29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

‘હોટ સ્પોટ’ વિસ્તારમાં સરેરાશ દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ, વધુ 239 કેસ, 7 મોતઅમદાવાદમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ કેસનો આંકડો 1 હજારને પાર થઈ ગયો છે. તેમાંથી 874 લોકો એવા છે જેમને કોરોનાના કોઈપણ લક્ષણ નથી. પરંતુ ચેપગ્રસ્ત વિસ્તારોમાંથી મ્યુનિ.એ સામે ચાલીને તેમને શોધી કાઢ્યા છે. જ્યારે 203 લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા. રવિવારે નોંધાયેલા 239 કેસમાંથી પણ સૌથી વધુ કેસ મધ્ય ઝોનના જમાલપુર, દરિયાપુર, દાણીલીમડા, કાલુપુર સહિતના વિસ્તારોમાંથી મળી આવ્યા હતા. અમદાવાદમાં રવિવારે સતત બીજા દિવસે 239 પોઝિટિવ કેસ નોંધાયા હતા. કુલ સાત લોકોના મૃત્યુ થયાં હતાં. 239માંથી માત્ર 25 લોકોને જ કોરોનાના લક્ષણો હતા. બાકીના એક પણ દર્દીને કોરોનાનાં લક્ષણો નહીં હોવા છતાં પોઝિટિવ આવ્યા હતા. અત્યાર સુધી કોરોનાના કેસનો કુલ આંક 1101 થયો છે. જ્યારે મૃત્યુ આંક 32 પર પહોંચ્યો છે. કોટ વિસ્તારમાં દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ ફેલાયો છે.

નવરંગપુરા, બોડકદેવ, મીઠાખળી અને ઉસ્માનપુરામાં પણ કેસ
નવરંગપુરાની મુસ્લિમ સોસાયટીમાં રહેતા 60 વર્ષીય આધેડને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત બોડકદેવના દેવરાજ ટાવરમાં અગાઉ ત્રણ વ્યક્તિને ચેપ લાગ્યો હતો. જેમનો ચેપ વધુ એક 33 વર્ષીય યુવકને લાગતા એસવીપીમાં દાખલ કરાયા હતા. જ્યારે ઉસ્માનપુરાના વૃંદાવન એપાર્ટમેન્ટમાં 55 વર્ષીય વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હતો.

ગોતા, ચાણક્યાપુરી અને સરખેજમાં પણ ચેપ પ્રસર્યો
ગોતાના સત્યમેવ વિસ્ટામાં 32 વર્ષીય યુવતી અને ચાણક્યાપુરીની ભવનાથ સોસાયટીમાં 25 વર્ષીય યુવતીને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ ઉપરાંત સરખેજમાં પણ ઉજાલા સર્કલ પાસે વિનાયક હાઉસમાં રહેતા 43 વર્ષીય પુરુષને ચેપ લાગ્યો છે. ઈમરાન ખેડાવાલાના ઘર નજીક વધુ ત્રણ મહિલાઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બીજી બાજુ દાણીલીમડા પોલીસ લાઈનમાં રહેતા અને ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીનો રિપોર્ટ થોડા દિવસ પહેલાં પોઝિટિવ આ‌વ્યો હતો. રવિવારે તેની પત્ની અને અઢી વર્ષના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થલતેજમાં અસ્મિતા એપાર્ટમેન્ટમાં યુવકનો રિપોર્ટ પણ રવિવારે પોઝિટિવ આવ્યો છે.

ફાયર જવાનનો ચેપ પત્ની-પુત્રીને લાગ્યો
નરોડા ફાયર સ્ટેશન ક્વાર્ટર્સમાં રહેતા ત્રણ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. એક ફાયરકર્મીનો ચેપ તેની પત્ની અને દીકરીને લાગતા નરોડા ફાયર સ્ટેશન સીલ કરી દેવાયું હતું. ફાયર બ્રિગેડના જવાનને ચેપ લાગ્યો હોવાનો આ પહેલો કેસ છે.

જેતલપુર APMCમાં શાકભાજીના ત્રણ વેપારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
શહેરમાં દિવસને દિવસે કોરોનાની કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 1000થી વધુ કોરોનાના દર્દી નોંધાઈ ચૂક્યા છે. રવિવારે જેતલપુર એપીએમસીમાં શાકભાજી વેચતા 3 વેપારી અને અન્ય એક શાકભાજીના વેપારીને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.જેતલપુર એપીએમસીની દુકાનમાં અલગ અલગ શાકભાજીનું વેચાણ કરતા દુકાનના માલિક વાસણા રહે છે.

તમામના કોન્ટેક ટ્રેસિંગની કામગીરી શરૂ
જીવરાજ પાર્કમાં બુટભવાની સોસાયટીમાં શાકભાજી વેપારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે કોથમીરના જથ્થાબંધ વેપારી છે. જ્યારે એપીએમસીમાં લીંબુ વેચતા વેપારીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ખમાસામાં રાજનગર માર્કેટમાં બટાકાનો વેપાર કરતા ગણેશજી વેપારીના દીકરાને પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ખમાસા માર્કેટ બંધ કર્યા બાદ અન્ય જગ્યાએ બટાકાનો મોટો વેપાર કરતા હતા. આ તમામ વેપારીઓ પાસેથી અનેક વેપારીઓ અને ગ્રાહકોએ શાકભાજી ખરીદ્યું હતું. જે તમામના કોન્ટેક ટ્રેસિંગની કામગીરી શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં શાહપુરમાં રહેતા અને શાકભાજી-ફ્રૂટ વેચતા ફેરિયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ડેથ હિસ્ટ્રી
SVPમાં દાખલ થયાના 48 કલાકમાં મૃત્યુ – પુરુષ, 78 વર્ષ, માણેકચોક
વિદેશ પ્રવાસ કે કોરોનાના દર્દીના સંપર્કમાં આવ્યાનો કોઈ ઈતિહાસ નથી. શુક્રવારે કફ અને શ્વાસની તકલીફ સાથે દાખલ કરાયા. તેમનું બ્લડપ્રેશર મેન્ટેન થતું ન હતું. એકાએક એટેકથી સીપીઆર આપવામાં આવ્યો પરંતુ બચાવી ન શકાયા. એક દિવસ પહેલાં દર્દીને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ ઉભી થઈ હતી.

રિપોર્ટનું રિઝલ્ટ આવે તે પહેલાં જ મૃત્યુ – પુરુષ, 56 વર્ષ, વૈશ્ય સભા, રાયખડ
દર્દીને છેલ્લા પાંચ દિવસથી તાવ આવતો હતો. તેમજ ત્રણથી ચાર દિવસથી કફ અને બે દિવસથી શ્વાસમાં તકલીફની ફરિયાદ હતી. દર્દી એક વર્ષથી હાયપર ટેન્શન અને પાંચ વર્ષથી ડાયાબિટીસનો શિકાર બન્યા હતા. તેમને આઈસીયુમાં વેન્ટિલેટર પર રખાયા હતા. તેમનો કોરોના રિપોર્ટ આવે તે પહેલાં જ મૃત્યુ થયું.

બીપી, ડાયાબિટીસ હતો, કોરોનાથી મોત – પુરુષ, 66 વર્ષ, પાંચ પીપળી, જમાલપુર
મહિલાને 11 એપ્રિલે એસવીપીમાં લવાઈ હતી. તેના બે દિવસ પહેલાં ડાયેરિયા થયો. હોસ્પિટલમાં લવાયા ત્યારે કફ-તાવની ફરિયાદ હતી. 15 વર્ષથી હાયપર ટેન્શન-ડાયાબિટીસના દર્દી હતા.

કોરોના ઉપરાંત કિડનીની તકલીફ હતી – મહિલા, 43 વર્ષ, પાંચ પીપળી, જમાલપુર
તાવ-સૂકી ખાંસી તેમજ શ્વાસમાં તકલીફની ફરિયાદ સાથે શુક્રવારે હોસ્પિટલમાં લવાયા હતા. દર્દીને કિડનીની બીમારી હતી. સ્થિતિ વણસતા સીપીઆરની સાઈકલ અપાઈ પરંતુ બચાવી ન શકાયા.

દાખલ કરાયાના 48 કલાકમાં મોત – પુરુષ, 65 વર્ષ, ગોમતીપુર
દર્દીને છેલ્લા ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હતો. સૂકી ખાંસીની વિશેષ ફરિયાદ ન હતી પરંતુ શ્વાસ લેવામાં તકલીફ જણાતી હતી. દર્દી છેલ્લા 10થી વધુ વર્ષથી ડાયાબિટીસની તકલીફ ધરાવતો હતો.

તાવ-કફ અને શ્વાસ લેવામાં તકલીફ હતી – પુરુષ, 54 વર્ષ, જમાલપુર
છેલ્લા ચાર-પાંચ દિવસથી તાવ અને કફની ફરિયાદ સાથે શુક્રવારે દાખલ કરાયા હતા. દર્દીને તાજેતરમાં ડાયાબિટીસનું નિદાન થયું હતું. હોસ્પિટલમાં લવાયા પછી શ્વાસની તકલીફ ઊભી થઈ હતી.

19 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

વધુ બે પોલીસ કર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

કોરોના વાઇરસના કેસ હવે ફ્રન્ટલાઈન વોરિયર્સમાં પ્રસરી ગયા છે અને દરરોજ પાંચ ફ્રન્ટલાઈન વોરિયર્સ હવે પોઝિટિવના ભોગ બની રહ્યા છે. આજે આવેલા કેસમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક મહિલા પીએસઆઈ અને મહિલા પોલીસકર્મી એમ એક જ પોલીસ સ્ટેશનના બે મહિલા પોલીસ કર્મીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પોઝિટિવ દર્દી જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સંપર્કમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ આવતા વિસ્તારના ACP, PI, PSIઅને સર્વેલન્સ સ્ક્વોડ સહિત 27 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા અને તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પીએસઆઈ અને મહિલા પોલીસકર્મી પોઝિટિવ આવ્યા છે

775 કેસ સામેથી પકડીને અઢીથી ત્રણ લાખને સંક્રમણથી બચાવ્યાઃ મ્યુ.કમિશનર

કોરોના અંગેની માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે અમદાવાદમાં દિલ્હી કરતા વસતિ મુજબ અઢી ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આપણે મોટી સંખ્યામાં સામેથી કેસો પકડી પાડ્યા છે. જેમાં મોટાભાગના કેસો લક્ષણો વિનાના છે. આ કોરોનાના બોમ્બને સમય રહેતા ડિફ્યુઝ કર્યાં છે. કુલ 1101 કેસમાંથી પેસિવ સર્વેલન્સમાં માત્ર 203 કેસ છે જ્યારે એક્ટિવ સર્વેલન્સના ફિલ્ડમાં સામે ચાલીને 775 જેટલા કેસ પકડ્યા છે. આમ 400નો સરેરાશ ઈન્ફેક્શન રેટ ગણીએ તો અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમણથી બચાવી લીધા છે.

હવે એકાદ દિવસ વધુમાં વધુ કેસ આવશે
ત્રીજી મેના રોજ જ્યારે લોકડાઉન પૂર્ણ થશે ત્યારે દરેક શહેર, જિલ્લા અને રાજ્યમાં કેટલા એક્ટિવ ચેપગ્રસ્ત કેસો સામાન્ય જનતામાં ફરી રહ્યા છે તેના પરથીફરી ઈન્ફેક્શન રેટ વધશે. ત્રીજી મે સુધીમાં સામેથી એક એક કેસ શોધીને સામાન્ય જનતામાંથી દૂર કરવાના છે. જેથી લોકાડાઉન બાદ વધનારા કેસોમાં પણઘટાડો કરી શકાશે. હાલના તબક્કે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ વધુ કેસો આવી રહ્યા છે પણ હવે એકાદ દિવસ વધુમાં વધુ કેસ આવશે કારણ કે હોટસ્પોટવિસ્તારમાંથી 90 ટકા શંકાસ્પદોના સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે. હવે આ વિસ્તારોમાં કેસોમાં ઘટાડો જોવા મળશે. આજના મોટાભાગનાનવા કેસો નરોડા, જમાલપુર, બહેરામપુરા, રિલિપ રોડ, ત્રણ દરવાજા, મણીનગર, મેઘાણીનગર, જીવરાજ પાર્ક, દુધેશ્વર, જુહાપુરામાંસામે આવ્યાછે.

બોપલના નાગરિકોને આયુર્વેદિક ઉકાળો અને દવા મફતમાં આપવામાં આવશે

રાજ્યમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેરમાં કેસો વધ્યા છે જેના કારણે જિલ્લામાં આવતા બોપલ વિસ્તારમાં કેસો ન વધે તેની તકેદારી નગરપાલિકા અને તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે. કોરોનાથી બચવા રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથીક દવાથી રોગપ્રતિકારક શકિત વધારી શકાય છે. બોપલ-ઘુમા વિસ્તારમાં રહેતા નાગરિકો માટે નગરપાલિકા દ્વારા મફત આયુર્વેદિક ઉકાળો અને હોમિયોપેથિક દવાની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. ફ્લેટ- સોસાયટીના ચેરમેન દ્વારા લેટરપેડ પર સોસાયટીના કેટલા લોકોને ઉકાળો અને દવાની જરૂરિયાત છે તેની વિગત લખી નગરપાલિકાના ચેરમેન જીગીષાબેન શાહને મોકલાવી શકે છે. ત્રણ દિવસ બાદ તેઓને ઉકાળો અને દવા પોહચાડવામાં આવશે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


ફાઇલ તસવીર


બદરુદ્દીન શેખ – ફાઇલ તસવીર


વાઈરલ થયેલા વીડિયોનો સ્ક્રીન શોટ


corona Ahmedabad LIVE, Ayurvedic medicines be provided free to the citizens of Bopal


corona Ahmedabad LIVE, Ayurvedic medicines be provided free to the citizens of Bopal


corona Ahmedabad LIVE, Ayurvedic medicines be provided free to the citizens of Bopal

Related posts

કાલે મહારાષ્ટ્ર પહોંચશે નિસર્ગ વાવાઝોડું, 100 કિમી/કલાકની ઝડપે પવન ફુંકાવાની તેમજ 6 ફુંટ ઉંચા મોજા ઉછળવાની આશંકા

Amreli Live

મુશળધાર વરસાદથી સૌરાષ્ટ્ર તરબોળઃ ગીર-સોમનાથમાં બે કલાકમાં 2 ઇંચ, સૂત્રાપાડામાં સરસ્વતી નદીના બ્રિજ પર બસ ફસાતા ટ્રાફિકજામ

Amreli Live

અમદાવાદમાં હોલસેલ-રિટેલ માર્કેટ ઠપ, ઓનલાઈન રાખડી-ગિફ્ટનું ધૂમ વેચાણ, ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો

Amreli Live

કોંગ્રેસના નેતા બદરૂદ્દીન શેખની હાલત ગંભીર, તબિયત લથડતાં પ્લાઝમા થેરાપી આપવી મુશ્કેલ

Amreli Live

સરકારનો નિર્ણય- કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020થી જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં મળે

Amreli Live

લોકડાઉન-4ની છૂટછાટ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાનો ખતરો વધ્યો, 4 દિવસથી દરરોજ 10થી વધુ કેસ નોંધાયા

Amreli Live

ગુજરાતમાં 230 નવા કેસ, 178 કેસ તો માત્ર અમદાવાદમાંથી આવ્યા, કુલ 3301 કેસ, સરકારે લૉકડાઉનની છૂટ પરત ખેંચી

Amreli Live

અત્યાર સુધી 94 હજાર મોત, કોરોનાથી સંક્રમિત બ્રિટનનાં PM 3 દિવસ બાદ ICUમાંથી બહાર, ઇટાલીમાં 100 ડોક્ટર્સના મોત

Amreli Live

આજે વડા પ્રધાનના નિવાસસ્થાને કેબિનેટ બેઠક યોજાઈ, 2 વટહુકમોને મંજૂરી અપાઈ, ખેડૂતો માટે ‘એક દેશ એક બજાર’ નીતિ

Amreli Live

માસ્ક ન પહેરનારને પ્રથમવાર રૂ.1000 ત્યારબાદ રૂ.5000 સુધીનો દંડ કરવો જોઈએ: ગુજરાત હાઈકોર્ટ

Amreli Live

સોનુ નિગમની ટી-સીરિઝના માલિક ભૂષણ કુમારને ધમકી, ‘મારું મોઢું ના ખોલાવીશ નહીંતર મરીના કુંવરનો વીડિયો પોસ્ટ કરી દઈશ’

Amreli Live

23 પોલીસ કર્મચારીને કોરોના થયો, ફરજ પરના પોલીસ કર્મચારીનું ધ્યાન રાખવામાં આવે છેઃ DGP

Amreli Live

ગંગોત્રીના દર્શન માટે દેવસ્થાનમ્ બોર્ડનું રજિસ્ટ્રેશન શરૂ, સમિતિને ભક્તોને મંદિરની અંદર જઇ દર્શન કરાવવાની મંજૂરી નથી

Amreli Live

વડોદરામાં કોરોના વાઈરસના આજે 6 પોઝિટિવ કેસ નોંધાયા, રેડ ઝોન નાગરવાડાના 97 સહિત કુલ પોઝિટિવ 114 થયા

Amreli Live

રાજકોટમાં 1 કલાકમાં 1 ઇંચ વરસાદ, ગોંડલમાં સાંબેલાધાર વરસાદ, ઉપલેટમાં ભારે વરસાદને કારણે મકાનના બે ભાગ થયા, તસવીરો

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

સેન્સેક્સ 1265 અંક વધ્યો, નિફ્ટી 9111 પર બંધ; મારૂતિ સુઝુકી, ટાઈટન કંપનીના શેર વધ્યા

Amreli Live

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658

Amreli Live

મોદીની મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિ વિશે ચર્ચા શરૂ, શાહ પણ હાજર; લોકડાઉન વિશે નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

શહેરમાં 15 મેના રોજ શરતોને આધીન શાકભાજી-કરિયાણાની દુકાનો અને અનાજ દળવાની ઘંટીઓ ખુલશે

Amreli Live

રાજ્યમાં 46 નવા કેસ નોંધાયા અને 2ના મોત, કુલ પોઝિટિવ કેસ 308 થયા, અમદાવાદમાં પહેલીવાર ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ

Amreli Live