25.8 C
Amreli
06/08/2020
કલેક્ટર ઓફિસ

સરહદ પર પૂર્ણ તૈયારી, ચીનની કોઈપણ હરકતનો જવાબ આપવા તૈયારઃ સેના

રજત પંડિત, નવી દિલ્હીઃ લદ્દાખની મુલાકાત લઈ આવ્યા બાદ આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણેએ દેશની ટોચની નેતાગીરીને સરહદની તમામ સ્થિતિથી માહિતગાર કર્યા હતા અને સૈન્ય દળો તરફથી વિશ્વાસ દર્શાવ્યો હતો કે સરહદ પર એવી તૈયારી રાખવામાં આવી છે જેથી જો ચીન કોઈપણ પગલું ભરશે તો તેને ઇંટનો જવાબ પથ્થરથી આપવા માટે સક્ષમ છે. જાણવા મળ્યા મુજબ લદ્દાખથી પરત આવ્યા બાદ સેનાધ્યક્ષે વડાપ્રધાન મોદી પૂર્વ લદ્દાખની તમામ જાણકારી આપી હતી. જે બાદ શુક્રવારે પણ સેનાધ્યક્ષ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે બેઠક યોજાઈ હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

સૂત્રો મુજબ ભલે હાલ ચીનની સેનાએ LACના કેટલાક વિસ્તારો ખાસ કરીને સ્ટ્રેટેજીકલી મહત્વના એવા દૌલત બેગ ઓલ્ડી, દેપસાંગ વિસ્તારમાં પોતાના સૈનિકોનો અને શસ્ત્રોનો ભારે જમાવડો કર્યો હોય પરંતુ તે હાલ આક્રમણભર્યું કોઈ ઉતાવળનું પગલું ભરવાની ભૂલ કરશે નહીં.

જોકે ભારતે પણ આ બાજુ પૂરતી તૈયારી કરી લીધી છે. ભારતે આ વિસ્તારમાં 10-12 હજાર જેટલા વધારાના જવાનો અને ટેન્ક રેજીમેન્ટ, હોવિત્ઝર તોપ, એરફોર્સની સુખોઈ-30 અને મીગ-29ની સ્ક્વોડ્રોન ને તહેનાત કરી દીધી છે. તેમજ સેનાને પૂર્ણ યુદ્ધ સ્તરના હાઈ એલર્ટ પર તૈયાર રાખવામાં આવી છે. સૂત્રોએ કહ્યું કે, પહેલા કરતા હવે આપણે સરહદી વિસ્તારમાં વધુ સૈનિકો અને મજબૂત માળખાગત સુવિધા સાથે સજ્જ છીએ. જેને જોતા હાલ બની શકે કે ચીન કોઈ આક્રમક પગલું ભરે નહીં.

પરંતુ સૂત્રો એ વાતને નકારી રહ્યા નથી કે નાના-મોટા છમકલા નહીં થાય. સૂત્રો મુજબ પેંગોંગ ત્સો અને ગલવાન વેલી વિસ્તારમાં ખૂબ જ ભારે સંખ્યામાં ભારત અને ચીનના સૈનિકો આમને સામને છે તેવી સ્થિતિમાં નાના-મોટા છમકલા થઈ શકે છે. જોકે ભારત પહેલ નહીં કરે તે વાતની પણ સૈન્યે ખાતરી આપી છે. પણ જો ચીન કોઈ અવળચંડાઈ કરશે તો પૂરતો જવાબ દેવામાં આવશે.

જ્યારે ચીન ગલવાલ વેલીમાં પેટ્રોલિંગ પોઇન્ટ 14 જ્યાં તારીખ 15 જૂને બંને દેશોના સૈનિકો વચ્ચે ઝડપ થઈ હતી ત્યાં હજુ પણ આક્રમક બની રહ્યું છે. અહીં ચીન માગણી કરી રહ્યું છે કે ભારતીય સૈનિકો શ્યોક અને ગલવાન નદીને પાર ન કરે. તેવી જ રીતે PLA સૈનિકો ફિંગર-4 અને ફિંગર 8 વિસ્તારમાં કે જે પોંગોંગ ત્સો લેકના ઉત્તરની તરફ પહાડી વિસ્તાર છે ત્યાં પણ સૈન્ય માટે માળખાગત સુવિધા અને બંકર બનાવી રહ્યા છે જેથી ઉંચાઈ પરથી વિસ્તાર પર પ્રભુત્વ રાખી શકાય. જોકે ભારતીય આર્મીએ સ્પષ્ટ કરી દીધું છે કે બંનેમાંથી કોઈપણ વિસ્તારમાં ચીનને એક પણ પગલું આગળ વધવા દેવામાં આવશે નહીં અને એપ્રિલ માસ પહેલા જે સ્થિતિ હતી તે મુજબ રહેવા માટે ભારત ભાર આપી રહ્યું છે.

સૂત્રો એ કહ્યું કે હાલ તો અહીં ન તો સૈનિકો આમને સામને લડી રહ્યા છે ન તો સૈન્ય ઓછું કરવામાં આવી રહ્યું છે. આ સ્થિતિ આગામી કેટલાક મહિના સુધી રહી શકે છે. હાલની સ્થિતિમાં ફક્ત વેઇટ એન્ડ વોચ કરવી જ હિતાવર છે. ચીન પોતાની વિસ્તારવાદી નીતિને લઈને LACને ભારત તરફ ધકેલવા માટે પ્રયાસ કરી શકે છે. પરંતુ ભારત તરફથી પ્રતિકારના પગલે સૈન્યબળ અજમાવવા માટે ચીને હજુ વધુ તૈયારી કરવી પડે જે હાલ જોવા મળતી નથી.


Source: iamgujarat.com

Related posts

આસામનો બાહુબલી કહીને જે તસવીર વાયરલ થઈ રહી છે તેની આ છે હકીકત

Amreli Live

હોમ ક્વોરન્ટીન દરમિયાન વકરી શકે કોરોના, આવા લક્ષણો દેખાય તો હોસ્પિટલમાં દાખલ થઈ જવું

Amreli Live

B ગ્રેડ એક્ટ્રેસ વિવાદઃ કંગના રનૌતની ટીમે તાપસી પન્નુ પર કર્યો શાબ્દિક પ્રહાર

Amreli Live

સૌરવ ગાંગુલી દ્વારા એશિયા કપ રદ્દ થવાની ઘોષણાથી પાકિસ્તાનમાં ખળભળાટ

Amreli Live

કોરોના અંગે દુનિયાને સૌથી પહેલા જણાવનાર વ્હિસલબ્લોઅર ડોક્ટરની પત્નીએ આપ્યો બાળકને જન્મ

Amreli Live

સુરતઃ વર્ષો જૂની આંગડીયા પેઢીએ ₹400 કરોડનું ઉઠામણું કર્યું હોવાની ચર્ચા, વેપારીઓમાં હડકંપ

Amreli Live

રાજ્ય સરકારે આદિવાસી યુવતીની પરીક્ષા માટે સ્પેશિયલ બસ ચલાવી, બોર્ડમાં 95% લાવી

Amreli Live

કતરના પ્રિન્સની ‘ફિલ્મી’ લાઈફસ્ટાઈલ વિશે જાણીને આશ્ચર્યમાં મૂકાઈ જશો

Amreli Live

ગજબ! જુગાર રમતા પકડાતા પોલીસે જપ્ત કરેલા રુપિયા પરત મેળવવા કોર્ટમાં પહોંચ્યો આરોપી

Amreli Live

રાજ્યમાં ફરી લોકડાઉન કરવાના અહેવાલ તથ્યથી વેગળા: સરકારે કરી સ્પષ્ટતા

Amreli Live

વક્રી ગુરુનું રાશિ પરિવર્તન, 6 રાશિ અને દેશ-દુનિયા માટે અશુભ યોગ સર્જશે

Amreli Live

સૂર્ય ગ્રહણઃ આજે રાત્રે 10.03 વાગ્યાથી વેધ શરું થતા સૂતક લાગશે, કાલે બપોરે 1.38 વાગ્યે મોક્ષ

Amreli Live

કટ્ટરવાદીઓએ પાકિસ્તાનમાં બની રહેલા કૃષ્ણ મંદિરના પાયા તોડી નાંખ્યા

Amreli Live

અમદાવાદ: સગી દીકરીઓએ જ માતાના પ્રેમી સાથે મળીને તેની હત્યા કરી, ચોંકાવનારું છે કારણ

Amreli Live

કોરોના મહામારી વચ્ચે તમારું બાળક હેલ્ધી રહે તે માટે આ બાબતોનું રાખો ધ્યાન

Amreli Live

‘તારક મહેતા…’ના દર્શકો માટે ‘ગુડ ન્યૂઝ’, આ તારીખથી જોવા મળશે નવા એપિસોડ

Amreli Live

કોરોનાના કારણે ક્રિકેટમાં આવ્યો આ નવો નિયમ, તેનો ભંગ કરનાર પ્રથમ ખેલાડી બન્યો સિબ્લી

Amreli Live

દવા સપ્લાયની આડમાં દારૂની હેરાફેરી, રૂપિયા 50 લાખના માલ સાથે ત્રણની ધરપકડ

Amreli Live

સુરત: ચોરીની શંકાએ પરપ્રાંતીય શ્રમિક પર ટોળાનો હુમલો, કોંગ્રેસ કાઉન્સિલર સહિત 6ની અટક

Amreli Live

‘અમીર યુઝર્સ’ને વધુ સારી સ્પીડે ઈન્ટરનેટ સેવા આપતા ડેટા પ્લાન TRAIએ બ્લોક કર્યા

Amreli Live

માઉન્ટ આબુ, ગોવા, ઉટી….રિસોર્ટ તો ખુલી જશે પણ આ વાતની છે સૌથી વધુ ચિંતા

Amreli Live