25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાનો દંડ વસૂલે છે પોલીસ!

અમદાવાદઃ નવા મોટર વ્હિકલ એક્ટ મુજબ ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ અને કારચાલકે સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત છે. જો કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરે તો તેની પાસેથી દંડ વસૂલવામાં આવે છે. પરંતુ જો તમે હાલના સમયમાં હેલ્મેટ પહેર્યા વગરના પકડાઈ જાઓ અને પોલીસ તમને તેના બદલે માસ્ક ન પહેરવા બદલનો દંડ ચૂકવવાનું કહે તો સહેજ પણ નવાઈ ન પામતા. પોતાના ‘માસ્ક ફાઈન્સ’ના ડેઈલી ટાર્ગેટને પૂરો કરવા માટે વિવિધ ચેક પોસ્ટ પર પોલીસકર્મીઓ તહેનાત થઈ ગયા છે અને હેલ્મેટ અથવા સીટબેલ્ટના બદલે માસ્ક ન પહેરવા બદલ મેમો ફાડી રહ્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આવી એક ઘટના ગાંધીનગરના કોબા સર્કલ પાસે બની હતી. જેમાં એક વ્યક્તિએ માસ્ક પહેર્યું હતું અને તેણે ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હતો. તેમ છતાં તેને માસ્ક ન પહેરવા બદલ અપાતો 200 રૂપિયાનો મેમો પોલીસે પકડાવ્યો હતો.

શુક્રવારે સવારે, રખિયાલમાં રહેતો વ્યક્તિ ગાંધીનગરના સેક્ટર 27 તરફ જઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેને કોબા સર્કલ પાસે રોક્યો હતો.

‘પોલીસે મારું નામ અને એડ્રેસ પૂછ્યું અને બાદમાં મને 200 રૂપિયાની રસીદ આપી, જેમાં લખ્યું હતું કે માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. મેં માસ્ક પહેર્યું હતું, તેથી મેં પોલીસકર્મીને પૂછ્યું કે તેમણે ખોટા ગુના માટે મારી પાસે કેમ દંડ વસૂલ્યો. તો તેમણે કહ્યું કે, હેલ્મેટ ન પહેરવા બદલ મારો ફાડવામાં આવ્યો હોત, પરંતુ માસ્ક ન પહેરવા બદલની 200 રૂપિયાની પ્રિન્ટેડ રસીદ તેમની પાસે હોવાથી તેમણે મારી પાસેથી ઓછો દંડ વસૂલ્યો છે’, તેમ કાલીમ સિદ્દીકીએ રસીદ બતાવતા કહ્યું હતું.

ઘણા ટુ-વ્હીલર ચાલકો સાથે આવું બન્યું છે. કે જેમણે માસ્ક પહેર્યું હોય અને અન્ય નિયમનો ભંગ કર્યો હોય છતાંય તેમને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારાયો હોય.

એક વ્યક્તિ કે જેણે નહોતો સીટબેલ્ટ પહેર્યો કે નહોતા તેની પાસે વાહનોના કાગળ અને તેની પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડ લેવામાં આવ્યો હતો.


Source: iamgujarat.com

Related posts

બોપલમાંથી કચરાના ડુંગર વર્ષના અંત સુધીમાં થઈ જશે ગાયબ

Amreli Live

ઘરેથી કામ કરતી વખતે રશ્મિ દેસાઈએ કર્યો જબરો જુગાડ, હસીને લોટપોટ થયા ફેન્સ

Amreli Live

1 જુલાઈ જન્મદિવસ રાશિફળ: જાણો, આજે જન્મેલા જાતકોનું આગામી વર્ષ કેવું રહેશે

Amreli Live

તાજેતરના રિસર્ચમાં કોરોના વાયરસનું આ નવું લક્ષણ જાણવા મળ્યું

Amreli Live

છેલ્લા 24 કલાકથી ભારે વરસાદના કારણે મુંબઈમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

Amreli Live

પોરબંદરમાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી

Amreli Live

ડિપ્રેશનમાં હોવાનું કહી આ એક્ટ્રેસે FB પર આપી આત્મહત્યાની ધમકી

Amreli Live

અ’વાદઃ ગુરુવારે છેલ્લા એક સપ્તાહમાં સૌથી ઓછા કેસ, મૃત્યુઆંક પણ 13 દિવસમાં સૌથી ઓછો

Amreli Live

અંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે?

Amreli Live

સુરતઃ કોન્સ્ટેબલે હુમલો કરતાં મહિલા બેંકકર્મીને પીઠના પાછળના ભાગમાં થયું હેરલાઈન ફ્રેક્ચર

Amreli Live

રાજ્યસભા ચૂંટણીમાં એક રાત બાકી, ભાજપ-કોંગ્રેસ બંનેમાં ઉચાટની સ્થિતિ કે કાલે શું થશે

Amreli Live

પોતાનો સ્ત્રી વેશમાં ફોટો ફરતો થતાં હાર્દિકે ભાજપને આડે હાથે લીધો

Amreli Live

અમદાવાદમાં સામે આવી દુષ્કર્મની ચોંકાવનારી ઘટના, પિતાએ પુત્રીને જ બનાવી હવસનો શિકાર

Amreli Live

અમદાવાદઃ વેન્ટિલેટરના અભાવે દર્દીનું મોત, શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલને AMCની નોટિસ

Amreli Live

રાજસ્થાનમાં સરકાર બદલાતા ઈતિહાસના પુસ્તકમાં ફેરફાર, મહારાણા પ્રતાપ વિશે આવું ભણાવાશે!

Amreli Live

રાજકોટઃ પાણીના ધસમસતા પ્રવાહમાં બોલેરો કાર તણાઈ, વીડિયો જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

Amreli Live

સુરત, મુંબઈથી પરત ફરેલા લોકોને સ્વયંભૂ હોમ કોરન્ટાઈન પાળવા કલેકટરશ્રી આયુષ ઓકની અપીલ

Amreli Live

દ્વારકા : કરોડોના માઈનિંગ કૌભાંડનો પર્દાફાશ, રેત માફિયા અને સરકારની સાંઠગાંઠની આશંકા

Amreli Live

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી મુશ્કેલીમાં ફસાયો, હિતોના ટકરાવનો આરોપ લાગ્યો

Amreli Live

સાપ્તાહિક આર્થિક રાશિફળ 20થી 26 જુલાઈ: આ રાશિઓ માટે ફળદાયી રહેશે અઠવાડિયું

Amreli Live

અમદાવાદઃ વેન્ટિલેટરના અભાવે દર્દીનું મોત, રાજસ્થાન હોસ્પિટલને ફટકારાયો 77 લાખનો દંડ

Amreli Live