25.8 C
Amreli
06/08/2020
મસ્તીની મોજ

સારી ઈન્ટરનેટ સ્પીડ અને સુરક્ષિત વાઈફાઈ માટે આ ટિપ્સ અજમાવો

તમારા ઇન્ટરનેટની સ્પીડ સ્લો છે? તો અજમાવો આ ખાસ ટિપ્સ

અનલોક-1 ના અમલમાં આવ્યા પછી પણ મોટી સંખ્યામાં લોકો ‘ઘરેથી કામ’ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, સારી ઇન્ટરનેટ સ્પીડ અને સલામત વાઇફાઇ જરૂરી છે. આ ઉપાયોથી ઇન્ટરનેટની સ્પીડ સારી રહેશે.

અનલોક -1 ના અમલમાં આવ્યા પછી પણ મોટી સંખ્યામાં લોકો ‘ઘરેથી કામ’ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, સારી ઇન્ટરનેટ સ્પીડ અને સલામત વાઇફાઇ ખૂબ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, જો તમે ધીમી ઇન્ટરનેટની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો તમારે ઘણા પગલા ભરવાની જરૂર છે. આ પગલાંથી ઇન્ટરનેટની સ્પીડમાં સુધારો થશે. આ સંદર્ભે, અમે તમને નિષ્ણાંત દ્વારા આપવામાં આવેલી ટીપ્સ જણાવી રહ્યા છીએ,

સૌ પ્રથમ ઇન્ટરનેટ સ્પીડ તપાસો :-

ડેસ્કટોપ અથવા લેપટોપ ઉપર નેટ સ્પીડ ચેક કરવા માટે, તમે સ્પીડ ટેસ્ટીંગ વેબસાઈટ જેવા speedtest. net અથવા fast. com ઉપર જાવ. અહીંયા તમને ડાઉનલોડ અને અપલોડની સ્પીડ જોવા મળશે. મોબાઇલ ઉપર પણ તમે આ સાઇટ્સને ખોલી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર ઉપરથી એપ્સ ડાઉનલોડ કરીને પણ સ્પીડ વિશે માહિતી મેળવી શકો છો. 15mbps ધીમી સ્પીડ હોય છે, જ્યારે 25 એમપીએસ એ સરેરાશ સ્પીડ છે. જ્યારે 40mbps એ વધુ અથવા શ્રેષ્ઠ સ્પીડ હોય છે.

આવી રીતે કરો ઇન્ટરનેટની સ્પીડમાં સુધારો

1. સૌથી જરૂરી યોગ્ય પ્લાનની પસંદગી :-

જુવો કે તમારે ઘરેથી રોજિંદા કામમાં કેટલો ઇન્ટરનેટ ડેટાની જરૂર છે અને તમારા કામ માટે જરૂર કરતા કેટલી ઇન્ટરનેટની સ્પીડ હોવી જોઈએ. ઉત્તમ પ્લાનની પસંદગી કરતી વખતે સૌથી પહેલા તમારે એ જોવું પડશે કે શેમાં શેમાં સારા કનેક્શન મળશે. તે ઉપરાંત તમારા ઘરની નજીક કઈ કંપનીનું સારું નેટવર્ક છે. તમે ઇન્ટરનેટ સેવા પ્રદાતા સાથે વાત કરી શકો છો અને વધુ સારી યોજના પસંદ કરી શકો છો. જરૂરી ડેટા અને સારી સ્પીડ વાળો પ્લાન જ પસંદ કરો.

2. કમ્પ્યુટરને સીધું રાઉટરથી સાથે કનેક્ટ કરો :-

કમ્પ્યુટરને સીધા રાઉટરથી ઇથરનલ કેબલ દ્વારા કનેક્ટ કરો. તેનાથી તમારી હલનચલન ઓછું થઇ જાય છે, પરંતુ ઇન્ટરનેટ સ્પીડ માટે તે વધુ સારું રહે છે. તેની સાથે જ તમે એડેપ્ટર પણ લઈ શકો છો. આ ક્રમમાં એક્સ્ટેંશન કેબલનો પણ ઉપયોગ કરી શકો છો.

3. તમારા વાયરલેસ નેટવર્કની ચેનલ બદલો :-

તેમાં થોડો સમય અને ટેકનીકલી કુશળતાની જરૂર પડે છે, પરંતુ તમને ફાયદો થશે. જો તમે અને તમારું અને તમારા પાડોશીનું નેટવર્ક એક જ ચેનલ ઉપર ચાલી રહ્યું છે, તો તમારા સિગ્નલમાં તકલીફ આવશે. વાયરલેસ નેટવર્ક વિવિધ રેડિયો ફ્રીક્વન્સી ઉપર કાર્ય કરે છે, જેને ચેનલ કહેવામાં આવે છે. નવા રાઉટર આપમેળે સ્કેન કરી સ્વચ્છ ચેનલને પસંદ કરી લે છે.

કેટલાક રાઉટર્સ ઓફ-ઓન થયા પછી એ કાર્ય કરે છે. પરંતુ બની શકે છે કે તમે ડિફોલ્ટનો ઉપયોગ કરી રહ્યા છો, તેથી તમારે ચેનલ બદલવા માટે એડમિનિસ્ટ્રેટરની વેબસાઇટ અથવા એપ્લિકેશન ઉપર જવું પડશે. જ્યાંથી તમે રાઉટર સોફ્ટવેરને અપડેટ કરો છો. વાઇફાઇ સેટઅપ અથવા અદ્યતન સેટિંગ્સમાં છુપાવેલા હોઈ શકે છે.

4. રાઉટર એક ફ્રીક્વન્સી ઉપર કનેક્ટ કરો

જો તમે ડ્યુઅલ-બેન્ડ રાઉટરનો ઉપયોગ કરી રહ્યાં છો, જે 2.4 ગીગાહર્ટઝ અને 5 ગીગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી ઉપર કાર્ય કરે છે, તો તેવામાં તમે તમારી ડીવાઈસને ફક્ત એક જ ફિકવન્સી ઉપર કનેક્ટ કરો. ડ્યુઅલ-બેન્ડ રાઉટરમાં, તમે 2.4 ગીગાહર્ટ્ઝ ફિકવન્સી પસંદ કરી શકો છો. તેનાથી વધુ રેંજમાં સિગ્નલ તાકાત સારી મળે છે. લેપટોપથી રાઉટર 10 ફૂટ દૂર છે, તો તમારા માટે 2.4 ગીગાહર્ટ્ઝ ફ્રિક્વન્સીનું રાઉટર વધુ સારું રહેશે.

5. Wi-Fi ડેડ-ઝોન

તમે Wi-Fi ડેડ-ઝોનને શોધવા માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનોનો ઉપયોગ કરી શકો છો. તમને તે સ્થાનો વિશે જાણ થાય છે, જ્યાં Wi-Fi યોગ્ય રીતે કાર્યરત નથી.

આની ઉપર ધ્યાન આપો :-

એક સમયમાં ઓછા ઉપકરણોને Wi-Fi સાથે કનેક્ટ કરવા જોઈએ.

જે ડિવાઇસની હાલમાં જરૂર નથી, તેને ડિસ્કનેક્ટ કરી દો.

જો Wi-Fi સાથે જોડાયેલ કોઈ ઉપકરણ અપડેટ થઈ રહ્યું છે, તો અન્ય ઉપકરણોની સ્પીડ ઓછી થશે.

સતત ઓનલાઇન રહેવાના કારણે રાઉટર ગરમ થઇ જાય છે. તેથી રાઉટરને રીબૂટ કરો.

વાઇ-ફાઇ રાઉટરને દિવાલ અથવા ઇલેક્ટ્રિક ઉપકરણોથી દૂર રાખો.

દિવાલ અથવા ઇલેક્ટ્રિક ઉપકરણોની નજીક રાઉટર રાખવાથી Wi-Fi ના સિગ્નલ તૂટી જાય છે.

તમારું રાઉટર હંમેશા ખુલ્લી જગ્યામાં રાખો.

ઉપરાંત, જો શક્ય હોય તો, તેને રેફ્રિજરેટર જેવી મેટલ વસ્તુઓથી દૂર રાખો.

નવું રાઉટર જુના કરતા 20 ગણી વધુ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ આપે છે.

આ રીતે વધારો મોબાઇલ નેટની સ્પીડ :-

જુઓ કે ડિવાઇસને યોગ્ય રીતે સિગ્નલ મળી રહ્યા છે કે નહિ.

ડિવાઇસના ફ્લાઈટ મોડ ચાલુ બંધ કરો.

નેટવર્કને ફરીથી સેટ કરી અને ડિવાઇસને રીબૂટ કરી શકો છો.

તેનાથી નેટવર્ક ફરી વખત નજીકના ટાવર સાથે કનેક્ટ થઇ જાય છે.

મોબાઇલ અપડેટ્સ દરમિયાન સ્પીડ ઓછી થઇ જાય છે.

બેગ્રાઉન્ડમાં એપ્લિકેશ ન ચાલે અને અપડેટ ન થાય.

વાઇફાઇ અને નેટવર્કને સુરક્ષિત બનાવો

હમણાં અનધિકૃત એક્સેસનું જોખમ વધારે છે, કેમ કે હેકર્સ જાણે છે કે ઘણા લોકો તેમના ઘરેથી કામ કરી રહ્યા છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે રાઉટરને ખૂબ સરળતાથી હેક કરી શકાય છે. એફ-સિક્યુર મુજબ, રાઉટર લેતા પહેલા તપાસો કે તમે કેવા પ્રકારના રાઉટર લઈ રહ્યા છો. Wi-Fi ને સુરક્ષિત કરવાની એક રીત એ પણ છે કે તમે એવા રાઉટરની માંગણી કરો, જે નવીનતમ Wi-Fi સુરક્ષા સિસ્ટમને સપોર્ટ કરતું હોય.

1. તમારા કામ કરવા વાળા ડિવાઇસને હોમ નેટવર્ક સાથે કનેક્ટ કરતા પહેલા વર્ચુઅલ પ્રાઇવેટ નેટવર્ક (VPN) નો ઉપયોગ કરો. મફતમાં વીપીએનનો ઉપયોગ ક્યારે પણ કરશો નહીં.

2. અડધાથી વધુ ડેટા ભંગ નબળા અથવા જૂનાં પાસવર્ડ્સને કારણે થાય છે. તેથી મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો અને તેને નિયમિત અંતરાલમાં બદલતા રહો. તમારો તમારા પાસવર્ડને લેપટોપ અથવા કમ્પ્યુટર ઉપર ન લખો.

3. જો તમે તમારા કમ્પ્યુટરથી દૂર જાવ છો, પછી ભલે ફક્ત થોડા સમય માટે જ હોય, તો પણ કમ્પ્યુટરને લોક કરી દો.

4. જ્યાં પણ શક્ય હોય, એન્ક્રિપ્શનનો ઉપયોગ કરવો જરૂરી છે.

5. જુદા જુદા એક્સેસ કંટ્રોલને અલગ અલગ સ્તરના વપરાશકર્તાઓ માટે કોન્ફીગર કરી દેવા જોઈએ.

6. ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ટ્રાફિકને ફિલ્ટર કરવા માટે ફાયરવોલ સ્થાપિત કરી દેવું જોઈએ.

7. રાઉટરના લાંબા રાઉટરમાં ડીફોલ્ટ રીતે ન છોડવું જોઈએ.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

રાક્ષસો ભગવાન શિવ પાસેથી છીનવી લેવા માંગતા હતા તેમનું ઘર કૈલાશ, પણ આ કારણે પ્રાપ્ત નહિ થયો વિજય

Amreli Live

આ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા.

Amreli Live

દુલ્હનના અવતારમાં માધુરી દીક્ષિતના હિટ ગીત પર મોનાલીસાનો ડાંસ, વાયરલ થયો વિડીયો.

Amreli Live

પહેલી વાર સરહદ ઉપર રસ્તો બનાવતા મરનારને મળ્યું શહીદ જેવું સમ્માન, વાયુસેનાના વિમાનમાં આવ્યું શબ

Amreli Live

આવી ગઈ શ્રાવણની સૂર્ય સંક્રાંતિ, આ 8 રાશિઓને થશે અઢળક લાભ.

Amreli Live

સ્વંય પોર્ટલ : ભારતમાં ફ્રી ઓનલાઇન કોર્સીઝ માટે, વિધાર્થીઓ માટે છે ખુબ સારું.

Amreli Live

1 હજારના ખેડૂતે કર્યા 40 હજાર, સીધા 40 ગણા ગુગલથી શીખ્યો જૈવિક ખેતી.

Amreli Live

આ ત્રણ જરૂરી વાતને તમે ધ્યાનમાં રાખશો, તો તમે સંક્રમણથી લડવાનો પાવર જનરેટ કરી શકશો.

Amreli Live

પોઝિટિવ ભારત : IIT ગુવાહાટી એ શોધ્યો ડાયાબિટીસ અને આંખો સાથે જોડાયેલી આ મોટી બીમારીનો ઈલાજ.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

21 જૂન હળહારિણી અમાસને દિવસે શિવ મંદિરમાં કરો આ ઉપાય, કાલસર્પ દોષ થશે દૂર, મળશે શુભ ફળ.

Amreli Live

માટીનું ઓવન બનાવીને આ યુવકો દરરોજ કમાઈ લે છે આટલા રૂપિયા

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

ચોમાસામાં પાચન શક્તિ બદલાવાથી શરીરમાં શક્તિની અછત થાય છે, એટલા માટે ખાન-પાનમાં આ સાવચેતી જરૂર રાખવી.

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

શું માં બબીતા અને બહેન કરિશ્માના કારણે થયું હતું શાહિદ-કરીનાનું બ્રેકઅપ? 12 વર્ષ પછી સામે આવી વાત.

Amreli Live

આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યા છે પ્રગતિના યોગ, અચાનક મળશે ધનલાભ, દરેક ઈચ્છાઓ થશે પુરી.

Amreli Live

સિંહ રાશિની મહિલાઓને મળશે વિશેષ લાભ, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

21 જૂન રવિવારે અમાસ અને સૂર્ય ગ્રહણના યોગ, બપોર પછી કરી શકશો પૂજા-પાઠ, ઘર મંદિરમાં ભગવાનને કરાવો સ્નાન

Amreli Live

ફરીથી તારક મહેતા શોમાં દેખાશે દયા ભાભી, આ એક્ટ્રેસે કર્યો ખુલાસો.

Amreli Live