26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

100 વર્ષથી મુસ્લિમો પર પ્રભુત્વ ધરાવે છે કાંધલી ગામ અને તેનો આ પરિવાર, જેના પર કોરોના ફેલાવવા અંગે કેસ થયોકોરોના મહાસંકટને વકરાવવા માટે બદનામ થયેલ દિલ્હીની નિઝામુદ્દિન સ્થિત તબલીઘી જમાત અને તેના આમિર (મુખ્ય મૌલાના) સાદ કંધાલવી અત્યારે ભારે વિવાદાસ્પદ બન્યા છે. કોરોના સંકટ અને કલમ 144ની જાહેરાત છતાં તેમણે વગર પરવાનગીએ તબલીઘી જમાતમાં મરકઝ (ધાર્મિક મેળાવડો) યોજ્યો, જેમાં દેશ-વિદેશથી હજારો લોકો ઉમટ્યા. કોરોના સંબંધિત સઘન આરોગ્ય ચકાસણીની સુચના હોવા છતાં તેનું પાલન ન કર્યું અને લોકડાઉન પછી પણ પ્રશાસનને માહિતગાર ન કરવાની અક્ષમ્ય ભૂલ બદલ સાદ કંધાલવી હાલ સરકારના રડાર પર આવી ચૂક્યા છે.

ઉત્તરપ્રદેશના કંધાલનો દબદબો
દિલ્હીથી માત્ર 120 કિલોમીટર દૂર ઉત્તરપ્રદેશના શામલી નજીક કાંધલા નામનું નાનકડું ગામ છે. માંડ 500 ઘરની વસ્તી ધરાવતા આ કાંધલા ગામનું મહત્વ એ છે કે લગભગ એક સદીથી આ ગામ સમગ્ર ભારતના મુસ્લિમોના બહુ મોટા સમુદાય પર પ્રભુત્વ ધરાવે છે. કાંધલા ગામમાં જન્મેલા મહંમદ ઈલિયાસ કંધાલવીએ ઈસ. 1927માં દિલ્હીના નિઝામુદ્દિન ઓલિયાની દરગાહ પાસેની મસ્જિદમાં તબલીઘી જમાતની સ્થાપના કરી હતી. તબલીઘ એટલે અલ્લાહનો પ્રચાર કરનાર. ધર્મ પ્રચારકો તૈયાર કરવા, ઈસ્લામના ચુસ્ત આદર્શો અને પરંપરાનું પાલન કરવું એવા હેતુથી રચાયેલ તબલીઘી જમાત આજે ભારતભરના મુસ્લિમોના બહુ મોટા સમુદાય પર પ્રભાવ ધરાવે છે.

શામલીમાં આલિશાન કોઠી, વૈભવી જીવન
તબલીઘી જમાતના સ્થાપક ઈલિયાસ કંધાલવી પછી તબલીઘી જમાતનું સંચાલન વારસાગત બની ગયું હતું. જમાતના મુખ્ય મૌલાના આમિર કહેવાય છે. મૌલાના ઈલિયાસ પછી તેમના પુત્ર યુસુફ આમિર બન્યા હતા. યુસુફ પછી તેમના પુત્ર હારુને તબલીઘી જમાતનું સંચાલન કર્યું હતું. હાલ હારુનના પુત્ર અને સ્થાપક મૌલાના ઈલિયાસના પ્રપૌત્ર મહંમદ સાદ કંધાલવી તબલીઘી જમાતના આમિર છે. ધર્મચુસ્ત, અત્યંત રૂઢિવાદી અને પરંપરાવાદી ઈસ્લામને પ્રોત્સાહન આપતી તબલીઘી જમાતના દુનિયાભરમાં કરોડો અનુયાયીઓ છે. શામલી ખાતે આલિશાન કોઠી ધરાવતા કંધાલવી પાસે વૈભવી કારનો મોટો કાફલો છે. દિલ્હીમાં નિઝામુદ્દિન ખાતે પણ તેમનો ભારે દબદબો હોય છે. અનુયાયીઓ તેમની એક ઝલક માટે પડાપડી કરતાં હોય છે અને જીવનમાં એક વખત મુસ્લિમ પરંપરા મુજબ આમિરનો હાથ ચૂમવા મળે તો જીવન ધન્ય થઈ ગયેલું ગણે છે.

હવે તબલીઘી જમાતના ય ફાંટા છે
મૌલાના ઈલિયાસે સ્થાપેલી તબલીઘી જમાતમાં વંશપરંપરા અને એકહથ્થુ શાસન હોવાથી અન્ય કેટલાંક મૌલાનાઓને તેની સામે મનદુઃખ થયેલું છે. અગાઉ 10 મૌલવીઓની સૂરા તરીકે ઓળખાતી સમિતિ જમાતનો વહીવટવ સંભાળતી હતી. પરંતુ સૂરાના સભ્યો વયોવૃદ્ધ હોવાથી એક પછી એક મૃત્યુ થતાં ગયા. એ પછી તેમની ખાલી જગ્યા પર અન્યને નિયુક્તિ આપવાને બદલે મૌલાના સાદે પોતે જ તબલીઘી જમાતનો સઘળો વહીવટ એકહથ્થુ કરી નાંખ્યો. આથી નારાજ થયેલા ચાર મૌલવીઓએ તબલીઘી જમાત સાથે છેડો ફાડીને તુર્કમાન ગેટ, દિલ્હી નજીક એક મસ્જિદમાં નવું કેન્દ્ર ઊભું કર્યું. જોકે આજે પણ મુસ્લિમોનો બહુ મોટો સમુદાય નિઝામુદ્દિન સ્થિત તબલીઘી જમાતને જ અનુસરે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


For over 100 years a large section of Muslims have been dominated by the village of Kandhli and this family, which was sued for spreading the Corona crisis.

Related posts

24 કલાકમાં રેકોર્ડ 54 હજારથી વધુ દર્દી વધ્યા, 37 હજાર લોકો સ્વસ્થ થયા, 783એ જીવ ગુમાવ્યો, દેશમાં 16.39 લાખ કેસ

Amreli Live

21.52 લાખ કેસઃ સતત ત્રીજા દિવસે 60 હજારથી વધુ દર્દી વધ્યા, પરંતુ સારા સમાચાર તો એ છે કે ત્રણ દિવસથી 50 હજારથી વધુ દર્દી સાજા પણ થયા

Amreli Live

ગુજરાતમાં 230 નવા કેસ, 178 કેસ તો માત્ર અમદાવાદમાંથી આવ્યા, કુલ 3301 કેસ, સરકારે લૉકડાઉનની છૂટ પરત ખેંચી

Amreli Live

ગુજરાતમાં ‘વુહાન વાઈરસ’થી વધુ મોત, અત્યાર સુધી 152 મોત, દેશમાં બીજા નંબરે

Amreli Live

દુનિયાની કોરોના સામેની લડતમાં રોબોટ રિયલ હીરો બન્યા, દર્દીની સારવાર, ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે 

Amreli Live

બાલાજી મંદિરમાં 500-1000ની બંધ થયેલી નોટ દાનમાં આવી રહી છે, તિરૂપતિ ટ્રસ્ટે 50 કરોડની જૂની નોટ બદલવા માટે સરકારને માગ કરી

Amreli Live

અત્યારસુધી એક લાખ 47 હજારના મોત: અમેરિકા બાદ જાપાન પણ હવે WHOનુ ફ્ન્ડીંગ રોકી શકે છે, PM આબેએ કહ્યું- આ સંગઠન સાથે સમસ્યા તો છે જ

Amreli Live

મોડી રાત્રે સુરતમાં વૃદ્ધ, દાહોદ અને બોડેલીમાં એક-એક બાળકીઓના રિપોર્ટ પોઝિટિવ, રાજ્યમાં કુલ 189 દર્દી

Amreli Live

CMના બન્ને દીકરા અને પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો; શિવરાજે ટ્વિટ કર્યુ- હું ઠીક છું, કોરોના યોદ્ધાઓને પ્રણામ

Amreli Live

અમરેલી જિલ્લામાં 3 મહિનામાં 21 સિંહના મોત થયા, CDV વાઇરસની વાત તદ્દન ખોટી: જૂનાગઢ CCF

Amreli Live

માનશ્રી કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબનો કોરાના વાયરસ મહામારી સામે પ્રજાજોગ સંદેશો

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

અત્યાર સુધી 4379 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 600 દર્દી વધ્યા, માત્ર મુંબઈમાં 24 કલાકમાં 433 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Amreli Live

આજે 70 કેસો પોઝિટિવ સામે આવ્યા અને તમામ કેસ હોટસ્પોટમાં મળ્યા, 3ને ડિસ્ચાર્જ કરાયા

Amreli Live

10 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, એટલે કે 64% દર્દીઓ સાજા થયા; દરરોજ 40 હજાર દર્દીઓ રિકવર થઈ રહ્યા છે

Amreli Live

રિપોર્ટમાં દાવો- ચીનમાં વાયરસના 158 દર્દીઓ ઉપર રેમ્ડેસિવિર વેક્સીનની ટ્રાયલ નિષ્ફળ રહી

Amreli Live

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

મોબાઈલ રિચાર્જની દુકાન ખોલવાને મંજૂરી અપાઈ, બ્રેડ ફેક્ટરી સહિત અનાજ દળવાની ઘંટની મંજૂરી

Amreli Live

DCBના કોન્સ્ટેબલે ભૂપતના ડ્રાઇવરને ફોન કરી જીતુ સોનીને ભગાડી દીધો’તો: ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ તાકીદે સસ્પેન્ડ

Amreli Live

રામ નામની ધૂન મંદિરો અને ઘરોમાં ગુંજી રહી છે, 4 કિમી દૂર થઈ રહેલા ભૂમિપૂજનને ટીવી પર જોશે અયોધ્યાના લોકો

Amreli Live