31.6 C
Amreli
26/11/2020
અજબ ગજબ

હવે દૂધીનું શાક નહિ પણ ‘દૂધીના પરોઠા’ બનાવો, જાણો તેની રેસિપી.

દૂધીનું શાક ખાઈને કંટાળી ગયા હોવ, તો આ રીતે ઘરે જ બનાવો ટેસ્ટી ‘દૂધીના પરોઠા’. સવારના નાસ્તામાં રોજ-રોજ કાંઈક નવું, સ્વાદિષ્ટ અને તંદુરસ્ત રેસીપી બનાવવું કોઈ પણ મહિલા માટે પડકારથી ઓછું નથી. તેથી સૌથી સરળ રીતે બનાવવા વાળી રેસીપીમાં પરોઠા આવે છે. જે ઓછા સમય અને મહેનતમાં તૈયાર કરી શકે છે અને ઘરવાળાને કાંઈક અલગ ખાવાની ઈચ્છા પૂરી કરી શકાય છે.

તમે બટેટા, પનીર, કોબી અને પાલકના પરોઠા તો ઘણી વખત ખાધા અને ખવરાવ્યા હશે, પરંતુ આજે અમે જે પરોઠાની રેસીપી તમને જણાવવા જઈ રહ્યા છીએ, તેના વિશે તમે નહિ સાંભળ્યું હોય. આમ તો આજે અમે તમને દુધીના પરોઠા બનાવતા શીખવીશું. દુધીનું શાક અને રાયતા તો તમે ઘણી વખત ખાધા હશે. પરંતુ તમે ઘરે આ પરોઠા પણ બનાવી શકો છો. આવો અમે તમને તેની સરળ રીત જણાવીએ.

દુધીના પરોઠા માટે જરૂરી સામગ્રી :

250 ગ્રામ લોટ

1 મીડીયમ સાઈઝની દુધી

1 નાની ચમચી હળદર

1 નાની ચમચી ધાણા પાવડર

1 નાની ચમચી લાલ મરચું પાવડર

1 નાની ચમચી ગરમ મસાલો

1 નાની ચમચી લસણની પેસ્ટ

સ્વાદમુજબ મીઠું

જરૂર મુજબ તેલ

બનાવવાની રીત :

સ્ટેપ – 1 : સૌથી પહેલા દુધીને સાફ કરી લો અને તેને છીણી કાપી લો. દુધીમાં વોટર કનટેન્ટ વધુ હોય છે અને એટલા માટે તે ઘણું વધુ પાણી છોડે છે. આ પાણીને ફેંકો નહિ પરંતુ તેને એકઠું કરી લો.

સ્ટેપ – 2 : હવે એક વાસણમાં લોટ લો અને તેમાં 2 ચમચી તેલ અને 1 નાની ચમચી મીઠું નાખી લો. લોટને ગુંદવા માટે સામાન્ય પાણીને બદલે દુધીના પાણીનો ઉપયોગ કરો.

સ્ટેપ – 3 : લોટ જયારે ગુંદાઈ જાય તો તમે તેને થોડી વાર માટે સેટ થવા માટે અલગ મૂકી દો અને દુધીનું સ્ટફિંગ તૈયાર કરો.

સ્ટેપ – 4 : દુધીનું સ્ટફિંગ તૈયાર કરવા માટે એક વાસણમાં છીણેલી દુધી લો. તેમાં હળદર પાવડર, ગરમ મસાલા, ધાણા પાવડર અને લાલ મરચું વગેરે નાખો. તેની સાથે જ આ મિશ્રણમાં લસણની પેસ્ટ પણ ભેળવો.

સ્ટેપ – 5 : તમે ધારો તો દુધીને બાફીને પણ ઉપયોગ કરી શકો છો. એટલું જ નહિ, તમે દુધી સાથે ઉકાળેલા બટેટા કે પનીરને પણ મિક્સ કરી શકો છો. તેનાથી પરોઠામાં સ્વાદ ઘણો વધી જશે.

સ્ટેપ – 6 : સ્ટફિંગ તૈયાર થઇ ગયા પછી લોટના નાના નાના લુવા બનાવો અને બધામાં દુધીનું સ્ટફિંગ ભરી લો.

સ્ટેપ – 7 : હવે તેને પરોઠાની જેમ વણી લો અને તવા ઉપર તેલની મદદથી શેકી લો. તમારા માટે દુધીના પરોઠા પીરસવા માટે તૈયાર છે. આ પરોઠાને દહીં, અથાણું કે ચટણી સાથે પીરસો. આ રેસીપી તમને સારી લાગી હોય તો તે શેર અને લાઈક જરૂર કરો અને સાથે જ આ રીતે બીજી પણ સરળ રેસીપી જાણવા માટે વાચતા રહો ગુજરાતી લેખ.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કર્ક રાશિના નોકરી વ્‍યવસાય કરનારાઓ માટે દિવસ ખૂબ લાભકારક હશે, પણ આ રાશિના લોકોને નોકરી ધંધામાં તકલીફ સર્જાય.

Amreli Live

એક રિસર્ચમાં કહેવામાં આવ્યું ચોકલેટ ખાવાથી વાયરસની અસર ઓછી થાય છે, તે રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

Amreli Live

માં લક્ષ્મીની કૃપાથી આ 7 રાશિઓને આજે મળશે શુભ સમાચાર, અચાનક થશે ધન લાભ

Amreli Live

હથેળીની પાછળની બાજુથી જાણવામાં આવશે તમારો સ્વભાવ અને તમારું ભવિષ્ય.

Amreli Live

ખુશીના સમાચાર : 12 ઓગસ્ટ સુધી આવશે દુનિયાની પહેલી કોરોના વેક્સીન, રશિયાનો દાવો

Amreli Live

વિજ્ઞાન પણ અહીં છે ફેલ, દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે આ શિવલિંગ.

Amreli Live

માં-દીકરાની આ જોડીએ ગરીબોમાં વહેંચ્યા ફ્રી માસ્ક, પહેલનું નામ આપ્યું ‘Pick One, Stay Safe’

Amreli Live

22 ઓગસ્ટ શનિવારે છે ગણેશ ચતુર્થી, આ ખાસ બાબતોને લઈને આ વખતે અલગ રહશે આ ઉત્સવ

Amreli Live

સી પ્લેનમાં બેસીને ઉડાન ભરવી હોય તો આયોજન કરતા સમયે આ વાતોનું રાખો ખાસ ધ્યાન, નહિ તો….

Amreli Live

જાણો ભરેલા LPG ગેસના બાટલાને કેટલા સમય સુધી ઘરમાં રાખી શકો છો

Amreli Live

ધનવાન બનવું છે તો ચાણક્યની આ વાતોને જીવનમાં ઉતારી લો, જાણો આજની ચાણક્ય નીતિ.

Amreli Live

મકર રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહે, આવકમાં વધારો થાય, ભાગીદારીમાં લાભ થાય.

Amreli Live

શુભ સંયોગ સાથે થઇ રહી છે આ અઠવાડિયાની શરૂઆત, જાણો કઈ કઈ રાશિઓને થશે ફાયદો.

Amreli Live

શરદપૂનમ પર આ રાશિઓ પર રહેશે માં લક્ષ્મીની કૃપા, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

કીચકે દ્રૌપદી પર નાખી ખરાબ નજર તો પાંડવોએ આવો કર્યો એનો હાલ.

Amreli Live

રક્ષાબંધનના પવિત્ર પર્વ પર કોના ચમકશે નસીબના તારા, કોને થશે લાભ, વાંચો રાશિ ભવિષ્ય.

Amreli Live

જ્યોતિષના આધારે કેવું જશે પ્રધાનમંત્રીનું આવતું વર્ષ?

Amreli Live

આ રાશિઓ માટે શ્રાવણનો પહેલો સોમવાર શુભ ફળ આ૫નારો રહેશે, જાણો તમારું રાશિ ભવિષ્ય.

Amreli Live

ફટાફટ જાણી લો દિવાળીના દિવસે કોના પર મહેરબાન રહેશે લક્ષ્મી માતા, કેવી રહેશે તમારી દિવાળી.

Amreli Live

આ કારણોને લીધે દેશમાં આ 5 શહેર બની રહ્યા છે કોરોનાના ચેપના મોટા કેન્દ્ર, અહીં છે 50 ટકા કેસ

Amreli Live