26.8 C
Amreli
05/08/2020
મસ્તીની મોજ

સોનુ-ભૂષણના લડાઈમાં નામ આવ્યા પછી ડિપ્રેશનની શિકાર થઈ મરીના કુંવર, મનોચિકિત્સક પાસે જઈને લીધી સલાહ

સોનુ-ભૂષણ વિવાદને ડિપ્રેશનની શિકાર થઇ મરીના કુંવર, ભૂષણ કુમાર પર લગાવી ચુકી છે ગંભીર આરોપ

મરિના એક મોડેલ અને ટીવી હિરોઈન છે. તે 2018 માં બોલીવુડમાં ચાલી રહેલા મીટૂ અભિયાન દરમિયાન ચર્ચામાં આવી હતી.

સોનુ નિગમ અને ભૂષણ કુમાર સાથે જોડાયેલા વિવાદમાં તેનું નામ આવ્યા પછી મોડલ અને અભિનેત્રી મરિના કુવર ડિપ્રેશનમાં જતી રહી છે. સોનુએ તાજેતરમાં એક વીડિયો બહાર પાડીને મરિનાનું નામ લઈ ટી-સિરીઝના માલિકને ખુલ્લા કરવાની ધમકી આપી હતી. ત્યાર પછી દુઃખી મરિના ડિપ્રેશનમાં આવી ગઈ અને તેણે એક મનોચિકિત્સક પાસે સલાહ લેવા જવું પડ્યું.

મરિનાને બુધવારે સાંજે મુંબઇમાં એક મનોચિકિત્સકની ઓફિસની બહાર જોવામાં આવી હતી. આ અંગે માહિતી આપતાં એક સૂત્રએ જણાવ્યું કે હાલમાં તેણી ખૂબ દબાણ હેઠળ છે અને ત્યાં સારવાર માટે સલાહ લેવા ગઈ છે. સૂત્રના જણાવ્યા મુજબ, જો પરિસ્થિતિમાં સુધારો થાય તો તે આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરશે. છેલ્લા બે દિવસથી તે સોશિયલ મીડિયા ઉપર જે પ્રકારની પોસ્ટ્સ શેર કરી રહી છે, તેનાથી પણ તેની માનસિક સ્થિતિનો અંદાજ લગાવી શકાય છે.

તમે દરેક વખતે મજબૂત નથી રહી શકતા

ગુરુવારે બપોરે પોતાના કરેલા ટ્વિટમાં મરિનાએ લખ્યું, ‘તમે દરેક વખતે મજબૂત નથી રહી શકતા. ક્યારે ક્યારે તમારે એકલા હોવાને કારણે આંસુ બહાર કાઢવાની જરૂર રહે છે. # મુશ્કેલ સમય’

સોનુએ લીધુ હતું મરિના કુવરનું નામ

આ પહેલા 22 જૂને સોનુએ ઇંસ્ટાગ્રામ ઉપર એક વીડિયો શેર કર્યો કરીને ભૂષણ કુમારને કહ્યું હતું કે, ‘મરિના કુવર યાદ હૈ ને, તેણી શું બોલી, કેમ સમર્થન ન આપ્યું. તેનો વિડીયો મારી પાસે પડ્યો છે, હવે જો તમે મારી સાથે ગડબડ કરી, તો હું તે વિડિઓ મારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દઈશ, સમજ્યા. મારી સાથે વાત ન કરો.’

#SonuLiveD | VLog 50 | Laaton ke MAFIA baaton se nahi maante

Laaton ke MAFIA baaton se nahi maante

Posted by Sonu Nigam on Sunday, June 21, 2020

નામ બહાર આવ્યા પછી મરિનાએ જણાવી હતી સ્થિતિ

સોનુ નિગમના ખુલાસા પછી મરિના કુવર હેડલાઇન્સમાં આવી ગઈ હતી, ત્યાર બાદ તેમણે સોશિયલ મીડિયા દ્વારા પોતાની સ્થિતિ સૌને જણાવી હતી. મરિનાએ લખ્યું- ‘જ્યારે તમારું જીવન કેટલીક અનિચ્છનીય ઘટનાઓને લીધે સંપૂર્ણપણે બદલાઈ જાય છે, તો તે સમયે તમારી પાસે ડિપ્રેસનમાં જવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. કોઈને ખબર નથી હોતી કે તેનાથી તમારા જીવન ઉપર કેવી અસર પડે છે. ઘણી વખત આપણે હારી જઈએ છીએ અને આપણા જીવનનો અંત લાવી લઈએ છીએ. હું ખૂબ ઉદાસી અનુભવું છું.’

મરિનાએ ભૂષણ ઉપર આરોપ લગાવ્યો હતો

મરિના એક મોડલ અને ટીવી હિરોઈન છે. તે 2018 માં બોલીવુડમાં ચાલી રહેલા મીટૂ અભિયાન દરમિયાન ચર્ચામાં આવી હતી. તેણે દિગ્દર્શક સાજિદ ખાન અને ભૂષણ કુમાર ઉપર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. ન્યુઝ ચેનલ આજ તકને આપેલા ઇન્ટરવ્યુમાં મરિનાએ કહ્યું હતું કે ભૂષણ કુમારે હની સિંહના વીડિયોમાં કામ આપવાના નામે તેને એક જગ્યાએ બોલાવી હતી અને ગેરવર્તન કરવાનો પ્રયાસ કર્યો હતો.

ઘણા ટીવી શોમાં જોવા મળી હતી મરિના

મરિનાની કારકિર્દીની વાત કરવામાં આવે તો તે સીઆઈડી, આહટ, શપથ, જગ્ગુ દાદામાં જોવા મળી હતી. 2017 માં એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે તે અક્ષય કુમારની સાથે મિલિયન ડોલર બેબીની હિન્દી રિમેકમાં જોવા મળશે, જોકે તે પ્રોજેક્ટ આગળ વધી શક્યો નથી. મોડેલિંગ કરનારી મરીના બોલ્ડ ફોટોશૂટ માટે પણ જાણીતી છે.


Source: 4masti.com

Related posts

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

જોક્સ : પતિ સવાર-સવારમાં પોતાના સાસરિયે પહુંચી ગયો, સસરા : આવો જમાઈ , આજે અચાનક સવાર-સવારમાં કેમ આવવાનું થયું?

Amreli Live

પૂરને કારણે ધનોત પનોત થયું કાઝીરંગા પાર્ક, 47 જીવોના મૃત્યુ, જંગલમાંથી ભાગ્યા વાઘ.

Amreli Live

દારૂડિયા, મસ્તીખોર અને મહિલાઓને પટાવતો ‘કાલિયા’ વાંદરાને મળી ઉંમરકેદની સજા.

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

અમરનાથની જેમ ઉત્તરાખંડમાં બનશે ટિંબરસૈળ મહાદેવ મંદિર, આ છે યોજના

Amreli Live

અવકાશ માંથી પાછા આવતા રશિયાના 3 અવકાશ યાત્રીનું મૃત્યુ થયું એક કેપ્સુલમાં.

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

બુધવારે ચંદ્ર પર રાહુની પડશે નજર, આ 3 રાશિઓ માટે દિવસ સારો નથી, 8 રાશિઓએ સાવચેત રહેવું પડશે.

Amreli Live

બુધવારે શ્રીગણેશની સાથે માં લક્ષ્મી પણ થશે પ્રસન્ન, બસ કરો આ ઉપાય, નહિ થાય ધનની અછત.

Amreli Live

એન્કાઉન્ટરની સંપૂર્ણ સ્ટોરી કહે છે આ 6 ફિલ્મો, બોક્સ ઓફિસ પર ધમાધમ ધમાલ મચાવી દીધી હતી.

Amreli Live

કેવી રીતે થાય હતા હનુમાનજીના લગ્ન અને કેવી રીતે બન્યા એક પુત્રના પિતા, જાણો આની રોચક કથા

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

આજે હરિયાળી ત્રીજના દિવસે આ 3 રાશિવાળા પર નસીબ રહેશે મહેરબાન, થશે માલામાલ

Amreli Live

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

Amreli Live

જમીન ઉપર નહીં પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદનાર સુશાંતસિંહ રાજપૂત બહુ મોટી સંપત્તિ મૂકીને ગયા

Amreli Live

ભાઈએ રિક્ષા ચલાવીને ભણવાનો ખર્ચ કર્યો, બહેન બની ડેપ્યુટી કલેક્ટર.

Amreli Live

નારાજ થયેલા ભગવાનને રીઝવવા માટે કરો આ ઉપાય, પુરી થઇ જશે તમારી દરેક ઈચ્છા.

Amreli Live

કંગનાની બહાદુરી પસંદ આવી, નેપોટિઝ્મનો આરોપ સહન કરી રહેલા કરણ, આલિયા, સલમાન અને સોનમના લાખો ફોલોઅર્સ ઘટ્યા

Amreli Live

લોકડાઉનના સમયે દિવસ આખો ફોન સાથે ચોટી રહેવાની ટેવને ઓછી કરવા માટે કરો આ 4 કામ

Amreli Live

ડોક્ટર બન્યો દેવદૂત, ડિલિવરીના સમયે જે મહિલાને 3 હોસ્પિટલમાંથી પાછા મોકલ્યા, ઘર પર જ કરી ડિલિવરી

Amreli Live