25.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

10 દિવસ હોસ્પિટલમાં રહી ઘરે આવી મોહિના કુમારી, પરંતુ હજુય મટ્યો નથી કોરોના

હોસ્પિટલમાંથી ઘરે આવી મોહિના કુમારી

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં સામાન્ય લોકોની સાથે હવે સેલેબ્સ પણ કોરોનાના ભરડામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની એક્ટ્રેસ મોહિના કુમારી સિંહ અને તેના પરિવારનો કોરોનાાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ફેન્સ અને ફ્રેન્ડ્સ સતત મોહિના અને તેનો પરિવાર સાજો થઈ જાય તેવી પ્રાર્થના કરતા હતા. ત્યારે હવે મોહિનાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે આવી ગયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

હજી પણ કોરોના પોઝિટિવ છે

મોહિનાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી

12 જૂને સાંજે મોહિનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી મૂકીને જણાવ્યું, “હું ઘરે આવી ગઈ છું. જો કે, અમે સૌ હજી કોવિડ-19 પોઝિટિવ છીએ. અમે સંપૂર્ણપણે આઈસોલેશનમાં છીએ. અમને નથી ખબર કે અમારો રિપોર્ટ નેગેટિવ આવતા હજી કેટલો સમય લાગશે. અમે 10 દિવસ હોસ્પિટલમાં રહ્યા અને કદાચ તેના પાંચ દિવસ પહેલાથી મારા શરીરમાં વાયરસ હતો. આશા છે કે હજી વધુ થોડા દિવસ અને અમે વાયરસને હરાવી દઈશું. જો કે, ત્યાં સુધી અમારે કડક નિયમોનું પાલન કરવું પડશે. જો કે, અમારા સૌની તબિયત સારી છે. તમારા સૌના સહકાર અને પ્રાર્થનાઓ બદલ આભાર.”

હોસ્પિટલમાંથી કર્યું હતું ઈન્સ્ટાગ્રામ લાઈવ

 

View this post on Instagram

થોડા દિવસ પહેલા મોહિના કુમારીએ હોસ્પિટલમાંથી ઈન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું. જેમાં તેણે પોતાની તબિયત વિશે દિલ ખોલીને વાત કરી હતી. મોહિનાએ કહ્યું હતું, “ઋષિકેશની હોસ્પિટલમાં આજે મારો છઠ્ઠો દિવસ છે. શારીરિક રીતે સ્વસ્થતા અનુભવું છું પરંતુ આની તમારી મનઃસ્થિતિ પર અસર થાય છે.” મોહિનાએ જણાવ્યું હતું કે, સૌથી પહેલા તેના સાસુનો કોવિડ-19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ આખા પરિવારે ટેસ્ટ કરાવ્યો હતો. ત્યારે મોટાભાગના લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઈન્સ્ટાગ્રામ લાઈવમાં મોહિનાએ કહ્યું હતું કે, અહીં કપલને સાથે રાખવામાં આવે છે જેથી તે પતિ સુયશ રાવત સાથે એક જ રૂમમાં રહેતી હતી.

2019માં જ થયા છે મોહિનાના લગ્ન

જણાવી દઈએ કે, રિવાની રાજકુમારી મોહિનાએ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં જ સતપાલ સિંહ મહારાજના દીકરા સુયશ રાવત સાથે લગ્ન કર્યા હતા. મોહિના કુમારીના સસરા સતપાલ સિંહ મહારાજ ઉત્તરાખંડ સરકારમાં મંત્રી છે.


Source: iamgujarat.com

Related posts

વિકાસના ઘરે તપાસ માટે ગયેલા પોલીસ અધિકારીએ પોતાની જનોઈ દેખાડીને બચાવ્યો હતો જીવ

Amreli Live

અમદાવાદઃ કોરોનાના ભયથી હવે ડોક્ટર્સ સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરી રહ્યા છે બંધ

Amreli Live

આંધ્રપ્રદેશ: પોલીસે રૂપિયા 72 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો

Amreli Live

35 લાખની કથિત તોડબાજીનો મામલો: સસ્પેન્ડેડ PSI શ્વેતા જાડેજાની મુશ્કેલીમાં વધારો

Amreli Live

રાજકોટ: પ્રેમિકાને પામવા પતિએ પત્નીની હત્યા કરીને લાશ તળાવમાં ફેંકી દીધી

Amreli Live

કાશ્મીરમાં આતંકવાદીઓએ BJP નેતા વસીમ બારીની કરી હત્યા, પિતા અને ભાઈનું પણ મોત

Amreli Live

કોરોનાના સૌથી વધુ કેસ, છતાંય મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં બીજું લોકડાઉન નહીં

Amreli Live

દેશમાં 3 ચરણમાં પૂરું થશે લોકડાઉન, આ તારીખથી ખુલશે હોટલ, રેસ્ટોરેન્ટ, મોલ.

Amreli Live

દંડની રકમ વધતા જ અમદાવાદીઓએ માસ્ક પહેરવાનું શરું કરી દીધું

Amreli Live

લદાખમાં તણાવઃ ભારત અને ચીનની સેના સરહદ પર લાવી રહી છે હથિયાર અને ટેન્કો

Amreli Live

ઊંઝામાં 20 જુલાઈથી એક સપ્તાહનું સંપૂર્ણ લોકડાઉન, ફક્ત આ સેવાઓ ચાલુ રહેશે

Amreli Live

ચીનનું નંબર-1 બનવાનું સપનું ભારતના એપ પ્રતિંબંધથી રોળાઈ જશે, જાણો કઈ રીતે

Amreli Live

ગુજરાતઃ આ મહિને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની ઘરે બેઠા લેવાશે પરીક્ષા

Amreli Live

કોરોનાની સ્થિતિને જોતાં વાલીમંડળની માગ: ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપો

Amreli Live

ખૂબ જ લાગણીશીલ હતો સુશાંત, વૃદ્ધાશ્રમનો આ વિડીયો જોઈ નહીં રોકી શકો આંસુ

Amreli Live

અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો, ઉકળાટથી મળી રાહત

Amreli Live

વરરાજાના કોરોના પોઝિટિવ મામા લગ્નમાં 400 લોકોને મળ્યા, મહેમાનોમાં ચિંતા

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ રિલીઝ ડેટ જાહેર કરાઈ

Amreli Live

અંકલેશ્વરમાં ફાર્મા કંપનીના 8 કર્મચારી પોઝિટિવ, રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટ્યો

Amreli Live

MPના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન થયું તે આ જાણીતા ટીવી સ્ટારના છે દાદા

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

Amreli Live