22 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

સોફ્ટ અને સ્પંજી દહીં ભલ્લા બનાવવાની 3 સરળ ટિપ્સ.

આ સરળ કુકીંગ ટિપ્સની મદદથી તમે ઘરે સરળતાથી બનાવી શકો છો સોફ્ટ અને સ્પંજી દહીં ભલ્લા. દહીં ભલ્લા એક એવી વાનગી છે, જે સામાન્ય રીતે બધાને પસંદ હોય છે. તે ઘરે પણ ઘણી સરળતાથી બનાવી શકાય છે. પરંતુ મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે, તેમના ભલ્લા સોફ્ટ બનવાને બદલે કડક બની જાય છે. તેથી દહીં ભલ્લાનો સ્વાદ પણ બગડી જાય છે.

જો થોડી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે પણ ઘરે ઘણા સોફ્ટ અને સ્પંજી દહીં ભલ્લા બનાવી શકો છો. તો આવો અમે તમને 3 સરળ ટીપ્સ જણાવીએ, જેને અપનાવીને તમે સોફ્ટ દહીં ભલ્લા બનાવી શકો છો.

દાળ પલાળતી વખતે આ વાતોનું ધ્યાન રાખો :

દહીં ભલ્લા બનાવવાનો સૌથી પહેલો તબક્કો હોય છે મગની દાળ અને અડદની દાળને પાણીમાં પલાળી રાખવી. મોટાભાગે લોકો અહિયાં જ ભૂલ કરી બેસે છે. મગ અને અડદની દાળ આમ તો 30 મિનીટમાં જ ફૂલી જાય છે, પરંતુ સોફ્ટ અને સ્પંજી દહીં ભલ્લા બનાવવા માટે તે પુરતું નથી. એટલા માટે જયારે પણ તમે દહીં ભલ્લા બનાવવા માટે દાળ પલાળો, તો તમારે ઓછામાં ઓછું 4 થી 5 કલાક માટે દાળને પલાળવી જોઈએ. બની શકે તો તમારે આખી રાત દાળને પાણીમાં પલાળીને રાખવી જોઈએ. તેનાથી દાળ સારી રીતે ફૂલી જાય છે અને દહીં ભલ્લા સોફ્ટ અને સ્પંજી બને છે.

જયારે તમે દાળને પલાળો ત્યારે તે વાતનું પણ ધ્યાન રાખો કે, બંને દાળને અલગ અલગ વાસણમાં પલાળવી જોઈએ. ઘણા લોકો એક જ વાસણમાં બંને દાળ પલાળે છે, પરંતુ આ રીત યોગ્ય નથી. એટલું જ નહિ, દાળને પલાળતી વખતે તેને 3-4 વખત સ્વચ્છ પાણીથી ધોઈ લો, કેમ કે છેવટે તમે જે પાણીમાં દાળને પલાળશો તે પાણી ફેંકી દેવાને બદલે દાળ વાટવા માટે ઉપયોગમાં લઈ શકો છો, એમ કરવાથી પણ ભલ્લા સોફ્ટ બને છે, કેમ કે તે પાણીમાં ખીરું બની જાય છે.

દાળ વાટતી વખતે ન કરો આ ભૂલો :

દહીં ભલ્લા માટે દાળ વાટતી વખતે લોકો સૌથી મોટી ભૂલ જે કરે છે, તે એ છે કે મગ અને અડદની દાળને એક સાથે મિક્સીમાં વાટી લે છે, પરંતુ આ રીત ખોટી છે. જેવી રીતે તમે બંને દાળને અલગ અલગ પાણીમાં પલાળો છો બસ એ જ રીતે તમારે બંને દાળને અલગ અલગ મિક્સીમાં વાટવાની હોય છે. વાટ્યા પછી તમે તેને મિક્સ કરી શકો છો.

એટલું જ નહિ, દાળ વાટવા માટે ઓછામાં ઓછા પાણીનો ઉપયોગ કરો, કેમ કે મગ દાળ અને અડદ દાળ પાણી છોડે છે, આથી વધુ પાણી નાખવાથી ભલ્લા માટે તૈયાર કરવામાં આવેલું ખીરું પાતળું થઇ શકે છે, અને ભલ્લા કડક થઇ શકે છે. એ વાતનું પણ ધ્યાન રાખો કે દાળ વાટતી વખતે તેમાં મીઠું, મરચા, ઈનો, સોડા કે બીજી કોઈ પણ વસ્તુ ન ભેળવો. તે તમામ વસ્તુને તમે ખીરું તૈયાર થઇ ગયા પછી ભેળવી શકો છો.

જો તમે ઈચ્છો છો કે ભલ્લા સ્પંજી અને સોફ્ટ બને, તો તમારે દાળને વાટ્યા પછી તેને ઘણી વલોવવી જોઈએ. તમે ચમચીની મદદથી ભલ્લાના મિશ્રણને વલોવો અને પછી તેનું એક ટીપું પાણી ભરેલા ગ્લાસમાં નાખીને જુવો. જો ટીપું પાણીમાં તરવા લાગે તો સમજી જાવ કે તમારા બલ્લા સોફ્ટ અને સ્પંજી બનશે.

તળવાની સાચી રીત અપનાવો :

ભલ્લા માટે દાળને યોગ્ય રીતે પીસવાની સાથે સાથે તેને યોગ્ય રીતે તળવું પણ જરૂરી છે. જયારે તમે ભલ્લા તળવા માટે કડાઈમાં નાખો તો પહેલા ગેસનો તાપ વધુ રાખો. ત્યારપછી તમારે ધીમા તાપ પર ભલ્લાને આછા બ્રાઉન થવા સુધી તલવાના રહેશે. આમ તો જો તમે ધીમા તાપમાં ભલ્લાને કડાઈમાં નાખશો તો તે ફાટી શકે છે, અને વધુ તાપ ઉપર ભલ્લાને તળવાથી તે અંદરથી કાચા રહી જાય છે.

જો તમે આ ટીપ્સને ફોલો કરો છો, તો તમારા ભલ્લા સોફ્ટ અને સ્પંજી બનશે. આ લેખ તમને પસંદ આવ્યો હોય તો તેને શેર અને લાઈક જરૂર કરો. આ રીતે વધુ સરળ કિચન હેક્સ વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

બસથી દિલ્હીથી લંડનની મુસાફરી, જાણો : કેટલા લાગશે પૈસા અને કેટલો સમય

Amreli Live

જાણો સંકટ મોચન હનુમાનજીને કઈ વસ્તુ ચડાવવાથી શું મળે છે ફળ

Amreli Live

દિવાળીના દિવસે બની રહ્યો છે અદ્દભુત સંયોગ, આ 5 રાશિઓના બદલાઈ શકે છે નસીબ.

Amreli Live

શુભ યોગ બનવાથી ધનુ, મકર અને મીન રાશિવાળાને મળી શકે છે ફાયદો, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

મિસ શિમલા રહી ચુકી છે ‘છોટી બહુ’, 14 વર્ષ જુના ફોટામાં ઓળખવું થયું મુશ્કેલ.

Amreli Live

સરોજ ખાનની દીકરી આ હિરોઈનને પોતાની માતાનું પાત્ર ભજવતા જોવા માંગતી હતી, તેમની બાયોપિક વિષે કહી આ ખાસ વાત

Amreli Live

કુલર અને એસી વગર, ઘરને ઠંડુ રાખવાના આ છે 10 ઉપાય, ગરમીથી મળશે છુટકારો.

Amreli Live

આ દેશોમાં મળે છે સૌથી સસ્તું સોનુ, ભારત કરતા 15 ટકા જેટલી ઓછી છે કિંમત.

Amreli Live

દિવાળી પૂજનમાં માં લક્ષ્મીને કેમ ચડાવવામાં આવે છે કમળનું ફૂલ, જાણો વિસ્તારથી.

Amreli Live

વર્ષોથી વેરાન પડેલી આ ગુફાની દીવાલો પણ સોનાની બનેલી, અચાનક જ મળી આવ્યું સોનુ જ સોનુ ગોલ્ડ જ ગોલ્ડ

Amreli Live

આ અઠવાડિયે આ 8 રાશિઓ પર વરસશે ભગવાન શિવની અપાર કૃપા, વાંચો સાપ્તાહિક રાશિફળ

Amreli Live

જાણો શું છે OPD હેલ્થ ઈન્શ્યોરન્સ કવર, કેમ તે સામાન્ય વીમા કવરથી વધારે ફાયદાકારક છે?

Amreli Live

છેલ્લા શ્વાસ સુધી માતા પિતાની સેવા કરે છે આ 3 રાશિના લોકો, તેમના માટે માતા-પિતા જ છે આખી દુનિયા.

Amreli Live

નેપોટિઝ્મને લઈને સોનાક્ષી સિન્હાએ કંગના રનૌત ઉપર અપ્રત્યક્ષ રીતે કર્યો કટાક્ષ

Amreli Live

ઓછી કિંમત વાળો Nokia C3 ની ભારતમાં પ્રી-બુકીંગ થઇ શરુ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Amreli Live

તુલા અને કુંભ રાશિવાળાને થઈ શકે છે ધન લાભ, વાંચો સોમવારનું રાશિફળ.

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live

નાપાસ થયા એટલે બધું પતી ગયું એવું નથી, જુઓ આ દિગ્ગજોના સ્કૂલ રિકોર્ડ.

Amreli Live

આયુષ્માન યોગની સાથે રહેશે ખાસ નક્ષત્ર, આ રાશિના લોકોને મળશે સુખ, ધનમાં થશે વૃદ્ધિ

Amreli Live

પ્રેમ ચોપડાની દીકરીને જોતા જ દિલ હારી બેઠા હતા શરમન જોશી, પરંતુ એકબીજાને ક્યારેય પ્રપોઝ કર્યું નહિ.

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live