26.8 C
Amreli
20/09/2020
કલેક્ટર ઓફિસ

સુરત: ચોરીની શંકાએ પરપ્રાંતીય શ્રમિક પર ટોળાનો હુમલો, કોંગ્રેસ કાઉન્સિલર સહિત 6ની અટક

યજ્ઞેશ ભરત મહેતા, સુરત: પાંડેસરા વિસ્તારમાં કથિત રીતે એક ટોળાએ બિહારના પરપ્રાંતીય શ્રમિક પર હુમલો કર્યો હતો. શ્રમિકે ચોરી કરી હોવાની આશંકાએ ટોળાએ તેને માર માર્યો હતો. રવિવારે વહેલી સવારે આ ઘટના બની હતી. પીડિત સંગમ પંડિતનું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું હતું. 30 વર્ષની આસપાસની ઉંમરનો સંગમ પંડિત સ્થાનિક ટેક્સટાઈલ મિલમાં નોકરી કરતો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

પાંડેસરાના વડોદ વિસ્તારના કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર સતીષ પટેલ સહિત 6 શખ્સો સામે ગુનો નોંધી તેમની અટકાયત કરી છે. કથિત રીતે સતીષ પટેલ પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાથી પૂછપરછ માટે તેમની અટક કરવામાં આવી છે. પોલીસે શરૂઆતમાં રાયોટિંગ, હત્યાનો પ્રયાસ અને હુમલાનો ગુનો નોંધ્યો હતો. પરંતુ સંગમ પંડિતનું મૃત્યુ થતાં હત્યાની કલમ લગાવાઈ છે. સંગમ પંડિતના મિત્ર અને ટેક્સટાઈલ વેપારી સુજિત સિંહે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સુજિત સિંહે ફરિયાદમાં જણાવ્યું, ‘શનિવારે રાત્રે હું અને સંગમ એક મિત્રને મળવા માટે ભેસ્તાન ગયા હતા. રાત્રે બે વાગ્યે પરત આવતી વખતે અમે સચિન વિસ્તારમાં ભૂલા પડ્યા અને ખોટા રસ્તે ચડી જતાં ભૈરવનગર પહોંચી ગયા હતા. ત્યારે સતીષ પટેલ અને અન્યો બહાર બેઠા હતા. તેમણે અમને રોક્યા અને ચોર હોવાનો આરોપ મૂક્યો હતો.’ બાદમાં સંગમના માથા પર એક બુઠ્ઠી વસ્તુથી માર્યું હતું. જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે માર મારવાના કારણે સુજિત સિંહના બંને પગમાં ફ્રેક્ચર થયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, સંગમના માતા-પિતા મુંબઈમાં મજૂરી કામ કરે છે અને તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે, સંગમ અને સુજિત પસાર થતાં હતા ત્યારે હુમલાખોરો રસ્તા પર બેઠા હતા. તેમણે તેમને જોયા અને હુમલો કર્યો હતો. પોલીસે અટક કરેલા પ્રતીક નામના શખ્સે દાવો કર્યો છે કે, શુક્રવારે રાત્રે તેને વિકી નામના એક શખ્સ સાથે ઝઘડો થયો હતો. સંગમ અને સુજિત આવ્યા ત્યારે પ્રતીકને એવું લાગ્યું તે બંનેને વિકીએ હુમલો કરવા મોકલ્યા છે.

પાંડેસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર ડી.કે. પટેલે જણાવ્યું, “પ્રતીકે દાવો કર્યો છે કે, તેને વિકી સાથે શુક્રવારે રાત્રે કોઈ અંગત બાબતે બબાલ થઈ હતી. બાદમાં વિકીએ પ્રતીકને ઢોરમાર માર્યો હતો. શનિવારે પણ બંને જૂથમાં ઝઘડો થયો હતો. જો કે, અમને તેના દાવા પર શંકા છે. એક ટોળા પર હુમલો કરવા માટે શા માટે કોઈ માત્ર બે વ્યક્તિઓને જ મોકલે?”


Source: iamgujarat.com

Related posts

રતન ટાટાએ શું લખી લીધું કે થઈ રહ્યું છે વાયરલ

Amreli Live

દેશમાં 24 કલાકમાં 20 હજાર નવા કેસ, કુલ આંકડો 5.28 લાખ પર પહોંચી ગયો

Amreli Live

લદ્દાખમાં હાર મળ્યા બાદ ચીનની નવી ચાલ, હવે ભૂટાનની જમીન પર દાવો કર્યો!

Amreli Live

31 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

અમિત શાહે ગુજરાતના આ 5 ગામોને ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ માટે પસંદ કર્યા

Amreli Live

દેડકા બાદ પીળા રંગના કાચબાએ કુતૂહલ સર્જ્યું, હોય છે એકદમ ખાસ

Amreli Live

કટ્ટરવાદીઓએ પાકિસ્તાનમાં બની રહેલા કૃષ્ણ મંદિરના પાયા તોડી નાંખ્યા

Amreli Live

વર્ષ 2015 પછી પ્રથમ વખત દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ

Amreli Live

કોવિડ-19થી પણ વધુ ઘાતક અને જીવલેણ ‘રહસ્યમયી બીમારી’ની એન્ટ્રી? ચીને કર્યા એલર્ટ

Amreli Live

અમેરિકામાં કોરોના બેફામ: રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે પહેલીવાર જાહેરમાં પહેર્યું માસ્ક

Amreli Live

કાશ્મીરમાં આતંકવાદીઓએ BJP નેતા વસીમ બારીની કરી હત્યા, પિતા અને ભાઈનું પણ મોત

Amreli Live

દેશમાં કોરોનાથી મોતને ભેટેલા લોકોનો આંકડો 9,000ને પાર, દુનિયામાં ભારત 9મા નંબરે

Amreli Live

કોરોનાની સારવાર લઈ રહેલા બિગ બીએ આ 6 પ્રકારના લોકોથી દૂર રહેવાની આપી સલાહ

Amreli Live

શિયાળબેટ પર લોકોની લોકોની જાગરૂકતાને ધન્યવાદ : જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક

Amreli Live

સુશાંતને માતાની જેમ સાચવતી હતી અંકિતા, કરિયર પણ દાવ પર લગાવી દીધું હતું : સંદીપ સિંહ

Amreli Live

દેશ ‘અનલોક’ થશે પરંતુ આ 10 નિયમોનું કરવું પડશે પાલન

Amreli Live

કોરોના બેકાબુ: અમદાવાદમાં નવા 165 કેસ નોંધાયા, 68% પશ્ચિમ ભાગના

Amreli Live

B ગ્રેડ એક્ટ્રેસ વિવાદઃ કંગના રનૌતની ટીમે તાપસી પન્નુ પર કર્યો શાબ્દિક પ્રહાર

Amreli Live

દીકરીને તેડી રાખવાથી શિલ્પાને પીઠમાં ઉપડ્યો દુઃખાવો, મમ્મીઓને આપી આ ટિપ્સ

Amreli Live

MPના રાજ્યપાલ લાલજી ટંડનનું નિધન થયું તે આ જાણીતા ટીવી સ્ટારના છે દાદા

Amreli Live

19 જુલાઈ જન્મદિવસ રાશિફળ: આ યંત્રની પૂજા કરવાથી જીવનમાં આવશે સુખ-શાંતિ

Amreli Live