26.5 C
Amreli
27/10/2020
મસ્તીની મોજ

સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયે ચાર રાશિવાળા મારશે બાજી, દરેક પ્રકારના પડકારોનો સામનો કરવામાં થશે સફળ.

તમારી રાશિ તમારા જીવન ઉપર ઘણી અસર કરે છે. રાશિફળ દ્વારા ભવિષ્યના જીવનમાં થનારી ઘટનાઓનું પૂર્વાનુમાન લગાવી શકાય છે. ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન હોય છે કે આગળ આવનારું અઠવાડિયું અમારા માટે કેવું રહેશે? આ અઠવાડિયે અમારા તારા શું કહે છે? આજે અમે તમને આવતા અઠવાડિયાનું રાશિફળ જણાવી રહ્યા છીએ. આ સાપ્તાહિક રાશિફળમાં તમને તમાર જીવનમાં થનારી એક અઠવાડિયાની ઘટનાનું સંક્ષિપ્તમાં વર્ણન મળશે, તો જાણવા માટે વાંચો સાપ્તાહિક રાશિફળ 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી.

મેષ રાશિ : નોકરી બદલવાનો વિચાર કરી શકો છો. કોઈ જુના વિવાદનો નિર્ણય તમારા પક્ષમાં આવશે. તમે અહમભાવને કારણે સંબંધો તુટવાથી બચાવો. પ્રવાસ માટે સમય નબળો રહેશે. તમે કોઈ કામમાં સારું પ્રદર્શન આપવા માટે કંઈક નવું કરશો. વેપાર કરી રહેલા લોકોને સારો લાભ મળી શકે છે. નવીન કાર્યોની પસંદગી કરવા જઈ રહ્યા છો, તો સમજી વિચારીને નિર્ણય લો.

પ્રેમની બાબતમાં : તમારા પ્રિય તમારી કોઈ ભૂલને સ્વીકારશે અને તમારા તેની સાથે સંબંધ સારા બનશે.

કારકિર્દીની બાબતમાં : જે લોકો બેરોજગાર છે તેને કોઈ સારી કંપનીમાંથી જોબ માટે ઓફર આવી શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય બગડવાથી તમે ચિંતિત રહેશો. તેની અસર તમારા કામ ઉપર પડશે.

વૃષભ રાશિ : આ અઠવાડિયું તમે ઉર્જાવાન અનુભવશો. પ્રવાસમાંથી તમને નવી ઉર્જા મળશે, આ ઉર્જા સાથે જે કામ કરશો તે સમયસર પૂરું થઇ જશે. ધન પ્રાપ્તિ પણ શક્ય છે. તમારા તમામ કામ સરળતાથી પુરા થશે. ધનની બાબતમાં વેપારી અને નોકરી ધંધા બંનેને લાભ થશે. કોઈ જુના મિત્રો સાથે મુલાકાત થશે. મિત્રો સાથે મુલાકાતથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. તમને બધાનો સહકાર મળશે.

પ્રેમની બાબતમાં : પ્રેમની બાબતમાં તમને એક બીજાને સારી રીતે સમજવાની તક મળશે.

કારકિર્દીની બાબતમાં : શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય શુભ છે. પ્રમોશનની વાત ચાલી શકે છે.

આરોગ્યની બાબતમાં : તમારું આરોગ્ય સારું રહેશે અને તમે સ્વયં ઉર્જાનો અનુભવ કરશો.

મિથુન રાશિ : ઘણા નવા લોકો સાથે મળવાની તક મળશે. કોઈ બીજા ઉપર વિશ્વાસ ન કરો. તમારા મનની વાત સાંભળીને જ કોઈ નિર્ણય લો તો ફાયદામાં રહેશો. કુટુંબના કોઈ વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે અને તેના કારણે જ દરેક કામમાં સફળતા મળશે અને તમે આનંદિત થશો. ધંધાકીય પ્રગતિ માટે અઠવાડિયું અનુકુળ રહેશે. આર્થીક પક્ષ પહેલાની અપેક્ષાએ વધુ મજબુત બનશે.

પ્રેમની બાબતમાં : પ્રેમ જીવન જીવી રહેલા લોકોને આ અઠવાડિયે સારું પરિણામ મળશે.

કારકિર્દીની બાબતમાં : નોકરી બદલવાનો વિચાર છે તો પોતાના નેટવર્કને એક્ટીવ કરવું શુભ રહેશે.

આરોગ્યની બાબતમાં : સાંધામાં દુઃખાવો કે એસીડીટીની સમસ્યા તમને હેરાન કરી શકે છે.

કર્ક રાશિ : આ અઠવાડિયે તમે કંઈક નવું કરવાનો વિચાર કરશો, જેના લીધે આર્થિક રીતે લાભ મળશે. જુના અટકેલા કામ આ અઠવાડિયે પુરા થશે. નવો વેપાર વગેરે શરુ કરવા જઈ રહ્યા છો તો ભગવાનનું નામ લઈને આગળ વધો, સારી તક તમારી રાહ જોઈ રહી છે. ધન લાભના યોગ ઉભા થઇ રહ્યા છે. તમે બધા કામ કરી શકશો, પરિણામ સ્વરૂપ તમારામાં ઉર્જા અને ઉત્સાહ છલકાશે.

પ્રેમની બાબતમાં : સાથી તેમની જવાબદારીઓ સારી રીતે નિભાવશે અને તમારું બંધન મજબુત થશે.

કારકિર્દીની બાબતમાં : જે લોકો ઘણા દિવસોથી નોકરીની શોધમાં છે તેમને શુભ સમાચાર મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : નાની-મોટી આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો.

સિંહ રાશિ : આ અઠવાડિયે એક સાચો નિર્ણય તમને માલામાલ અને એક ખોટો નિર્ણય તમને નુકશાન આપી શકે છે. સાવચેત રહો. ખર્ચ જળવાઈ રહેશે, છતાં પણ આર્થિક રીતે તમે મજબુતીનો અનુભવ કરશો. તમે કોઈ નવા કામની શરુઆત પણ કરી શકો છો, પરંતુ સારું રહેશે કે એક વખત તમે તે વિષય સાથે જોડાયેલા લોકોની સલાહ લઇ લો. તમારા સહયોગીની મદદથી પ્રગતીની તકો ખુલી શકે છે.

પ્રેમની બાબતમાં : કૌટુંબિક જીવનમાં થોડી તણાવની સ્થિતિ ઉભી થઇ શકે છે. પ્રેમી યુગલો માટે દિવસ અનુકુળ છે.

કારકિર્દીની બાબતમાં : વિદ્યાર્થીઓ માટે અને તેમની કારકિર્દી માટે સમય સારો રહેશે, મોટી સફળતાના યોગ છે.

આરોગ્યની બાબતમાં : તમે માનસિક રીતે થોડા નબળા રહેશો અને આરોગ્ય પણ બગડી શકે છે.

કન્યા રાશિ : આ અઠવાડિયું ખર્ચમાંથી રાહત આપવાવાળું સાબિત થશે. તેના કારણે તમે ઘણો સારો અનુભવ કરશો. તમે જે પણ કામ કરશો, તેનું 100 ટકા પરિણામ તમને પ્રાપ્ત થશે. તમે બસ મહેનત અને ધીરજ સાથે તમારું કામ કરતા રહો. કળાના ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિને માન સન્માન મળી શકે છે. ગરીબને દાન આપો, તમારા કામમાં સ્થિરતા જળવાઈ રહેશે. તમારી આવક પણ વધશે.

પ્રેમની બાબતમાં : પ્રેમની બાબતમાં અમુક લોકોએ સમસ્યાઓનો સામનો કરવો પડશે.

કારકિર્દીની બાબતમાં : ભાગ્ય તમને સાથ આપી રહ્યું છે જેટલી મહેનત કરશો, એટલી સફળતા મળશે.

આરોગ્યની બાબતમાં : તમારું આરોગ્ય નબળું રહી શકે છે અને માનસિક રીતે પણ તણાવપૂર્ણ સ્થિતિમાં રહેશો.

તુલા રાશિ : આર્થિક રીતે અઠવાડિયું થોડું નબળું રહી શકે છે, કેમ કે તમારા ખર્ચમાં વધારો થશે. વિચાર્યા વગર કોઈ ઉપર વિશ્વાસ ન કરો. તમારે ધીરજ અને બુદ્ધી પૂર્વક કામ લેવું પડશે. તમારા માટે યોજના બનાવીને મહેનત કરવી વધુ અસરકારક સાબિત થઇ શકે છે. કુટુંબના સભ્યો સાથે સુખ-શાંતિથી અઠવાડિયું પસાર થશે. તેમનો સહકાર મળશે.

પ્રેમની બાબતમાં : તમારા સંબંધો સારી રીતે ચાલશે. એક બીજા પ્રત્યે સમજણ વધશે.

કારકિર્દીની બાબતમાં : તમને નોકરીમાં ઊંચો હોદ્દો મળવાની તક ઉભી થશે.

આરોગ્યની બાબતમાં : તુલા રાશિશીવાળા સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ જીવનશૈલી અપનાવશે.

વૃશ્ચિક રાશિ : આ અઠવાડિયે નોકરીની બાબતમાં કરવામાં આવેલા પ્રયાસ સફળ રહેશે. આસ-પાસના લોકોના સહકારથી સફળતા મળશે. કુટુંબીજનો સહકાર આપશે. વેપારમાં રોકાણ કરતા પહેલા સારી રીતે ચકાસણી કરી લો. તમે ગેરસમજણ વાળા નિર્ણયો લેવાનું ટાળો. આ અઠવાડિયે તમને કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. આ રાશિના લોકો પત્રકાર છે તેમને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની નવી તકો મળશે.

પ્રેમની બાબતમાં : પ્રેમ જીવનમાં અનુકુળતા રહેશે અને અમુક લોકો પોતાના પ્રિયને પ્રેમનું પ્રપોઝ કરી શકે છે.

કારકિર્દીની બાબતમાં : નોકરી મેળવવાની સારી તક મળશે પરંતુ તમારે તેના માટે ઘણી મહેનત કરવી પડશે.

આરોગ્યની બાબતમાં : આ અઠવાડિયે તમે આરોગ્યપ્રદ રહેવા માટે અનુશાસિત જીવન જીવો.

ધનુ રાશિ : તમારા માટે આ અઠવાડિયું ઘણી નવી તકો લઈને આવી શકે છે. કાંઈને કાંઈ પ્રાપ્ત જરૂર થશે, ભલે તે મિત્ર તમને ભેંટ જ કેમ ન આપે. કળા જગત સાથે જોડાયેલા લોકો સારું પ્રદર્શન કરશે. વેપારની બાબતમાં પણ તમને ફાયદો મળશે. બાળકોનો સહકાર ન મળવાથી થોડા દુઃખી થઇ શકો છો. નવા કામમાં ભાગ્યનો સાથ મળી શકે છે. બોલતા પહેલા પોતાના શબ્દો ઉપર ધ્યાન રાખો.

પ્રેમની બાબતમાં : પ્રેમ જીવન માટે આ અઠવાડિયું સામાન્ય રહેવાનું છે.

કારકિર્દીની બાબતમાં : આ અઠવાડિયે નવા સોદા થશે. વિદ્યાર્થીઓ માટે સમય સામાન્ય છે.

આરોગ્યની બાબતમાં : દાંતોની સમસ્યા તમને હેરાન કરી શકે છે.

મકર રાશિ : આ અઠવાડિયે તમે તમારા વિરોધીઓ પર ભારે પડશો. કુટુંબના કોઈ વ્યક્તિ આગળ આવીને તમને મદદ કરી શકે છે. ઘરની જરૂરી વસ્તુ ઉપર તમે ખર્ચ કરી શકો છો. નોકરીની બાબતમાં અઠવાડિયું અનુકુળ રહેશે. ઘરમાં ખુશીઓ આવશે. તમારા થોડા કામોમાં થોડી અડચણ આવી શકે છે. પરંતુ તમે તમારી સુઝ-બુઝથી તેને સમયસર પુરા કરી લેશો. ઉપરી અધિકારી ખુશ રહેશે.

પ્રેમની બાબતમાં : જીવનસાથી સાથે સંબંધોમાં મીઠાશ વધશે.

કારકિર્દીની બાબતમાં : ઓફીસમાં આજે તમારા કામમાં કોઈ અડચણ આવી શકે છે. તમે સંભાળીને રહો.

આરોગ્યની બાબતમાં : કોઈ પણ ડોક્ટરની સલાહ વગર કાંઈ પણ ન લો.

કુંભ રાશિ : આ અઠવાડિયે ધન પ્રાપ્તિથી મન પ્રફુલ્લિત રહેશે. વસ્તુઓ સંભાળીને રાખો. કોઈ વસ્તુ ગુમ થઇ શકે છે. વાહન સાવચેતી પૂર્વક ચલાવો અને વાણી ઉપર સંયમ રાખીને વાત કરો. કૌટુંબિક જીવનમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. કોઈ પણ કામ વિષે ઊંડાણથી વિચાર કરશો, તો પરિણામ તમારા પક્ષમાં આવશે. કોઈ પણ કામમાં પહેલાથી નકારાત્મક વિચાર ન લાવો.

પ્રેમની બાબતમાં : સાથી સાથે સંબંધોમાં કડવાશ ઉભી થવાથી તમે થોડા ઉદાસ રહેશો.

કારકિર્દીની બાબતમાં : આવકમાં વૃદ્ધી થવાથી તમને કોઈ પણ પ્રકારની નાણાકીય સમસ્યા નહિ આવે.

આરોગ્યની બાબતમાં : જીમની મદદથી તમે તમારું વજન નિયંત્રિત કરી શકો છો.

મીન રાશિ : આ અઠવાડિયે કામમાં તમારું પ્રદર્શન સારું રહેશે. આર્થિક રીતે સારા પરિણામ મળશે. પાછલા દિવસોમાં જે લાભથી તમે વંચિત રહી ગયા છો, તે આ અઠવાડિયે મળી જશે. ધર્મ સ્થળના પ્રવાસનું વિશેષ યોગ ઉભો થઇ રહ્યું છે. કૌટુંબિક જીવનના દ્રષ્ટિકોણથી અઠવાડિયું સારું રહેવાનું છે. તમારા ઘરમાં કોઈ દુરના સંબંધી આવી શકે છે. જે લોકો પ્રોપર્ટી ડીલરનું કામ કરી રહ્યા છે, તેમના માટે અઠવાડિયું ફાયદાકારક રહેશે.

પ્રેમની બાબતમાં : લવમેટ એક બીજાને કોઈ ભેંટ આપે, સંબંધોમાં નવીનતા અને મજબુતી આવશે.

કારકિર્દીની બાબતમાં : તમે કોઈ મોટું રોકાણ કરી શકો છો. જો ભાગીદારીમાં વેપાર કરો છો તો લાભ મળવાના યોગ છે.

આરોગ્યની બાબતમાં : હેલ્થ સપ્લીમેંટ તમારા આરોગ્યને અનુકુળ નહિ રહે.

તમે સાપ્તાહિક રાશિફળ 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબરનું તમામ રાશિઓનું રાશિફળ વાચ્યું. તમને સાપ્તાહિક રાશિફળ 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબરનું આ રાશિફળ કેવું લાગ્યું? કમેંટ કરીને તમારો અભિપ્રાય જરૂર આપો અને અમારા દ્વારા જણાવવામાં આવેલા આ રાશિફળ તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો.

નોંધ : તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં ઘટતી ઘટનાઓમાં ‘સાપ્તાહિક રાશિફળ 28 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર’ સાથે થોડી ભિન્નતા હોઈ શકે છે. સંપૂર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષીને મળી શકો છો.


Source: 4masti.com

Related posts

મહાદેવની કૃપાથી આ 4 રાશિ વાળાઓનું નસીબ છે ખુબ ઊંચું, સુખ -સુવિધાઓથી જીવન થશે પરિપૂર્ણ.

Amreli Live

આજે શનિદેવ આ 5 રાશિઓની મનોકામના કરશે પુરી, જાણો તમારી રાશિના તારા શું કહે છે.

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

કંગનાની બહાદુરી પસંદ આવી, નેપોટિઝ્મનો આરોપ સહન કરી રહેલા કરણ, આલિયા, સલમાન અને સોનમના લાખો ફોલોઅર્સ ઘટ્યા

Amreli Live

આ વ્યક્તિના પીએમ એ કર્યા વખાણ, વેનમાં બનાવી લાઈબ્રેરી, ગરીબ બાળકો સુધી પહોંચાડે છે પુસ્તકો.

Amreli Live

બે નહિ પણ બોલિવૂડમાં રહેલ છે 14 જય-વીરુ, આ સ્ટાર્સની મિત્રતા છે ખુબ પ્રખ્યાત.

Amreli Live

શું તમે ક્યારેય ખાધા છે બટાકામાંથી બનેલા ગુલાબજાંબુ, મોટી મોટી ડેરીની મીઠાઓ પણ તેની સામે છે ફેલ.

Amreli Live

આ રુદ્રાક્ષ માંથી મળે છે સદ્દબુદ્ધી, જાણો તેની વિવિધ વિશેષતાઓ.

Amreli Live

શ્રી વડકુનાથન મંદિર : ઘી નું અદભુત શિવલિંગ, જાણો તેની મહિમા

Amreli Live

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

આજે સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓને મળશે અઢળક ખુશી, કોનો રહશે ખરાબ સમય.

Amreli Live

જાણો આજે કઈ રાશિઓ પર રહેશે મહાદેવની વિશેષ કૃપા, વાંચો આજનું રાશિફળ

Amreli Live

આ છે બોલીવુડની એ 10 અભિનેત્રીઓ, જેમણે સિંદૂરને બનાવ્યું પોતાના ગ્લેમરનો ભાગ.

Amreli Live

એવું કયું કારણ છે કે ભસ્મથી ચોળાયેલું હોય છે ભગવાન ભોલેનાથ નું શરીર.

Amreli Live

કુબેરની દિશામાં રાખો આમાંથી કોઈ એક વસ્તુ થશે, અપાર ધનની પ્રાપ્તિ

Amreli Live

સડક 2 રિલીઝની તારીખ : આલિયા ભટ્ટની ‘સડક 2’ આ દિવસે રિલીઝ થવાની છે, અભિનેત્રીએ નવું પોસ્ટર શેર કર્યું છે.

Amreli Live

Thomson 55 – ઈંચ Oath Pro 4K એન્ડ્રોઇડ TV રીવ્યુ : જાણો કેવી રીતે છે આ સસ્તું મોડલ.

Amreli Live

રામ મંદિર માટે અષ્ટધાતુનો આટલા બધા વજનનો ઘંટ બનાવવામાં આવી રહ્યો છે, આટલા કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાશે

Amreli Live

ગુડલક મેળવવા માટે રાશિ પ્રમાણે પહેરો કપડા.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

એશ્વર્યાંની સાથે છૂટાછેડાના સમાચાર પર અભિષેક બચ્ચને એવો જવાબ આપ્યો કે લોકોની બોલતી બંધ થઇ ગઈ

Amreli Live