફ્રાન્સમાં એક લાખ નવ હજાર પોઝિટિવ કેસ અને 10328 લોકોએ જીવ ગુમાવ્યો છે. જર્મનીમાં પણ પોઝિટિવ કેસ એક લાખ સાત હજાર 663 પોઝિટિવ કેસ નોંધાયા છે અને બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

જર્મનીના બર્લિનમાં જેમની પાસે ઘર નથી તેવા લોકો માટે ભોજન તૈયાર કરતી મહિલાઓ. અહીં 22 માર્ચથી લોકડાઉન છે.

WHOને ધમકી આપ્યા બાદ ટ્રમ્પ ફરી ગયા

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલા જ આ મહામારીને લઈને ચેતવણી જાહેર કરવી જોઈએ. અમેરિકા આ સંસ્થાના ફંડિગને અટકાવી દેશે. WHO માત્ર ચીન કેન્દ્રિત છે. જોકે થોડીવાર પછી તેમણે કહ્યું કે હું આવું નહીં કરું. ટ્રમ્પે કહ્યું કે બ્રિટને અમારી પાસે 200 વેન્ટિલેટર્સ માંગ્યા છે. અમારી પાસે અત્યારે 8675 વેન્ટિલેટર છે અને આગામી થોડા દિવસોમાં તે 1.10 લાખ હશે. એમાથી અમુક વિદેશોમાં મોકલવામાં આવશે.

અમેરિકાના નેવી ચીફ થોમસ મોડલીએ રાજીનામુ આપી દીધુંછે. તેમની ઉપર એવો આરોપ છે કે મહામારીનો સામનો કરી રહેલા પોતાના ક્રૂ મેમ્બરોને મદદ કરવાની અપીલ કરનાર નેવીના અધિકારીઓ ઉપર તેઓએ કાર્યવાહી કરી હતી.

ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ ન્યૂયોર્કના ગવર્નરે ગેવિન ક્યૂમોએ મંગળવારે કહ્યું કે સોમવારે રાજ્યમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 10 હજાર નવા કેસ નોંધાયા છે. તેઓએ કહ્યું કે ન્યૂયોર્કના લોકો ભારે દુ:ખી છે. ન્યૂયોર્કમાં એક દિવસમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો છે, અહીં મૃત્યુદર 5489 થયો છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1.42 લાખ છે. જેમાં ન્યૂયોર્ક સિટીમાં 76 હજાર 876 કેસ નોંધાયા છે.

ટ્વિટરના સીઈઓએ 100 ડોલરનું દાન કર્યું
ટ્વિટરના સંસ્થાપક અને કાર્યકારી નિર્દેશક જેક ડોર્સીએ બુધવારે કહ્યું કે કોરોના વાઈરસ સામેની લડાઈમાં મેં 100 કરોડ ડોલરનું દાન આપવાની જાહેરાત કરી છે.

બ્રિટનના પીએમ બોરિસ જોનસનની તબીયત સ્થિર

લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પ્રધાનમંત્રી બોરિસ જોનસનની હાલત સ્થિર છે. તેમનું કામકાજ વિશનમંત્રી ડોમિનિક રોબ સંભાળી રહ્યા છે. બ્રિટનમાં એક દિવસમાં 786 લોકોએ જીવ ગુમાવ્યો છે. બ્રિટનમાં પોઝિટિવ કેસ 55 હજાર 242 અને મૃત્યુઆંક 6159 થયો છે.

બ્રિટનના વેલ્સમાં એમ્બુલન્સ સેવા એનએચએસ ટ્રસ્ટને મદદ કરવા માટે સૈનિકોને તાલિમ આપવામાં આવી રહી છે.

અપડેટ્સ
કોરોના વાઈરસના એપી સેન્ટર એવા ચીનના વુહાનમાં 72દિવસ બાદ લોકડાઉન સંપૂર્ણ પણે હટાવાયું છે.

યુદ્ધ જહાજ ઉપર કોરોના વાઈરસના સંક્રમણને રોકવામાં નિષ્ફળ ગયેલા અમેરિકાના નેવી ચિફે રાજીનામું આપ્યું છે.

રશિયાએ વિશ્વભરમાં ફસાયેલા તેના નાગરિકોને પરત લાવવા માટે યોજના બનાવી છે.

ન્યૂયોર્કમાં એક દિવસમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો છે, અહીં મૃત્યુદર 5489 થયો છે.

ચીનમાં કોરોનાના 62 કેસ નોંધાયા છે, જેમાં 52 વ્યક્તિ બહારથી આવી છે.

ચીનના વુહાનના તિયોન્હે ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મેડીકલ ટીમના સભ્યોએ ગ્રુપ ફોટો પડાવ્યો હતો.

કયા દેશમાં કોરોનાની શું સ્થિતિ છે તે જોઈએ : બે હજાર ઉપર મૃત્યુઆંકવાળા દેશની સંખ્યા 10 થઈ ગઈ છે.

દેશ કેસ મોત
અમેરિકા 4,00,335 12,841
સ્પેન 1,41,942 14,045
ઈટાલી 1,35,586 17,127
ફ્રાન્સ 1,09,069 10,328
જર્મની 1,07,663 2,016
ચીન 81,740 3,331
ઈરાન 62,589 3,872
બ્રિટન 55,242 6,159
તુર્કી 34,109 725
સ્વિત્ઝરલેન્ડ 22,253 821
બેલ્જિયમ 22,194 2,035
નેધરલેન્ડ 19,580 2,101
કેનેડા 17,897 381
બ્રાઝીલ 14,034 686
ઓસ્ટ્રિયા 12,639 243
પોર્ટુગલ 12,442 345
દક્ષિણ કોરિયા 10,331 192
ઈઝરાયલ 9,248 65
સ્વિડન 7,693 591
રશિયા 7,497 58
નોર્વે 6,086 89
ઓસ્ટ્રેલિયા 5,988 49
આયરલેન્ડ 5,709 210
ભારત 5,351 160

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને ફોટા ઉમેરવામાં આવી રહ્યા છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


વુહાનમાં સંપૂર્ણ પણે લોકડાઉન હટાવાયું, 72 દિવસ પછી લોકો ઘરની બહાર નિકળતા રડી પડ્યા


ફ્રાન્સની રાજધાની પેરિસ સ્થિત એફિલ ટાવર. દેશમાં 17 માર્ચથી લોકડાઉન છે, જે 14 એપ્રિલે પૂરું થશે.


કોરોના વાઈરસના એપી સેન્ટર એવા ચીનના વુહાનમાં 76 દિવસ બાદ લોકડાઉન સંપૂર્ણ પણે હટાવાયું છે.

Related posts

સૌરાષ્ટ્રમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું, રાજકોટ-ગોંડલમાં 4 ઈંચ, વીરપુર-ઉપલેટામાં 3 ઈંચ અને જસદણમાં 2 ઈંચ વરસાદ

Amreli Live

2500 વર્ષમાં પહેલીવાર ભગવાન મંદિરની બહાર નીકળ્યા પરંતુ ભક્તો નથી, ટૂંક સમયમાં નીકળશે રથયાત્રા

Amreli Live

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

પર્યાપ્ત ઊંઘ ન લેવાથી ઈમ્યુનિટી કમજોર થઈ જાય છે, વિટામિન-D અને C મહત્ત્વપૂર્ણ; જાણો કેવી રીતે તમે તમારી ઈમ્યુનિટીને વધારી શકો છો

Amreli Live

અત્યાર સુધી 6829 કેસ, 236 મોતઃ કોરોનાથી આસામમાં પહેલું મોત, આંધ્રપ્રદેશમાં પણ બે લોકોના મોત

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં PM 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

આવક વેરા વિભાગ તાત્કાલિક રીતે રૂપિયા 5 લાખ સુધીના ઈન્કમ ટેક્સ રિફંડ કરશે, 14 લાખ કરદાતાને લાભ મળશે

Amreli Live

19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 8 નવેમ્બરે ફાઇનલ; IPLના ચેરમેન બ્રિજેશ પટેલે જાહેરાત કરી

Amreli Live

જેમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ 25, ચીન મુદ્દે PMને પુછ્યુ- જવાનોને હથિયાર વગર કોણે મોકલ્યા;એકમાં લખ્યું- મારા કાર્યકર્તાઓ પર આંચ નહીં આવવા દઉં

Amreli Live

બંગાળમાં TMC ધારાસભ્યનું સંક્રમણથી નિધન, મહારાષ્ટ્રમાં શરદ પવારના 2 સુરક્ષા અધિકારી પોઝિટિવ; દેશમાં અત્યાર સુધી 26.49 લાખ કેસ

Amreli Live

25.57 લાખ કેસ, 1.78 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- અમેરિકામમાં 60 દિવસ સુધી ઈમિગ્રેશન ઉપર પ્રતિબંધ

Amreli Live

અત્યારસુધી 34.17 લાખ સંક્રમિત: સ્પેનમાં 7 અઠવાડિયા બાદ શરતો સાથે લોકડાઉનમાં રાહત, ઓનલાઇન ચેરિટી કોન્સર્ટમાં કોહલી સામેલ થશે

Amreli Live

શહેરમાં સવારથી ગેરેજ-પંચર,મોબાઈલ-સ્ટેશનરીની દુકાનો ખુલી, લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું- કોરોના સંકટને અવસર બનાવીને ભારત નિર્માણ કરવાનું છે, ક્વોલિટી વાળા સ્વદેશી ઉત્પાદો બનાવવા પર ભાર આપો

Amreli Live

અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

Amreli Live

રાજ્યમાં કોરોનાના કુલ કેસ 28,429 થયા, 20,521 સાજા થયા અને 1,711 મોતને ભેટ્યા

Amreli Live

ગડકરીએ કહ્યું- ચીન પ્રત્યે દુનિયાની નફરત ભારત માટે આર્થિક તક, ફાયદો ઉઠાવવો જોઈએ

Amreli Live

ધારીમાં અડધી કલાકમાં એક ઇંચ, પડધરીમાં પોણા બે ઇંચ, રાજુલા, ખાંભા, ગીરસોમનાથ પંથકમાં ધોધમાર, નદીઓમાં પૂર આવ્યા

Amreli Live

ચીની રેપિડ ટેસ્ટ કિટથી ખોટા પરિણામ આવતા પ્રતિબંધ, ભારતને મોકલેલી 5 લાખ કિટ પર સવાલ

Amreli Live