29 C
Amreli
22/09/2020
bhaskar-news

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયોકોરોના મહાસંકટને વકરાવવા માટે બદનામ થયેલ દિલ્હીની નિઝામુદ્દિન સ્થિત તબલીઘી જમાત અને તેના આમિર (મુખ્ય મૌલાના) સાદ કંધાલવી અત્યારે ભારે વિવાદાસ્પદ બન્યા છે. કોરોના સંકટ અને કલમ 144ની જાહેરાત છતાં તેમણે વગર પરવાનગીએ તબલીઘી જમાતમાં મરકઝ (ધાર્મિક મેળાવડો) યોજ્યો, જેમાં દેશ-વિદેશથી હજારો લોકો ઉમટ્યા. કોરોના સંબંધિત સઘન આરોગ્ય ચકાસણીની સુચના હોવા છતાં તેનું પાલન ન કર્યું અને લોકડાઉન પછી પણ પ્રશાસનને માહિતગાર ન કરવાની અક્ષમ્ય ભૂલ બદલ સાદ કંધાલવી હાલ સરકારના રડાર પર આવી ચૂક્યા છે.

ઉત્તરપ્રદેશના કંધાલનો દબદબો
દિલ્હીથી માત્ર 120 કિલોમીટર દૂર ઉત્તરપ્રદેશના શામલી નજીક કાંધલા નામનું નાનકડું ગામ છે. માંડ 500 ઘરની વસ્તી ધરાવતા આ કાંધલા ગામનું મહત્વ એ છે કે લગભગ એક સદીથી આ ગામ સમગ્ર ભારતના મુસ્લિમોના બહુ મોટા સમુદાય પર પ્રભુત્વ ધરાવે છે. કાંધલા ગામમાં જન્મેલા મહંમદ ઈલિયાસ કંધાલવીએ ઈસ. 1927માં દિલ્હીના નિઝામુદ્દિન ઓલિયાની દરગાહ પાસેની મસ્જિદમાં તબલીઘી જમાતની સ્થાપના કરી હતી. તબલીઘ એટલે અલ્લાહનો પ્રચાર કરનાર. ધર્મ પ્રચારકો તૈયાર કરવા, ઈસ્લામના ચુસ્ત આદર્શો અને પરંપરાનું પાલન કરવું એવા હેતુથી રચાયેલ તબલીઘી જમાત આજે ભારતભરના મુસ્લિમોના બહુ મોટા સમુદાય પર પ્રભાવ ધરાવે છે.

શામલીમાં આલિશાન કોઠી, વૈભવી જીવન
તબલીઘી જમાતના સ્થાપક ઈલિયાસ કંધાલવી પછી તબલીઘી જમાતનું સંચાલન વારસાગત બની ગયું હતું. જમાતના મુખ્ય મૌલાના આમિર કહેવાય છે. મૌલાના ઈલિયાસ પછી તેમના પુત્ર યુસુફ આમિર બન્યા હતા. યુસુફ પછી તેમના પુત્ર હારુને તબલીઘી જમાતનું સંચાલન કર્યું હતું. હાલ હારુનના પુત્ર અને સ્થાપક મૌલાના ઈલિયાસના પ્રપૌત્ર મહંમદ સાદ કંધાલવી તબલીઘી જમાતના આમિર છે. ધર્મચુસ્ત, અત્યંત રૂઢિવાદી અને પરંપરાવાદી ઈસ્લામને પ્રોત્સાહન આપતી તબલીઘી જમાતના દુનિયાભરમાં કરોડો અનુયાયીઓ છે. શામલી ખાતે આલિશાન કોઠી ધરાવતા કંધાલવી પાસે વૈભવી કારનો મોટો કાફલો છે. દિલ્હીમાં નિઝામુદ્દિન ખાતે પણ તેમનો ભારે દબદબો હોય છે. અનુયાયીઓ તેમની એક ઝલક માટે પડાપડી કરતાં હોય છે અને જીવનમાં એક વખત મુસ્લિમ પરંપરા મુજબ આમિરનો હાથ ચૂમવા મળે તો જીવન ધન્ય થઈ ગયેલું ગણે છે.

હવે તબલીઘી જમાતના ય ફાંટા છે
મૌલાના ઈલિયાસે સ્થાપેલી તબલીઘી જમાતમાં વંશપરંપરા અને એકહથ્થુ શાસન હોવાથી અન્ય કેટલાંક મૌલાનાઓને તેની સામે મનદુઃખ થયેલું છે. અગાઉ 10 મૌલવીઓની સૂરા તરીકે ઓળખાતી સમિતિ જમાતનો વહીવટવ સંભાળતી હતી. પરંતુ સૂરાના સભ્યો વયોવૃદ્ધ હોવાથી એક પછી એક મૃત્યુ થતાં ગયા. એ પછી તેમની ખાલી જગ્યા પર અન્યને નિયુક્તિ આપવાને બદલે મૌલાના સાદે પોતે જ તબલીઘી જમાતનો સઘળો વહીવટ એકહથ્થુ કરી નાંખ્યો. આથી નારાજ થયેલા ચાર મૌલવીઓએ તબલીઘી જમાત સાથે છેડો ફાડીને તુર્કમાન ગેટ, દિલ્હી નજીક એક મસ્જિદમાં નવું કેન્દ્ર ઊભું કર્યું. જોકે આજે પણ મુસ્લિમોનો બહુ મોટો સમુદાય નિઝામુદ્દિન સ્થિત તબલીઘી જમાતને જ અનુસરે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


For over 100 years a large section of Muslims have been dominated by the village of Kandhli and this family, which was sued for spreading the Corona crisis.

Related posts

મુશળધાર વરસાદથી સૌરાષ્ટ્ર તરબોળઃ ગીર-સોમનાથમાં બે કલાકમાં 2 ઇંચ, સૂત્રાપાડામાં સરસ્વતી નદીના બ્રિજ પર બસ ફસાતા ટ્રાફિકજામ

Amreli Live

અત્યાર સુધી 5373 કેસ, 172 મોતઃ ઈન્દોરમાં 22 નવા સંક્રમિત મળ્યા, ચંદીગઢમાં બહાર જવા પર મોઢે કપડું અથવા માસ્ક લગાવવું જરૂરી

Amreli Live

62.64 લાખ કેસ: દક્ષિણ કોરિયામાં 35 નવા કેસ નોંધાયા, બાંગ્લાદેશમાં લોકડાઉન હટાવાયું

Amreli Live

શહેરમાં વધુ એક કોરોનાનો 21 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કુલ પોઝિટિવ કેસનો આંકડો 46 થયો

Amreli Live

અત્યારસુધી 1 લાખ 84 હજારના મોત: ફિનલેન્ડના PM સના મરીન ક્વોરન્ટીન થયા, સિંગાપોરમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર

Amreli Live

AMCના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખને કોરોના, ગ્યાસુદ્દીન-શૈલેષ પરમારના સેમ્પલ લેવાયા

Amreli Live

સરકાર એલર્ટઃ ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા CM વિજય રૂપાણીએ તમામ બેઠકો મુલતવી રાખી

Amreli Live

મેન્ટલ હેલ્થ માટે એવા કાર્ય કરો જે તમને ખુશ રાખે, વાતચીત અને કસરત કરીને ક્વોરન્ટિન સ્ટ્રેસનો સામનો કરો

Amreli Live

મોદીએ કહ્યું- કોરોનાએ પ્રોફેશનલ જીવન બદલી નાખ્યું; ઘર ઓફિસ અને ઇન્ટરનેટ મીટિંગ રૂમ છે, હું પણ બદલાવને અપનાવી રહ્યો છું

Amreli Live

33,278 કેસ, મૃત્યુઆંક-1081: મહારાષ્ટ્રમાં કોરોનાની સારવારમાં પહેલી પ્લાઝ્મા થેરેપી સફળ, ભોપાલ એઈમ્સમાં દર્દીઓ પર નવી દવાનો ટ્રાયલ શરૂ

Amreli Live

વધુ 36 કેસ નોંધાતા આંક 386 પર પહોંચ્યો, વધુ એકનું મોત અને ચાર રિકવર થયા

Amreli Live

5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

Amreli Live

અમેરિકા, ચીન અને યુરોપમાં સૌથી પહેલા કોરોનાની વેક્સિન બનાવવાની સ્પર્ધા, ફાર્મા કંપનીઓ પરસ્પર સ્પર્ધા ભૂલીને ‘મિશન વેક્સિન’માં જોડાઈ

Amreli Live

ATMમાં રોકડ પહોંચાડનાર 4500 કેશ કસ્ટોડિયનમાં માત્ર ત્રણ મહિલાઓ, કારગિલ અને જમ્મુ જેવા વિસ્તારોમાં કરે છે ડ્યુટી

Amreli Live

તાંદલજા વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા બાદ સીલ કરાયો, 15 ટીમો બનાવી ઘરે-ઘરે જઇને તપાસ, માસ સેમ્પલિંગ કરાશે, સેનેટાઇઝની કામગીરી શરૂ

Amreli Live

2,17,648 કેસ,મૃત્યુઆંકઃ6,091ઃ મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 32,329 લોકો કોરોના મુક્ત થયા

Amreli Live

અત્યાર સુધી 2579 કેસઃ રાજસ્થાનમાં આજે 7 નવા સંક્રમિત મળ્યા, યુપીમાં પોલીસકર્મીઓ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

Amreli Live

રાજકોટ જિલ્લામાં વધુ 39 નવા કેસ સામે આવ્યાં, એકનું મોતઃ મોત થયાનો ઉલ્લેખ તંત્ર એ ક્યાંય કર્યો જ નહીં!

Amreli Live

દેશમાં પહેલી વખત રાજ્યો વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટના સાધનો 57 દિવસ બંધ રહેશે, રાજ્યો વચ્ચે રોડ દ્વારા પણ નહીં જઇ શકાય

Amreli Live

124 સેમ્પલમાંથી વધુ એક પોઝિટિવ કેસ જંગલેશ્વરમાંથી નોંધાયો, 103 નેગેટિવ અને 20ના રિપોર્ટ આવવાના બાકી

Amreli Live

રથયાત્રા શરૂ, બહેન સુભદ્રાનો રથ ખેંચવામા આવ્યો, સોનાની સાવરણીથી જગન્નાથજીના રથની પહિંદ વિધિ કરાઈ

Amreli Live