26.4 C
Amreli
23/09/2020
મસ્તીની મોજ

સુશાંતના પિતાનો ગંભીર આરોપ, રિયાએ મારા દીકરાને બરબાદ કરવાની આપી ધમકી.

પોતાના દીકરાને બરબાદ કરવાની ધમકી આપનારી રિયા વિરુદ્ધ સુશાંતના પિતાએ નોંધી એફઆઈઆર

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં અભિનેતાના પિતાએ સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા છે. તેમણે પટણામાં રિયા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે અને કહ્યું છે કે રિયાએ જ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો. અનેક આક્ષેપો કરતા તેમણે બિહાર પોલીસને આ મામલાની તપાસ કરવા અપીલ કરી છે.

સુશાંતના પિતાએ તેમના નિવેદનમાં કહ્યું, “મારો પુત્ર સુશાંત ફિલ્મની લાઇન છોડીને કેરળમાં ઓર્ગેનિક ખેતી કરવા માંગતો હતો, તો રિયાએ વિરોધ કર્યો કે તમે ક્યાંય જશો નહીં અને જો તમે મારી વાત નહીં સાંભળો તો હું મીડિયામાં તમારો મેડિકલ રિપોર્ટ આપી દઈશ અને બધાને કહી દઈશ કે તમે પાગલ છો.” પરંતુ જ્યારે રિયાને લાગ્યું કે સુશાંત સિંહ તેમની વાત નથી માની રહ્યા અને તેનું બેંક બેલેન્સ પણ ખૂબ ઓછું છે, ત્યારે રિયાએ સુશાંતના ઘરેથી ઘણી મહત્વપૂર્ણ વસ્તુઓ લઇ ગઈ હતી.

કે.કે. સિંહના નિવેદનમાં આગળ કહ્યું છે કે તેણે મારા પુત્ર સુશાંતનો ફોન નંબર તેના ફોનમાં બ્લોક કરી દીધો હતો. આ પછી સુશાંતે મારી દીકરીને ફોન કર્યો હતો અને તેણે કહ્યું હતું કે રિયા મને ક્યાંક ફસાવી દેશે, તે અહીંથી ઘણો સામાન લઈને જતી રહી છે અને મને ધમકી આપીને ગઈ છે કે જો તમે મારી વાત નહીં સાંભળો, તો તમારા ઈલાજના બધા કાગળો હું મીડિયાને આપી દઈશ અને કહી દઈશ કે તમે પાગલ છો, તમને કોઈ કામ નહીં આપે અને તમે બરબાદ થઈ જશો.

સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો કે સુશાંત 2019માં રિયાને મળ્યો હતો, ત્યાં સુધી સુશાંત કોઈ પણ પ્રકારની માનસિક બિમારીથી પીડાતો નહોતો. તેની તપાસ થવી જોઈએ કે એવું તો શું થયું કે સુશાંત રિયાને મળ્યા પછી માનસિક રીતે અસ્વસ્થ રહેવા લાગ્યો હતો. સુશાંતના પરિવારે પૂછ્યું છે કે જો સુશાંત માનસિક બિમારીની સારવાર લઈ રહ્યો છે, તો પછી તેની જાણ કુટુંબને કેમ કરવામાં આવી નહીં?

આ સિવાય રિયા પર એવો પણ આરોપ છે કે તે સુશાંતને સારવાર દરમિયાન તેના ઘરે લઈ ગઈ હતી અને તેને ઓવરડોઝ આપવામાં આવ્યો હતો. પરંતુ રિયાએ આ મામલે કહ્યું હતું કે સુશાંતને ડેન્ગ્યુ છે.

કે.કે. સિંહનો રિયા ઉપર આરોપ છે કે તે સુશાંતને કોઈ પણ ફિલ્મ સાઇન કરવા દેતી નહોતી. જ્યારે પણ કોઈ ફિલ્મની ઓફર આવતી ત્યારે તે તેને દબાણ કરતી હતી કે સુશાંત તે જ પ્રોજેક્ટ પર સાઈન કરે જેમાં રિયા તેમની સાથે અભિનેત્રી તરીકે કામ કરી રહી હોય.

કે.કે. સિંહે રિયા પર આરોપ લગાવ્યો કે રિયાએ સુશાંતનો જૂનો અને વિશ્વાસપાત્ર સ્ટાફ કાઢી નાખ્યો હતો અને તેના બદલે એવા લોકોને રિપ્લેસ કરવામાં આવ્યા, જે રિયાને જાણતા હતા. તે આની મદદથી સુશાંતને માઇક્રો લેવલ પર મેનેજ કરવા માંગતી હતી.

ડિસેમ્બર 2019માં, રિયાએ ઇરાદાપૂર્વક સુશાંતનો મોબાઇલ નંબર બદલ્યો હતો. જેથી તે તેના કુટુંબના સભ્યો સાથે વાત ન કરી શકે. આ સિવાય રિયા સુશાંતને તેના વતન પણ જવા ન દેતી હતી.

રિયા ઉપર એ પણ આરોપ છે કે વર્ષ 2019 માં સુશાંતના ખાતામાં 17 કરોડ રૂપિયા હતા, પરંતુ થોડા મહિનાઓમાં 15 કરોડ રૂપિયા ઘણા એવા ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જે સુશાંત સાથે જોડાયેલા ન હતા. આ વાતની તપાસ થવી જોઈએ કે રિયા અને તેના સાથીઓએ કેટલા નાણાનો ફ્રોડ કર્યો છે.

નોંધપાત્ર વાત એ છે કે રિયા ચક્રવર્તીએ મુંબઇ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે તે સુશાંત સિંહ રાજપૂત સાથે લગ્ન કરવાની હતી અને તેમણે સુશાંતની આત્મહત્યા બાદ અમિત શાહને સીબીઆઈ તપાસ માટે અપીલ પણ કરી હતી.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સતત 500 કુશ્તી જીતવાવાળા દારા સિંહના પ્રેમ અને કિંગકોંગની મૂછો ઉખાડવાના કિસ્સા, અહીં વાંચો.

Amreli Live

રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ તેના પર પડે છે વીજળી, પણ મંદિરને કાઈ નુકશાન થતું નથી.

Amreli Live

થોડા દિવસોમાં પોપ્યુલર થઇ તારક મેહતાની નવી અંજલિ ભાભી, જાણો એક દિવસની કેટલી ફી લે છે સુનૈના ફોજદરા.

Amreli Live

17 સપ્ટેમ્બરે છે સર્વપિતૃ અમાસ અને 18 સપ્ટેમ્બરે શરૂ થઇ જશે અધિકમાસ, વાંચો આ અઠવાડિયના વ્રત અને તહેવાર

Amreli Live

શનિની ત્રાસી નજર લાગવાથી તમારી સાથે થાય છે આ 8 ઘટનાઓ, શનિદેવ આપે છે આ સંકેત.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના પરિવારને મળી રહી છે ધમકી, પત્ર જાહેર કરી જણાવ્યું દુઃખ.

Amreli Live

મલાઈકા અરોરા સાથે પ્રેમ કરી અર્જુન લગ્નની માન્યતાઓને પડકારી રહ્યા છે.

Amreli Live

શરદી, સુકી ખાંસી અને છાતીમાં જામેલા કફના રામબાણ દેશી ઘરેલું ઉપચાર.

Amreli Live

પાપા જય ભાનુશાળીના ખોળામાં આરામથી બેસેલી છે દીકરી તારા, જુઓ પ્રેમ ભર્યો આ વિડીયો.

Amreli Live

ગુરુવારે આ 4 રાશિઓવાળા રહે સાવધાન, આમના ગ્રહ – નક્ષત્ર છે પ્રતિકૂળ.

Amreli Live

વૃષભ રાશિના લોકોને થશે ધન લાભ, જાણો બાકીની રાશિઓની સ્થિતિ કેવી રહેશે

Amreli Live

દરેક રાશિઓ માટે કેવો રહેશે ગુરુવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

અભિનેતા સોનુ સુદે પત્ની સોનાલીને લખ્યો હતો ‘લવ લેટર’, જાણો શું લખ્યું હતું તે પત્રમાં?

Amreli Live

ઘર કંકાસ થી છુટકારો મેળવવા માટે અપનાવો ફેંગ શૂઈના આ રામબાણ ઉપાય.

Amreli Live

અહીં 2 રૂમનું એક કાચા મકાનનું વીજળીનું બિલ આવ્યું 10 કરોડ રૂપિયા, જાણો ક્યાંનો છે આ બનાવ.

Amreli Live

અલાદીન સિરિયલમાં જૈસ્મિનના પાત્રમાં અવનીત કૌરની જગ્યા લેશે આશી સિંહ, કહ્યું – લોકો તુલના કરશે પણ હું….

Amreli Live

મહાલક્ષ્મીના આ 8 સ્વરૂપોની આરાધનાથી પુરી થાય છે દરેક મનોકામના.

Amreli Live

આ ત્રણ જરૂરી વાતને તમે ધ્યાનમાં રાખશો, તો તમે સંક્રમણથી લડવાનો પાવર જનરેટ કરી શકશો.

Amreli Live

પદ્મિની એકાદશી 2020 : આ તિથિએ આવી રહી છે પદ્મિની એકાદશી, જાણો મહત્વ, મુહૂર્ત અને પૂજા વિધિ.

Amreli Live

આ વખતે ભોમ પ્રદોષ વ્રત પર બની રહ્યો છે આ ખાસ સંયોગ, ભક્તોને આવી રીતે મળશે તેનો લાભ.

Amreli Live

સોમવારનો દિવસ આ 5 રાશિઓ માટે છે ખુબ જ ખાસ, ગ્રહ નક્ષત્રોનો મળશે સાથ.

Amreli Live