25.8 C
Amreli
06/08/2020
bhaskar-news

સિવિલના ઈન્ચાર્જ ડૉ. પ્રભાકર કહે છે, હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થતાં ઘાતકતા ઘટી, AMCના ડૉ. સોલંકીએ કહ્યું- હર્ડ ઈમ્યુનિટી છે જ નહીંએક સમયે રાજ્યના હોટસ્પોટ બનેલા અને સતત કેસોમાં ટોપ પર રહેલા અમદાવાદ શહેરમાં હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાનાં દર્દીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળતો હોવાનો દાવો કરાયો છે. જેની વચ્ચે અમદાવાદમાં કોરોના કાબુમાં આવ્યાના દાવાને લઇને કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલના તંત્ર વચ્ચે વિવાદ ઉભો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલના ખાસ અધિકારી ડો. એમ.એમ પ્રભાકરના અમદાવાદમાં કેસ ઓછા થવાના કારણમાં હર્ડ ઇમ્યુનિટી અને કેસોની ઘાતકતા ઓછી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ગુરુવારે નામ લીધાં વગર વીડિયો મારફતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ આ દાવાને ફગાવતા અમદાવાદ જ નહીં વિશ્વમાં હજી સુધી ક્યાંય હર્ડ ઇમ્યુનિટી હજી સુધી જોવા મળી હોવાનો દાવો કરવામાં નથી આવ્યો અને અમદાવાદમાં કોરોનાની તીવ્રતા ઘટી ન હોવાનું કહ્યું છે. બંને અધિકારીઓ દ્વારા અલગ અલગ દાવા કરવામાં આવ્યા છે જેથી પ્રજા અસમંજસમાં છે કે ખરેખર અમદાવાદમાં કોરોના કાબુમાં છે કે પછી પ્રજાને મૂર્ખ બનાવવામાં આવી રહી છે.

હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ રહી છેઃ ડો. એમ.એમ પ્રભાકર
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે રાજય સરકાર દ્વારા ખાસ નિમાયેલા અધિકારી ડો. એમ.એમ. પ્રભાકરે વીડિયો સંદેશ મારફતે જણાવ્યું હતું કે દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોના ફેલાયો છે. શરૂઆતમાં અમદાવાદમાં પણ એપ્રિલ-મે માસમાં અમદાવાદમાં ખુબજ કેસો હતા અને વીએસ. સિવિલ, કેન્સર ઉપરાંત કિડની હોસ્પિટલમાં વોર્ડ શરૂ કર્યા હતા. અમદાવાદમાં કોરોનાનાં કેસો ઘટ્યા છે. 1100થી વધુ કેસો આવતા હતા જે આજે ઘટીને 250 જેટલા થયા છે. જેના કારણમાં તેઓએ હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ રહી હોવાની અને પહેલા જે ગંભીર પ્રકારના કેસ આવતા હતા તેની ઘાતકતા ઘટી હોવાનું જણાવ્યું હતું. કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન મુજબ સામાન્ય લક્ષણ ધરાવતાં લોકોને હોમ આઇસોલેશન અને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવતા હોવાને લઇ કેસો અંગે ઘટવાની વાત કરી હતી.

કોર્પોરેશનના અધિકારી-કર્મચારીઓના કારણે કેસો ઓછા થયાઃ ડો. ભોવિન સોલંકી
બે દિવસ બાદ ગુરુવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં ખાસ નિમાયેલા અધિકારી, મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ મ્યુનિસિપલ કોર્પોરેશનના હજારો અધિકારીઓ અને કર્મચારીઓ, ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફની રાત- દિવસની મહેનતના ફળ સ્વરૂપે આજે કેસો ઓછા થયા છે. અલગ અલગ સ્ટ્રેરજી, ખાનગી હોસ્પિટલના રિકવિઝિશન, ધન્વંતરી રથની OPD, 1 લાખ ખાનગી હોસ્પિટલની OPD, 1.25 લાખ લોકોનું સર્વેલન્સ અને આરોગ્ય સેતુ એપની સર્વેલન્સ કરવામાં આવતા દરેક ઝોનમાં કેસો અને મોતની સંખ્યામાં ઘટાડો થયો છે.

વિશ્વમાં ક્યાંય હર્ડ ઇમ્યુનિટીનો દાવો કરાયો નથીઃ ડો. ભાવિન સોલંકી
ડો. ભાવિન સોલંકીએ નામ લીધા વગર અમુક વ્યક્તિઓ હર્ડ ઇમ્યુનિટી અને વાઇરસ નબળો પડવાની વાતો કરે છે. પરંતુ કોરોનાનાં સંક્રમણની શરૂઆતથી અત્યાર સુધી ભારત કે અન્ય કોઈ દેશમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલોપ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો ન હોવાનું કહ્યું હતું. હર્ડ ઇમ્યુનિટીમાં 70થી 90 ટકા વસ્તી એક યા બીજી રીતે સંક્રમણની અસર થયેલી હોવી જોઈએ. અમદાવાદમાં હર્ડ ઇમ્યુનિટી પેદા થઈ હોવાની ખોટી અને તથ્ય વિહીન હોવાનો દાવો તેમણે કર્યો છે. AMCએ હજારો લોકોની એન્ટીબોડી ટેસ્ટ કરાવી અને આ બાબતની પુષ્ટિ કરી છે. ભારતના બીજા શહેરોમાં અને અમદાવાદમાં એક સાથે કેસોનું સંક્રમણ શરૂ થયું હતું પરંતુ અમદાવાદમાં કેસો ઘટી રહ્યા છે અને બીજે વધી રહ્યા છે. અમદાવાદમાં કેસોની તીવ્રતા ઘટી નથી.

બન્ને અધિકારીઓના દાવાથી પ્રજા અસમંજસમાં
સિવિલ હોસ્પિટલના ડો. એમ.એમ.પ્રભાકરના અને AMCના મેડિકલ ઓફિસર ડો. ભાવિન સોલંકી દ્વારા કેસો ઘટવાને લઇ આપવામાં આવેલી માહિતીથી વિવાદ થયો છે. પ્રભાકરના નામ લીધા વગર જ ડો. ભાવિન સોલંકીએ હર્ડ ઇમ્યુનિટીના દાવાને ખોટો કરી દીધો છે. ત્યારે હવે ખરેખર અમદાવાદમાં કેસો શા માટે ઘટ્યા તે અંગે અમદાવાદની પ્રજા પણ સવાલ પૂછી રહી છે. કોર્પોરેશનના ફેસબુક પર ડો. ભાવિન સોલંકીના વીડિયોમાં કોમેન્ટમાં કેટલાક લોકોએ 4 મહિનામાં પહેલી વાર આ ભાઈ/ અધિકારીને જોયા એવી કોમેન્ટ કરી હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Civil Dr. Prabhakar claim Heard immunity developed but AMC Medical Officer says not Heard Immunity

Related posts

21 રાજ્યમાં દર્દીઓને સારું થવામાં ગતિ આવી, 10 લાખ વસ્તી પૈકી 8,555 લોકોની તપાસ થાય છે કુલ 9.04 લાખ કેસ

Amreli Live

વધુ એક મહિલાનું મોત,માતાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કોર્પોરેટર ક્વૉરન્ટીન થયાં

Amreli Live

દરરોજે કોરોનાના 2 લાખ દર્દી સાજા થાય છે, ત્યારે આજે રિકવર દર્દીનો આંકડો 1 કરોડને પાર જશે

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

રાજ્યમાં એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 374 નવા કેસ અને સૌથી વધુ 28ના મોત, મૃત્યુઆંક 290 અને કુલ દર્દી 5,428

Amreli Live

તાવ કે ઉધરસ આવે તો તરત તપાસ કરાવો, મારી પત્નીને હું સારવાર માટે મોકલી રહ્યો છું તમે ડરતા નહીં, દર્દીના પતિની રહેવાસીને અપીલ

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

Amreli Live

અત્યાર સુધીમાં 7,600 કેસઃ ભારતે હાઈડ્રોક્સિક્લોરોક્વીન દવાની નિકાસને મંજૂરી આપી, પ્રથમ યાદીમાં અમેરિકા સહિત 13 દેશોના નામ સામેલ

Amreli Live

ગુજરાતમાં લોકડાઉન પૂર્ણ થયા બાદ ત્રણ વિકલ્પ પર વિચારણા, આગામી 4 દિવસના કેસોના આધારે આખરી નિર્ણય

Amreli Live

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય 

Amreli Live

મોદી ભૂમિપૂજન પહેલા હનુમાનગઢીના દર્શને જશે, રામ મંદિરના શિલાન્યાસમાં ચાંદીની 40 કિલોની ઈંટ રાખશે; પારીજાતનું વૃક્ષ પણ વાવશે

Amreli Live

વિશ્વભરમાં 13.56 લાખ કેસ, 75 હજાર 762 મોત, સ્પેનમાં એક દિવસમાં 743ના મોત; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

અમેરિકાના આયોગના રિપોર્ટમાં દાવો- પાકિસ્તાનમાં કોરોના સંકટમાં હિન્દુઓ અને ખ્રિસ્તીઓને ખાવાનો સામન અપાઈ રહ્યો નથી

Amreli Live

ગુજરાતમાં મોત સવા સો પાર, 191 નવા કેસ, 15 મોત, 191માંથી 169 કેસ અને 15માંથી 14 મોત અમદાવાદમાં

Amreli Live

10.13લાખ કેસઃદિલ્હી એઈમ્સમાં 100થી વધુ લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરાશે, એઈમ્સ પેનલે મંજૂરી

Amreli Live

વિશ્વભરમાં 1.48 કરોડ કેસ: બ્રાઝીલમાં મોતનો આંકડો 80 હજારને પાર, ટ્રમ્પે કહ્યું- માસ્ક પહેરી હું સૌથી મોટો દેશ ભક્ત

Amreli Live

મોટી સંખ્યામાં લોકો સ્વાગત માટે ઉમટતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ્દ

Amreli Live

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદ

Amreli Live

કોરોનાથી વધુ એક મોત સાથે મૃત્યુઆંક 15 થયો, પોલીસ પર પથ્થરમારના 5 આરોપી સહિત વધુ 15 પોઝિટિવ સાથે કુલ કેસ 263 થયા

Amreli Live

અમદાવાદમાં હોલસેલ-રિટેલ માર્કેટ ઠપ, ઓનલાઈન રાખડી-ગિફ્ટનું ધૂમ વેચાણ, ઉજવણીનો ટ્રેન્ડ બદલાયો

Amreli Live