33.6 C
Amreli
24/10/2020
મસ્તીની મોજ

સાડા સાતી અને ઢૈય્યાથી બચવા માટે કરો આ શનિ મંદિરોના દર્શન.

શનિદેવના આ મંદિરોના દર્શન કરવાથી મેળવી શકો છો સાડા સાતી અને પ્રકોપથી છુટકારો. નવા વર્ષ2020ની શરુઆતમાં (24 જાન્યુઆરી 2020) ન્યાય દેવતા શની લગભગ 30 વર્ષ પછી પોતાની સ્વરાશીમાં પરિવર્તન કરી રહ્યા છે. ન્યાયકારક શની 2020માં ધન રાશી માંથી પોતાની સ્વરાશી મકરમાં મહા માસની અમાસ ઉપર 24 જાન્યુઆરીના રોજ ઉત્તરાખંડ નક્ષત્રમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. સ્વરાશીમાં શનીનું પરિભ્રમણ 15 માર્ચ 2023 સુધી રહેશે.

તમામ ગ્રહોમાં શની ભ્રમણનો સમયગાળો સૌથી વધુ હોય છે કેમ કે તે ગ્રહ લગભગ 2.5 વર્ષમાં રાશી પરિવર્તન કરે છે. તેવામાં શનીની સાડાસાતી ધન, મકર, કુંભ અને શનીની સાડાસાતી મિથુન અને તુલા રાશી ઉપર શરુ થઇ રહી છે. તેવામાં આ લોકોને શનીની વક્ર દર્શીથી બચવા માટે પૂજા અર્ચના કરવી યોગ્ય રહેશે. તો આવો આજે અમે તમને ભારતના થોડા એવા શની મંદિરો વિષે જણાવીએ, જ્યાં જઈને ન્યાયના દેવતા શનીની પૂજા કરવાથી તમારા તમામ દુઃખ દુર થઇ જશે.

કોકિલાભવન શની દેવ મંદિર : યુપીમાં બ્રજમંડળના કોસીકલા ગામ પાસે શનિદેવનું મંદિર આવેલું છે. આ મંદિર કોસીથી 6 કી.મિ. દુર છે અને નંદ ગામ પાસે છે. માન્યતા છે કે જે અહિયાં આવીને શનિદેવના દર્શન કરે છે અને પરિક્રમા લગાવે છે, તેને શનીની દશા, સાડાસાતીમાં સની હેરાન નહિ કરે. પૌરાણીક કથાઅનુસાર, દ્વાપરયુગમાં શનિદેવે શ્રીકૃષ્ણના દર્શન માટે કઠોર તપસ્યા કરી હતી અને શનીના તપથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણએ તેને કોયલના રૂપમાં દર્શન આપ્યા હતા. એટલા માટે આ સ્થાનને કોકિલાવનના નામથી ઓળખવામાં આવે છે.

શની મંદિર ઉજ્જેન : લગભગ 2 હજાર વર્ષ જુનું દેશનું પહેલું નવગ્રહ શની મંદિર મધ્યપ્રદેશના ઉજ્જેનમાં ક્ષીપ્રા નદીના કાંઠા ઉપર આવેલું છે. આ પ્રાચીન મંદિરની સ્થાપના ઉજ્જેનના રાજા વિક્રમાદિત્યએ કરી હતી. ખાસિયત એ છે કે આ મંદિરના શિવના રૂપમાં શનિદેવ બિરાજમાન છે અને તેની સાથે બીજી શનીની મૂર્તિ સ્થાપિત છે, જેને સાડાસાતી શની કહે છે. માન્યતા છે કે જે લોકો ઉપર શનીની સાડાસાતીની અસર હોય છે તે સાડાસાતી શની ઉપર તેલ ચડાવે છે તો તેમને શની હેરાન નથી કરતા.

શની શીંગણાપુર : મહારાષ્ટના અહમદનગર જીલ્લામાં સૂર્યપુત્ર શનિદેવનું મંદિર આવેલુ છે, જેને શની શીંગણાપુર કહે છે. પૌરાણીક ક્થામુજબ, એક સમયે શીંગણાપુરમાં પુર આવ્યું હતું અને આખું ગામ ડૂબી ગયું હતું. પુરના પાણીમાં એક વિચિત્ર એવો પથ્થર તણાઈને આવી ગયો હતો. જયારે પુર સમાપ્ત થઇ ગયું તો તે પથ્થર ઝાડ ઉપર જઈને અટકી ગયો. ગામના એક વ્યક્તિએ પથ્થરને ઝાડ ઉપરથી નીચે પાડવાનો પ્રયત્ન કર્યો તો પથ્થર માંથી લોહી નીકળવા લાગ્યું. વ્યક્તિ એ જોઇને ગભરાઈ ગયો અને તેણે સમગ્ર આપવીતી ગામવાળાને સંભળાવી.

ગામવાળાએ તે પથ્થરને નીચે ઉતારવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તમામ પ્રયત્ન નિષ્ફળ રહ્યા. તે રાત્રે એક ગામવાળાને સપનામાં શનિદેવ આવ્યા અને તેમણે કહ્યું કે મારા આ પથ્થરની સ્થાપના કરાવો અને આ પથ્થરને મામા ભાણેજ જ ઉપાડી શકે છે. પછી બીજા દિવસે ગામમાં મામા ભાણેજના સંબંધ ધરાવતા લોકોએ પથ્થરને ઉપાડીને મૂકી દીધો. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં કોઈ શનિની મૂર્તિ નથી પરંતુ તે પથ્થરના રૂપમાં સ્થાપિત છે. કહેવામાં આવે છે કે આ ગામમાં બેંક કે કોઈ ઘરમાં ચોરી થતી નથી કેમ કે અહિયાં શનિદેવ સર્વનું રક્ષણ કરે છે અને ચોરી કરવા વાળા કોઈ પણ વ્યક્તિ ગામ માંથી બહાર જઈ શકતા નથી અને તેને લોહીની ઉલટીઓ થવા લાગે છે.

ઇન્દોરના શની મંદિર : મધ્યપ્રદેશના ઇન્દોરના જૂની ઇન્દોરમાં લગભગ 350 વર્ષ જુનું શની મંદિર આવેલું છે. આ મંદીરની ખાસિયત એ છે કે આ મંદિરમાં મહિલાઓ શનિદેવને તેલ ચડાવે છે અને અહિયાં શનિદેવને 16 શણગાર કરવામાં આવે છે. પૌરાણીક માન્યતા છે કે લગભગ 300 વર્ષ પહેલા મંદિરના સ્તન ઉપર 20 ફૂટ ઉંચો શિખર હતો. જ્યાં પંડિત ગોપાલદાસ તિવારીને સપનામાં શનિદેવે દર્શન આપ્યા હતા અને તેને શિખરનું ખોદકામ કરાવવાનો આદેશ આપ્યો હતો. ગોપાલદાસ દ્રષ્ટિહીન હતા પરંતુ તેમના જણાવ્યા મુજબ જયારે ખોદકામ કરવામાં આવ્યું તો શનિદેવની મૂર્તિ નીકળી અને ગોપાલદાસ દેખતા પણ થઇ ગયા.

શનીશ્ચરા મંદિર ગ્વાલિયર : મધ્યપ્રદેશના ગ્વાલિયરથી 18 કી.મિ. દુર મુરેના જીલ્લામાં શની શ્ચરા મંદિર આવેલું છે., આ મંદિરનો ઈતિહાસમાં રામાયણ કાળ સાથે જોડાયેલો છે. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં શનીને તેલ અર્પણ કર્યા પછી તેને ભેંટવામાં આવે છે. પૌરાણીક કથાઅનુસાર, રામાયણ કાળમાં લંકાના રાજા રાવણે શનિદેવને પણ કેદ કરી દીધા હતા.

જયારે બજરંગબલી માતા સીતાની શોધ માટે લંકા આવ્યા હતા, તો શનીએ તેમની પાસે તેને આઝાદ કરવાની વિનંતી કરી હતી અને હનુમાને તેને લંકાથી ઘણે દુર ફેંકી દીધા હતા જેથી તે સુરક્ષિત સ્થાન ઉપર જઈ શકે. તેવામાં શનિદેવ આ સ્થાન ઉપર જ આવીને પડ્યા હતા ત્યારથી આ ક્ષેત્રને શનીક્ષેત્ર કહેવામાં આવે છે. જ્યાં શની પડ્યા હતા ત્યાં આજે પણ ખાડો આવેલો છે અને શની શીલાના રૂપમાં બિરાજમાન છે.

શની મંદિર, તિરુનલ્લર : તમિલનાડુના તિરુનલ્લરમાં કાવેરી નદીના દક્ષીણ કાંઠા ઉપર શનિદેવનું મંદિર એક નાના એવા ગામમાં આવેલું છે. આ મંદિર તમિલનાડુના નવગ્રહ મંદિરો માંથી એક છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહિયાં શનિદેવ સાથે ભગવાન શિવનું મંદિર પણ સ્થાપિત છે. માન્યતા છે કે જે લોકો ઉપર શની ગ્રહની અશુભ અસર થાય છે, તે આ મંદિરમાં દર્શન કરીને કલયુગના દેવતાને પ્રસન્ન કરી શકે છે.

સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર : ગુજરાતના ભાવનગર પાસે સારંગપુરમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરને સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે તેમાં હનુમાનજી સાથે શનિદેવ સ્ત્રીરૂપમાં બિરાજમાન છે. પૌરાણીક કથા મુજબ, જયારે શનિદેવનો પ્રકોપ વધી ગયો હતો ત્યારે ધરતી ઉપર જનજીવન ઘણું અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

શનીના પ્રકોપથી બચવા માટે ભક્તોએ બજરંગબલીની પૂજા કરી. હનુમાનજી શનિદેવથી નારાજ થઇ ગયા અને તેને સજા આપવા આવી રહ્યા છે, તો તે તેમાંથી બચવાનો ઉપાય શોધવા લાગ્યા. ત્યારે તેને એક વિચાર આવ્યો કે મહાવીરજી તો બ્રહ્મચારી છે અને તે મહિલાઓ ઉપર હાથ નથી ઉપાડતા. એટલા માટે હનુમાનજીના ગુસ્સાથી બચવા માટે શનિદેવે સ્ત્રીરૂપ ધારણ કરી લીધું અને તેના ચરણોમાં પડીને ક્ષમા માગી લીધી. ત્યારથી આ મંદિરમાં શનિદેવને હનુમાનજીના ચરણોમાં મહિલાના રૂપમાં પૂજવામાં આવે છે.

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સ્વતંત્રતા દિવસ 2020 : 15 ઓગસ્ટના રોજ બનવા જઈ રહ્યો છે ઇતિહાસ, ન્યૂયોર્કના ટાઇમ્સ સ્ક્વેર ઉપર ત્રિરંગો લહેરાશે

Amreli Live

કોરોનાને કારણે દેશમાં લોકડાઉન થયું, તો સોશિયલ મીડિયા પર ભરાયું ખેડૂતોનું બજાર.

Amreli Live

કરીના કપૂરના ગર્ભાવસ્થાના ફોટા, ગર્ભાવસ્થામાં ઘણું કામ કરી રહી છે બેબો, ફોટો પોસ્ટ કરીને લખી આ વાત.

Amreli Live

સ્વંય પોર્ટલ : ભારતમાં ફ્રી ઓનલાઇન કોર્સીઝ માટે, વિધાર્થીઓ માટે છે ખુબ સારું.

Amreli Live

શ્રાદ્ધ પક્ષમાં ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ

Amreli Live

ખેસારી લાલ યાદવની પર્સનલ લાઈફ, પત્ની ચાંદાએ 6 મહિના સુધી પહેરી હતી એક જ સાડી, જાણો તેમની સ્ટોરી.

Amreli Live

એલપીજી ઉપર સબસીડી શું હંમેશા માટે બંધ થઇ જશે?

Amreli Live

રિલાયન્સ Jio એ ક્રિકેટ પેક રિચાર્જ પ્લાન રજૂ કર્યો, તમે દરેક ક્રિકેટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.

Amreli Live

નસીરુદીન શાહે નામ લીધા વિના કંગનાને ઓછું ભણેલી કહી, એક્ટ્રેસે પલટવાર કરી આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

આ છે દેશના બેસ્ટ સાત ઇલેક્ટ્રિક વાહન, જાણો કિંમત અને શું છે તેની ખાસિયત.

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે શનિવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

ચાણક્ય નીતિ : આ 5 ની વચ્ચેથી ભૂલથી પણ નહિ નીકળવું જોઈએ, જાણો શું છે તેનું કારણ.

Amreli Live

એવી કઈ વસ્તુ છે, જે બોલવા માત્રથી જ તૂટી જાય છે? જાણો IAS ઇન્ટરવ્યૂમાં ગુગલી સવાલના જવાબ

Amreli Live

ઉત્તર કોરિયા પૂર અને કોરોનાથી ત્રસ્ત, તાનાશાહે કહ્યું કે બધા દેશોની થઈ ગઈ બોલતી બંધ.

Amreli Live

આજનો દિવસ આ રાશિઓ માટે છે શુભ, રહેશે ગણેશજીની કૃપા, ધન પ્રાપ્તિ થશે.

Amreli Live

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

Amreli Live

આજે બની રહ્યો છે વૃદ્ધિ યોગ, આ 5 રાશિઓના માન-સમ્માનમાં થશે વધારો, આર્થિક યોજનાઓ થશે સફળ.

Amreli Live

સુતરાઉ કાપડ વાળા હોમ મેડ માસ્ક છે વધારે સુરક્ષિત, રિસર્ચનો ખુલાસો

Amreli Live

શહીદ કર્નલ સંતોષ બાબુની 9 વર્ષની દીકરીએ આવી રીતે આપી શ્રદ્ધાંજલિ, માતાને જણાવ્યું : ‘ગર્વ છે મને’

Amreli Live

શુભ યોગ બનવાથી આ 4 રાશિઓને ધન-સંપત્તિની બાબતમાં મળશે મોટી સફળતા, રાજયોગની સંભાવના.

Amreli Live

રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ તેના પર પડે છે વીજળી, પણ મંદિરને કાઈ નુકશાન થતું નથી.

Amreli Live