25.7 C
Amreli
21/09/2020
bhaskar-news

1 કરોડ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ બનાવવા ગુજરાત સરકારે દવા કંપનીઓને ઓર્ડર આપ્યોરાજ્યમાં લૉકડાઉનની સ્થિતિ હોવા છતા પણ કોરોનાના કેસોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. આવતા દિવસોમાં આ સ્થિતિ વધુ વણસે તેમ સરકારને ભય સતાવી રહ્યો છે. આ કારણે સરકારે હવે વધુ સંખ્યામાં હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા ખરીદવા અને ઓક્સિજન ગેસ સિલિન્ડરનો સ્ટોક જાળવી રાખવા આદેશ કર્યા છે. વિશ્વ આખામાં કોવિડ-19 વાઇરસથી લાખો લોકો સંક્રમિત થયા છે તેમજ અત્યાર સુધી સવા લાખ કરતા પણ વધુ લોકો મૃત્યુ પામ્યા છે તે ગંભીરતાને ધ્યાને રાખી ગુજરાત સરકારના FDCA (ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન) દ્વારા હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા બનાવતી નવી 13 કંપનીને 21 પ્રકારની જુદી જુદી પ્રોડક્ટ તૈયાર કરવા મંજૂરી આપી છે. બીજી તરફ ગુજરાતમાં ઓક્સિજન તૈયાર કરતા તમામ પ્લાન્ટને પણ એક્ટિવ કરી દેવામાં આવ્યા છે.
ગુજરાતમાં આઠ લાખ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટનો સ્ટોક
આ અંગે FDCAના કમિશનર ડૉ. હેમંત કોશિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, સંધિવા સહિત અન્ય બીમારી માટે પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા ઉપયોગમાં લેવાય છે. અત્યાર સુધી ગુજરાતની 28 કંપની પાસે હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ અને રો મટિરિયલ બનાવવા 67 પ્રોડ્કટની મંજૂરી હતી, પરંતુ હવે કોરોના માટે પણ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાનો ઉપયોગ થઈ રહ્યો છે તે જોતા નવી 13 કંપનીઓને હાઈડ્રોક્સિક્લોરોક્વિનની પ્રોડક્ટ બનાવવા મંજૂરી અપાઈ છે. ડૉ. કોશિયાએ કહ્યું કે, હાલ રાજ્યની તમામ કંપનીઓ અને દવાની દુકાનોમાં આશરે આઠ લાખ હાઇડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટનો સ્ટોક છે. રાજ્ય સરકાર પાસે પુરતા સ્ટોકમાં ટેબલેટ ઉપલબ્ધ છે. હાઇડ્રોક્સિક્લોરોક્વિન એક્સપાયરી ડેટ બે વર્ષની હોવાથી વધુ એક કરોડ ટેબલેટ માટે ઓર્ડર કરાયો છે.
હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની અમેરિકા, યુરોપ સહિતના ઘણા દેશોમાં ડિમાન્ડ
ભારતમાં થતા કુલ દવાના પ્રોડક્શનમાં ગુજરાત અગ્રેસર છે તેમજ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા બનાવવામાં રાજ્ય પ્રથમક્રમે છે. રાજ્યની ઘણી ફાર્મા કંપનીઓ વર્ષોથી હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા વિશ્વમાં નિકાસ કરી રહી છે. ફાર્મા કંપનીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું કે, હાલ હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની અમેરિકા, યુરોપ સહિતના ઘણા દેશોમાં ડિમાન્ડ છે, પરંતુ સરકાર દ્વારા નિકાસ પર પ્રતિબંધ લગાવાયો હોવાથી સરકાર સાથેના પરામર્શ વગર તેને ભારત બહાર મોકલી શકાતી નથી.
ગુજરાતમાં દરરોજ 800 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન
કોરોનાના કારણે સ્થિતિ વધુ વણસે અને હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવા સરકાર દ્વારા પુરતો બંધોબસ્ત કરાયો છે. ડૉ. કોશિયાના જણાવ્યા પ્રમાણે ગુજરાત પાસે જરૂરિયાત કરતા ચાર ગણો ઓક્સિજનનો સ્ટોક ઉપલબ્ધ છે. ગુજરાતમાં 36 ઓક્સિજન પ્લાન્ટમાં દરરોજ 18000 સિલિન્ડર તૈયાર થાય છે. આ ઉપરાંત 800 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે. સરકારની ટીમ ઉત્પાદકો, સપ્લાયર અને કંપનીઓના સંકલનમાં છે. તેઓ ઓક્સિજનના સ્ટોક ઉપર ધ્યાન આપી રહ્યાં છીએ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર.

Related posts

શાકભાજીની લારીવાળા, રિક્ષા ડ્રાઇવરો, દૂધના ફેરિયાઓ, સગર્ભા મહિલાઓ સહિત 100 લોકોના રેપિડ કીટથી કરેલા ટેસ્ટ નેગેટિવ આવ્યા

Amreli Live

શબ આખી રાત પડી રહ્યું, માહિતી મળ્યા પછી સવારે પોલીસ-મેડિકલ ટીમ પહોંચી; સાંજે 5.30 વાગ્યે ઉઠાવવામાં આવ્યું

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 21 હજાર 317 કેસ નોંધાયા, ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી, દેશમાં 6.26 લાખ કેસ

Amreli Live

62 દિવસોમાં 1635 લોકોને ઈન્ફેક્શન થયું અને 50ના જીવ ગયા, વધુ 28 દિવસમાં 961ના મોત, 29 હજાર પોઝિટિવ

Amreli Live

કોરોનાને લીધે ભણવાનું બંધ થયું તો એન્જિનિઅરથી ગણિતના ટીચર બન્યા મુનીર,સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે માટે ઈદગાહ મેદાનમાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું

Amreli Live

હનુમાન પાસે માગી શિલાન્યાસની મંજૂરી, મોરારિ બાપુએ કહ્યું- રામનામ સાર્વભૌમ, એક ધર્મમાં શા માટે બાંધીએ?

Amreli Live

અત્યાર સુધી 6245 કેસ- કુલ 202 મોત; મહારાષ્ટ્રમાં 162, ગુજરાતમાં 55 નવા કેસ નોંધાયા; ઓરિસ્સાએ 30મી સુધી લોકડાઉન વધાર્યું

Amreli Live

4.65 લાખ કેસઃએક દિવસમાં રેકોર્ડ 16 હજારથી વધુ સંક્રમિત મળ્યા, મુંબઈ કરતાં દિલ્હીમાં વધુ દર્દી

Amreli Live

યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલના ચોથા માળેથી આપઘાતનો પ્રયાસ કરનાર કોરોના પોઝિટિવ દર્દીને રેસ્ક્યુ કરાયો

Amreli Live

PM મોદીએ કહ્યું- દિલ્હીની જેમ NCRમાં પણ વધતા કેસને અટકાવવા કામ કરવું જોઈએ, દેશમાં 8.22 લાખ કેસ

Amreli Live

અમદાવાદમાં 7 અને ભાવનગરમાં 2 સહિત શુક્રવારે નવા 9 કેસ, બેનાં મોત; ગુજરાતમાં કુલ 97 કેસ

Amreli Live

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 79.14 ટકા પરિણામ, 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

Amreli Live

વધુ એક આર્મી જવાન અને IOCLના કર્મચારીને કોરોના, વધુ 7 કેસ પોઝિટિવ કેસ સાથે કુલ આંક 223

Amreli Live

એક દિવસમાં 45 હજારથી વધુ કેસ આવ્યા, મહારાષ્ટ્રમાં વિક્રમજનક 10,576 દર્દી વધ્યા;સંક્રમિતોની સંખ્યા 12 લાખને પાર

Amreli Live

રાજકોટમાં 7 દિવસ બાદ આજે જંગલેશ્વરના 41 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા પૂર્વ મેયર સેલ્ફ ક્વોરન્ટીન થયા

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

દેશમાં કોરોનાના 10 હજાર કેસ માત્ર અમદાવાદ અને મુંબઈમાં, ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યા

Amreli Live

ઇટાલીમાં લોકો કોરોના વાઈરસની સાથે જીવવા માગે છે, જેથી તેમને ભૂખ્યા મરવાનો વારો ન આવે

Amreli Live

સતત ત્રીજા દિવસે નવા 500થી વધુ કેસ, રાજ્યમાં કુલ કેસ 24628, મૃત્યુઆંક 1534 અને 17090 દર્દી ડિસ્ચાર્જ

Amreli Live

ગુજરાતમાં ‘વુહાન વાઈરસ’થી વધુ મોત, અત્યાર સુધી 152 મોત, દેશમાં બીજા નંબરે

Amreli Live