30.6 C
Amreli
27/11/2020
અજબ ગજબ

સાસુએ વહુને કહ્યું તારા ગર્ભમાં સસરાનું સંતાન છે, વહુએ ગુસ્સે થઇ કરી નાખ્યું ન કરવાનું કામ, અમદાવાદની વિચિત્ર ઘટના.

હાલમાં થોડા દિવસો અગાઉ જ અમદાવાદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સાસુ વહુ વચ્ચેના ઝગડાનો કરુણ અંત આવ્યો. શહેરના ગોતા વિસ્તારમાં આવેલા રોયલ હોમ્સમાં મંગળવારની રાત્રે સાસુ અને વહુ વચ્ચે ઝગડો થયો હતો. જેમાં સાસુ દ્વારા વહુ પર ‘તારા ગર્ભમાં તારા સસરાનું સંતાન છે.’ એવો આક્ષેપ લગાવવામાં આવતા વહુ ગુસ્સામાં ભાન ભૂલી ગઈ અને પોતાની સાસુના માથામાં લોખંડના સળિયાથી પ્રહાર કરીને તેમની હત્યા કરી દીધી હતી.

સાસુની હત્યા કર્યા બાદ વહુએ ચાદર સાથે લાશ સળગાવવાનો અને પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. પછી તે પોતાના બેડરૂમમાં પુરાઈ ગઈ હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર મૂળ રાજસ્થાનના અને હાલ ગોતામાં આવેલા રોયલ હોમ્સના પહેલાં માળે રહેતા દિપક રામનિવાસ અગ્રવાલ (ઉંમર 30 વર્ષ) પોતાની પત્ની નિકીતા ઉર્ફે નાયરા (ઉંમર 29 વર્ષ), નિવૃત્ત પિતા રામનિવાસ અને માતા રેખાબેન સાથે રહે છે. દિપક ગોતામાં મહાવીર ગ્રેનાઇટ એન્ડ આર કે સ્ટોનના નામે પથ્થર અને ટાઇલ્સનો વેપાર કરે છે.

આ વર્ષે જ 16 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના સુરેશચંદ્ર અગ્રવાલની દિકરી નિકીતા ઉર્ફે નાયરા (ભણતર એમકોમ, એમબીએ) સાથે દિપકના લગ્ન થયા હતા. 24 ઓક્ટોબરના રોજ તેના પિતા રામનિવાસભાઇને કોરોના હોવાની જાણ થતાં તે સારવાર માટે હોસ્પિટલમાં છે. દિપક ગયા મંગળવારે સાંજે આઠ વાગ્યે ચાણક્યપુરી ખાતે દર્શન કરવા ગયો. તે સમયે તેના પિતાએ ફોન કરી જણાવ્યું હતું કે, સોસાયટીના સભ્યોનો કોલ આવ્યો હતો કે તારી પત્ની અને તારી માતા વચ્ચે ઝઘડો થયો છે.

sasu ni hatya
source google

પછી દિપકે પોતાની પત્નીને ફોન કર્યો તો તેણે એવું કહ્યું કે, મમ્મીજી મને મારે છે અમારા વચ્ચે ઝપાઝપી થઇ છે, અત્યારે હું મારા રૂમમાં છું એવું કહી ફોન મુકી દીધો હતો. દિપક તરત જ ઘરે પહોંચ્યો પણ કોઈએ દરવાજો ખોલ્યો નહિ. તેણે પત્નીને ફોન કર્યો તો તેણે કહ્યું કે, મારા બેડરૂમનો દરવાજો ખુલતો નથી. પછી માતાને ફોન કર્યો તો તેમણે ફોન ઉપાડ્યો નહિ. પછી દિપકે સામેના બ્લોકમાં જઇ બારીમાંથી પોતાના ઘરમાં જોવા પ્રયત્ન કર્યો, પણ પડદા પાડેલા હોવાથી તેને કંઇ દેખાયું નહિ.

પછી તે તેના બ્લોકની નીચે પડેલી સીડી પર ચડી રસોડાની બારીમાંથી ઘરમાં ગયો હતો. દિપકે લાઇટ ચાલુ કરી તો બેઠક રૂમમાં લોહીથી લથપથ, અર્ધનગ્ન હાલતમાં અને બળેલી હાલતમાં માતાની લાશ પડી હતી. પત્નીને બેડરૂમનો દરવાજો નહીં ખોલવા વિષે પૂછ્યું તો તેણે એવું કારણ આપ્યું કે, મને નબળાઈ આવી જતા દરવાજો ખૂલ્યો નહોતો. સળીયાના મારને કારણે દિપકની માતા રેખાબેનના માથાની ખોપરી તૂટી ગઇ હતી. તેમના મોઢા, માથા, છાતી અને પગનો ભાગ અર્ધનગ્ન હતા અને બળેલા હતા. દીવાલો પર લોહીના છાંટા પડેલા હતા.

આ બાબતે પોલીસને જાણ કરતા સોલા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હત્યાનો ગુનો નોંધ્યો હતો. સોલા પોલીસે દિપકની પત્ની નાયરાની 12 કલાક પુછપરછ કર્યા બાદ તેણે કબુલાત કરી કે, સાસુ તેને મારવા સળિયો લઇને આવ્યા હતા અને ધક્કા મારતા હતા. તે બંને વચ્ચે સળિયાની ખેંચતાણ આશરે 45 સેકન્ડ ચાલી હતી. અને ઝપાઝપીમાં સાસુ નીચે પટકાતા તેણે સળિયાથી માથામાં ઘા માર્યા હતા.

પછી તેણે પોતાની સાસુએ જાતે આત્મહત્યા કરી છે કે બીજા કોઇએ તેમની હત્યા કરી છે, તેવી ખોટી થિયરી ઉભી કરવા પ્રયત્ન કર્યા હતા. નાયરાએ પોતાને બેડરૂમમાં પુરી દીધી અને એવો દેખાવ કર્યો કે, આ હત્યાની તેને કંઇ જાણ નથી. નાયરાએ બેડરૂમમાં ઉડેલું લોહી ચાદરથી સાફ કરી દીધું હતું, અને તે ચાદર સાસુની લાશના માથા પર મુકીને આગ લગાવી દીધી હતી. પછી પોતાના કપડાં બદલી નાખ્યા અને ખરાબ થયેલા કપડાં ધોઈ નાખ્યા હતા, પરંતુ તેના પર લોહીના નિશાન રહી ગયા હતા.


Source: gujaratilekh.com

Related posts

ભારતમાં બનેલી કોરોના વેક્સીનનો પહેલો ડોઝ પટના એમ્સમાં અપાયો, જાણો તેની ટ્રાયલ અને એપ્રુવલની વિગતો વિષે.

Amreli Live

પટનામાં સુશાંતની અદભુત શ્રદ્ધાંજલિ, ચાર રસ્તાનું નામ રાખ્યું સુશાંત સિંહ રાજપૂત ચોક

Amreli Live

વિઘ્નહર્તા ગણેશ આજે આ રાશિના વિઘ્નો કરશે દૂર, ધન અને માન સન્‍માનની થશે પ્રાપ્તિ.

Amreli Live

14 વર્ષનો બાળક કરી રહ્યો હતો બિલાડી પાળવાની જીદ્દ, ના પાડી તો ભર્યું આવું ખરાબ પગલું.

Amreli Live

જાણો કૃષિ ખરડાની જોગવાઈઓ વિશે, અને તેનાથી થનારા ખેડૂતોને લાભ અને વિરોધના કારણો

Amreli Live

અસલી અયોધ્યાના કેટલા દાવા? જેની જેવી ભાવના રહી, તેવી પ્રભુની નગરી

Amreli Live

શું છે ટીઆરપીનો ખેલ જેને લઈને અર્ણબ ગોસ્વામીની પાછળ પડી ગયા બીજા ન્યુઝ વાળા.

Amreli Live

અમેરીકાની છાતી પર કોતરાયેલા શ્રીયંત્રનું અદભુત રહસ્ય જાણવા જેવું છે. હિન્દૂ સંસ્કૃતિના નિશાન…

Amreli Live

અહીં સુહાગરાત પહેલા ભાગી ગઈ કન્યાઓ, ત્રણ કલાક પહેલા જ સાત ફેરા લઈને આવી હતી સાસરે.

Amreli Live

એક વરરાજો અને બે કન્યા, એકના લવમેરેજ અને બીજીના અરેન્જ

Amreli Live

અમેરિકી વૈજ્ઞાનિકોએ આ પ્રાણીઓ માંથી બનાવ્યો ખાસ પ્રકારનો સ્પ્રે, જે નાકમાં સ્પ્રે કરવાથી PPE કીટ કરતા પણ વધુ આપશે સુરક્ષા.

Amreli Live

નવા વર્ષ પર માતાએ પોતાના બાળક સાથે જે કર્યું તે જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે.

Amreli Live

આ અઠવાડિયે કર્ક રાશિના લોકોની આર્થિક ઉન્નતિના યોગ જણાઈ રહ્યા છે, જાણો અન્ય રાશિનું કેવું રહેશે આ અઠવાડિયું.

Amreli Live

જાણો કોણ છે મિર્ઝાપુર 2 માં ગુડ્ડુ પંડિતની પ્રેમિકા ‘શબનમ’, અસલ જીવનમાં દેખાય છે આવી.

Amreli Live

ભારત દેશમાં બીક લાગે છે, આવા કેટકેટલા વિવાદોમાં ફસાઈ ચુક્યા છે આમિર ખાન, જાણો વિવાદોની લીસ્ટ.

Amreli Live

ઘરની અશુદ્ધિઓ દૂર કરવા અને એકાગ્રતા વધારવા માટે ધાતુનો પિરામિડ રાખવો જોઈએ, પવિત્રતા વધારવા માટે…

Amreli Live

મિથુન રાશિના લોકોને આજે વેપાર અને આવકમાં વૃદ્ઘિ થાય, પણ આ રાશિવાળાએ ગુસ્સા પર નિયંત્રણ રાખવાની જરૂર છે.

Amreli Live

શિવ પાતાળેશ્વર મંદિર, અહીં ભગવાન શિવને ભેટ કરવામાં આવે છે સાવરણી

Amreli Live

22 વર્ષના અદનાન ચોથી વાર કરવા માંગે છે નિકાહ, ત્રણેય પત્નીઓ મળીને શોધી રહી છે પતિ માટે દુલ્હન

Amreli Live

ચીને 100 વર્ષમાં ક્યારેય આવો વિનાશ જોયો નથી, અનાજની સર્જાઈ શકે છે અછત.

Amreli Live

FAU-G ગેમનું ટીઝર રિલીઝ, દેખાઈ ગલવાન ઘાટીની ઝલક

Amreli Live