26.6 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

સુરતઃ કોરોના સંક્રમિત રત્નકલાકારોને પૂરો પગાર આપી હોસ્પિટલ ખર્ચ ભોગવી રહ્યા છે ડાયમંડ યુનિટો

સુરતઃ શહેરમાં અનલોક-1 બાદથી ડાયમંડ યુનિટ્સ ફરીથી ધમધમતા થયા છે. પરંતુ આ સાથે જ રત્નકલાકારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવા જ એક ડાયમંડ યુનિટમાં કામ કરતા 54 વર્ષના રત્નકલાકાર મુળજી ધામેલિયા (નામ બદલ્યું છે) કોરોના પોઝિટિવ આવ્યા બાદ પોતાના પગારને લઈને ચિંતામાં હતા. આ બાદ કંપનીના માલિકે તેમને ફોન કરીને ફુલ પગાર અને તમામ મેડિકલ ખર્ચ આપવાની ખાતરી આપી. આટલું જ નહીં કંપનીએ તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ શિફ્ટ કરાવવાની વાત કરી. ધામેલિયાની જેમ ઘણા રત્નકલાકારોને પણ કંપની તરફથી આવી મદદ મળી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ધર્મનંદન ડાયમંડ્સના મેનેજિંગ ડિરેક્ટર હિતેશ પટેલે અમારા સહયોગી TOIને જણાવ્યું કે, કોરોના સંક્રમિત થયેલા રત્નકલાકારો અમારા ડાયમંડ પરિવારનો ભાગ છે. અમે તેમને પૂરો પગાર આપવા સાથે મેડિકલ ખર્ચ પણ ભોગવીને મદદ કરીશું. તેઓ આગળ કહે છે, લોકડાઉન દરમિયાન પણ જ્યારે યુનિટ બંધ હતું ત્યારે કંપનીએ કર્મચારીઓને પૂરો પગાર આપ્યો હતો. આ કારણે જ સૌરાષ્ટ્ર ગયેલા અમારા સ્ટાફના રત્નકલાકારો નાની નોટિસમાં જ ફરીથી કામ પર જોડાઈ ગયા હતા.

જ્યારે બ્લ્યૂ સ્ટાર ડાયમંડ્સના ચેરમેન અસિત મહેતાએ કહ્યું, અમે કંપનીની પોલિસી મુજબ કોરોના સંક્રમિત આવેલા અમારા કર્મચારીઓ અને તેમના પરિવારજનોની તમામ શક્ય મદદ કરી રહ્યા છીએ. જ્યારે અન્ય ડાયમંડ યુનિટના માલિક કિર્તી શાહ કહે છે, કંપની કોરોના સંક્રમિત આવેલા 5 રત્નકલાકારો અને તેમના સંપર્કમાં આવીને હોમ ક્વોરન્ટાઈન થયેલા 10 સ્ટાફના સદસ્યોને પૂરો પગાર આપી રહી છે.

 


Source: iamgujarat.com

Related posts

કોરોનાના સૌથી વધુ કેસ, છતાંય મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુમાં બીજું લોકડાઉન નહીં

Amreli Live

હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાનો દંડ વસૂલે છે પોલીસ!

Amreli Live

અમદાવાદઃ જે સિવિલમાં બ્લાસ્ટ કર્યા હતા ત્યાંના ડોક્ટર્સે જ સારવાર કરીને આતંકીને કોરોનાથી બચાવ્યો

Amreli Live

કરાચીમાં થયેલા હુમલામાં ભારતનો હાથ હોવાનો ઈમરાન ખાને લગાવ્યો આરોપ

Amreli Live

શિયાળબેટ પર લોકોની લોકોની જાગરૂકતાને ધન્યવાદ : જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક

Amreli Live

PM મોદીનો દેશવાસીઓને પત્ર, કોરોના સામેના યુદ્ધમાં દેશની એકતા અને દ્રઢતાને સલામ

Amreli Live

સુશાંત સિંહની યાદમાં 3400 પરિવારને જમાડશે આ એક્ટ્રેસ, કહ્યું ‘તને ખૂબ મિસ કરીશું’

Amreli Live

વરસાદ, પૂર અને ભૂકંપ, ચીન પર ઉતર્યો કુદરતનો પારાવાર પ્રકોપ

Amreli Live

લોકડાઉનના ભંગમાં મુસ્લિમો સામે જ કાર્યવાહી કેમ? HCનો હૈદરાબાદ પોલીસને સવાલ

Amreli Live

જ્યારે સંકટ મોચન હનુમાનજીની મૂર્તિ પર જ પડ્યો વિજળીનો થાંભલો પછી એવું થયું કે….

Amreli Live

ગુજરાતમાં કોરોના સામેની લડાઈમાં MBBSના ફાઈનલ યરના 2800 વિદ્યાર્થી-ઈન્ટર્ન જોડાશે

Amreli Live

કપિલ શર્માના મોટા ફેન છે 82 વર્ષના દાદી, હોસ્પિટલથી ઘરે આવતાની સાથે જ કર્યું આ કામ

Amreli Live

કોરોના વાયરસની દવા રેમડેસિવીરની કાળાબજારી પર રોક લગાવવાનો આદેશ

Amreli Live

વિડીયો: શું તમે સાપને ચમચીમાંથી પાણી પીતા જોયો છે?

Amreli Live

કટ્ટરવાદીઓએ પાકિસ્તાનમાં બની રહેલા કૃષ્ણ મંદિરના પાયા તોડી નાંખ્યા

Amreli Live

ભારત પહોંચલા Made in China મોબાઈલ ફોનના કન્સાઈન્મેનટ્સ અટવાયા

Amreli Live

જીવલેણ કોરોના વાયરસ સામે લડવામાં મદદ કરી શકે નારિયેળ તેલ?

Amreli Live

ગુજરાત યુનિવર્સિટી: 996 વિદ્યાર્થીઓએ એડમિશન ફોર્મ ભર્યું પણ સબમિટ કરવાનું ભૂલી ગયા!

Amreli Live

ફિટ રહેવા માટે રોજ આ ચા પીવે છે શિલ્પા શેટ્ટી, તમે પણ ઘરે બનાવીને ઘટાડી શકો છો વજન

Amreli Live

નેક કામ માટે હંમેશા યાદ રહેશે સુશાંત, બાળકોને મોકલ્યા હતા NASAમાં

Amreli Live

ગાંધીનગર: આ વર્ષે ‘યોગ @ હોમ’ અને ‘યોગ વિથ ફેમિલી’ થીમ પર યોગ દિવસની ઉજવણી કરાશે

Amreli Live