29.4 C
Amreli
25/09/2020
અજબ ગજબ

સૈનિકની છેલ્લી ઈચ્છા રહી ગઈ અધૂરી, માં એ પોતાના લાલને સલામ સાથે આપી અંતિમ વિદાય

પાકિસ્તાને કરેલા ગોળીબારમાં ભારતનો જવાન થયો શહીદ, તેની અંતિમ ઈચ્છા રહી ગઈ અધૂરી

જયારે જયારે શત્રુ આપણા દેશને નુકશાન પહોંચાડવા પ્રયત્ન કરે છે, ત્યારે ત્યારે આપણા દેશના જવાનોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો છે. ધરતી માં ની રક્ષા માટે આપણા દેશના જવાનો પોતાનો જીવ આપવાથી પણ પાછળ નથી હટતા. તમને જણાવી દઈએ કે, પંજાબનો એક લાલ પાકિસ્તાનની સેનાના ગોળીબારીમાં શહીદ થઈ ગયો છે.

આ જવાને પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગનો વળતો જવાબ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેનાએ કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું. તેમણે નિયંત્રણ રેખાના રાજૌરી જિલ્લાના તરકુંડી વિસ્તારને પોતાના નિશાના પર લીધો હતો. પાકિસ્તાન તરફથી થયેલા ગોળીબારમાં ભારતીય સેનાના જવાન ગુરચરણ સિંહ શહીદ થઈ ગયા.

ગુરચરણ સિંહનો જન્મ 7 ઓક્ટોબર 1991 ના રોજ થયો હતો અને તે 18 વર્ષની ઉંમરમાં જ સેનામાં જોડાઈ ગયા હતા. તે 14 શીખ રેજિમેંટમાં હતા. જો આપણે તેમના પરિવારની વાત કરીએ તો તેમના પરિવારમાં તેમની પત્ની જેમનું નામ રંજીત કૌર છે, તેમની માં પલવિંદર કૌર અને તેમના બે બાળકો છે. આપણી ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને જડબાતોડ જવાબ આપ્યો.

પાકિસ્તાની સેનાએ ન ફક્ત રાજૌરી સેક્ટરમાં પણ મંજાકોટ અને નૌશેરા સેન્ટરમાં પણ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આપણી ભારતીય સેનાએ બહાદુરી સાથે પાકિસ્તાની સેનાનો સામનો કર્યો. આ લડાઈમાં પાકિસ્તાનને પણ ઘણું નુકશાન થયું છે.

પણ દુઃખની વાત એ છે કે, જમ્મુ-કશ્મીરના રાજૌરીમાં ગુરુવારે ભારત પાકિસ્તાન સીમા પર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા હુમલામાં આપણા દેશના જવાન ગુરચરણ સિંહ શહીદ થઈ ગયા છે. જયારે તેમની શહીદીના સમાચાર તેમના ગામ હરચોવાલ પહોંચ્યા તો આખા ગામમાં શોક જેવો માહોલ બની ગયો, આખા ગામમાં શોકની લહેર દોડી ગઈ.

જયારે શહીદનો પાર્થિવ દેહ તેના ગામ પહોંચ્યો તો આખું ગામ ભાવુક થઈ ગયું અને દરેકની આંખો ભીની થઈ ગઈ. અંતિમ સંસ્કાર પહેલા સેનાના જવાનો અને શ્રી હરગોવિંદપુરના ધારાસભ્ય બલવિંદર સિંહ લાડી અને પરિવારજનોએ શહીદ ગુરચરણ સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ જવાનોએ હથિયાર નમાવ્યા અને હવાઈ ફાયરિંગ કરીને શહીદને શહાદતની સલામી આપી હતી.

ગુરચરણ સિંહની માં એ જયારે પોતાના લાલના પાર્થિવ દેહને જોયો તો તે ભાન ભૂલી ગઈ. તેમની માતાની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. પણ માં એ પોતાના લાલને સલામી સાથે અંતિમ વિદાય આપી હતી. જયારે તેમની અંતિમ વિદાય થઇ રહી ત્યારે ભાવુક માહોલને જોઈને દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. દેશ માટે આ સર્વોચ્ચ બલિદાન અને કર્તવ્ય પ્રત્યે સમર્પણ માટે દેશ હંમેશા તેમનો દેવાદાર રહેશે, તેમની બહાદુરીને ભારતીય સેનાએ નમન કર્યા.

શહીદ ગુરચરણ સિંહની માં એ એવું જણાવ્યું હતું કે, ગુરુવારે સવારના સમયે દીકરાના જખ્મી હોવાના સમાચાર ફોન પર મળ્યા હતા, ત્યારબાદ ગુરચરણ સિંહના શહીદ થવાના સમાચાર તેમની પત્ની રંજીત કૌરને મળ્યા. જયારે તેમના 6 મહિના દીકરાએ પોતાના પિતાની ચિતાને મુખાગ્નિ આપી તો પત્ની રંજીત કૌર પોતાની સુધબુધ ખોવા લાગ્યા અને રડી રડીને તેમની ખરાબ હાલત થઈ ગઈ.

તમને જણાવી દઈએ કે, શહીદ ગુરચરણ સિંહના પિતા સલવિંદર સિંહ પણ ભારતીય સેનામાં પોતાની સેવા આપી ચુક્યા છે. ભલે તેમના પિતાને પોતાના દીકરાથી છુટા પડવાનું ઘણું દુઃખ છે, પણ તેમને પોતાના દીકરા પર ગર્વ છે. ગુરુવારના એક દિવસ પહેલા એટલે કે બુધવારે શહીદ ગુરુચરણ સિંહે ફોન કરીને પોતાના બંને બાળકોના ફોટા દેખાડવા માટે કહ્યું હતું, અને સાથે જ તેમણે કહ્યું હતું કે તે જલ્દી જ રજા પર ઘરે પાછા આવશે. પરંતુ કોઈને ક્યાં ખબર હતી કે તે આ રીતે ઘરે આવશે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

જાણો આપણા પૂર્વજો શા માટે એવું કહેતા કે, ભાદરવાનું કેળું અને માગશરનો મૂળો જો ના આપે તો ઝૂંટવીને પણ ખાવું.

Amreli Live

સુશાંત કેસની CBI તપાસ, એક્સ ગર્લફ્રેન્ડ અંકિતાએ કંઈક આવી પ્રતિક્રિયા આપી

Amreli Live

આ 2 રાશિઓ માટે આજનો દિવસ શુભ ફળ આપનારો છે, હરીફો સામે વિજય મેળવશો.

Amreli Live

તમારી રાશિ અનુસાર જાણો કેવો રહેશે જુલાઈ મહિનાનો પહેલો દિવસ, લાભ થશે કે પછી ખર્ચ થશે જાણો…

Amreli Live

આ ફળને જાણો છો, વજન ઓછું કરવામાં કઈ રીતે તે ફાયદાકારક છે જાણો વિગતે

Amreli Live

ભારતની કૂટનીતિ આગળ 50 દિવસ પછી આવી રીતે ઝૂક્યું ચીન, થયું મજબુર

Amreli Live

99 ટકા લોકો રોટલી, ફુલ્કા અને ચપાતીને સરખી સમજે છે પણ આજે અમે તમને જણાવીશું આ ત્રણમાં શું છે અંતર

Amreli Live

ચીન છોડીને ભાગી કોરોના સાયન્ટિસ્ટ, પછી જણાવ્યું – મને ચૂપ કરવા મારી હત્યા કરી દેત.

Amreli Live

મેષ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, જાણો અન્ય રાશિઓનો કેવો રહેશે દિવસ.

Amreli Live

આ કારણોને લીધે દેશમાં આ 5 શહેર બની રહ્યા છે કોરોનાના ચેપના મોટા કેન્દ્ર, અહીં છે 50 ટકા કેસ

Amreli Live

રામ ઉપર નેપાળના દાવા પછી હવે શ્રીલંકાએ રાવણને લઈને છંછેડયો નવો મધપુડો.

Amreli Live

ગણેશ ચતુર્થી પર આ 4 રાશિઓ માટે બની રહ્યા છે ખાસ યોગ, હોદ્દામાં બઢતીની શક્યતાઓ છે.

Amreli Live

દાદા-દાદીને ઊંઘની ગોળી આપતી હતી પૌત્રી, પ્રેમી સાથે પકડાઈ ગઈ, તો કરી દીધી આવી હાલત.

Amreli Live

પટાવાળાની દીકરીએ એસટીએમ એ 10માં માં 94% લાવવા પર આપ્યું ગિફ્ટ, 1 દિવસ માટે બનાવી SDM

Amreli Live

રસ્તો બનાવવા થઇ રહ્યું હતું ખોદકામ, નીકળી ખોપડીઓ, મળ્યા 100 હાડપિંજર

Amreli Live

આધારકાર્ડને પોતાના મોબાઈલ નંબર સાથે આ રીતે કરો લિંક, આધારની ઓનલાઇન સેવાઓ માટે છે અગત્યનું.

Amreli Live

શનિદેવની કૃપાથી આજે આ રાશિના લોકોની આવક અને વેપારમાં વૃદ્ઘિ થવાના યોગ છે, સ્‍વાસ્‍થ્‍ય સારું રહેશે.

Amreli Live

વિડીયો : વિકલાંગ મહિલાને પાણી ભરતા જોઈને દુઃખી થયા લોકો, સોનુ સૂદને મદદ માટે વિનંતી કરી.

Amreli Live

કોર્ટમાં પત્ની બોલી : પતિ ખુબ પ્રેમ કરે છે, ક્યારે ઝગડતો નથી, દરેક ભૂલ કરે છે માફ, છૂટાછેડા જોઈએ છે.

Amreli Live

ઇમરાને જણાવ્યું : દુનિયાને લાગે છે ભારતથી તેમને વધારે આર્થિક લાભ થઇ રહ્યો છે, તેથી કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની સાથે નથી દુનિયા

Amreli Live

સિંહ રાશિના લોકોને આજે શનિદેવની કૃપાથી નોકરી વ્‍યવસાયમાં બઢતી અને આવકવૃદ્ઘિના યોગ છે.

Amreli Live