31.2 C
Amreli
24/09/2020
અજબ ગજબ

સ્પેસ ક્ષેત્રમાં વધુ એક ઉછાળ, દેશના પહેલા ખાનગી રોકેટ એન્જીન ‘રમણ’ નું સફળ પરીક્ષણ

ભારતની સ્પેસ ક્ષેત્રમાં વધુ એક સિદ્ધિ, દેશના પહેલા ખાનગી રોકેટ એન્જીનનું થયું સફળ પરીક્ષણ, નામ પણ રામ ઉપરથી છે.

હૈદરાબાદના સ્ટાર્ટઅપ સ્કાયરૂટે દેશનું પ્રથમ ખાનગી રોકેટ એન્જીનનું સફળત પરીક્ષણ કર્યું છે. આ રોકેટ એન્જિનનું નામ રમણ રાખવામાં આવ્યું છે.

હૈદરાબાદ સ્થિત સ્કાર્ટઅપ સ્કાઈરૂટ એયરોસ્પેસે અપર સ્ટેજના રોકેટ એન્જિનનું હૈદરાબાદમાં સફળત પરીક્ષણ કર્યું છે. આ રોકેટ એન્જિનનું નામ રમણ રાખવામાં આવ્યું છે. આ એન્જિન ઘણા ઉપગ્રહોને એક સમયમાં જ અલગ અલગ કક્ષામાં સ્થાપિત કરી શકે છે. સ્કાઈરૂટના સહ-સંસ્થાપક પવન કુમાર ચંદાનાએ કહ્યું કે, અમે ભારતના પ્રથમ 100% થ્રી ડી-પ્રિન્ટેડ બાય-પ્રોપેલેન્ટ લિક્વિડ રોકેટ એન્જિન ઈંજેક્ટરનું પરીક્ષણ કર્યું.

તમને જણાવી દઈએ કે ભારતીય અવકાશ સંશોધન સંગઠન (Indian Space Research Organisation, ISRO)ના ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો દ્વારા સ્થાપિત સ્કાઈરૂટ ભારતનું પ્રથમ ખાનગી અવકાશ પ્રક્ષેપણ વાહન બનાવી રહ્યું છે. પરીક્ષણ પહેલાં કંપનીએ આ રોકેટ વિશે નોંધપાત્ર ગુપ્તતા રાખી હતી. પવનકુમાર ચંદાનાએ જણાવ્યું કે પરંપરાગત વીનિર્માણની સરખામણીમાં આ એન્જિન કુલ સમૂહ ઉત્પાદન કરતાં 50 ટકા ઓછું છે. આ રોકેટના કુલ ઘટકોની સંખ્યા પણ ઓછી છે અને તેનો લીડ ટાઇમ 80 ટકા વધુ છે.

સ્કાયરૂટ નો એ પણ દાવો છે કે આ એન્જિન ઘણી વખત ચાલુ થઈ શકે છે. તેની આ ખાસિયતને કારણે, તે એક જ મિશનમાં ઘણા ઉપગ્રહોને બહુવિધ ભ્રમણકક્ષામાં મૂકવામાં સક્ષમ છે. પવનકુમાર ચંદાનાએ જણાવ્યું હતું કે કંપનીના બે રોકેટ છ મહિનામાં લોકાર્પણ માટે તૈયાર થઈ જશે. સૌથી મોટી વાત એ છે કે આ સ્ટાર્ટઅપથી અત્યાર સુધીમાં 31.5 કરોડ રૂપિયા એકત્ર કરી લીધા છે. વર્ષ 2021 પહેલા તેનું લક્ષ્ય 90 કરોડ રૂપિયા એકત્ર કરવાનું છે.

સ્કાયરૂટના સહ-સંસ્થાપક અને મુખ્ય ઓપરેટિંગ ઓફિસર નાગા ભારતે કહ્યું કે રોકેટ લોકાર્પણ કરવા માટે અમે અમારું પોતાનું સોફ્ટવેર વિકસિત કર્યું છે. તેના માટે નેવિગેશન, કંટ્રોલ ફંક્શન્સ અને ઓનબોર્ડ એવિઓનિક્સ મોડ્યુલ્સનું પરીક્ષણ પણ પ્રગતિમાં છે. કંપની ડિસેમ્બર 2021 માં તેના પ્રથમ પક્ષેપણની તૈયારી કરી રહ્યું છે. કંપનીએ તેનું પ્રથમ પ્રક્ષેપણ વેહીક્લીનું નામ વિક્રમ-1 રાખ્યું છે.

વિક્રમ-I નું નિર્માણ કાર્ય ચાલુ છે. તેના લોકાર્પણ માટે ડિસેમ્બર 2021 નું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. નાગા ભારતે કહ્યું કે ભારતમાં પહેલીવાર ખાનગી ક્ષેત્ર તરીકે અમે ઉપગ્રહોના લોકાર્પણ કરવા માટે પ્રવાહી એન્જિનનું સફળત પરીક્ષણ કર્યું છે. કંપનીના બે રોકેટ સ્ટેજ છ મહિનામાં પરીક્ષણ માટે તૈયાર થઈ રહ્યા છે. કંપની આગામી દિવસોમાં અનેક લોકાર્પણમાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે. કંપની તેના માટે ઈસરો લોકાર્પણ રેજની મદદ લેવા માટે પણ વાતચીત કરી રહી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કોવિડ19 : જો ઘરે આવવાની હોય કામવાળી બેન, તો રાખો આ 9 વાતોનું ખાસ ધ્યાન.

Amreli Live

મીન રાશિના લોકોને મહાદેવની કૃપાથી આકસ્મિક ધનલાભનો યોગ છે, જાણો બીજી રાશિઓની સ્થિતિ કેવી રહેશે.

Amreli Live

દાદા-દાદીને ઊંઘની ગોળી આપતી હતી પૌત્રી, પ્રેમી સાથે પકડાઈ ગઈ, તો કરી દીધી આવી હાલત.

Amreli Live

મજબુરીની મજૂરી : મજૂરોની અછત થઇ તો બીએ અને એમએ પાસ યુવાઓ કરવા લાગ્યા અનાજની વાવણી.

Amreli Live

કોરોના વાયરસ સાથે યુદ્ધએ ચડશે દેશી લીમડો, પહેલા હ્યુમન ટ્રાયલની તૈયારી શરુ

Amreli Live

છાતી સાથે 1 વર્ષના માસુમ બાળકના મૃતદેહ બાથે વળગી રડતો રહ્યો પિતા, ડોક્ટર્સની બેદરકારીથી થયું મૃત્યુ

Amreli Live

આજે અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે, ધન લાભ મળે.

Amreli Live

આ ચાર રાશિઓની મહિલાઓ સાબિત થાય છે સુપર મોમ, સારી રીતે કરે છે પોતાના બાળકનો ઉછેર

Amreli Live

પ્રખ્યાત સોમનાથ મંદિરને પ્રધાનમંત્રી નેહરુએ ‘હિન્દૂ પુનરુત્થાન કામ’ કહીને કર્યો હતો વિરોધ.

Amreli Live

હવે ઉત્તર પ્રદેશની રીતને ફોલો કરી રહ્યું છે અમેરિકા, જાણો શું હતી આ બાબત.

Amreli Live

આઝાદી વિશેષ : વડવાઓની સંપત્તિમાં દીકરીઓને સમાન અધિકાર, સમ્માન અને ગૌરવનો નિર્ણય.

Amreli Live

કંગના રનૌતે કરણ જોહરને જણાવ્યો : ‘મુવી માફિયા કિંગ’, પીએમ મોદી પાસે લગાવી મદદની પુકાર

Amreli Live

લીવરને મસ્ત રાખવું છે તો પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરો અને રહો તંદુરસ્ત

Amreli Live

આ ઘરેલુ ઉપાયથી મિનિટોમાં વર્ષો જૂનો પેટનો કચરો કરો સાફ, કબજિયાત માટે છે એકદમ અસરદાર.

Amreli Live

1 વર્ષ સુધી ખરાબ નહિ થાય ફોલેલું લસણ, બસ આ 5 રીતે કરો તેને સ્ટોર.

Amreli Live

આજે માતાની કૃપાથી વેપારધંધામાં લાભકારી દિવસ છે. કુટુંબમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાશે.

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી કર્ક રાશિ માટે વર્તમાન દિવસ લાભકારક પુરવાર થશે, આકસ્મિક ધનલાભ થાય.

Amreli Live

દિવસના હિસાબે કરો આ ઉપાય, ચમકી જશે ભાગ્ય, પૈસાથી ભરાઈ જશે તિજોરી.

Amreli Live

જાણો શું હોય છે અમોનિયમ નાઇટ્રેટ? જેનાથી હલી ગઈ લેબનાન અને રાજધાની બેરૂતની ધરતી

Amreli Live

લક્ષ્મી માતાની કૃપાથી વૃષભ રાશિના લોકોને આજે નોકરી વ્‍યવસાયના સ્‍થળે ૫દોન્‍નતિના સમાચાર મળી શકે છે, જાણો અન્ય રાશિની સ્થિતિ

Amreli Live

ગણપતિ બાપ્પાની કૃપાથી આ રાશિ માટે નાણાકીય દૃષ્‍ટ‍િએ આજનો દિવસ લાભદાયી નીવડશે, સરકારી લાભ મળે.

Amreli Live