25.7 C
Amreli
21/09/2020
મસ્તીની મોજ

સુશાંતનો મૃતદેહને જોઈને બહેન મિતુ સિંહે જોરથી બૂમ પાડી, ‘ગુલશન તુને યે ક્યા કિયા’

જયારે મિતુ સિંહે સુશાંત સિંહનો મૃતદેહ જોયું તો જોરથી બૂમ પાડી, કહ્યું હતું- ‘ગુલશન તુને યે ક્યા કિયા’

દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના કથિત આત્મહત્યા કેસની તપાસ સીબીઆઈ કરી રહી છે. તે દરમિયાન, તાજેતરમાં જ અભિનેતાના ઘરના કામવાળાએ મોટો ખુલાસો કર્યો છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

દિવંગત બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછીના 2 મહિના પછી, તેમણે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા કરવામાં આવી હતી? આ પ્રશ્નના જવાબ માટે કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈ દ્વારા આ કેસની તપાસ પણ શરૂ થઈ ગઈ છે. તે દરમિયાન છેલ્લા ઘણા દિવસોથી આ કેસમાં એકથી એક ચડિયાતા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે તાજેતરમાં જ અભિનેતાના ઘરના કામવાળાએ એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. ચાલો તમને તેના વિશે જણાવીએ.

હકીકતમાં સુશાંતના ઘરના કામ કરવા વાળા નિરજસિંહે પોલીસ સમક્ષ કરેલું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. આ નિવેદનમાં, નીરજે અભિનેતાના મૃત્યુના દિવસે એટલે કે 14 જૂનના રોજ તેમના ઘરે શું શું થયું હતું? તેના વિષે વિગતવાર જણાવ્યું છે.

ઈન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ, ઘરની સંભાળ રાખનાર નીરજે જણાવ્યું કે, “14 જૂનના રોજ જયારે સુશાંતનો રૂમ ખુલી રહ્યો ન હતો, ત્યારે સુશાંતના ઓરડાનું તાળું ખોલવા માટે ચાવી બનાવનારા બે લોકો લગભગ દોઢ વાગ્યે આવ્યા હતા. ચાવી બનાવવામાં મોડું થતાં જોઈને સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પિથાનીએ કહ્યું કે દરવાજાના તાળાને તોડી નાખો. આ કામ પછી, દિપેશે બંનેને મહેનતાણા રૂપે 2 હજાર રૂપિયા આપ્યા અને તે ચાલ્યા ગયા.”

નીરજે કહ્યું કે, જ્યારે દિપેશે દરવાજો ખોલ્યો ત્યારે ઓરડામાં અંધારું હતું અને એર કન્ડીશનર પણ ચાલુ હતું. ત્યાર પછી, દિપેશે લાઈટ ચાલુ કરી, તો પછી સિદ્ધાર્થ અંદર ગયો અને બંને એક પછી એક બહાર આવી ગયા. સુશાંતનો મૃતદેહ પંખા સાથે લીલા રંગના ફાંસા સાથે લટકતો હતો.

ત્યાર પછી સીધાર્થે સુશાંતની બહેન મીતુ સિંહને ફોન કર્યો અને તેને સુશાંતના અવસાન વિશે માહિતગાર કરે છે. ત્યાર પછી સીધાર્થે તેને છરી લાવવા કહ્યું અને કપડુ કાપ્યું. સુશાંતના પગ પલંગની બહાર હતા અને આખું શરીર પલંગ ઉપર હતું, તેવામાં મીતુ ઓરડામાં આવી અને બૂમ પાડીને તેણે કહ્યું, “ગુલશન તુને યે ક્યા કિયા.”

મીતુએ મૃતદેહને પથારીમાં મૂકવાનું કહ્યું

નીરજે વધુમાં કહ્યું કે, “મીતુએ લોકોને કહ્યું કે મૃતદેહને યોગ્ય રીતે પથારી ઉપર મુકો, પછી મેં જ સુશાંતના ગળામાંથી લીલો કુર્તા કાઢ્યો, સુશાંતની છાતીને દબાવીને તેને જીવતો કરવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ કોઈ ફાયદો ન થયો.”

તેની બહેનોને ખૂબ ચાહતા હતા સુશાંત સિંહ રાજપૂત

સુશાંતસિંહ રાજપૂત તેની ચારે બહેનોને ખૂબ જ ચાહતા હતા. પરંતુ આ વખતે બહેનો રક્ષાબંધન ઉપર તેમના ભાઈને રાખડી બાંધી શકી ન હતી. રક્ષાબંધન પ્રસંગે સુશાંતની સૌથી પ્રિય બહેન શ્વેતાએ સુશાંતના બાળપણના ફોટોગ્રાફ્સનો એક કોલાજ શેર કર્યો હતો. ફોટામાં સુશાંતને તેની તમામ બહેનો રાખડી બાંધી રહી છે. પોસ્ટ શેર કરતી વખતે શ્વેતાએ લખ્યું હતું, “હેપી રક્ષાબંધન, મારા પ્રિય બાળક … હું તમને ખૂબ પ્રેમ કરું છું … અને હંમેશાં કરતી રહીશ … તમે હતા, તમે છો અને તમે હંમેશા અમારા આદર્શ રહેશો!”

આમ તો આ નિવેદન પછી એવું લાગે છે કે હજુ આ કિસ્સામાં ઘણી બાબતો ખુલવાની બાકી છે. હાલમાં સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે અને તમામ પુરાવા એકત્રિત કરી રહી છે અને આ કેસ સાથે સંકળાયેલા લોકોના નિવેદનો પણ રેકોર્ડ કરી રહી છે. તો હવે આપણે એ જોવાનું છે કે કેસની ગૂંચવણ કેટલા સમયમાં હલ થાય છે?

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

23 સપ્ટેબરએ થઇ રહ્યું છે રાહુ-કેતુનું રાશિ પરિવર્તન, જાણો આ બધી રાશિઓના જીવનમાં શું થશે ઉથલપાથલ.

Amreli Live

આજે આ 7 રાશિઓ માટે મોટો દિવસ છે, આર્થિક રીતે મજબૂત બન્યા રહેશો.

Amreli Live

સુશાંત મૃત્યુ કેસ : મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી CBI ની ટીમ, કેસમાં અજ્ઞાત વ્યક્તિની પણ થશે પૂછપરછ.

Amreli Live

ભારતમાં 10 સપ્ટેમ્બરે લોન્ચ થશે દુનિયાની સૌથી પાવરફુલ બાઈક, આ કિંમતમાં આવી જશે 4 Wagon-R કાર.

Amreli Live

જમીન ઉપર નહીં પણ ચંદ્ર ઉપર પ્લોટ ખરીદનાર સુશાંતસિંહ રાજપૂત બહુ મોટી સંપત્તિ મૂકીને ગયા

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

રામનગરીનું ખોવાઈ ગયેલ ગૌરવ આપવા માટે 491 વર્ષમાં થયા અગણિત સંઘર્ષ.

Amreli Live

ઘરે બેઠા રાશન કાર્ડમાં આવી રીતે ઉમેરી શકો છો પરિવારના સભ્યનું નામ, જાણો રીત

Amreli Live

આ વીડિયોમાં ખુબ રડી રહ્યા છે અનુપમ ખેર? તમે પણ જાણો તેનું કારણ.

Amreli Live

શનિવારે છે એકાદશીની તિથિ, આ 6 રાશિઓનું બદલાશે ભાગ્ય. વાંચો દૈનિક ભવિષ્યફળ.

Amreli Live

વાંદરાએ દેખાડી પોતાની પ્રતિભા, વિડીયો જોઈને લોકો આપી રહ્યા છે શાબાશી

Amreli Live

દૂધડેરી ઉપર 7000 રૂપિયા એક લિટરના ભાવે મળશે ગધેડીનું દૂધ, દૂધના ફાયદા છે અઢળક.

Amreli Live

ગણેશ હવેરકર મુજબ પ્રિયંકા સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી, તેને કારણે રિયાએ પ્રિયંકાને ટાર્ગેટ કરી.

Amreli Live

સુશાંત સિંહ કેસમાં નવો વળાંક, શું અભિનેતાને ચા માં ડ્રગ્સ મિક્સ કરીને આપતી હતી રિયા ચક્રવર્તી, વોટ્સએપ ચેટથી આશંકા.

Amreli Live

આજનો દિવસ આ રાશિઓ માટે છે શુભ, રહેશે ગણેશજીની કૃપા, ધન પ્રાપ્તિ થશે.

Amreli Live

ઘરમાં આ વસ્તુઓનું આવવું આપે છે શુભ સંકેત, ધન ધાન્યથી ભરાઈ જશે ઘર

Amreli Live

જીમ પાર્ટનરનો દાવો, શાહરૂખે એવોર્ડ શોમાં બોલાવીને અપમાન કર્યું હતું, સલમાન અને કરણે પણ તેને બરબાદ કરવાનું નક્કી કર્યું હતું.

Amreli Live

આજે 8 રાશિવાળાને મળશે સૂર્યદેવના આશીર્વાદ, આવકમાં વધારો થશે.

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

શ્રાવણના પહેલા શનિવારે ના કરશો આ 10 ભૂલો, ઉથપ-પાથલ મચાવી દેશે શનિદેવ.

Amreli Live

મહિનાનો પહેલો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહેશે, વાંચો દૈનિક રાશિફળ

Amreli Live