27.8 C
Amreli
18/09/2020
મસ્તીની મોજ

સામાન્ય લાગતા સાધુના મંદિરથી થયો એપ્પલ અને ફેસબુકને અબજોનો ફાયદો.

એપ્પલના સિમ્બોલ અને ફેસબુકની સફળતા પાછળ છે, આ ભારતીય સંતનો પ્રતાપ.

ઉત્તરાખંડના કૈંચીધામ વાળા સંત મહાત્મા નીમ કરૌલી મહારાજની આજે પુણ્યતિથી છે. બાબાના ચમત્કાર, તેની સાથે જોડાયેલી કથાઓ અને ભક્તોની ખ્યાતી વિશ્વભરમાં છે. બાબાના ભક્તોમાં એપ્પલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સ, ફેસબુકના માલિક માર્ક જુકરબર્ગ, હોલીવુડ અભિનેત્રી જુલિયા રોબર્ટસ સુધીના નામ જોડાયેલા છે.

કહેવામાં આવે છે કે અહિયાં પહોચીને સાચા મનથી માથું નામવા વાળાના બગડેલા કામ સુધરી જાય છે. 15 જુનના રોજ બાબાની જયંતી ઉપર આયોજિત થતા મહોત્સવનું વિશેષ પ્રસાદ ગ્રહણ કરવા માટે દેશ-દુનિયા માંથી હજારો-લાખો ભક્ત પહોચે છે. તો પુણ્યતિથી ઉપર પણ બાબાના દ્વાર ઉપર આવનારા શ્રદ્ધાળુઓની ભીડ સારી એવી હોય છે.

પરંતુ આ વખતે કોરોના સંક્રમણને કારણે જયંતી ઉપર ન તો આયોજન થયું ન તો શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો. આમ તો હવે શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલી ગયા છે, ગાઈડલાઈનનું પાલન કરતા શ્રદ્ધાળુઓને પ્રવેશ પણ આપવામાં આવી રહ્યો છે.

Neem Karoli Baba
Neem Karoli Baba

એપ્પલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ ગયા હતા કૈંચી

એપ્પલ કંપનીના સંસ્થાપક સ્ટીવ જોબ્સ 1974થી 1976 વચ્ચે ભારતના પ્રવાસ ઉપર નીકળ્યા. તેમના માટે ભારતનો પ્રવાસ એડવેંચએ ન હતો. તે તેના માટે ગુરુની શોધ હતી અને તે આધ્યાત્મિક પ્રવાસ ઉપર આવ્યા હતા. સ્ટીવ હરિદ્વાર ગયા. ત્યાં થોડા દિવસ રોકાયા પછી કેંચીધામ આશ્રમ આવી ગયા. આમ તો જયારે તે નીમ કરૌલી બાબાના આશ્રમમાં આવ્યા ત્યારે તેમને એ ખબર પડી કે બાબા સમાધી લઇ ચુક્યા છે.

કહેવામાં આવે છે કે એપ્પલના લોગોનો આઈડિયા સ્ટીવને બાબાના આશ્રમ માંથી જ મળ્યો. આમ તો નીમ કરૌલી બાબાને સફરજન ખુબ ગમતા હતા અને તે ઘણા હોંશથી સફરજન ખાતા હતા, તેના કારણે જ સ્ટીવે પોતાની કંપનીના લોગો માટે કપાયેલું સફરજન પસંદ કર્યું. આમ તો આ વાત સત્તાવાર રીતે નથી કહેવામાં આવતી.

બાબાએ બદલ્યું ફેસબુકના માલિકનું જીવન

27 સપ્ટેમ્બર 2015ના રોજ જયારે ભારતના પ્રધાનમંત્રી ફેસબુકના કાર્યાલયમાં હતા અને વાતો ચાલી રહી હતી તે દરમિયાન જુકરબર્ગે પીએમને ભારત પ્રવાસની વાતો જણાવી. તેમણે જણાવ્યું કે જયારે તે એ દ્વિધામાં હતા કે ફેસબુકને વેચી દઉં કે નહિ, ત્યારે એપ્પલના ફાઉંડર સ્ટીવ જોબ્સે તેને ભારતના એક મંદિરમાં જવાની સલાહ આપી હતી. જુકરબર્ગે જણાવ્યું હતું કે તે એક મહિનો ભારતમાં રહ્યા. તે દરમિયાન તે મંદિરમાં પણ ગયા હતા.

જુકરબર્ગ આવ્યા તો એક દિવસ માટે હતાં, પરંતુ ઋતુ ખરાબ હોવાને કારણે તે ત્યાં બે દિવસ રોકાયા હતા. માર્ક જુકરબર્ગે જણાવ્યું કે તે સમયમાં હું ઘણો ઉદાસ હતો. ફેસબુક વેચવા સુધી તૈયાર થઇ ગયો હતો. જુકરબર્ગ માને છે કે ભારતમાં મળેલી આધ્યાત્મિક શાંતિ પછી તેને ફેસબુકને નવા શિખર સુધી લઇ જવાની ઉર્જા મળી.

steve jobs and mark zuckerberg
mark zuckerberg and steve jobs

બાબાનો માત્ર એક ફોટો જોઇને પ્રભાવિત થઇ ગઈ જુલિયા

પોતાની ફિલ્મ ‘ઈટ, પ્રે, લવ’ ના શુટિંગ માટે ભારત આવેલી જુલિયા રોબર્ટએ 2009માં હિંદુ ધર્મ અપનાવી લીધો હતો. ઓસ્કર વિજેતા હોલીવુડની આ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો હતો કે તે નીમ કરૌલી બાબાનો ફોટાથી એટલી પ્રભાવિત થઇ હતી કે તેણે હિંદુ ધર્મ અપનાવવાનો નિણર્ય કરી લીધો. જુલિયા તે દિવસોથી હિંદુ ધર્મનું પાલન કરતી રહી છે. તે પોતાના પતિ અને ત્રણ બાળકો સાથે મંદિરમાં પ્રાર્થના કરવા પણ જાય છે.

જુલિયા ભારતમાં પતિ અને ત્રણ બાળકો સાથે મંદીરમાં પ્રાર્થના કરવા પણ જાય છે. જુલિયા ભારતમાં ઘર ખરીદીને વસવા માંગે છે. ઘર ખરીદવા ઉપરાંત જુલિયા ઈચ્છે છે કે તે એક હિન્દી બોલવામાં પારંગત થઇ જાય. તે માને છે કે હજુ તેનું હિન્દી ઘણું ખરાબ છે અને તે નમસ્તે જેવા અભીનંદનના એક બે શબ્દ જ બોલી શકે છે. પરંતુ તે હિન્દી જરૂર શીખશે. મીરેકલ આક લવ નામથી બાબા ઉપર પુસ્તક લખવા વાળા રિચર્ડ એલપર્ટે જેમાં બાબાના ચમત્કારોનું વિસ્તાર પૂર્વક વર્ણન કર્યું છે.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જીલ્લાના ગામ અકબરપીરમાં જન્મેલા લક્ષ્મી નારાયણ શર્મા ઉત્તર પ્રદેશના જ એક ગામ નીમ કરૌલીમાં કઠીન તપ કરીને સ્વયં જ નીમ કરૌલી બની ગયા. તેમની અદ્દભુત શક્તિઓ આખા દેશમાં, ત્યાં સુધી કે વિશ્વમાં એટલી વધુ ચર્ચામાં આવી કે તેમનું નામ કોઇથી અજાણ ન હતું. બાબા જન્મથી જ સંત હતા. જ્યાં પણ જતા યજ્ઞ અને ભંડારા કરાવતા.

યજ્ઞ દેવતાઓ માટે અને ભંડારા સામાન્ય માણસો માટે. તેમણે તમામ હનુમાન મંદિર સ્થાપિત કરાવ્યા. નિર્વાણ પહેલા બે આશ્રમ પણ બનાવરાવ્યા. પહેલો આશ્રમ કૈંચી(નૈનીતાલ) તો બીજો વૃંદાવન (મથુરા)માં. બાબાએ મહાસમાધી માટે વૃંદાવન પસંદ કર્યું. 9 સપ્ટેમ્બર 1973 ના રોજ નીમ કરૌલી મહારાજે કૈંચીથી આગરા માટે પ્રસ્થાન કર્યું. તે તેમની કૈંચીની અંતિમ યાત્રા હતી. તે તેનો સંકેત પણ આપી ગયા. 10 સપ્ટેમ્બરના રોજ આગરાથી વૃંદાવન રવાના થયા, જ્યાં 11 સપ્ટેમ્બરના રોજ મહાસમાધી લીધી.

માન સિંહ રહ્યા હતા બાબાના સારથી

બાબા નીમ કરૌલી મહારાજના અનન્ય અનુયાયીઓ માંથી એક છે સરદાર માન સિંહ નાગપાલ. તેમને બાબાના સારથી પણ કહેવામાં આવતા હતા. માન સિંહ 78 વસંત પાર કરી ચુક્યા છે, પરંતુ કૈંચી ધામના ભલામાં પહોચી બાબાનું ધ્યાન ધરવા જરૂર જાય છે. રાજેન્દ્ર નગર ગલી નંબર ચાર હલ્દવાની નિવાસી સરદાર માન સિંહ ટેક્સી ડ્રાઈવર હતા. વર્ષ 1969ની વાત છે, જયારે તે હલ્દવાનીથી અલ્મોડા માટે ટેક્સી ચલાવતા હતા.

એક વખત અલ્મોડાથી પેસેંજર લઈને હલ્દવાની પાછા ફરી રહ્યા હતા. જોયું કે હાઈવે ઉપર કૈંચી પાસે ભીડ લાગેલી છે. વાહન રોક્યું, ઉતર્યા અને જોયું કે લોકો બાબા નીમ કરૌલીના ચરણ સ્પર્શ કરી રહ્યા છે. તે બાબાના આભામંડળથી એટલા પ્રભાવિત થયા કે પોતાના પેસેંજર બીજી ગાડીમાં મોકલ્યા. પોતે બાબાની પાસે જઈને બેસી ગયા. બાબાએ પૂછ્યું તો તેણે જણાવ્યું કે તે ટેક્સી ડ્રાઈવર છે. ત્યારે તેમણે કહ્યું, ચાલો અમારે વૃંદાવન આશ્રમ જવું છે. ત્યારથી બાબા હંમેશા સરદાર માન સિંહની કારમાં જ આમ તેમ આવતા જતા હતા.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

ફૂટપાથ પર રહીને જીવન વિતાવતા માં-દીકરાને જોઈને પીગળ્યું સોનુ સુદનું દિલ, લીધો આ મોટો નિર્ણય.

Amreli Live

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

અયોધ્યા રામ મંદિર : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ પણ ભૂમિ પૂજનમાં જોડાશે.

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

ફિલ્ટરવાળા માસ્ક માટે એક્સપર્ટની ચેતવણી, જાણો કેટલું ખતરનાક છે.

Amreli Live

આમણે શ્રી રામ મંદિર નિર્માણ માટે દાનમાં આપી 5 કિલો 535 ગ્રામ ચાંદીની ઈંટો

Amreli Live

કરીના કપૂરના ગર્ભાવસ્થાના ફોટા, ગર્ભાવસ્થામાં ઘણું કામ કરી રહી છે બેબો, ફોટો પોસ્ટ કરીને લખી આ વાત.

Amreli Live

અમરનાથની જેમ ઉત્તરાખંડમાં બનશે ટિંબરસૈળ મહાદેવ મંદિર, આ છે યોજના

Amreli Live

‘ટોયોટા અર્બન ક્રુઝર’ 3 વેરિયન્ટમાં થશે લોન્ચ, જેટલી પાવરફૂલ તેટલી જ લક્ઝરી પણ છે આ કાર, અહીં જાણો તેના બધા વેરિયન્ટ વિષે.

Amreli Live

આ 5 એન્ડ્રોઇડ ગેમ્સ પર મળશે પબજી જેવી મજા, આ રમ્યા પછી તમે પબજી ને પણ ભૂલી જસો

Amreli Live

આજે આ 5 રાશિઓને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે, ઘર-બહાર પ્રસન્નતા જળવાઈ રહેશે

Amreli Live

રિયા ચક્રવર્તીના સપોર્ટમાં આવી વિદ્યા બાલન, જણાવ્યું : રિયા માટે થઈ રહેલ ખરાબ વાતોથી મારુ દિલ તૂટી ગયું છે.

Amreli Live

આ 4 રાશિઓની કુંડળીમાં બની રહ્યા છે પ્રગતિના યોગ, અચાનક મળશે ધનલાભ, દરેક ઈચ્છાઓ થશે પુરી.

Amreli Live

ફિલિપાઇન્સના 39 બાળકોના લીવર માટે સોનુ સુદે લીધો એવો નિર્ણય કે લોકો કરી રહ્યા છે વાહ વાહ.

Amreli Live

સોનુ સૂદે હવે પરપ્રાંતિય મજૂરો માટે કારી બીજી મોટી જાહેતર, જાણો કઈ છે એમની નવી યોજના.

Amreli Live

રવિવારનો દિવસ આ રાશિઓ માટે રહેશે શુભ, માન-સમ્માનમાં વૃદ્ધિ અને ધન લાભના સંકેત છે

Amreli Live

કોરોનાને કારણે શારીરિક અંતર બનાવી રાખવા માટે લોકો અપનાવી રહ્યા છે આ રોચક ઉપાય.

Amreli Live

ભગવાન વિશ્વકર્મા છે ઘણી વસ્તુઓના રચનાકાર, જાણો તેમની ઉત્પત્તિ અને રચના સાથે જોડાયેલી પૌરાણિક કથા.

Amreli Live

આજે આ રાશિઓને ખર્ચ ઓછા કરવાની સલાહ છે, વાંચો તમારી રાશિ શું કહે છે

Amreli Live

શ્રાદ્ધ પક્ષ 2020 : જો મેળવવી હોય મહાલક્ષ્મીની વિશેષ કૃપા, તો જરૂર કરો આ વ્રત, વાંચો પૂજન અને કથા.

Amreli Live

બુધવારે આ 5 રાશિઓને થશે ફાયદો, મળશે સારા પરિણામ, વાંચો રાશિફળ

Amreli Live