31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

હેટ સ્પીચ બાબતમાં સોસીયલ મીડિયા કંપનીએ જણાવ્યું : અમે નિષ્પક્ષ છીએ અને દરેક પ્રકારની કટ્ટરતાની નિંદા કરીએ છીએ

ફેસબુકે કહ્યું છે કે અમે કોંગ્રેસને પક્ષપાત થવાના આરોપને ઘણો ગંભીરતાથી લીધો છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે તે એક એવું પ્લેટફોર્મ બની રહે જ્યાં લોકો ખુલ્લા મનથી પોતાના વિચાર રજુ કરી શકે.

ફેસબુકે ભારતની બાબતમાં હસ્તક્ષેપને લઈને કોંગ્રેસની ચિંતાઓનો સ્વીકાર કર્યો છે : કોંગ્રેસ

કોંગ્રેસે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને પત્ર લખીને બેવડી નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો

ફેસબુક હેટ સ્પીચ બાબતમાં હાલમાં જ કોંગ્રેસે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને પત્ર લખીને બેવડી નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં ફેસબુકે ગુરુવારે કહ્યું કે અમે કોઈ પ્રકારનો પક્ષપાત નથી કરતા. અમે ધૃણા અને કટ્ટરતાની તમામ બાબતોની નિંદા કરીએ છીએ. સાથે જ એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે તે એક એવું પ્લેટફોર્મ બની રહે, જ્યાં લોકો ખુલ્લા મનથી પોતાના વિચાર રજુ કરી શકે.

કોંગ્રેસની ચિંતાઓ ઉપર પ્રતિક્રિયા આપતા ફેસબુકના પબ્લિક પોલીસી, ટ્રસ્ટ એંડ સેફટી નિદેશક નીલ પોટ્સે જણાવ્યું કે ફેસબુકે પક્ષપાતના આરોપોને ખુબ જ ગંભીરતાથી લીધી છે. અમે કોઈના પક્ષમાં નથી અને સંપૂર્ણ ઈમાનદારી જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.

કોંગ્રેસે ફેસબુક ઉપર ભારતની લોકશાહીની પક્રિયા અને સામાજિક સદ્દભાવમાં હસ્તક્ષેપ કરવા અને સત્તાધારી ભાજપના સભ્યો સાથે નરમ હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કહ્યું હતું કે અમે ભારતમાં આ બાબત ઉપર કાયદાકીય સલાહ લઇ રહ્યા છીએ. જો જરૂર પડશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. જેથી તે નક્કી કરી શકાય કે એક વિદેશી કંપની દેશના સામાજિક તાણા-વાણાને નુકશાન ન પહોચાડી શકે.

વોલ સ્ટ્રીટજર્નલ અને ટાઈમ મેગેઝીનના અહેવાલ ઉપર વિવાદ

કોંગ્રેસે વોલ સ્ટ્રીટ જર્નલ અને ટાઈમ મેગેઝીનના અહેવાલનો આધાર બનાવીને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખ્યો હતો. વોલ સ્ટ્રીટ અને ટાઈમમાં શુક્રવારે એક અહેવાલમાં પ્રકાશિત થયો હતો. જેમાં ફેસબુક ઉપર પક્ષપાત અને સત્તાધારી ભાજપ સાથે નજીક હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે એક મહિનામાં બે વખત ફેસબુકને પત્ર લખ્યો

હેટ સ્પીચ બાબતમાં કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ છેલ્લા એક મહિનામાં બે વખત ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને પત્ર લખી ચુક્યા છે. હેટ સ્પીચને લઈને પાર્ટ્સે જવાબ આપ્યો – અમે તમને વિશ્વાસ અપાવીએ છીએ કે અમારી કમ્યુનીટી સ્ટાન્ડર્ડ મુજબ ધર્મ, જાતી, સમાજ, કોઈ દેશ સાથે સંબંધ રાખવા કે કોઈ ખામી સાથે લડી રહેલા લોકો ઉપર ટીપ્પણી કરવા ઉપર પ્રતિબંધ છે. પોતાની પોલીસી હેઠળ અમે ભારતમાં અમારા પ્લેટફોર્મ ઉપરથી લોકોના નફરત ભરેલા કંટેટ દુર કર્યા છે અને એવું કરવાનું ચાલુ રહેશે.

કોંગ્રેસના ડેટા એનાલીટિક્સ વિભાગના પ્રમુખ પ્રવીણ ચક્રવર્તીએ જણાવ્યું કે ફેસબુકે ભારતની બાબતમાં હસ્તક્ષેપ વિષે કોંગ્રેસની ચિંતાઓનો સ્વીકાર કર્યો છે અને સુધારાત્મક ઉપાયોનું વચન આપ્યું છે, પરંતુ આગળની યોગ્ય કાર્યવાહીની રાહ જોઈએ છીએ.

રવીશંકર પ્રસાદે પણ ફેસબુકને ભારતીય મેનેજમેન્ટ ઉપર આરોપ લગાવ્યો

આઈટી પ્રધાન રવીશંકર પ્રસાદે પણ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગને પત્ર લખ્યો હતો. તેમણે એ વાત ઉપર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી કે 2019ની ચૂંટણી પહેલા ફેસબુકના ભારતીય મેનેજમેન્ટને દક્ષીણપંથી પેજોને પોતાના સોશિયલ મીડિયા માંથી ડીલીટ કરી દીધું હતું અને તેની પહોચને ઓછી કરી દીધી હતી. રવીશંકરે જણાવ્યું હતું કે તમારા કર્મચારીઓએ મોદી સરકારના અધિકારીઓને અપશબ્દ કહ્યા અને તે ઓન રેકોર્ડ છે.

ત્રણ પાનાના પત્રમાં આઈટી પ્રધાને જણાવ્યું – એવું લાગે છે કે જે કરવામાં આવ્યું છે, તે તમારી ફેસબુક ઇંડિયા ટીમના લોકોનો પ્રબળ અને વ્યક્તિગત રાજનીતિક ધારણાઓનું પરિણામ છે. હાલમાં જ સુત્રોના આધારે આપવામાં આવેલા અહેવાલ કંઈ જ નથી, બસ તમારી કંપનીમાં એક વૈચારિક પ્રધાનતા માટે ચાલી રહેલી લડાઈ છે.

હેટ સ્પીચ જેવી બાબતો જોવા માટે અમારી પાસે નિષ્ણાંત

ફેસબુકે કહ્યું, ‘અમારી પાસે એક ટીમ છે, જે આતંક કે ભેગા મળીને નફરત ફેલાવવા જેવી બાબતોના નિષ્ણાંત છે. તે હંમેશા તેની સાથે જોડાયેલા ગ્લોબલ અને રીઝનલ ટ્રેંડ ઉપર નજર રાખે છે. તે કંપનીને એવી બાબતોમાં સલાહ આપે છે. તે નિર્ણય કોઈ એક માણસ તરફથી એકતરફી નથી લેવામાં આવ્યો. તેને કંપનીની ટીમ તરફથી રજુ કરવામાં આવેલી સલાહના આધારે લેવામાં આવ્યો છે. તે એક પ્રોસેસ છે, જેનાથી અમે ગ્લોબલ અને રીઝનલ મુદ્દાને સમજીએ છીએ અને તેની ઉપર વિચાર કરીએ છીએ.’

રાહુલે પણ ફેસબુક ઉપર આરોપ લગાવ્યો હતો

કોંગ્રસ નેતા રાહુલ ગાંધીએ પણ 29 ઓગસ્ટના રોજ ટ્વીટ કરી કહ્યું હતું, ‘ટાઈમે વોટ્સઅપ અને ભાજપની સાંઠગાંઠનો ખુલાસો કર્યો છે. 40 કરોડ ભારતીય યુઝર વાળું વોટ્સઅપ પેમેન્ટ સર્વિસ પણ શરુ કરવા માંગે છે, તેના માટે મોદી સરકારની મંજુરી જરૂરી છે. આ રીતે વોટ્સઅપ ઉપર ભાજપના નિયંત્રણ વિષે જાણી શકાય છે. ટાઈમના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ફેસબુક ભાજપ નેતાઓની બાબતમાં ભેદભાવ રાખે છે. વોટ્સઅપ પણ ફેસબુકની કંપની છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

શ્રાવણમાં શિવપૂજન સાથે લીલા રંગને પણ આપો મહત્વ, જાણો તેના 5 ચમત્કારિક ફાયદા.

Amreli Live

અચાનક નદીમાંથી બહાર નીકળ્યું 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર

Amreli Live

માણસને હીજડો બનાવતો મચ્છર કેમ ચૂસે છે માણસોનું લોહી? વૈજ્ઞાનિકોએ રજુ કર્યું ચક્કીત કરતું કારણ.

Amreli Live

વૃશ્ચિક રાશિના લોકોને શનિદેવની કૃપાથી આજે આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, પણ આ રાશિવાળાએ સાવચેત રહેવું.

Amreli Live

કોરોના વાયરસથી બચવા માટે કેવી રીતે બુસ્ટ કરો છો, પોતાની ઇમ્યુનીટી? ન્યુટ્રિશનિસ્ટ પાસેથી મેળવો માહિતી

Amreli Live

રશિયાના સમુદ્રમાં સૌથી મોટો વિનાશ, કિનારા પર લાગ્યો જીવોના લાશોનો ભંડાર.

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

આ 3 રાશિઓ માટે આજનો દિવસ વધારે સારો નથી, વાહન ચલાવતા કાળજી રાખવી, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

હવા મારફતે આ રીતે ફેલાઈ રહ્યો છે કોરોના, નવી સ્ટડીના પરિણામ ચિંતાજનક

Amreli Live

તુલસીના પાનને દૂધમાં ઉકાળીને પીવામાં આવે તો આ બધા રોગોથી પોતાને સરળ રીતે બચાવી શકો છો.

Amreli Live

‘ચાઈનીઝ પ્રોડક્ટનું કામ છોડ્યું તો ભૂખે મરી જઈશ’, આ જગ્યાએ બધા એના ઉપર જ નિર્ભર છે.

Amreli Live

કન્યા રાશિના લોકોને આજે આર્થિક લાભ થવાની શક્યતા છે, રાશિ અનુસાર જાણો કેવો રહેશે નવરાત્રીનો પહેલો દિવસ.

Amreli Live

ત્રણ રાશિવાળાના જીવનમાં મોટી ભેટ લઈને આવશે આજનો દિવસ, વાંચો પોતાનું રાશિફળ.

Amreli Live

અનિંદ્રા, ઊંઘ ના આવવી તેના ખુબ જ સરળ ઈલાજ એવા 6 રામબાણ પ્રયોગો.

Amreli Live

કમળો, દમ-અસ્થમા અને એલર્જીક શરદીમાં કામ આવતી સંજીવની એટલે કુકડવેલ, જાણો તેના ફાયદા.

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

ઇમરાને જણાવ્યું : દુનિયાને લાગે છે ભારતથી તેમને વધારે આર્થિક લાભ થઇ રહ્યો છે, તેથી કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની સાથે નથી દુનિયા

Amreli Live

આજે આ 6 રાશિઓ પર રહેશે લક્ષ્મી માતાની કૃપા, આર્થિક લાભ મળશે, વેપારનું વિસ્‍તરણ કરી શકશો.

Amreli Live

ગણેશજીની કૃપાથી તુલા રાશિ માટે દિવસ રહેશે શુભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

આ રાશિના લોકો આ અઠવાડિયે વૈભવી જીવનશૈલી અને મોજશોખ પાછળ ખર્ચ કરશે, જ્યોતિષ અનુસાર જાણો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

80 વર્ષીય વૃદ્ધના ચહેરા પર પાછું આવ્યું હાસ્ય, ‘બાબા કા ઢાબા’ પર ઉમટી પડી ભારે ભીડ.

Amreli Live