28.8 C
Amreli
23/10/2020
અજબ ગજબ

હુમાયુનો જીવ બચાવવા વાળો સાધારણ ભિસ્તી કઈ રીતે બન્યો હતો દિલ્લીનો બાદશાહ, વાંચો સ્ટોરી.

સાધારણ ભિસ્તી હુમાયુનો જીવ બચાવીને કેવી રીતે બન્યો દિલ્લીનો બાદશાહ, વાંચો આખી સ્ટોરી. 6 જૂન 1539 ના યુદ્ધમાં હુમાયુ ખરાબ રીતે પરાજિત થયો, તે પોતાનો જીવ બચાવવા ગંગામાં કૂદી પડ્યો. હુમાયુ તરીને થાકી ગયો, તેને લાગ્યું કે તે હવે ડૂબી જશે, ત્યારે તેની નજર એક નાવિક પર પડી. હુમાયુએ નાવિકને મદદ માટે વિનંતી કરી. નાવિક નિઝામ નામનો એક ભિસ્તી હતો. નાવિકે હુમાયુનો જીવ બચાવ્યો, ત્યારબાદ હુમાયુએ જીવનરક્ષક નિઝામને એક દિવસ રાજા બનાવવાનું વચન આપ્યું અને ચાલ્યા ગયા.

ભારતીય ઇતિહાસ પોતે ઘણા રહસ્યો અને વાર્તાઓ સંતાડીને બેઠો છે, જેમાંથી એક મોગલ બાદશાહ હુમાયુ અને અફઘાનના શાસક શેરશાહ વચ્ચે બક્સરના ચૌસામાં થયેલું યુદ્ધ છે. 1539 માં આ યુદ્ધમાં હુમાયુનો પરાજય થયો, પરંતુ આ યુદ્ધ પછી એક સામાન્ય ભિસ્તીને એક દિવસ માટે દિલ્હીની ગાદી પર બેસવાનો મોકો જરૂર મળ્યો.

મોગલ શાસક બાબરના અવસાન પછી, હુમાયુના ખભા પર મોગલ સામ્રાજ્ય સ્થાપિત કરવાની મોટી જવાબદારી હતી. કારણ કે બહલુલખાન લોધીની હાર પછી પણ ભારતમાં અફઘાનનો દબદબો હતો. આવી સ્થિતિમાં હુમાયુ આ વર્ચસ્વ ખતમ કરવા અફઘાન તરફ આગળ વધ્યો. 1531 માં દેવરાનું યુદ્ધ જીત્યા પછી, હુમાયુની સેના અફઘાન શાસક શેરશાહ તરફ આગળ વધી. શેરશાહ કુશળ યોદ્ધા હતો. તે જાણતો હતો કે હુમાયુ પાસે એક વિશાળ સૈન્ય છે, તેથી તેને એવી જગ્યાએ રોકવો પડશે જ્યાં પોતાને ભૌગોલિક લાભ મળે.

humayu ladai
source google photos

આવી સ્થિતિમાં, તેમણે શેરશાહને હરાવવા બિહારના બક્સર જિલ્લાના ચૌસામાં ગંગાના કાંઠે છાવણી ઉભી જર. શેરશાહ સારી રીતે જાણતા હતા કે ગંગા ક્યારે જોખમી બને છે. શેરશાહ સુરી સમયની રાહ જોતો હતો. જ્યારે વરસાદ શરૂ થયો અને ગંગાના પાણીમાં વધારો થવા લાગ્યો ત્યારે શેરશાહે 26 જૂન 1539 ના રોજ હુમાયુની સેના પર હુમલો કર્યો. આ યુદ્ધમાં હુમાયુ ખરાબ રીતે પરાજિત થયો, અને તે પોતાનો જીવ બચાવવા ગંગામાં કૂદી ગયો.

આ રીતે હુમાયુ ભિસ્તીને મળ્યા :

હુમાયુ તરતા તરતા થાકી ગયો, તેણે વિચાર્યું કે તે હવે ડૂબી જશે, ત્યારે તેની નજર એક નાવિક પર પડી. હુમાયુએ નાવિકને મદદ માટે વિનંતી કરી. તે નાવિક નિઝામ નામનો એક ભિસ્તી હતો. નાવિકે હુમાયુનો જીવ બચાવ્યો, ત્યારબાદ હુમાયુએ જીવનરક્ષક નિઝામને એક દિવસ રાજા બનાવવાનું વચન આપ્યું અને ચાલ્યા ગયા. જાણકાર અજય મિશ્રા જણાવે છે કે, સરહિંદની લડાઇમાં શેરશાહ સુરીના પુત્ર સિકંદર સૂરીને હરાવીને હુમાયુએ જયારે ફરીથી મુગલિયા સલ્તનત સંભાળી, ત્યારે તેણે પોતાની શાહી સવાર બક્સરના ચૌસામાં મોકલી અને નાવિક નિઝામને આગ્રા બોલાવ્યો.

એક દિવસનો રાજા બનાવ્યો :

આગ્રાની ગલીઓમાં હુમાયુ પોતાના વચનોને કેવી રીતે પૂર્ણ કરશે તે અંગે ચર્ચા થઈ હતી. પ્રશ્ન મોટો હતો. આવી સ્થિતિમાં ઇસ્લામના નિષ્ણાતોને બોલાવ્યા. તે સમયે, હુમાયુએ આગ્રામાં મોટી મસ્જિદના સુફી સંત શેઠ મુહમ્મદ ગૌસના કહેવાથી 14 ડિસેમ્બર 1555 ના રોજ ભિસ્તીને એક દિવસીય રાજા બનાવ્યો હતો. જાણકાર અજય મિશ્રા કહે છે કે, આજે પણ આ ઘટનાની વાર્તાઓ આગ્રાના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

સુફી સંત શેખ મોહમ્મદ ગૌસે તેમની પુસ્તક સુફી હુમાયુમાં લખ્યું છે કે, કેવી રીતે તાજને એક દિવસ માટે મસ્જિદમાં મૂકવામાં આવ્યો હતો, અને નિઝામ ભિસ્તીને એક દિવસનો રાજા બનાવવામાં આવ્યો હતો. પુસ્તક મુજબ, એક દિવસના રાજા ભિસ્તીને એક જ હુકમ લાગુ કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં તેણે રાજ્યમાં ચામડાના સિક્કા ચલાવવાનો આદેશ આપ્યો. આજે પણ, લખનૌના સંગ્રહાલયમાં નિઝામ દ્વારા સંચાલિત ચામડા સિક્કાઓનું વર્ણન છે. જોકે, નિઝામનું નામ ભારતીય ઇતિહાસમાં ક્યાંય બીજે જોવા મળે છે કે નહીં, પરંતુ આજે પણ બક્સર ચૌસાના યુદ્ધ સ્થળ પરના આધારસ્તંભ પર નિઝરની વાતો કોતરવામાં આવી છે.

ચૌસાની સ્થિતિ ખરાબ છે :

જો કે, ઐતિહાસિક રીતે સમૃદ્ધ બક્સર જિલ્લામાં પુરાતત્વીય સ્થળોની સ્થિતિ ઘણી જર્જરિત છે. જાળવણીના અભાવે ઇતિહાસ રચનાર આ સ્થળ હવે ગોબર નાખવા અને છાણા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્રે કદાચ કોઈ જમાનામાં લાખોનો ખર્ચ કર્યો હોય, પરંતુ હાલમાં અહીંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.

પ્રોફાઈલ ફોટો પ્રતિકાત્મક છે (સોર્સ – ગુગલ).

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

વ્રતના સામાન્ય ભોજનને બનાવી દેશે સ્વાદિષ્ટ, આ ચટણીથી ચટાકેદાર બનાવી નાખો નવરાત્રીનો સ્વાદ

Amreli Live

ઘરમાં ઉગાડવા જેવું છે આ લેમન ગ્રાસ, આના ઉપયોગ અને એનાથી મળતા ફાયદાએ જાણી લેશો તો આજે જ વાવસો.

Amreli Live

સ્વામી વિવેકાનંદના 10 સૂત્ર : જ્યાર સુધી તમે તમારા કામમાં વ્યસ્ત છો, ત્યાર સુધી કામ સરળ રહશે, પરંતુ આળસમાં કોઈ કામ સરળ લાગતું નથી

Amreli Live

અહીં એક લગ્નમાં 150 લોકો આવ્યા, તેમાંથી 80 થઈ ગયા કોરોના પોઝિટિવ.

Amreli Live

આ 5 રીતોથી જાણી લો કે શું ફરીથી તમારે પોતાના Ex (જૂના પ્રેમ) સાથે પ્રેમ કરવો જોઈએ?

Amreli Live

મહેશ ભટ્ટને ટેકો આપવા આવ્યા પ્રકાશ ઝા, બોલ્યા – તેમાં કોઈ શંકા નથી કે આલિયા….

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

કુતરાને રંગીને બનાવી દીધો વાઘ, હવે સોશિયલ મીડિયા પર ભડકી રહ્યા છે લોકો, કાર્યવાહી કરવાની કરી માંગણી.

Amreli Live

કોરોનાને ટક્કર આપે એવી આ છે બીમારી, દર વર્ષે સૌથી વધારે લોકોનું મૃત્યુ એનાથી થાય છે.

Amreli Live

iPhone 12 સિરીઝ થઇ લોન્ચ, શરૂઆતી કિંમત આટલા હજાર રૂપિયા, જાણો કેમેરાથી લઈને દરેક ફીચર વિષે.

Amreli Live

ભગવાન જગન્નાથની કૃપાથી હીરાની જેમ ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, વાંચો અઠવાડિયાનું રાશિફળ

Amreli Live

મહામારી દરમિયાન પરિવારને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માંગો છો, તો ઘણી જરૂરી છે આ 5 ટિપ્સ અપનાવવી

Amreli Live

શાસ્ત્ર જણાવે છે કે ગણપતિની આરાધના આપણને જ્ઞાન આપે છે, કારણ કે ગણપતિ બુદ્ધિના દેવતા છે.

Amreli Live

ગ્રહોના દોષથી છૂટકારો મેળવવા માટે વાર પ્રમાણે કરો આ વસ્તુઓનો ત્યાગ, જીવનમાં આવશે સુખ અને સમૃદ્ધિ

Amreli Live

આ રાશિઓ માટે શ્રાવણનો પહેલો સોમવાર શુભ ફળ આ૫નારો રહેશે, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

આ અઠવાડિયે શરૂ થનારો પવિત્ર શ્રાવણ મહિનો આ રાશિઓ માટે સારા સમાચાર લઈને આવ્યો છે, વાંચો સાપ્તાહિક રાશિફળ.

Amreli Live

કોરોના વાયરસ પછી હંતા અને હવે બ્યુબોનીક પ્લેગ, ચીન છે ખતરનાક વાયરસોની જન્મભૂમિ.

Amreli Live

વાસ્તુ ટિપ્સ : ઘરમાં માટીનો ઘડો રાખવાથી ધન સંબંધિત સમસ્યાઓ થાય છે દૂર.

Amreli Live

રક્ષાબંધનના પવિત્ર પર્વ પર કોના ચમકશે નસીબના તારા, કોને થશે લાભ, વાંચો રાશિ ભવિષ્ય.

Amreli Live

દરરોજ આ 5 ને કરો પ્રણામ, નસીબ હંમેશા આપશે સાથ, લક્ષ્મીની કૃપાથી ક્યારેય નહિ થાય ધન-ધાન્યની અછત.

Amreli Live

વડ અને આંબળામાં છુપાયેલો છે સ્વાસ્થ્યનો ખજાનો

Amreli Live