26.4 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

સોમવારે 18,800+ કોરોના કેસ નોંધાયા, દક્ષિણ ભારતમાં સતત નોંધાઈ રહ્યો છે ઉછાળો

નવી દિલ્હીઃ સોમવારે પણ કોરોના કેસના એક દિવસમાં નોંધાતા કેસમાં ઘટાડો નોંધાયો જોકે, કેસનો આંકડો 18,800ને પાર કરીને 18,870 પર પહોચ્યો હતો. આ દેશમાં એક દિવસમાં નોંધાતા પોઝિટિવ કેસમાં ત્રીજા નંબરના સૌથી વધુ કેસ હતા આ પહેલા બે દિવસ દેશના સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા હતા.

દક્ષિણ ભારતમાં કોરોના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. પાછલા કેટલાક દિવસથી અહીં કેસમાં ઉછાળો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પોંડિચેરી સહિત દક્ષિણના પાંચ રાજ્યોમાં સતત કેસ વધી રહ્યા છે. આ રાજ્યોના કુલ કેસનો આંકડો સોમવારે 6,985 રહ્યો છે જે કુલ કેસના 37% છે. રવિવારે આ આંકડો 7,150 હતો અને તેની ટકાવારી કુલ કેસ (19,741) સામે 36.2% રહી હતી. જૂન મહિના પહેલા બે દિવસ દરમિયાન આ રાજ્યોના કેસની ટકાવારી 22%ની નીચે રહી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

પાછલા ત્રણ દિવસમાં દક્ષિણ, પોંડિચેરી સહિતના દક્ષિણના 5 રાજ્યોમાં દિવસ દરમિયાન નોંધાતા કેસમાં ઉછાલો આવ્યો છે. જેમાં તેલંગાણા અને કર્ણાટકામાં 1000 કરતા વધુ કેસ પાછલા એક દિવસમાં નોંધાયા છે.

સોમવારે તામિલનાડુમાં એક દિવસના સૌથી વધુ 3,949 કેસ નોંધાયા. કર્ણાટકામાં 1,105 નવા કેસ નોંધાયા, જે સોમવારે નોંધાયેલા 1,267 પછી બીજા નંબરના સૌથી વધુ કેસ રહ્યા, તેલંગાણામાં સૌથી વધુ 1,087 નવા કેસ શનિવારે નોંધાયા, જ્યારે આંધ્રપ્રદેશમાં રવિવારે 813 કેસ નોંધાયા.

ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો 5,67423 પર પહોંચ્યો છે. જ્યારે 16,882 લોકોના મોત થયા છે, સાજા થયેલા દર્દીઓનો આંકડો 3.32 લાખ છે જ્યારે એક્ટિવ કેસનો આંકડો 2.15 લાખ છે.

18 સેકન્ડમાં એકનો જીવ લઈ રહ્યો છે કોરોના વાયરસ

જ્યારે, આ તરફ મહારાષ્ટ્રમાં જૂનમાં એક લાખ કરતા વધારે કેસ નોંધાયા છે. સોમવારે અહીં 5,257 કેસ નોંધાયા- અહીં સતત ચાર દિવસથી 5000+ કેસ નોંધાયા છે, અહીં કુલ કેસનો આંકડો 1,69,883 થયો છે. જ્યારે 1,02,231 કેસ જૂનમાં નોંધાયા અને મુંબઈમાં 37,097 કેસ છે, જેની ટકાવારી 37% જેવી થાય છે.

ગુજરાતમાં 24 કલાકમાં સોમવારે 5 વાગ્યા સુધીમાં વધુ626 કેસ નોંધાયા- એટલે કે રાજ્યમાં 30 મિનિટમાં 13 કેસ નોંધાય છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 32,023 થયો છે. સતત ત્રીજા દિવસે રાજ્યમાં કુલ કેસનો આંકડો 600ને પાર ગયો છે. સુરતમાં પહેલીવાર એક દિવસમાં નોંધાયેલા કેસનો આંકડો 200ને પાર ગયો છે.

દિલ્હીમાં કોરોના વાયરસના કેસનો આંકડો 85,000ને પાર કરી ગયો છે. સોમવારે અહીં 2,084 કેસ પોઝિટિવ નોંધાયા છે. સત્તાવાર રીતે જણાવ્યા પ્રમાણે અહીં કુલ મૃત્યુઆંક 2,680 થયો છે.


Source: iamgujarat.com

Related posts

લૉકડાઉન પછી રમાયેલી પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝે ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવ્યું

Amreli Live

ગલવાનમાં ઘવાયેલા સૈનિકના પિતાએ રાહુલને કહ્યું, આ મામલે રાજકારણ ના કરશો

Amreli Live

ફ્લેટના પાંચમા માળેથી કૂદ્યો શખસ, કોરોનાના ડરથી કોઈએ હાથ લગાવ્યો નહીં અને…

Amreli Live

દેશના આ રાજ્યએ 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું

Amreli Live

કચ્છમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા અમદાવાદમાં બે દિવસ ધબધબાટી બોલાવશે મેઘરાજા

Amreli Live

20 જુલાઈ, 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

કોરોનાની પહેલી આયુર્વેદિક દવા બનાવી હોવાનો પતંજલિનો દાવો, કાલે થશે લોન્ચ

Amreli Live

કોરોના વાઇરસ અન્વયે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેટ કમિટિની તાત્કાલિક બેઠક બોલાવી તમામ…

Amreli Live

કોરોના અંગે સમીક્ષા બેઠકમાં PM મોદીએ અમદાવાદ અને ધનવંતરી રથની કરી પ્રશંસા

Amreli Live

કોરોના: પ્લાઝમાથી સાજા થનારાની સંખ્યા સાવ નગણ્ય, ડોનેટ કરવામાં રસ પણ ઘટ્યો

Amreli Live

અમદાવાદઃ મોડી રાત્રે નશામાં પોલીસકર્મી ગર્લફ્રેન્ડને લઈને બીજાના ઘરમાં ઘૂસ્યો અને..

Amreli Live

UP: કાનપુરના બાળ સંરક્ષણ ગૃહમાં 57 છોકરીઓ કોરોના પોઝિટિવ, 7 પ્રેગ્નેટ

Amreli Live

લોકડાઉનની અસર: અમદાવાદમાં બિલ્ડરો ફ્લેટ પર આપી રહ્યા છે 20% જેટલું ડિસ્કાઉન્ટ

Amreli Live

દ્વારકાઃ 3 દિવસ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી, દુકાનદારોને ભારે નુકસાન

Amreli Live

ડોક્ટર્સે રમકડાનું નવજાત શિશુ સમજીને કર્યું પોસ્ટમોર્ટમ

Amreli Live

ફિટ અને હેલ્ધી રહેવા માટે કેવી રીતે પીશો પાણી? મલાઈકા અરોરાએ જણાવ્યું

Amreli Live

અમરેલી જિલ્લાનાં ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથેની મિટિંગમાં 50% કારીગરો સાથે…

Amreli Live

હાઈકોર્ટની ઝાટકણી પછી પ્રાઈવેટ હોસ્પિટલ્સે કોવિડ-19 સારવારના ભાવ 10 ટકા ઘટાડ્યા

Amreli Live

ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનોના નામે શેર થઈ રહેલા આ ફોટોનું જાણો સત્ય

Amreli Live

દીપિકા કક્કરે પતિ શોએબના બર્થ ડે પર બનાવી ખાસ કેક, ફેન્સ સાથે કર્યું ‘વર્ચ્યુઅલ સેલિબ્રેશન’

Amreli Live

ટ્રમ્પ બાદ બ્રાઝીલના રાષ્ટ્રપ્રમુખે ભારતીય દવાની પ્રશંસા કરી, કહ્યું – મને આના પર વિશ્વાસ છે

Amreli Live