33.8 C
Amreli
25/10/2020
અજબ ગજબ

સોલર પેનલથી જોડાયેલા આ 5 બિઝનેસ, મહિને થશે 1 લાખ કે તેથી વધુ કમાણી.

આ 5 રીતે કરો સોલર પેનલનો બિઝનેસ, થશે મહિને 1 લાખ સુધીની કમાણી. દેશમાં સોલર સેક્ટરમાં બિઝનેસની તકો પણ વધી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ સોલર બિઝનેસમાં સતત ટેકો આપી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈ પ્રકારનો વ્યવસાય કરવા માંગતા હો, તો પછી તમે આ ક્ષેત્રમાં જોડાઈને તમારા કાર્યની શરૂઆત કરી શકો છો. તે જરૂરી નથી કે તમે સોલર પ્લાન્ટ લગાવીને વીજળી વેચવાનો જ ધંધો કરી શકો. સોલાર સેક્ટર સાથે સંબંધિત ઘણા વધુ વ્યવસાયો છે. આજે અમે તમને આવા જ કેટલાક જુદા જુદા સોલાર બિઝનેસ વિશે જણાવી રહ્યા છીએ, જેને શરૂ કરીને તમે સારી રકમ મેળવી શકો છો.

આ રીતે 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરો : કેન્દ્ર અને રાજ્ય સરકારોનું સમગ્ર ધ્યાન સૌર ઉર્જા પર છે. આ જ કારણ છે કે સરકાર લોકોને સોલાર પ્લાન્ટ લગાવવા માટે સતત પ્રોત્સાહિત કરી રહી છે. કેટલાક રાજ્યોએ ઓદ્યોગિક ક્ષેત્રે સોલર પ્લાન્ટ ફરજિયાત બનાવ્યો છે. તમારી પાસે સૌર ઉત્પાદનોના વેચાણનો વ્યવસાય શરૂ કરવાની મોટી તક છે. તેમાંથી તમે સોલાર પીવી, સોલર થર્મલ સિસ્ટમ, સોલર એટિક ફેન, સોલર કૂલિંગ સિસ્ટમનો વ્યવસાય શરૂ કરી શકો છો. પ્રારંભિક રોકાણ 4 થી 5 લાખ રૂપિયા સુધી થશે.

ખાસ વાત એ છે કે સૌર ઉર્જા સાથે સંબંધિત કોઈ વ્યવસાય શરૂ કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિત ઘણી બેંકોની એસએમઈ શાખામાંથી લોન મેળવી શકાય છે. એક અંદાજ મુજબ, આ વ્યવસાય એક મહિનામાં 30 હજાર રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીની કમાણી કરાવી શકે છે.

સોલર પ્રોડક્ટ્સનો ધંધો ફાયદાકારક છે : સોલાર સંચાલિત ઉત્પાદનોનો વ્યવસાય પણ શરૂ કરી શકાય છે. વર્તમાન સમયમાં આવા ઉત્પાદનોની ઘણી માંગ છે. ભારતીય અને વિદેશી કંપનીઓ સોલાર મોબાઈલ ચાર્જર્સ, સોલર વોટર હીટર, સોલર પમ્પ, સોલર લાઇટ બનાવી રહી છે. તેમજ કેટલાક ઉત્પાદનો જેવા કે વોટર હીટર, પમ્પ્સને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી પણ આપવામાં આવે છે. તમે આ ઉત્પાદનોનો વ્યવસાય પણ શરૂ કરી શકો છો. આ ધંધાની શરૂઆત કરવામાં 1 થી 2 લાખ રૂપિયા ખર્ચ થશે. બેંકો તરફથી પણ લોનની સુવિધા ઉપલબ્ધ છે. બિઝનેસમાં મહિનામાં 20-40 હજાર રૂપિયાની કમાણી થઈ શકે છે.

સોલાર મેન્ટેનન્સ અને ક્લીનીંગ કેન્દ્ર : સોલાર એનર્જીથી સંબંધિત અન્ય એક જોરદાર વ્યવસાય છે. તમે મેન્ટેનન્સ અને ક્લીનીંગ સેન્ટર ખોલીને કમાણીનો વિકલ્પ મેળવી શકો છો. એવો દાવો કરવામાં આવે છે કે, સોલાર પેનલની જાળવણી જેટલી વધુ કરવામાં આવે, તેની ઉત્પાદન ગુણવત્તા તેટલી વધુ સારી બને છે. ક્લીનીંગ સેન્ટર ખોલીને, જે લોકો સોલર પેનલ અથવા જે ઉદ્યોગોમાં સોલાર પેનલનો ઉપયોગ થાય છે તેમને આ સેવા આપી શકાય છે. પેનલની જાળવણીની સાથે, સોલાર ઉત્પાદનો અને ઇન્વર્ટરનું રીપેરીંગ અને જાળવણી પણ કરી શકાય છે. તેમાં પણ ખર્ચ ખૂબ ઓછો છે. આ બિઝનેસ ફક્ત 50 હજાર રૂપિયામાં શરૂ થઈ શકે છે. કમાણીની વાત કરીએ તો તે દર મહિને 15 થી 20 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

સૌર કન્સલ્ટન બની પૈસા કમાવો : સૌર ઉર્જા સાથે સંબંધિત બીજું કાર્ય સૌર સલાહકારનું છે. સલાહકાર બનવા માટે, સૌર વ્યવસાયનું ટેકનિકલ નોલેજ લેવું પડશે. તેમાં ઘણા અભ્યાસક્રમો પણ છે. સોલર પ્લાન્ટ અથવા સોલાર પેનલ લગાવવાવાળા તેના ટકાઉપણા, ફાયદા અને ગેરફાયદા વિશે માહિતી મેળવવા માંગે છે. આવી સ્થિતિમાં તેમના સલાહકાર તરીકે મદદ કરી શકાય છે. સલાહકારનું કાર્ય જે તે સ્થળનો અભ્યાસ કરવો અને પછી રોકાણની સલાહ આપવાનો છે. આ માટે તમારી પાસે ઓફિસ, વેબસાઇટ જેવી મૂળભૂત બાબતો હોવી જોઈએ. તેમાં રોકાણ કરવામાં સાધારણ ખર્ચ આવશે. પરંતુ સલાહકાર બનવાથી મહિને 50 હજાર રૂપિયાની કમાણી થઈ શકે છે.

ફાઈનાન્સિંગ કન્સલ્ટન બની કરો કમાણી : ફાઈનાન્સિંગ કન્સલ્ટનની મોટી માંગ છે. તેમાં કોઈ રોકાણ નથી અને તમે કામની ઈચ્છા પ્રમાણે કિંમત લઇ શકો છો. ફાઈનાન્સિંગ કન્સલ્ટન એવા લોકોને સેવા પૂરી પાડે છે કે જેઓ સોલાર પ્રોજેક્ટ્સ લગાવે છે. ઘણી સરકારી અને બિન-સરકારી એજન્સીઓ સોલાર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે આર્થિક મદદ પૂરી પાડે છે. પરંતુ સામાન્ય લોકો આ અંગે જાગૃત નથી. તમે આવી બધી વિગતો એકત્રિત કરીને લોકોને આની માહિતી આપી શકો છો. તમે ખાનગી નાણાકીય સંસ્થાઓનો સંપર્ક પણ કરી શકો છો, અને નિર્માતાઓ વચ્ચેની કડી તરીકે કામ કરી શકો છો. તમે આના માટે એક નિશ્ચિત ફી લઈ શકો છો. તેનાથી 30 થી 50 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકાય છે.

આ માહિતી ઝી બિઝનેસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ગુરુ-શુક્રનો સમસપ્તક યોગ, આ 6 રાશિઓ થવા જઈ રહી છે માલામાલ

Amreli Live

ફોર્ચ્યુનરને ટક્કર મારવા MG ની આ દમદાર SUV થઇ લોન્ચ, જાણો કિંમત અને બીજી માહિતી

Amreli Live

કોરોના વાયરસ સાથે યુદ્ધએ ચડશે દેશી લીમડો, પહેલા હ્યુમન ટ્રાયલની તૈયારી શરુ

Amreli Live

પિતાએ આટલા કિમી સાઇકલ ચલાવીને દીકરાને અપાવી પરીક્ષા, બંને એ રાતમાં જ કરી 8 કલાકની મુસાફરી.

Amreli Live

દાંતોમાં થયેલ પસ અને સડાની આ 5 વસ્તુઓથી કરો સફાઈ, મોં ના સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Amreli Live

માં અને માસીએ તાંત્રિકને સોંપી પોતાની દીકરી, તાંત્રિકે કરી તેની આવી હાલત.

Amreli Live

લીવરને મસ્ત રાખવું છે તો પોતાના ટાયટમાં આ વસ્તુઓને એડ કરો અને રહો તંદુરસ્ત

Amreli Live

ભોલે ભંડારીની કૃપા દ્રષ્ટિથી આજે આ 7 રાશિઓના જીવનમાં આવશે રાજયોગ, થશે ધનલાભ

Amreli Live

વારાણસીમાં આજથી જ ખુલી ગયા સંકટ મોચન મંદિરના દ્વાર, આ ગાઇડલાઇન પ્રમાણે કરી શકશો દર્શન.

Amreli Live

ઘણું અનોખું છે આ મંદિર, 45 ડિગ્રી નમેલી છે માં કાળીની ગરદન, નવરાત્રી દરમિયાન થઈ જાય છે સીધી.

Amreli Live

આયુર્વેદિક ઉકાળાની શોધ પુરી, હવે થશે કોરોના પર વળતો પ્રહાર, 60 દર્દી પર થયો સફળ પ્રયોગ

Amreli Live

સદીઓ જૂની હોટલમાં આ પેઇન્ટિંગને જોઈને ડરી ગયા હતા સુશાંત, રુદ્રાક્ષની માળા લઈને જપવા લાગ્યા હતા મંત્ર

Amreli Live

શિકારીઓએ ચણમાં ઝેર મિક્સ કરીને 8 મોર માર્યા, ગ્રામીણોએ કરી ધોલાઈ

Amreli Live

શુક્લ યોગની સાથે જેષ્ઠા નક્ષત્ર, મહાલક્ષ્મી ખોલી દેશે આ 4 રાશિઓના ભાગ્યના બધા બંધ દરવાજા.

Amreli Live

પોતાનું પેટ ઓછું કરવા માંગતા હોય, તો આ 3 પ્રકારની દાળ તમારા માટે છે ઉપયોગી.

Amreli Live

ક્લચ, ગિયર અને બ્રેક પણ તમારી કારની ઉંમર ઓછી કરી શકે છે, ડ્રાયવિંગ દરમિયાન ક્યારેય ન કરો આ 10 ભૂલો

Amreli Live

જીડીપી વધે કેવી રીતે? જાણી લો આ ઉપાય, તો ભારતનો જીડીપી વધી જશે, લોકોને મળશે કામ અને રૂપિયા.

Amreli Live

મકર રાશિના લોકોને આજે કાર્યમાં સફળતા મળે, પણ આ રાશિવાળાને સાવધાન રહેવાની સલાહ છે.

Amreli Live

આ રાશિવાળાનો વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે, ભાગીદારીમાં લાભ મળશે.

Amreli Live

પ્રખ્યાત સોમનાથ મંદિરને પ્રધાનમંત્રી નેહરુએ ‘હિન્દૂ પુનરુત્થાન કામ’ કહીને કર્યો હતો વિરોધ.

Amreli Live

માતાની કૃપાથી આજનો દિવસ આ રાશિઓ માટે લાભકારક નીવડશે, ધન, માન સન્‍માનમાં વૃદ્ઘિ થાય.

Amreli Live