26.4 C
Amreli
23/09/2020
કલેક્ટર ઓફિસ

સુશાંત સિંહ રાજપૂતના મોતથી દુઃખી વધુ એક ફેને જીવન ટૂંકાવ્યું, મરતા પહેલા ‘છિછોરે’ ફિલ્મ જોઈ હતી

સુશાંત સિંહ રાજપૂતની યાદમાં ફેન્સે આપ્યો જીવ

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના આપઘાત કેસનો એક મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે. પરંતુ હજુ તેની અસર સમાજમાં યુવાઓ પર જોઈ શકાય છે. છત્તીસગઢના ભિલાઈની એક ઘટનામાં પોતાને સુશાંત સિંહ રાજપૂતની ફેન બતાવનારી એક વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો. છોકરીએ સુસાઈડ નોટમાં લખ્યું કે, તે સુશાંત સિંહ રાજપૂતના મોતથી દુઃખી હતી. તેના ફેવરિટ એક્ટરનું આ રીતે જવું તેને ખરાબ લાગ્યું હતું, જેના કારણે તે પોતાનું જીવન ટૂંકાવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આપઘાત પહેલા જોઈ સુશાંતની ફિલ્મ

ભિલાઈ પોલીસે પરિવારજનોની પૂછપરછ બાદ જણાવ્યું કે, તેના પિતા રાયપુરની એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે. તેમના ત્રણ બાળકો છે, જેમાંથી આપઘાત કરનારી બાળકી સૌથી મોટી હતી. બુધવારે સવારે આપઘાત કરનારી છોકરીની માતા પોતાના બે બાળકો સાથે પિયર જતી રહી હતી. આ કારણે તે પોતાના પિતા સાથે ઘરે એકલી હતી. પૂછપરછમાં માલુમ પડ્યું કે 7મા ધોરણમાં ભણતી છોકરીએ આપઘાત પહેલા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરી જોઈ હતી. આ બાદ તેણે પોતાના પિતા સાથે ફિલ્મની ચર્ચા પણ કરી હતી.

ઘરે એકલા હતી છોકરી

પિતાએ પોલીસને જણાવ્યું કે, થોડા સમય બાદ તેમણે પણ દીકરી સાથે બેસીને છિછોરે ફિલ્મ જોઈ. આ બાદ તેમણે દીકરીને માર્કેટ જવા કહ્યું, પરંતુ તેણે સાથે આવવાથી ઈનકાર કરી દીધો. સાંજે 5 વાગ્યે પિતા સામાન લેવા માર્કેટમાં જતા રહ્યા. આ બાદ છોકરી ઘરે એકલી હતી. જ્યારે તેઓ પાછા આવ્યા તો દીકરીએ જીવ આપી દીધો હતો. પિતાના રડવાનો અવાજ સાંભળીને પાડોશીઓ ત્યાં એકઠા થઈ ગયા. છોકરીને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ચેકઅપ બાદ તેણે મૃત જાહેર કરી દેવામાં આવી.

સુશાંતના મોતથી ડિપ્રેશનમાં સરી પડી

આ મામલે છોકરીની માતાનું કહેવું છે કે સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદથી જ તે સતત તેના સોન્ગ સાંભળ્યા કરતી હતી. તે સતત ટીવી ચેનલો પર સુશાંતની ખબર શોધતી રહેતી હતી. જોકે પરિવારજનોને થોડો પણ અંદાજ નહોતો કે છોકરી ડિપ્રેશનમાં જઈને આટલું મોટું પગલું ભરી લેશે.


Source: iamgujarat.com

Related posts

08 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

આ ભૂતપૂર્વ ક્રિકેટરે કર્યો લોકડાઉનનો ભંગ, કાર જપ્ત થઈ અને ભરવો પડ્યો દંડ

Amreli Live

અમિતાભ બચ્ચનના સ્ટાફના 26 સભ્યોનો કોરોના વાયરસનો રિપોર્ટ નેગેટિવ

Amreli Live

પહેલા થઈ હતી ટીકા, હવે માસ્કમાં જોગિંગ કરતા જોવા મળી ‘મર્ડર ગર્લ’ મલ્લિકા શેરાવત

Amreli Live

ઓનલાઈન સાઈટ પર મળતી પ્રોડક્ટ દેશી છે કે વિદેશી? જાણવા કલર કોડ ફરજિયાત કરાશે

Amreli Live

લોકડાઉનના ભંગમાં મુસ્લિમો સામે જ કાર્યવાહી કેમ? HCનો હૈદરાબાદ પોલીસને સવાલ

Amreli Live

અમદાવાદમાં કોરોનાના 317 નવા કેસ, 22ના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,275 થયો

Amreli Live

લોકોને હસાવતા-હસાવતા સ્ટેજ પર બેભાન થયો આ કોમેડિયન, નીકળ્યો કોરોના પોઝિટિવ

Amreli Live

જીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલ?

Amreli Live

અમેરિકામાં કોરોનાના કારણે રોજના એક લાખ કેસ આવવાની આશંકા કેમ વ્યક્ત કરાઈ?

Amreli Live

30 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અ’વાદઃ ગુરુવારે છેલ્લા એક સપ્તાહમાં સૌથી ઓછા કેસ, મૃત્યુઆંક પણ 13 દિવસમાં સૌથી ઓછો

Amreli Live

ખેડા: રોડ પરના બેરિકેડ્સ હટાવવા અંગે ડાકોરના પૂજારી સામે ફરિયાદ

Amreli Live

ભારતમાં નવા નોંધાયેલા 15,000 કરતા વધુ કેસ સાથે કુલ આંકડો 4 લાખને પાર, રિકવરી રેટ 55.4%

Amreli Live

સુરતઃ દબંગ મહિલા પોલીસ સુનિતા યાદવે સામે આવીને કહ્યું, મારા જીવને જોખમ

Amreli Live

એસ્ટ્રોનોટ્સ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ઉતર્યું NASAનું ક્રુ ડ્રેગન, જુઓ અદ્દભુત નજારો

Amreli Live

કોરોના વાયરસ: WHOએ બંધ કર્યું હાઈડ્રોક્સીક્લોરોક્વીનનું પરીક્ષણ

Amreli Live

કોરોના ઈફેક્ટઃ અમદાવાદમાં એપ્રિલ-જૂનમાં મકાનના વેચાણમાં 94 ટકા ઘટાડો

Amreli Live

વન-ડેમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા ટોપ-5 બોલર્સ, આ યાદીની છે એક ખાસ વાત

Amreli Live

PM કેર્સ ફંડમાં ચાઈનીઝ કંપનીઓએ ડોનેશન આપ્યુંઃ કોંગ્રેસ

Amreli Live

ઓસ્ટ્રેલિયા ટૂરઃ બે અઠવાડિયા સુધી આઈસોલેશનમાં રહેશે ટીમ ઈન્ડિયા

Amreli Live