27.8 C
Amreli
18/09/2020
મસ્તીની મોજ

113 વર્ષ જુના ગ્લોગી જળ-વિદ્યુત પ્રોજેક્ટ માંથી આજે પણ ઉત્પન્ન થાય છે વીજળી, જાણો કેટલાક અન્ય રસપ્રદ તથ્યો.

ગ્લોગી જળ-વિદ્યુત પ્રોજેક્ટને 113 વર્ષ પુરા થઇ ચુક્યા છે, પરંતુ તેની ઉર્જા ઉત્પાદનની ક્ષમતામાં કોઈ ઘટાડો થયો નથી

ઉત્તરાખંડના ક્યારકુલી અને ભટ્ટા ગામની વચ્ચે આવેલા ગ્લોગી જળ-વિદ્યુત પ્રોજેક્ટને 113 વર્ષ પૂરા થઇ ગયા છે. પરંતુ તેની વીજ ઉત્પાદનની ક્ષમતામાં કોઈ ઘટાડો નથી આવ્યો.

દહેરાદૂન, સંતોષ તિવારી. ઉત્તરાખંડના ક્યારકુલી અને ભટ્ટા ગામની વચ્ચે આવેલા ગ્લોગી જળ-વિદ્યુત પ્રોજેક્ટને 113 વર્ષ પૂરા થઇ ગયા છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અહીંયાનાં મશીનો જૂના તો થઈ ગયા છે, પરંતુ તેમની વીજ ઉત્પાદન ક્ષમતામાં કોઈ ઘટાડો થયો નથી. ઉત્તરાખંડ જળ વિદ્યુત નિગમ લિમિટેડ હવે આ પ્રોજેક્ટની જાળવણી એક મોટી સંપત્તિની જેમ કરે છે. કારણ કે, આવતા વર્ષોમાં તેમાં સુધારા કરી પર્યટકો માટે પણ ખોલવામાં આવી શકે છે.

બ્રિટીશ સેનાના અધિકારી કેપ્ટન યંગ 1825 માં મસૂરી પહોંચનાર પ્રથમ બિન-ભારતીય હોવાનું કહેવાય છે. અહિયાંની સુંદરતા અને પ્રાકૃતિક દ્રષ્ટિકોણને લીધે વહેલી તકે આ વિસ્તાર બ્રિટીશ લોકોનું પ્રિય સ્થળ બની ગયું. 1901 સુધી અહીંયાની વસ્તી 6,461 હતી, જે ઉનાળાની ઋતુમાં 15,000 ઉપર પહોંચી જતી હતી. આ સમય દરમિયાન અહિયાં પીવાના પાણીની સમસ્યા થવા લાગી, તો બ્રિટિશરોએ વર્ષ 1890 માં આ જળ-વિદ્યુત પ્રોજેક્ટના નિર્માણ માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરી. ત્યાર પછી મસૂરી-દહેરાદૂન માર્ગ ઉપર ભટ્ટા ગામથી લગભગ ત્રણ કિલોમીટર દૂર ગ્લોગીમાં જળવિદ્યુત પ્રોજેક્ટ માટે જમીનની ચકાસણી કરવામાં આવી હતી. આ સ્થાન એટલા માટે પસંદ કરવામાં આવ્યું કારણ કે તે મસુરીથી નજીક હતું, જેથી પીવાના પાણીથી લઈને વીજળીની સપ્લાઈ સરળતાથી થઇ શકતી હતી.

સવા સાત લાખ રૂપિયાનો થયો હતો ખર્ચ

ઉત્તરાખંડ જળ વિદ્યુત નિગમ લિમિટેડના જનસંપર્ક અધિકારી વિમલ ડબરાલ જણાવે છે કે જૂના રેકોર્ડ મુજબ આ જળ વિદ્યુત યોજના અંગ્રેજ સરકાર સમક્ષ મંજૂરી માટે 1904 માં રજૂ કરવામાં આવી હતી. ત્યારે તેનો ખર્ચ 7 લાખ 29 હજાર 560 રૂપિયા આંકવામાં આવ્યો હતો. મે 1909 માં ગ્લોગી પાવર હાઉસે તેની સંપૂર્ણ ક્ષમતા પ્રમાણે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. 24 મે 1909 ના રોજ અમ્પાયર ડે નિમિત્તે ગ્લોગી પાવર હાઉસમાંથી ઉત્પન્ન થયેલી વીજળીથી પહેલી વખત મસુરીમાં ઇલેક્ટ્રિકના બલ્બ પ્રકાશિત થયા. આ પ્રોજેક્ટની જાળવણીની જવાબદારી ત્યારે મસુરી નગરપાલિકાને આપવામાં આવી હતી. જે ત્યારે ચાર આના પ્રતિ બીટીયુના દરે નાગરિકોને વીજળી પુરી પાડતા હતા.

કેટલાક અન્ય રસપ્રદ તથ્યો

1) ગ્લોગી પ્રોજેક્ટ પહેલા કૈમ્પ્ટી ફોલ નજીક બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી, પરંતુ ત્યારે તે વિસ્તાર ટિહરી રાજ્ય હેઠળ હતો. રાજાએ જમીન આપવાની ના પાડી હતી.

2) ઓક્ટોબર 1902 માં તત્કાલીન સૈનેટરી ઇજનેર મિસ્ટર એકમેને કૈમ્પ્ટી ફોલથી વીજળી ઉત્પાદન અને પાવર પંપ દ્વારા લંધોર સુધી પાણી પહોંચાડવાની ડબલ યોજના બનાવી હતી. તે સમયે આ પ્રોજેક્ટનો અંદાજીત ખર્ચ છ લાખ 50 હજાર રૂપિયા આંકવામાં આવ્યો હતો.

3) ગ્લોગી જળ-વિદ્યુત પ્રોજેક્ટની સ્થાપનાના વર્ષમાં બ્રિટીશરોએ દાર્જિલિંગ અને સિમલામાં પણ જળ વિદ્યુત ઉત્પાદનના એકમો સ્થાપિત કર્યા હતા.

4) ગ્લોગી જળ-વિદ્યુત પ્રોજેક્ટની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા સાડા ત્રણ મેગાવોટ છે. એક એક મેગાવોટના ત્રણ અને અડધા મેગાવોટના એક સહીત કુલ ચાર ટરબાઇન છે. જે દર વખતે પર્વતોમાંથી આવતા પાણીના પ્રવાહ માંથી પસાર થઇને વીજળી ઉત્પન્ન કરે છે.

5) જે સમયે મસૂરીમાં ઇલેક્ટ્રિક બલ્બનો વપરાસ શરુ થયો, તે સમયે દેશના પાટનગર દિલ્હીમાં પણ વીજળી ન હતી.

6) ગ્લોગી પાવર હાઉસના નિર્માણમાં 600 થી વધુ મજૂરોએ કામ કર્યું હતું. લંડનથી પાણીના જહાજો દ્વારા મશીનો ભારત લાવવામાં આવ્યા હતા.

7) બંદરોમાંથી મશીનોને રેલવે માર્ગે દહેરાદૂન, પછી ત્યાંથી બળદગાડા અને ખચ્ચરોથી ગ્લોગી બાંધકામ સ્થળ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

8) કૈન્ટ વિસ્તારમાંથી પસાર થઈ વીજાપુર કેનાલ આ ગોલ્ગી પ્રોજેક્ટમાંથી જ નીકળી છે.

આ ધરોહરને અમે સંપૂર્ણ કાળજીપૂર્વક ચલાવી રહ્યા છીએ

સંદિપ સિંઘલ (મેનેજિંગ ડાયરેક્ટર, યુજેવીએનએલ) કહે છે કે 110 વર્ષથી પણ વધુ જૂની આ ધરોહરને અમે સંપૂર્ણ જાળવણી સાથે ચલાવી રહ્યા છીએ. જે સમયે દિલ્હી, કલકત્તા જેવા શહેરોમાં વીજળી ન હતી, ત્યારે મસુરીમાં ઇલેક્ટ્રિક બલ્બ ઝગમગતા હતા. ગ્લોગિ વીજ પ્લાન્ટના ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને કાર્યકારી ઇજનેર સ્તરે અલગ એકમને આ પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

આંખ ઉપર પાટો બાંધીને બનાવે છે ગણેશ મૂર્તિ, 20 વર્ષમાં 4 લાખથી વધુ મૂર્તિઓ, 3 મિનિટમાં એક ગણેશ મૂર્તિ બનવવાનો છે રિકોર્ડ

Amreli Live

ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે ગ્રહોનો વિશેષ સંયોગ, આ 7 રાશિઓને થશે ફાયદો.

Amreli Live

શનિવારે આ 5 રાશિવાળા જરૂર રહો સાવધાન, ધનની લેવડ-દેવડમાં ના રાખો બેદરકારી

Amreli Live

સોનુ સૂદ ફરી મદદ માટે આગળ આવ્યા, 4 અનાથ બાળકોને આ કારણે સોનુ સૂદ દત્તક લેશે.

Amreli Live

આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યા છે પ્રગતિના યોગ, અચાનક મળશે ધનલાભ, દરેક ઈચ્છાઓ થશે પુરી.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

આ છે દેશના બેસ્ટ સાત ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત અને શું છે તેની ખાસિયત.

Amreli Live

કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

Amreli Live

જોક્સ : એક છોકરી પાણીપુરી ખાઈ રહી હતી, 15-20 પાણીપુરી ખાદ્યા પછી તેણે બોયફ્રેન્ડને પૂછ્યું… ડાર્લિંગ

Amreli Live

ઘરે બેઠા રાશન કાર્ડમાં આવી રીતે ઉમેરી શકો છો પરિવારના સભ્યનું નામ, જાણો રીત

Amreli Live

બેન્કમાંથી લોન ના મળવાથી વ્યાજખોરો પાસેથી 60% વ્યાજ ઉપર ખેતી માટે પૈસા લઇ રહ્યા છે ખેડૂત

Amreli Live

સ્પીતિ ખીણ સહિત વિશ્વના સૌથી ઊંચા મતદાન કેન્દ્ર વાળા ગામ ટશીગંગમાં ઘરે ઘરે પહોંચ્યુ પાણી.

Amreli Live

બોલીવુડના 8 સૌથી ચર્ચિત લવ ટ્રાયેંગલ, પાર્ટનર હોવા છતાં પણ આ હીરો-હિરોઈનનું બીજા પર દિલ આવ્યું.

Amreli Live

નસીબ જો ખરાબ હોય તો શ્રાવણમાં આ કોઈપણ એક શિવલિંગ લાવો ઘરે અને દરિદ્રતા થશે દૂર.

Amreli Live

1 જુલાઈથી MSME શરુ કરવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે, સરકારે જાહેર કરી સૂચના

Amreli Live

પત્ની નતાશા સ્ટેનકોવિચને ખુબ યાદ કરી રહ્યા છે હાર્દિક પંડ્યા, ફોટો શેયર કરી દેખાડ્યો પ્રેમ.

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

રવિવારનો દિવસ આ રાશિઓ માટે રહેશે શુભ, માન-સમ્માનમાં વૃદ્ધિ અને ધન લાભના સંકેત છે

Amreli Live

આ છે દુનિયાના સૌથી ખતરનાક રસ્તા, આમાંથી કેટલાક ભારતના પણ છે.

Amreli Live

Instagram એપમાં આવ્યો QR code ફીચર, આવી રીતે તૈયાર કરો પોતાનો QR code

Amreli Live