26.5 C
Amreli
27/10/2020
મસ્તીની મોજ

હરિયાણાના ગામમાં વિતાવ્યું શ્રી ગુરુ ગોવિંદ સિંહનું બાળપણ, જાણો શું છે લખનૌર સાહેબની ખાસિયતો

શીખો માટે ખુબ પવિત્ર અને શ્રદ્ધાનું સ્થળ છે હરિયાનાનું લખનૌર સાહિબ, અહીં ગુરુ સાહિબે પોતાના બાળપણના ઘણા દિવસો વિતાવ્યા હતા.

હરિયાણાના લખનૌર સાહેબ શીખો માટે ખુબ જ પવિત્ર અને શ્રદ્ધાનું સ્થળ છે. લખનૌર સાહેબમાં ગુરુ શ્રી ગોવિંદ સિંહનું મોસાળ છે. અહિયાં ગુરુ સાહિબે પોતાના નાનપણના ઘણા દિવસો પસાર કર્યા હતા.

અંબાલા શહેર અને છાવણી પાસે આવેલું ગામ લખનૌર સાહીબ શીખોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. શીખોના દશમાં ગુરુ ગોવિંદ સિંહની માતા ગુજરીજી આ ગામના હતા. ગુરુજીએ પણ પોતાના નાનપણના થોડા દિવસો અહિયાં જ પસાર કર્યા હતા. ગુરુના મામાનો પણ આજ ગામમાં વિકાસ થયો હતો. શીખ ભક્તો માટે લખનૌર સાહીબ ઘણું પવિત્ર છે અને અહિયાં ભક્તોની ભીડ રહે છે.

ગુરુ ગોવિંદ સિંહની માતા ગુજરી કૌર પણ આ ગામની હતી, ઐતિહાસિક ગુરુદ્વારાના દર્શન કરવા આવે છે ભક્તો
લખનૌર સાહીબના ગુરુદ્વારા સાહિબમાં ગુરુ શ્રી ગોવિંદ સિંહજી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ, શસ્ત્ર વગેરે સંભાળીને રાખવામાં આવ્યા છે. ભક્તો તેના દર્શન કરી પાવન થઇ જાય છે. આ ઐતિહાસિક ગુરુદ્વારા સાહિબમાં દર્શન અને માથું ટેકવા માટે દુર દુરના ક્ષેત્રો માંથી ભક્તો આવે છે. ખાસ કરીને આ સ્થળ શીખ ઐતિહાસિકથી પરિપૂર્ણ છે.

પહેલા ગઈ નામથી પ્રચલિત રહ્યું છે આ ગામ

ગામ લખનૌર સાહીબનું આખું નામ લખનાવતી, લખનપુર અને લખનૌતી પણ કહેવામાં આવે છે. પંજાબના લેખક ભાઈ વીર સિંહે પોતાની રચનાઓમાં નોંધ્યું છે કે આ ધાર્મિક મહત્વના સ્થાન ઉપર ગુરુ ગોવિંદ સિંહજીએ સૈયદ શાહ મીર પીખને દર્શન આપ્યા હતા. એટલું જ નહિ કરનાલના પીર શાહ આરીફે પણ આ સ્થાન ઉપર ઘણા આદર સાથે ગુરુજીને નમસ્કાર કરીને તેમના પ્રત્યે પોતાની આસ્થા પ્રગટ કરી હતી. લખનાવતી, લખનપુર અને લખનૌતી પછી આ સ્થળનું નામ લખનૌર સાહિબ પડી ગયું.

લખનૌર સાહીબ અંબાલા શહેરથી લગભગ દસ કિલોમીટર દુર છે. ગામની વસ્તી લગભગ 1400 છે. સીખ ઈતિહાસ મુજબ શીખોના દસમાં ગુરુ શ્રી ગોવિંદ સિંહજીનું મોસાળ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે. ગુરુજી જયારે પાંચ વર્ષના હતા, તો તે થોડા સમયમાં ગામ લખનૌર સાહીબમાં રોકાયા હતા.

લખનૌર સાહીબ પાસે રાખવામાં આવેલો છે ગુરુ શ્રી ગોવિંદ સિંહજીનો પલંગ

અહિયાં તેમણે પોતાની બાળલીલાઓ પણ કરી અને દરેકના દિલ જીતી લીધા. તેની યાદો તાજી રાખવા માટે શ્રદ્ધાળુઓ માટે અહિયાં સંપૂર્ણ શ્રદ્ધા સાથે સંભાળીને રાખવામાં આવી છે. અહિયાંથી વિદાય લેતી વખતે ગુરુજી પોતાની યાદી માટે ત્રણ પલંગ, બે લાકડાની પાટો અને થોડા અસ્ત્ર-શસ્ત્ર અહિયાં રાખ્યા છે. આજે પણ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ ગુરુ સાહિબની આ પવિત્ર નિશાનીઓના દર્શન કરીને સ્વયંને ધન્ય અનુભવે છે.

જુનો કુવો ખોદયો જેનું મીઠું હતું પાણી

ગામમાં જયારે માતા ગુજરી કૌર અને ગુરુ ગોવિંદ સિંહ આવ્યા હતા, ત્યારે અહિયાં કુવામાં પાણી કડવું હતું. અહિયાં એક જુનો કુવો પણ હતો, જેને ઠીક કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેને સાફસુફ કરાવીને ખોદકામ કરાવવામાં આવ્યું તો પાણી નીકળી આવ્યું. આ પાણી મીઠું હતું અને લોકોએ તેને ગુરુજીનો પ્રસાદ સમજ્યો. આ કુવામાંથી માતા ગુજરી કૌર અને અન્ય મહિલાઓ પાણી ભરતી હતી.

લખનૌર સાહીબમાં સાંચવીને રાખવામાં આવેલા ગુરુ શ્રી ગોવિંદ સિંહજીના શસ્ત્ર અને બીજી વસ્તુઓ

ગુરજીની પહેલી દસ્તારબંધી પણ લખનૌર સાહીબમાં થઇ હતી

શીખ ધર્મમાં દશેરાનું વિશેષ મહત્વ છે, કેમ કે તે દિવસે લખનૌર સાહીબમાં ગુરુ ગોવિંદ સિંહજીની દસ્તારબંધી થઇ હતી, તેના મામા કૃપાલ ચંદે વિધિ પૂર્વક ભાણેજ બાળ ગોવિંદ સિંહજીની દસ્તારબંધી કરી હતી. ત્યારથી ગામ લખનૌર સાહીબમાં દશેરાના દિવસે વિશાળ મેળો આયોજિત કરવામાં આવે છે. આ આયોજનમાં પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહીત બીજા રાજ્યોના શ્રદ્ધાળુઓ સામેલ થાય છે. વિદેશથી એનઆઈઆર શીખ કુટુંબ પોતાના બાળકો સાથે આ દિવસે ગુરુદ્વારા સાહિબમાં લઈને આવે છે અને તેની દસ્તારબંધી કરાવે છે.

લખનૌર સાહીબના નિવાસ દરમિયાન બાળ ગોવિંદ સિંહજી ગામના બાળકો સાથે દરરોજ નવી નવી રમત રમતા હતા. એ રમતોમાં ખાસ કરીને ગતલા, તીરંદાજી, નેજા, ઢાલ અને તલવારબાજીની પ્રેક્ટીસ નિયમિત રીતે કરતા હતા. અહિયાં રહીને તેમણે ઘણા ચમત્કાર દેખાડ્યા. તેમના દ્વારા દેખાડવામાં આવેલા ચમત્કારોના સ્થાન ઉપર આજે ગુરુદ્વારા સ્થાનો સાહિબ અને ગામ ભાનોખેડીમાં ગુરુદ્વારા ગેંદ સાહિબના નામથી ભવ્ય ગુરુદ્વારોનું નિર્માણ કરાવ્યું છે. આ ગુરુદ્વારોમાં પણ શ્રદ્ધાળુઓ આવે છે અને દર્શન કરી આશીર્વાદ લે છે.

ગુરુદ્વારા લખનૌર સાહીબ સુધી અંબાલા છાવણી અને અંબાલા શહેરથી જઈ શકાય છે. અંબાલા શહેર માંથી જો તમે જાવ છો, તો કાલકા ચોકથી અંબાલા શહેર આવવું પડશે. ત્યાર પછી અંબાલા હિસાર પુલથી આગળ જલબેડારોડ ઉપર આવવું. જલબેડા રોડથી ભાનોખેડી થઈને ગામ લખનૌર સુધી પહોચી શકાય છે. આ રીતે અંબાલા છાવણીમાં કાલીપલટન પુલથી વામ ઉગાડા, બાડા, માજરીથી લખનૌર સાહીબ પહોચી શકાય છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કંગના રનૌતનો ધડાકો, ‘મણિકર્ણિકા પછી આ રાજકીય પાર્ટીએ તેને…

Amreli Live

મોહમ્મદ ઉસ્માન, જેમને પાકિસ્તાન આર્મી ચીફ બનવાની મળી હતી ઓફર, પણ તે ભારત માટે થયા શહીદ.

Amreli Live

જાણો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્પ નક્ષત્રનું મહત્વ, લાભ અને પ્રભાવ.

Amreli Live

ફ્રીમાં થઇ રહી છે દીકરીના નામ પર 11,000 રૂપિયાની FD, આ છે રીત.

Amreli Live

આ વખત દિવાળી પર ‘સ્વદેશી અને આત્મનિર્ભર ઝાકમઝોળ’ ની થઇ રહી છે તૈયારી.

Amreli Live

જયારે ફિલ્મોમાં મુખ્ય એક્ટરનું થયું મૃત્યુ, ફેન્સને ઈમોશનલ કરી ગઈ આ ફિલ્મો.

Amreli Live

આજે આ 7 રાશિઓ માટે મોટો દિવસ છે, આર્થિક રીતે મજબૂત બન્યા રહેશો.

Amreli Live

બસથી દિલ્હીથી લંડનની મુસાફરી, જાણો : કેટલા લાગશે પૈસા અને કેટલો સમય

Amreli Live

આધાર કાર્ડ ખોવાઈ ગયું છે, તો ન થશો પરેશાન, આવી રીતે મેળવી શકો છો વધારે સુવિધાઓ વાળું નવું કાર્ડ

Amreli Live

558 વર્ષ પછી રક્ષાબંધન ઉપર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિઓ પર પડશે તેની ઊંડી અસર

Amreli Live

ગરીબ બાળકોની હેલ્પ માટે ‘કારવાળા માસ્ટર’ ફૂટપાથ પર લગાવે છે ક્લાસ, ફ્રી માં આપે છે ભણતર

Amreli Live

ગાય-ભેંસ ખરીદવા માટે સરકાર ગેરેન્ટી વિના આપી રહી છે લોન, જાણો કેવી રીતે આપવું આવેદન

Amreli Live

પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

Amreli Live

આ કિંમત પર લોન્ચ થયો દુનિયાનો પહેલો અંડર-ડિસ્પેલ કેમેરા વાળો 5G સ્માર્ટફોન, જાણો બીજા ફીચર્સ

Amreli Live

દુનિયાના 10 સૌથી સુંદર રેલવે સ્ટેશન, જ્યાંથી ટ્રેન પકડવી તમારી યાત્રાને બનાવી દેશે યાદગાર.

Amreli Live

ખુબ દુઃખદ છે અનુરાધા પૌડવાલ નું જીવન, પહેલા પતિ પછી પ્રેમી અને હવે દીકરાએ છોડ્યો સાથ.

Amreli Live

ખુબ જ શંકાશીલ સ્વભાવની હોય છે આ રાશિની છોકરીઓ, પાર્ટનર પર હંમેશા રાખે છે નજર.

Amreli Live

કેવી છે રાફેલની શક્તિ, જાણો તેનાથી જોડાયેલા કેટલાક મહત્વના સવાલ-જવાબ.

Amreli Live

જૂજ લોકો જ કેમ ધનવાન બને છે, માં લક્ષ્મીએ ઈંદ્રદેવને જણાવ્યું હતું આ રહસ્ય.

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

17 તારીખે સિંહ રાશિમાં થશે બુધનું ગોચર, જાણો કઈ રાશિઓનો કેવો પડશે પ્રભાવ.

Amreli Live