25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

સૌરાષ્ટ્ર: અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, વીજળી પડતાં બે બાળકો સહિત 7નાં મોત

રાજકોટ: મંગળવારે વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. જામનગર, દેવભૂમિ દ્વારકા અને બોટાદ જિલ્લામાં વીજળી પડતાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના એક ગામમાં 35 વર્ષીય મહિલા નીતા સીતાપરા અને તેમના 12 વર્ષીય દીકરાનું વીજળી પડવાથી મોત થયું છે. તેઓ ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેમના પર વીજળી પડી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વીરમદાડ ગામમાં 35 વર્ષીય મહિલા પાલી ડાંગર અને તેમના પરિવારના સભ્ય કોમલ (20 વર્ષ)નું મોત પણ વીજળી પડવાના કારણે થયું. અન્ય બે મહિલાઓ પર પણ વીજળી પડતાં તેમને ઈજા થઈ છે. સારવાર માટે એક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના લાઠીદડ ગામમાં એક 60 વર્ષીય વૃદ્ધ અને પાંચ વર્ષીય બાળકીનું વીજળી પડવાથી મોત થયું. આ ઉપરાંત સરવા ગામમાં 17 વર્ષીય યુવતી પણ વીજળી પડતાં મોતને ભેટી હતી.

સતત વરસી રહેલા વરસાદને કારણે ભાવનગર-સોમનાથ કોસ્ટલ હાઈવે બે વખત બંધ કરવો પડ્યો હતો. પાણી ભરાઈ જવાને લીધે રોડ ડૂબી ગયા હતા. ભારે વરસાદને કારણે ભાવનગર-સોમનાથ હાઈવે પર બે વખત ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રાજુલા અને ઉના વચ્ચેના કોઝવે પર નાગેશ્વરી નદીના પાણી ફરી વળ્યા હતા. આ સિવાય રાજકોટમાં વીજળી પડવાના કારણે એક વીજ થાંભલાને નુકસાન પહોંચ્યું હતું અને ઘણા વિસ્તારોમાં લાઈટ જતી રહી હતી. રાજકોટમાં પણ મંગળવારે ભારે વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

જૂનાગઢના કેશોદ તાલુકાના એક ગામના 16 લોકો વીજળીથી ભયભીત થતાં તેમને હોસ્પિટલમાં આશરો આપવામાં આવ્યો હતો. જો કે, થોડા સમય પછી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા અને તેમને કોઈપણ ઈજા થઈ નહોતી. રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 5 જુલાઈ સુધીમાં સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ અને જૂનાગઢના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, વલસાડ, નવસારી, દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી છે.


Source: iamgujarat.com

Related posts

બહારથી લાવવાના બદલે આ રીતે ઘરે બનાવો મીઠાઈ બનાવવામાં વપરાતું કન્ડેન્સ્ડ મિલ્ક

Amreli Live

ISROના મંગળયાને મંગળના સૌથી મોટા ચંદ્રની તસવીર લીધી

Amreli Live

સુશાંતની આત્મહત્યા અને ટ્વિટર પ્રોફાઈલ તસવીર વચ્ચે છે કંઈક આવો સંબંધ!

Amreli Live

આર્થિક તંગી સામે ઝઝૂમી રહેલા વધુ એક એક્ટરે મુંબઈ છોડ્યું, 1400 કિમી ડ્રાઈવ કરીને ઘરે ગયો

Amreli Live

21 જુલાઈ જન્મદિવસ રાશિફળઃ ગાયને પાલક ખવડાવવાથી થશે લાભ

Amreli Live

સુશાંત સિંહ આત્મહત્યા મામલે આ જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટરની સાત કલાક થઈ પૂછપરછ

Amreli Live

રાજકોટ દેશનું પ્રથમ ગ્રીન રેટેડ પ્લેટિનમ લેવલ સ્માર્ટ સિટી બન્યું

Amreli Live

એકમાત્ર એવો ક્રિકેટર જેણે વર્લ્ડ કપ ફાઈનલમાં ડેબ્યુ કર્યું અને બન્યો ચેમ્પિયન

Amreli Live

સરકારે કોરોનાની સારવારના પ્રોટોકોલમાં કર્યા ફેરફાર, આ બે દવાના ઉપયોગને આપી મંજૂરી

Amreli Live

કોવિડ-19થી પણ વધુ ઘાતક અને જીવલેણ ‘રહસ્યમયી બીમારી’ની એન્ટ્રી? ચીને કર્યા એલર્ટ

Amreli Live

અમદાવાદમાં લૂંટેરી દુલ્હનઃ સાસરામાં હાથ સાફ કરીને ફરાર થઈ ગઈ, પતિએ સસરાને ફોન કર્યો તો…

Amreli Live

શંકરસિંહ વાઘેલાએ NCPના નેશનલ જનરલ સેક્રેટરી અને સભ્ય પદેથી આપ્યું રાજીનામું

Amreli Live

દવા સપ્લાયની આડમાં દારૂની હેરાફેરી, રૂપિયા 50 લાખના માલ સાથે ત્રણની ધરપકડ

Amreli Live

17 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ગુજરાતમાં હવે કોરોના ટેસ્ટ કરાવવા માટે MBBS ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન પણ ચાલશે

Amreli Live

કોરોનાના બે કેસ મળતાં જ ટચુકડા દેશે ભર્યા હતા આ પગલાં, આજે ચોમેર થઈ રહી છે પ્રશંસા

Amreli Live

અંડકોષમાં ગાંઠ થઈ ગઈ છે, શું મને સેક્સ કરવામાં મુશ્કેલી થશે?

Amreli Live

સુરતઃ કારમાં આવેલા ત્રણ વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ કર્યું બિઝનેસમેનનું અપહરણ

Amreli Live

મહારાષ્ટ્રમાં કોરોનાનો રાફડો ફાટ્યો, એક જ દિવસમાં નોંધાયા સૌથી વધુ કેસ

Amreli Live

લોકડાઉન સંદર્ભે અમરેલી જિલ્લા વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર

Amreli Live

અમદાવાદઃ શાહીબાગમાં સાસુ બની જાસૂસ રાત્રે પુત્રવધૂને પરપુરુષ સાથે ઝડપી

Amreli Live