25.9 C
Amreli
11/08/2020
મસ્તીની મોજ

સૂર્ય દેવતાને આર્ધ્ય આપો એ સમયે જળમાં મિક્ષ કરો આ 5 વસ્તુ, થશે ઘણા ફાયદા.

દરેક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સૂર્ય દેવને આર્ધ્ય આપતા સમયે જળમાં મિક્ષ કરો આ 5 વિશેષ વસ્તુ

સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરવાથી ઘણા ફાયદાઓ મળી શકે છે. ચાલો જાણીએ વાસ્તુ એક્સપર્ટ રિદ્ધિ બહલ પાસેથી આ વસ્તુઓ વિશે…

સૂર્યદેવને સર્વશ્રેષ્ઠ દેવતા માનવામાં આવે છે. દરરોજ સૂર્યને જળ અર્પણ કરવાથી ઉર્જાનો અનુભવ, રોગોનો વિનાશ તથા ઉંમર અને સુખમાં વધારો થાય છે. તેથી મોટાભાગે લોકો સવારે સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરે છે. એવું માનવામાં આવે છે કે જો સૂર્યને જળ ચઢાવતી વખતે તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરી દેવામાં આવે તો સૂર્ય ભગવાન તેનું લાખ ગણું કરીને પાછું આપે છે.

શું ખરેખર આવું થાય છે? તે શોધવા માટે અમે ખગોળ અને વાસ્તુ સલાહકાર રિદ્ધિ બહલ સાથે વાત કરી. પછી તેમણે તે અંગે ઘણી માહિતી અમારી સાથે શેર કરી. ચાલો તમને પણ તેના વિશે વિગતવાર જણાવીએ.

રિદ્ધિ બહલ કહે છે કે “સૂર્યને જળ ચઢાવવાનું મહત્વ અને તેના ફાયદાઓનું વર્ણન પૌરાણિક કથાઓમાં પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે દરરોજ સૂર્યને જળ ચઢાવવાથી ન માત્ર તમને શાંતિ મળે છે, પરંતુ સ્વાસ્થ્ય પણ સારું રહે છે. પરંતુ જળ ચઢાવતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેમ કે સૂર્યને પાણી ચઢાવતી વખતે ધ્યાનમાં રાખો કે તાંબાના વાસણમાં જ અર્પણ કરવું. અમે તાંબાને સૂર્ય સાથે જોડવામાં આવે છે.

જો તમે તાંબાનાં વાસણમાં સૂર્યને પાણી ચઢાવશો તો તમને ઘણો ફાયદો થશે. આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે સૂર્યને જળ અર્પણ કરતી વખતે જે પાણી પડે છે તે તુલસીના છોડમાં જ પડે તો સારું રહેશે. આવું એટલા માટે કારણ કે આ પાણીને પવિત્ર માનવામાં આવે છે.

પહેલાંના જમાનામાં લોકો જ્યારે પાણી ચઢાવતા હતા ત્યારે તે નદીમાં ભળી જતું હતું પરંતુ આજકાલ ઘરોની નજીક નદી નથી તો તમે તુલસીનો છોડ રાખો અને પાણી એવી રીતે ચઢાવો, જેથી તે તુલસીના છોડમાં જ પડે. “સાથે જ, સૂર્યને જળ ચઢાવતી વખતે વધુ ફાયદાઓ મેળવવા માટે પાણીમાં કેટલીક વસ્તુઓ જરૂરથી ઉમેરવી.

ચોખા

તાંબાનાં વાસણની અંદર ચોખા રાખો કારણ કે ચોખાને ખૂબ શુભ માનવામાં આવે છે. જ્યારે પણ આપણું કોઈ શુભ કાર્ય હોય છે, ત્યારે કપાળ ઉપર તિલક લગાવવું, ગૃહપ્રવેશ, છોકરીની વિદાય વગેરે બધા કર્યોમાં ચોખા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં ચોખાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્યને જળ આપતી વખતે, પાણીમાં ચોખાના 2 થી 3 દાણા ઉમેરો. આમ કરવાથી તમામ પ્રકારની સુખ-સુવિધાઓ મળી શકે છે.

કંકુ

તાંબાના વાસણમાં પાણી લઈને તેમાં લાલ રંગનું કંકુ નાખીને અર્પણ કરવાથી સુર્યદોષ ઓછો થાય છે. આ સિવાય આપણે લાલ રંગને સૂર્યના કિરણો સાથે જોડીએ છીએ. લાલ રંગ લોહીનું પરિભ્રમણ પણ વધારે છે. સૂર્યને પાણી અર્પણ કરવાથી આપણા આરોગ્યમાં ઘણો સુધારો આવે છે કારણ કે સૂર્યની કિરણોમાં વિટામિન ડી હોય છે અને તે લોહીનું પરિભ્રમણ વધારે છે.

સાકર

તમે સાકર ઉમેરીને પણ સૂર્યને જળ અર્પણ શકો છો. પરંતુ જો તમારી પાસે સાકર નથી, તો થોડી ખાંડ ઉમેરો.

મંત્રનો જાપ

જળ ચઢાવતી વખતે કોઈ પણ સૂર્યનો મંત્ર બોલી શકો છો જેમ કે ‘ॐ घृणि सूर्य आदित्य नमः’. આનો અર્થ છે કે સૂર્યના જે કિરણો છે તેને હું પ્રાપ્ત કરું એટલે કે તે મારી અંદર રહે અને બધી ગંદકી દૂર કરે. આ મંત્ર ખૂબ જ સારો છે. આ સિવાય તમે સૂર્યનો અન્ય કોઈ મંત્ર પણ બોલી શકો છો.

તમે ઇચ્છો તો તમે ગાયત્રી મંત્ર પણ બોલી શકો છો, કારણ કે આ મંત્ર પણ સૂર્ય માટે જ હોય છે. આ સિવાય આપણે સૂર્યને હૃદયનું પરિબળ માનીએ છીએ તેથી જે હૃદયના દર્દીઓ છે તેઓએ “આદિત્ય હૃદય સ્ત્રોત” મંત્ર વાંચવો. જો હ્રદયના દર્દી રોજ આ મંત્ર વાંચે તો તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ સારું રહે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ગુસ્સામાં હોવ ત્યારે બોલતા પહેલા કરો આ કામ, નહિ બગડે વાત

Amreli Live

લોકડાઉનમાં 42% વધી અંબાણીની સંપત્તિ, આટલા વર્ષ પછી દુનિયાના ટોપ 10 અમીરોમાં શામેલ થયા, 58 દિવસમાં કંપની દેવા મુક્ત કરી.

Amreli Live

યુવરાજના ઘરમાં ભરાયું પાણી, સરકાર પાસે માંગી મદદ, રેઇનકોટ પહેરીને કરવું પડ્યું આ કામ

Amreli Live

શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ના ખાશો આ 10 વસ્તુઓ, જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ.

Amreli Live

બોલીવુડ માફિયા ઉપર કંગનાનો આક્ષેપ : ફિલ્મી બેગ્રાઉન્ડ વગરનાને આગળ વધતા રોકવા માટે તે ષડયંત્ર કરે છે.

Amreli Live

પહેલી વાર હિમાચલમાં સફરજનની જગ્યાએ નાસપતી ચમકી, કોરોનામાં પણ મળ્યા ઉત્તમ ભાવ, ઉત્પાદકો થયા રાજી.

Amreli Live

16 વર્ષ પછી આવી દેખાય છે ‘કલ હો ન હો’ની નાની જીયા, હવે ઓળખવી મુશ્કેલ.

Amreli Live

આ છે તે 123 વર્ષીય બાબા જેમની પાસેથી પ્રરેણા લઈને ફિટ રહે છે શિલ્પા શેટ્ટી, વિડીયોથી ખુલ્યું રહસ્ય.

Amreli Live

શ્રાવણ મહિનામાં આવી રીતે કરો ભગવાન શિવની આરાધના, જાણો શિવ મંત્ર અને ચાલીસા.

Amreli Live

આ વખત દિવાળી પર ‘સ્વદેશી અને આત્મનિર્ભર ઝાકમઝોળ’ ની થઇ રહી છે તૈયારી.

Amreli Live

કર્ક રાશિ વાળા ધન સંચયની બાબતમાં આજે થશે સફળ, સિંહ રાશિવાળાના પુરા થશે કામ.

Amreli Live

રામ મંદિર ભૂમિ પૂજનના અવસર પર ગળગળી થઈ ટીવીની ‘સીતા’, કહ્યું ‘500 વર્ષોના સંઘર્ષ પછી રામલલા….’

Amreli Live

લાઈમલાઈટથી દૂર રાખે છે બોલિવૂડ સેલેબ્સની આ બહેનો, સુંદરતામાં કોઈનાથી ઓછી નથી.

Amreli Live

નારિયેળ જ નહિ તેનું ફૂલ પણ છે કમાલ, આપે છે આરોગ્યને લગતા આ 10 ફાયદા.

Amreli Live

તો શું ક્રિકેટર બનશે સાનિયા મિર્જાનો દીકરો ઈજહાન? બોલ રમતા સામે આવ્યા ફોટા.

Amreli Live

ભોલેનાથ પાસે મનગમતું વરદાન મેળવવા માટે શ્રાવણમાં સોમવારે કરો આ ઉપાય, તમારી દરેક મુશ્કેલીનો આવશે અંત.

Amreli Live

આજે આ 7 રાશિઓ માટે મોટો દિવસ છે, આર્થિક રીતે મજબૂત બન્યા રહેશો.

Amreli Live

આ છે દુનિયાના સૌથી ખતરનાક રસ્તા, આમાંથી કેટલાક ભારતના પણ છે.

Amreli Live

મંદિર નીચે દબાવમાં આવશે ટાઇમ કેપ્સુલ, જાણો શું છે ટાઈમ કેપ્સુલ? જમીનની અંદર દબાવીને રાખવા પાછળ શું છે કારણ?

Amreli Live

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ IMDB પર બનાવ્યો જબરજસ્ત રેકોર્ડ, ટ્વીટર પર ભાવુક થયા ફેન્સ

Amreli Live

આ રાશિની મહિલાઓને આજે મળશે કોઈ ખુશખબર, જાણો બાકી રાશિઓની સ્થિતિ

Amreli Live