25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

હવે ‘આરોગ્ય સેતુ’ એપ ડાઉનલોડ કરાવવા AMCના હેલ્થ કર્મચારીઓને ઈન્સેન્ટિવ મળશે

અમદાવાદ: કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લેવાયેલા પગલાઓની સમીક્ષા કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર, જુદા-જુદા ઝોનના ડેપ્યુટી કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ડૉક્ટર મિત્ર યોજના અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલુ જ નહીં, મ્યુનિસિપલના હેલ્થ ખાતાના કર્મચારીઓને દરરોજ 20 લોકો પાસે આરોગ્ય સેતુ એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનો ઈન્સેન્ટિવ સાથેનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

કોરોના સામે જંગ છેડતા કેન્દ્ર સરકારે કોરોનાને ફેલાતા અટકાવવા તેમજ જનજાગૃતિ માટે આરોગ્ય સેતુ નામની મોબાઈલ એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશન કોરોનાના સંક્રમણને અટકાવા, એક્શન પ્લાન બનાવવા, કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવા, પિંક અને અંબર એરિયા સર્વેલન્સમાં ઉપયોગી સાબિત થઈ છે. જેથી AMCના હેલ્થ ખાતાના અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓને સર્વેલન્સ દરમિયાન દરરોજ 20 એપ્લિકેશન ડાઉનલોડ કરાવવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે પ્રતિ એપ ડાઉનલોડ કરવા પર રૂ.5 અને 20થી વધુ એપ ડાઉનલોડ કરાવવા પર દર એપ્લિકેશન માટે 10 રૂપિયાનું ઈન્સેન્ટિવ આપવામાં આવશે, તેવી અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ જાહેરાત કરી હતી.

74 ડૉક્ટર મિત્રની નિમણૂક કરાશે
શહેરના કોરોના હવે વિવિધ ઝોનમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જેમાં ખાસ કરીને સ્લમ વિસ્તારના લોકોમાં તેનું સંક્રમણ વધારે જોવા મળી રહ્યું છે. જેથી તબીબી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે ધન્વંતરી રથ સેવા ઉપરાંત 74 ડૉક્ટર મિત્ર ટીમની રચના કરવાની અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ આ ટીમો સ્લમ વિસ્તારોમાં દરરોજ સાંજે પાંચથી રાતના 10 વાગ્યા સુધી ઘરઆંગણે તબીબી સારવાર આપશે. ડૉક્ટર મિત્ર ટીમમાં ફિઝિશિયન, મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન, ફાર્માશિસ્ટ અને પેરામેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે. જેમાં ફિઝિશિયન અને મેડિકલ ઓફિસરને મહિને 30 હજાર તથા ફાર્માશિસ્ટ, લેબ ટેક્નિશિયન અને પેરામેડિકલ સ્ટાફને 10 હજાર પગાર આપવામાં આવશે.


Source: iamgujarat.com

Related posts

ફ્લેટના પાંચમા માળેથી કૂદ્યો શખસ, કોરોનાના ડરથી કોઈએ હાથ લગાવ્યો નહીં અને…

Amreli Live

ઈમરાન ખાન પર આરોપઃ જાણી જોઈને વિરોધ પક્ષના નેતાઓને કરાવી રહ્યા છે કોરોનાગ્રસ્ત

Amreli Live

ગલવાનમાં ભારતીય સેના તૈનાત, ચીની સેનાએ પેંગોંગ વેલીના 8km વિસ્તારને કર્યો બ્લોક

Amreli Live

અમદાવાદના બજારમાં સોનું ઓલ ટાઈમ હાઈ, 10 ગ્રામનો ભાવ 50,400 રૂપિયા

Amreli Live

હવે સ્મિથ અને સંગાકરાએ કહ્યું, ‘ધોનીની સફળતામાં ગાંગુલીનો હાથ’

Amreli Live

115 દિવસ પછી શરૂ થયું ‘તારક મહેતા’…નું શૂટિંગ, સેટ પર જોવા મળ્યો આવો માહોલ

Amreli Live

બર્થ-ડે પર રાંચી પહોંચ્યા હાર્દિક-કૃણાલ, ધોનીને આપી જન્મદિવસની સરપ્રાઈઝ

Amreli Live

છ મહિનામાં શેરબજારે રડાવ્યા, પણ સોનાએ તગડી કમાણી કરી આપી

Amreli Live

ઘરની અંદર કોરોના વાયરસ કેટલો ઝડપથી ફેલાય છે?

Amreli Live

ચીનની દાદાગીરી રોકવા માટે અમેરિકા એશિયામાં લાવશે પોતાનું સૈન્ય

Amreli Live

કોરોનાકાળમાં પણ આ કંપનીએ કર્મચારીઓની સેલેરી 12 ટકા વધારી, બોનસ પણ આપ્યું

Amreli Live

મુસ્લિમ સાથે લગ્ન કરવાના લીધે ટ્રોલ થઈ રહી છે એક્ટ્રેસ, સહન ના થતાં આપ્યો જડબાતોડ જવાબ

Amreli Live

મિત્રો હોય કે પછી પરિવાર, લોકડાઉનમાં આ ગેમ સૌથી વધુ ફેવરિટ રહી

Amreli Live

કોરોના વાયરસઃ બર્થ ડે કેક પર રહેલી કેન્ડલ બ્લો કરવાનું ટાળી રહ્યા છે ગુજરાતીઓ

Amreli Live

S-Presso કે પછી સેન્ટ્રો, કયું CNG મોડલ છે બેસ્ટ?

Amreli Live

સૂર્યગ્રહણ: દેશ પર કુદરતી આફતનો ભય, મોદી સહિતના દિગ્ગજ નેતાઓ પર પડશે આવી અસર

Amreli Live

સુરત મહાનગરપાલિકાએ વાટલિયા પ્રજાપતિ સમાજને આપ્યું કોરોના વાયરસનું એલર્ટ

Amreli Live

29 મે જન્મદિવસ રાશિફળ: વર્ષનો ઉત્તરાર્ધ અપાર ખુશીઓ લઈને આવશે

Amreli Live

સુરત: ચોરીની શંકાએ પરપ્રાંતીય શ્રમિક પર ટોળાનો હુમલો, કોંગ્રેસ કાઉન્સિલર સહિત 6ની અટક

Amreli Live

કોપરેલ તેલમાં આ એક વસ્તુ મિક્સ કરીને વાળમાં લગાવો, વાળ લાંબા અને મજબૂત થશે

Amreli Live

ભારત અને ચીન વચ્ચે વધેલા તણાવથી સુરતને આ રીતે થઈ શકે છે મોટો ફાયદો

Amreli Live