25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

સુશાંતના મોત મામલે 27 લોકોની થઈ પૂછપરછ, મુંબઈ પોલીસે આપ્યું મહત્વનું નિવેદન

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધું હતું. સુશાંતના મોત બાદથી બોલિવુડમાં નેપોટિઝમ અને ફેવરિટઝમની ચર્ચાએ જોર પકડ્યું છે. સુશાંતના એકાએક નિધનથી હતાશ થયેલા ફેન્સને ટેલેન્ટેડ એક્ટરના મોત પાછળ કાવતરું હોવાની શંકા છે. સુશાંતે આત્મહત્યા નથી કરી અને તેનું મર્ડર થયું છે તેવા દાવા સાથે ફેન્સ અને અન્ય કેટલાક લોકો CBI તપાસની માગ કરી રહ્યા છે. હાલ તો મુંબઈ પોલીસ આ કેસની તમામ બાજુથી તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં મુંબઈ પોલીસે 27 લોકોના નિવેદન નોંધ્યા છે. શનિવારે રાત્રે મુંબઈ પોલીસે આ કેસની તપાસ વિશે જાણકારી આપી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ઝોન 9ના ડેપ્યુટી કમિશનર અભિષેક ત્રિમુખેએ મીડિયાને જણાવ્યું, “સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસમાં બાંદ્રા પોલીસે અત્યાર સુધીમાં 27 લોકોના નિવેદન નોંધ્યા છે. અમને વિગતવાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યો છે અને ડૉક્ટરોએ સ્પષ્ટપણે લખ્યું છે કે, લટકવાના કારણે શ્વાસ રુંધાઈ જતાં મોત થયું છે.” સુશાંતના મોત બાદ ધીરજ ગુમાવી રહેલા લોકોને ખાતરી આપતાં DCP ત્રિમુખેએ કહ્યું, “સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે અમે દરેક પાસા ચકાસી રહ્યા છીએ. વિશ્વાસ રાખો હકીકત બહાર આવશે.”

જણાવી દઈએ કે, સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, સુશાંતનો ફ્રેન્ડ અને પ્રોડ્યુસર સંદીપ સિંહ સહિતના લોકોની પોલીસે આ મામલે પૂછપરછ કરી છે. આ સિવાય હાલમાં જ યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂ શર્માની પણ પોલીસે પૂછપરછ કરી છે.


Source: iamgujarat.com

Related posts

સરકારે કોરોનાની સારવારના પ્રોટોકોલમાં કર્યા ફેરફાર, આ બે દવાના ઉપયોગને આપી મંજૂરી

Amreli Live

લદ્દાખમાં PM મોદીનો ચીનને સીધો મેસેજ, કહ્યું-વિસ્તારવાદનો યુગ ગયો, આ વિકાસવાદનો સમય

Amreli Live

30 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

12 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ચીને LAC પર દાખવ્યું હતું આક્રમક વલણ, પરંતુ ભારતે આપ્યો જડબાતોડ જવાબઃ US

Amreli Live

ડિસ્કાઉન્ટ, કેશબેકની જોરદાર ઓફર્સ, છતાંય મોલમાં કાગડા ઉડી રહ્યા છે!

Amreli Live

ફ્રેન્ડને ફોન કર્યો અને તેના પપ્પાએ ફોન ઉપાડી લીધો, ના બોલાવનું બોલ્યો અને..

Amreli Live

અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદી માહોલ જામ્યો, ઉકળાટથી મળી રાહત

Amreli Live

19 જૂન, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

માર્કેટમાંથી લાવેલા દૂધને આ રીતે રાખો કોરોના મુક્ત

Amreli Live

કોરોનાથી બચવા માટે આ કપલ ધરતી પર પહેરે છે ‘સ્પેસ સુટ’

Amreli Live

અમેરિકાઃ ન્યૂજર્સીમાં રહેતા પટેલ પરિવારના ત્રણ સભ્યોનું સ્વિમિંગ પૂલમાં ડૂબવાથી મોત

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સુશાંત સિંહ આત્મહત્યાઃ મહેશ ભટ્ટ, રિયા ચક્રવર્તી સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવાની અરજી

Amreli Live

ગેંગસ્ટર વિકાસ દુબેના એન્કાઉન્ટર પર કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે ઉઠાવ્યા સવાલ

Amreli Live

અમદાવાદઃ કોરોનાના ભયથી હવે ડોક્ટર્સ સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરી રહ્યા છે બંધ

Amreli Live

લિફ્ટમાં ચાર દિવસ સુધી 82 વર્ષની માતા તેની 64 વર્ષની દીકરી સાથે ફસાયેલી રહી

Amreli Live

દોસ્તે જણાવ્યા કરણ જોહરના હાલ, કહ્યું-અંદરથી ખૂબ જ તૂટી ગયો છે અને રડતો રહે છે

Amreli Live

નવસારી: આત્મહત્યા કરનાર યુવતીનું અંગદાન, પિતાએ કહ્યું- ‘આ રીતે મારી દીકરી જીવિત રહેશે’

Amreli Live

જુઓ દુનિયાના જુદા જુદા ભાગોમાં કેવું દેખાયુ સૂર્યગ્રહણ

Amreli Live

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષાદળોનો સપાટો એક જ દિવસમાં 8 આતંકવાદીઓનું ઢીમ ઢાળી દીધું

Amreli Live