29.1 C
Amreli
21/09/2020
bhaskar-news

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ
દુબઇ: 90 દેશમાં લૉકડાઉન છે અને અડધી વસતી (450 કરોડ લોકો) ઘરોમાં છે. યુએનના જણાવ્યા અનુસાર દુનિયાભરના 180 દેશમાં સ્કૂલ-કોલેજ બંધ છે. વિશ્વના 87 ટકા લોકો અસરગ્રસ્ત છે. લોકોને ઘરમાં રાખવા માટે ક્યાંક કડકાઇ છે તો ક્યાંક વિચિત્ર નિયમો બનાવાયા છે.
ઇટાલી: ફરવા બદલ 4 લાખ સુધીનો દંડ, 40 હજારને કરાયો
સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ 1 કરોડ રૂ.ના દંડની જોગવાઇ કરાઇ છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ઓસ્ટ્રેલિયામાં કેટલીક જગ્યાએ 23 લાખ રૂ. દંડની જોગવાઇ છે. ઇટાલીમાં કારણ વિના બહાર નીકળવા બદલ અઢી લાખ અને લોમ્બાર્ડીમાં 4 લાખ રૂ. દંડ થાય છે. અહીં 40 હજાર લોકોને દંડ થઇ ચૂક્યો છે. હોંગકોંગમાં ક્વોરેન્ટાઇનના નિયમો તોડવા બદલ અઢી લાખના દંડ કે 6 મહિનાની કેદની જોગવાઇ છે.
જેલ: રશિયામાં 7 વર્ષ, મેક્સિકોમાં 3 વર્ષની કેદનો કાયદો ઘડાયો
રશિયાની સંસદે એન્ટિવાઇરસ એક્ટને મંજૂરી આપી છે. ક્વોરેન્ટાઇનના નિયમો તોડવા બદલ 7 વર્ષની કેદની જોગવાઇ. મેક્સિકોના યુકાટનમાં બીમારી છુપાવવા બદલ 3 વર્ષની કેદ થશે.
પનામા: સ્ત્રી-પુરુષને 1-1 દિવસ છોડીને બહાર નીકળવાની મંજૂરી
અહીં સ્ત્રીઓ અને પુરુષો જુદા જુદા દિવસે ઘરની બહાર નીકળી શકે છે. સ્ત્રીઓ સોમ, બુધ અને શુક્રવારે માત્ર 2 કલાક માટે ઘરની બહાર નીકળી શકે છે.
કોલંબિયા: કોણ ક્યારે બહાર નીકળશે તે ID નંબરના આધારે નક્કી થાય છે
કોલંબિયાના કેટલાક ભાગોમાં નેશનલ આઇડી નંબરના આધારે બહાર નીકળવાની મંજૂરી છે. દા.ત. જેમના આઇડી નંબરનો છેલ્લો આંકડો 0, 4 કે 7 હોય તેઓ સોમવારે બહાર નીકળી શકે.
ઓસ્ટ્રિયા: ચેક રિપબ્લિકમાં હવે માર્કેટમાં માસ્ક પહેરવો ફરજિયાત
ઓસ્ટ્રિયા, ચેક રિપબ્લિક, સ્લોવેકિયાએ જાહેર સ્થળો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કરી દીધું છે. ચેક રિપબ્લિકની સરકારે કહ્યું કે તમે ભલે નિર્વસ્ત્ર ફરો પણ માસ્ક જરૂર પહેરો.
ફિલિપાઇન્સ: ક્વોરેન્ટાઇનના નિયમો તોડનારને ગોળી મારવા આદેશ
ફિલિપાઇન્સના પ્રમુખ દુર્તેતેએ ક્વોરેન્ટાઇનનો ભંગ કરનારાને ગોળી મારવાનો આદેશ આપ્યો. દ.આફ્રિકામાં બહાર નીકળનારાઓ પર પોલીસ રબર બુલેટ ચલાવી રહી છે.
પેરુ: કૉલ સેન્ટર પર અફવા ફેલાવવા બદલ 45 હજાર રૂપિયાનો દંડ
પેરુમાં કોરોના માટેની હોટલાઉન શરૂ કરી દેવામાં આવી છે. જોકે તેના પર ખોટી માહિતી આપવા બદલ 45 હજારના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર.

Related posts

રાજકોટના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ સહિત જિલ્લામાં 18ને કોરોના પોઝિટિવ, 5ના મોત, ભાવનગરમાં 12 અને અમરેલીમાં 6 કેસ

Amreli Live

દાદરા નગર હવેલીમાં કોરોના વિસ્ફોટ, દવા બનાવતી સનફાર્મા કંપનીના 14 કર્મચારીઓ પોઝિટિવ આવતાં પ્લાન્ટ બંધ કરાયો

Amreli Live

સેન્સેક્સ 484 અંક ઘટ્યો, નિફ્ટી 9000ની નીચે; બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

Amreli Live

15.87 લાખ કેસઃ તમિલનાડુમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી વધારાયું, એક સપ્તાહમાં બીજી વખત 50 હજારથી વધુ કેસ

Amreli Live

મોદીએ મુબારકબાદ આપી;જામા મસ્જીદના શાહી ઈમામે કહ્યું-નમાઝ સમયે રૂમમાં 3થી વધારે લોકો ન રહે

Amreli Live

2.67 લાખ કેસ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- દિલ્હીમાં જુલાઈ સુધી 5.5 લાખ કેસ શક્ય, કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ શરૂ

Amreli Live

રાજ્યના 151 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં 6 ઈંચ વરસાદ, ગીર-સોમનાથના સુત્રાપાડામાં 4 ઇંચ

Amreli Live

રાજ્યમાં નવા 58 કેસ નોંધાયા, 24 કલાકમાં કોરોનાના 167 દર્દી વધ્યાં, આજે એકેય મોત નહીં, 9 સાજા થયા, કુલ દર્દી 933

Amreli Live

આ વાત એવા લોકોની જે ઈલાજ અને દવાઓ માટે ભટકી રહ્યા છે, તેમની બીમારી કોરોના કરતા વધારે જીવલેણ છે

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 229 કેસ અને 13ના મોત, કુલ મૃત્યુઆંક 103 અને કુલ દર્દી 2,407 થયા

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

રાજ્યમાં કોરોનાના 34 નવા કેસ, અમદાવાદના હોટસ્પોટમાંથી 25 કેસ નોંધાયા, કોરોનાના કુલ દર્દી 572

Amreli Live

મોદીની ટકોરથી ગુજરાતે એકાએક ટેસ્ટ વધાર્યા, છતાં અન્ય રાજ્યો કરતાં હજી ઓછા, ગુજરાત કરતાં આસામમાં કેસ ઓછા-ટેસ્ટિંગ બમણું

Amreli Live

રાજ્યમાં 24 કલાકમાં 367 નવા કેસ, 10ના મોત, કુલ દર્દી 1743, મૃત્યુઆંક 63 અને 105 સાજા થયા

Amreli Live

મુંબઈ અને પુણેના કન્ટેન્મેન્ટ ઝોનમાં ‘સ્માર્ટ હેલમેટ’ 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરે છે

Amreli Live

કોરોનાએ બદલી અમદાવાદીઓની જીવનશૈલી, પાણીના વપરાશમાં 20 ટકાનો વધારો, દિવસમાં 50 વાર હાથ ધોવે છે

Amreli Live

ગુજરાતમાં તૈયાર થયા સસ્તા સ્વદેશી વેન્ટિલેટર, ડીઆરડીઓએ બનાવ્યા પર્સનલ સેનિટાઈઝેશન ચેમ્બર અને ફેસ માસ્ક

Amreli Live

અમદાવાદમાં વધુ 11 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા 116 પોલીસ કોરોનાગ્રસ્ત, 17 પોલીસકર્મી ડિસ્ચાર્જ

Amreli Live

ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ, ચેકપોસ્ટ પર વાહન ચાલકોના નામ અને પ્રવેશના કારણની નોંધણી

Amreli Live

મોદીએ 30 વખત આત્મનિર્ભર શબ્દનો ઉલ્લેખ કર્યો, કહ્યું- કોરોના એટલી મોટી આપદા નથી કે આત્મનિર્ભર ભારતના સંકલ્પને રોકી શકે

Amreli Live

મે મહિનામાં વૈશ્વિક અર્થતંત્રના GDPમાં ઘટાડાનો દર 2.3 ટકા રહેવાનો અંદાજ,એપ્રિલમાં GDP 4.8 ટકા ગગડ્યો હતો

Amreli Live