23.7 C
Amreli
28/11/2020
અજબ ગજબ

સોનુ નિગમ પોતાના દીકરાને ક્યારેય ભારતમાં સિંગર નહિ બનાવે, જણાવ્યું આ કારણ.

આ કારણે સોનુ નિગમ પોતાના દીકરાને સિંગર નથી બનાવવા માંગતા, કહ્યું – ભારતમાં… બોલીવુડમાં હંમેશા કલાકારોની સાથે સાથે તેમના બાળકોની પણ ચર્ચા થતી રહે છે. ફેન્સ કલાકારોની સાથે તેમના બાળકો વિશે જાણવા માટે પણ આતુર હોય છે. ન માત્ર અભિનેતા અથવા અભિનેત્રીઓ, પરંતુ સિનેમાના પ્રખ્યાત ગાયકો સાથે પણ આવું જ થાય છે. અને હાલમાં બોલીવુડના સૌથી મોંઘા અને લોકપ્રિય ગાયક સોનુ નિગમ સાથે પણ કંઈક આવું જ થયું.

આજના સમયમાં દેશ-વિદેશમાં પોતાની વિશેષ ઓળખ ધરાવનાર દિગ્ગ્જ ગાયક સોનુ નિગમે એક ઇન્ટરવ્યુમાં ભાગ લીધો હતો. અહીં તેમણે પોતાની સાથે જોડાયેલી ઘણી બધી વાતો કરી, અને તેમણે પોતાના પુત્રની કારકિર્દી વિશે પણ મોટો ખુલાસો કર્યો. જ્યારે સોનુ નિગમને તેમના પુત્રના ગાયક બનવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ ચોંકાવનારો જવાબ આપ્યો.

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ગાયક સોનુ નિગમે મોટો ખુલાસો કર્યો છે. તેમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે, શું તેમનો પુત્ર પણ ગાયક બનવા માંગે છે? તેના જવાબમાં બોલીવુડ ગાયકે કહ્યું, “સાચું કહું તો હું નથી ઇચ્છતો કે તે ગાયક બને, ઓછામાં ઓછું આ દેશમાં નહીં. આમ તો હવે તે ભારતમાં રહેતો નથી. તે દુબઈમાં રહે છે, મેં તેને પહેલાથી જ ભારતમાંથી હાંકી કાઢ્યો છે.” સોનુ આગળ જણાવે છે કે, “મારો પુત્ર હાલમાં યુએઈનો ટોપ ગેમર છે.”

પોતાના દીકરા નેવાન વિશે વાત કરતાં સોનુ નિગમે કહ્યું કે, “એક ગેમ છે જેનું નામ ફોર્ટનાઇટ છે, અને તે તેમાં ટોચનો ગેમર છે. તે ખૂબ જ ટેલેન્ટેડ બાળક છે જેમાં ઘણી ક્વોલિટી છે. હું તેને જણાવવા નથી માંગતો કે તેણે શું કરવાનું છે. જોઈએ કે તે પોતાના માટે શું કરવા માંગે છે.”

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, સોનુએ વર્ષ 2002 માં અભિનેત્રી મધુરિમા સાથે લગ્ન કર્યા હતા. આ અગાઉ બંનેનો 7 વર્ષ સુધી લાંબો અફેર ચાલ્યો હતો. તે બંને વચ્ચે 14 વર્ષનું અંતર છે, જોકે તેમાં છતાં બંને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની શાનદાર જોડીઓમાં શામેલ છે. સોનુ નિગમ જેટલા પોતાના ગીતો માટે હેડલાઇન્સમાં રહે છે, એટલા જ તે પોતાની લવ સ્ટોરીને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે.

sonu nigam family
sonu nigam family

‘ઈશ્વર કા વો સચ્ચા બંદા’…

સોનુ નિગમના ચાહકોને તેમનું તાજેતરના રિલીઝ થયેલું ગીત ‘ઈશ્વર કા વો સચ્ચા બંદા’ ઘણું પસંદ આવી રહ્યું છે. આ નવા ગીત વિશે વાત કરીએ તો આ ગીત ‘વૈષ્ણવ જન’ નું હિન્દી વર્ઝન છે. ગાયક સોનુ નિગમે આ ગીત દુબઈમાં રહીને તૈયાર કર્યું છે. રિલીઝ થયા પછી આ ગીત ચાહકોની જીભ પર ચડી ગયું છે. સોનુ વીતેલા દિવસોમાં સતત આ ગીતનું પ્રમોશન કરતા જોવા મળ્યા હતા.

આ માહિતી ઇન્ડિયાફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

અન્નકૂટના શુભ પર્વ પર આ 7 રાશિઓનું બદલાયું બગડેલ નશીબ, આખો દિવસ બની રહશે શુભ

Amreli Live

શેઠાણીને થયો નોકર સાથે પ્રેમ, પણ નોકરે લિવ ઈન રિલેશનમાં રહ્યા પછી કર્યું આવું કામ…..

Amreli Live

પૂજાના નારિયળનું હોય છે વિશેષ મહત્વ, જાણો શું તેના વિના પૂજા છે અધૂરી.

Amreli Live

ચાણક્ય નીતિ : આ 8 લોકો પાસે ક્યારેય પણ ના કરતા કોઈ આશા, આ લોકો ઉપર થશે નહિ કોઈ દુઃખની અસર

Amreli Live

વધેલી રોટલીથી બનાવો રોટલી કટલેટ્સ, 15 મિનિટમાં બની જશે આ ટેસ્ટી નાસ્તો.

Amreli Live

Samsung એ સસ્તો 5G સ્માર્ટફોન કર્યો લોન્ચ, જાણો કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી.

Amreli Live

પરિસ્થિતિ મુજબ સેકન્ડમાં જ વ્યક્તિનો અભિપ્રાય બદલાય જાય છે, આ વાત એક કિસ્સા દ્વારા સમજો.

Amreli Live

84 વર્ષ પછી, નૈનિતાલમાં જોવા મળ્યો લાલ રંગનો દુર્લભ સાપ, કુખારી જેવા દાંત.

Amreli Live

ટીવી ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ કાઉચ : ‘કસોટી જિંગદી કી 2’ ની એક્ટ્રેસ બોલી – મને કોઈની સાથે સુવા માટે…

Amreli Live

વધારવી છે ઇમ્યુનીટી અને કરવો છે પોતાનો અને પોતાના પરિવારનો બચાવ, તો અપનાવો આ ટિપ્સ.

Amreli Live

કોરોના પછી મૂડ ફ્રેશ કરવા આસપાસની આ જગ્યાઓ પર જઈ શકો છો તમે.

Amreli Live

સુનીલ શેટ્ટી પછી હવે રિચા ચઢ્ઢાને મળ્યો ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ, કહ્યું – જેના ગોડફાધર નથી…

Amreli Live

ફેસબુકવાળી છોકરીના ચક્કરમાં એવો ફસાયો પતિ કે 32 લાખ રૂપિયા ગુમાવવા સાથે કરવી પડી…

Amreli Live

રાજકોટના બુકીએ અમદાવાદના વેપારી સાથે કરોડોની ઠગાઈ કરી પડાવી લીધી પોર્શે કાર, આપી આવી ખતરનાક ધમકી.

Amreli Live

સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે લાભકારક છે મજીષ્ઠા, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ.

Amreli Live

2 વર્ષ પહેલાં નાકમાં ફસાઈ ગઈ હતી આ વસ્તુ, કેક ખાતી વખતે છીંક આવી ત્યારે થયું આવું…

Amreli Live

સુરત સીટીની સિવિલ હોસ્પિટલનો ડોક્ટર યુવતી સાથે શંકાસ્પદ હાલતમાં પકડાયો, ચેકીંગ કરવા પર ફૂટ્યો આવો મોટો ભાંડો.

Amreli Live

ટીસીરિઝ વાળાએ તો હદ કરી નાખી. વર્ષોથી જે ચોપાઈઓ ભજન આપણે ગાતા આવ્યા એની પર લગાવી દીધી કોપીરાઈટ.

Amreli Live

સુશાંત કેસની CBI તપાસ, એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ કંઈક આવી પ્રતિક્રિયા આપી

Amreli Live

Samsung Galaxy M31 Prime સ્માર્ટફોન થયો લોન્ચ, ફોન સાથે મળશે એમેઝોન પ્રાઈમની મેમ્બરશિપ મફત.

Amreli Live

Honda H’ness CB350 ભારતમાં લોન્ચ, જાણો તેની કિંમત, ફીચર્સ અને એન્જીન વિષે બધી જાણકારી

Amreli Live