23.6 C
Amreli
30/10/2020
મસ્તીની મોજ

સુખ અને દુઃખ બંને દ્રષ્ટિની રમત છે, જો પોઝીટીવ રહો તો પોતાના ખરાબ સમયમાં પણ કંઈક સારું શોધી શકાય છે.

સુખ હોય કે દુઃખ હંમેશા રહેવું જોઈએ પોઝીટીવ, જેથી ખરાબ સમયમાં પણ તમે કંઈક સારું શોધી શકો. લોકોના જીવનમાં સુખ અને દુઃખ તો આવતા જ રહે છે, પરંતુ લોકો તેનો સ્વીકાર કેવી રીતે કરે છે તેનું ઘણું જ મહત્વ હોય છે. ભગવાન રામને વનવાસ થયો તો તે દુઃખી ન થયા, આનંદથી જણાવ્યું કે તેમને વનવાસ મળવાથી શું ફાયદો થશે.

માણસને જે પણ મળે છે, તેના માટે તે પોતે જવાબદાર હોય છે. જીવનમાં મળેલી દરેક વસ્તુ તેણે પોતે જ કમાયેલી છે. જન્મ સાથે જ ભાગ્યનો ખેલ શરુ થઇ જાય છે. આપણે હંમેશા આપણા વ્યક્તિગત જીવનની નિષ્ફળતાઓને ભાગ્યના માથા ઉપર મઢી દઈએ છીએ. કાંઈ પણ થાય તો સીધો જ જવાબ હોય છે, મારું તો નસીબ જ એવું છે. આપણે આપણા કર્મોથી જ ભાગ્ય બનાવીએ છીએ કે બગાડીએ છીએ. કર્મ સાથે ભાગ્ય અને ભાગ્ય સાથે કર્મ પરસ્પર જોડાયેલા છે.

નસીબના નામથી બધા પરિચિત છીએ પરંતુ તેના ગર્ભમાં શું છુપાયેલુ છે તે કોઈ નથી જાણતું. ભાગ્ય ક્યારે પણ એક સરખું નથી હોતું. તે પણ બદલી શકાય છે પરંતુ તેના માટે ત્રણ વસ્તુ જરૂરી છે. આસ્થા, વિશ્વાસ અને ઇચ્છાશક્તિ. આસ્થા પોતાનામાં અને ઇચ્છાશક્તિ આપણા કર્મમાં. જયારે આ ત્રણેને ભેળવવામાં આવે તો પછી ભાગ્યએ પણ બદલાવું પડે છે. વાસ્તવમાં ભાગ્યને બદલવું માત્ર આપણી વિચારસરણીને બદલવા જેવું છે.

રામને 14 વર્ષનો વનવાસ મળ્યો, તેના એક દિવસ પહેલા તેમને રાજા બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. પછી તેમણે જંગલમાં જવું પડ્યું. હજુ સુધી કોઈના ભાગ્યએ આટલો ભયાનક વળાંક નહિ લીધો હોય. રામ પાસે બે વિકલ્પ હતા, એક તો વનવાસને સાંભળીને નિરાશ થઇ જાય, પોતાના ભાગ્યને દોષ આપે કે પછી તેને સહર્ષ સ્વીકાર કરે. રામે બીજો વિકલ્પ પસંદ કર્યો. તેમણે માત્ર પોતાની સકારાત્મક વિચારસરણી સાથે વનવાસમાં પણ પોતાના માટે ફાયદાની વાતો શોધી કાઢી, અને જાહેર કરી દીધુ કે અયોધ્યાના રાજસિંહાસન કરતા વનવાસ તેમના માટે વધુ સારો છે.

પોતાની વર્તમાન દશાને જો સ્વીકારી લેવામાં આવે તો ફેરફારના બધા રસ્તા જ બંધ થઇ જશે. ભાગ્ય કે નસીબ તે છે જેણે તમારા જ પાછળના કર્મોના આધારે તમારા હાથમાં કંઈક મૂકી દીધું છે. હવે આગળ તે તમારી ઉપર આધાર રાખે છે કે, તમે તે પાછલી કમાણીને ઘટાડો, વધારો, પોતાના કર્મોથી બદલો કે હાથ ઉપર હાથ ધરીને બેસી રહો, અને રડતા-કકળતા રહો કે મારા ભાગમાં બીજાની સરખામણીમાં ઓછું કે ખરાબ આવ્યું છે.

ભાગ્યવાદ બીજું કાંઈ નથી પરંતુ માત્ર પુરુષાર્થથી બચવાનું એક બહાનું કે આળસ છે, જે પોતે પોતાના જ મન દ્વારા ઉપજાવી હોય છે. જો સ્થિતિ સારી નથી કે દુઃખદાયક છે તો તેના પ્રત્યે સ્વીકારનો ભાવ હોવો જ ન જોઈએ. જો આ દુઃખદ સ્થિતિ સાથે તમે સરળતાથી જીવી શકો છો, તો તેને બદલવાની સંભાવના એટલી જ ઓછી રહેશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ચંદ્રમા મિથુન રાશિમાં હોવાથી બન્યો વરિયાન યોગ, કઈ રાશિઓને થશે લાભ, કોને થશે નુકશાન, જાણો

Amreli Live

આવી રીતે શૂટ થયો હતો સુગ્રીવ-રાવણના યુદ્ધનો સીન, પડદાની પાછળનો વૃતાંત જાણવા જેવો

Amreli Live

50 વર્ષ પછી મળ્યો ‘હાર્મોનિયમ’ જેવો અવાજ કાઢતો દુર્લભ કૂતરો.

Amreli Live

આ છે દુનિયાના સૌથી ખતરનાક રસ્તા, આમાંથી કેટલાક ભારતના પણ છે.

Amreli Live

મહામારી અટકાવવાનો ઉપાય ‘એક ડોલ દૂધ’ – વાંચો જીવન બદલવાની ક્ષમતા રાખતી સ્ટોરી.

Amreli Live

સોનુ-ભૂષણના લડાઈમાં નામ આવ્યા પછી ડિપ્રેશનની શિકાર થઈ મરીના કુંવર, મનોચિકિત્સક પાસે જઈને લીધી સલાહ

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે બ્રહ્મ યોગ, આ 7 રાશિઓ માટે છે શુભ, વાંચો તમારી રાશિ અનુસાર ભવિષ્યફળ

Amreli Live

સુશાંત મૃત્યુ કેસ : મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી CBI ની ટીમ, કેસમાં અજ્ઞાત વ્યક્તિની પણ થશે પૂછપરછ.

Amreli Live

લગ્ન કર્યા પછી આ ટીવી અભિનેત્રીએ અભિનયમાં કારકિર્દીની કરી શરુઆત, આજે ઇન્ડસ્ટ્રી ઉપર કરે છે રાજ

Amreli Live

FAU-G Game : પબજી બેન થતા જ સ્વદેશી એક્શન ગેમ લાવી રહ્યા છે અક્ષય કુમાર, ટીઝર થયું રિલીઝ.

Amreli Live

જન્મ કુંડળીમાં બની રહ્યા છે આર્થિક તંગીના યોગ તો જાણો તેના ઉપાય

Amreli Live

શીતળા માતાનું વ્રત : આ રીતે કરો શીતળા માતાની પૂજા, આ વાતોનું રાખવું પડશે ધ્યાન.

Amreli Live

કાળી દ્રાક્ષ ખાવી આયુર્વેદમાં ખૂબ મહત્વ ધરાવે છે, તેનાથી 5 સ્વાસ્થ્ય લાભ, ઘણી ગંભીર બીમારીઓ રહે છે દૂર

Amreli Live

મંગળવારે ગ્રહ-નક્ષત્રોથી બની રહ્યો છે વૃદ્ધિ યોગ, તેનાથી નોકરી અને બિઝનેસમાં 7 રાશિવાળાને મળી શકે છે તારાઓનો સાથ

Amreli Live

શનિ દોષોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણના શનિવારે કરો આ ઉપાય, શનિદેવ અને મહાદેવની મળશે કૃપા

Amreli Live

ગણપતિ બપ્પા આ 4 રાશી વાળાના ઉદાસ જીવનમાં ભરી દેશે ખુશીઓ, સમય બનશે પ્રબળ, ભાગ્ય આપશે સાથ.

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

UPSC માં ચાર વખત ફેલ થવાથી પાડોશીએ માર્યા મહેણાં, જયારે IAS બનીને આવ્યો છોકરો, તો ઠોકવા લાગ્યા સલામ.

Amreli Live

આ પાંચ રોકાણ વિકલ્પ આપે છે બેન્ક ફિક્સ ડિપોઝીટથી વધારે રિટર્ન, તેમાં પૈસા લગાવસો તો થશો માલામાલ.

Amreli Live

ઇમ્યુનિટી બુસ્ટ કરવાના ચક્કરમાં પોતાનું જ નુકશાન ના કરી બેસતા, 5 લક્ષણ દેખાય તો થઇ જજો સાવધાન

Amreli Live

સ્વાસ્થ્ય મંત્રાલયની ચેતવણી, સેનીટાઈઝનો વધુ ઉપયોગ બની શકે છે ભયંકર.

Amreli Live